(૧૩) બીરબલનું સપનું
અકબર બાદશાહને એવી ટેવ કે
બીરબલની મજાક કરવાની એક પણ તક જતી ન કરે અને બીરબલ પણ બાદશાહને એવો જવાબ આપે કે
બાદશાહની બોલતી બંધ થઈ જાય.
એક દિવસની વાત છે.
પ્રાત:કાર્યથી પરવારીને બાદશાહ બીરબલના ઘેર ગયા. બીરબલ હજુ સંધ્યા વંદના કરી રહ્યો
હતો. બાદશાહે આવીને કુશળ અંતર પૂછયા પછી બીરબલની મજાક કરવા બાદશાહ બોલ્યા -
‘બીરબલ, આજ તો મેં એક
એવું સપનું જોયું કે વાત ન પૂછે. હું અને તું ફરવા ગયા. રસ્તામાં હું મધના કુંડમાં
પડી ગયો અને તું મળના કુંડમાં પડી ગયો. બસ ત્યાંજ મારી આંખ ઉઘડી ગઈ.'
જહાંપનાહ, કમાલની વાત છે.
આજ મેં પણ એજ સપનું જોયું. હું અને તમે ફરવા ગયા. તમે મધના કુંડમાં પડી ગયા અને
મળના કુંડમાં પડી ગયો....”
પછી તારી આંખ ઉઘડી ગઈ ?”
બાદશાહે પૂછયું.
ના મારું સપનું તો લાબું
ચાલ્યું. પછી તમે મધના કુંડમાંથીઅને હું મળના કુંડમાંથી બહાર નિકળ્યા અને હું તમને
ચાટવા લાગ્યો. તમે મને ચાટવા લાગ્યા, બસ ત્યાંજ મારી આંખ ઉઘડી ગઈ...'
આ સાંભળી ને બાદશાહ ભોંઠા
પડી ગયા.
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment