(૧૯) બકરાનું દૂધ
એકવાર બાદશાહે બીરબલને
કહ્યું કે - “બીરબલ, મારી બેગમને ઘણા દિવસથી પેટનો દુખાવો રહે છે. હકીમ કહે છે કે
જો ક્યાંય બકરાનું દૂધ મળે તો બેગમનો દુઃખાવો મટી જાય. માટે તું ગમે ત્યાંથી
બકરાનું દૂધ લાવી આપ.”
ચતુર બીરબલ સમજી ગયો કે
બાદશાહ કાં તો એને મૂર્ખ બનાવી રહ્યો છે અને કાં તો એની બુદ્ધિની પરીક્ષા લઈ રહ્યો
છે. પણ વાતમાં મુંઝાય તો એ બીરબલ શાનો? એણે તો તરત કહીદીધું - કાલે જ બકરાનું દૂધ
લેતો આવીશ જહાંપનાહ....” ઘેર જઈને બીરબલે પોતાની બેટીને સમજાવી અને એ તત્કાળ રાતના
સમયે બાદશાહના મહોલ્લાની પાસે યમુના નદીમાં કપડા ધોવા લાગી. ધબાક ધાકનો અવાજ
સાંભળી બાદશાહની નિંદ્રામાં ખલેલ પડી અને તત્કાળ સેવકોને હુકમ કર્યો કે “મધરાતે
કોણ કપડા ધુવે છે? જાઓ પકડી લાવો એને.'
સેવકો તો બીરબલની બેટીને
પકડી લાવ્યા. એટલે બાદશાહે પૂછ્યું - “તું કોણ છે અને મધરાતે શા માટે કપડા ધોઈ રહી
છે?” બીરબલની દીકરી તરત બોલી – ‘નામદાર, હું બીરબલની છોકરી છું. સાંજે જ બીરબલને
સુવાવડ આવી છે અને એક પુત્રને જન્મ આપ્યો છે. હું એના કપડા ધોવા આવી છું.'
આવો જવાબ સાંભળી બાદશાહ
ગુસ્સે થઈને બોલ્યો - ‘તું તો સાવ ગાંડી લાગે છે. પુરુષ દિકરા જણે એવું તે કાંઈ
બનતું હશે?'
‘જરૂર બને સરકાર....'
છોકરી બોલી – “જો બકરો નર હોવા છતાં દૂધ આપતો હોય તો બીરબલ છોકરા કેમ ન જણે ?'
છોકરીની વાત સાંભળતા જ બાદશાહ બધું સમજી ગયો અને છોકરીને ઈનામ આપીને વિદાય કરી.
READ (૧૮) બે ગધેડાનો બોઝ CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment