(૨૬) ભણેલો ગધેડો
એક દિવસ દરબારમાં બીરબલ
હાજર ન હતો. તેથી મુલ્લા દો યાજા બીરબલને નીચું જોવડાવવા માટે કહેવા લાગ્યો -
“નામદાર, બીરબલ ગમે તેવો હોય પણ ગધેડાને વાંચતા ન શીખવી શકે.”
આ વાત ચાલતી હતી ત્યાંજ
બીરબલ આવ્યો. એટલે બાદશાહે કહ્યું - બીરબલ, તારામાં ભલે ગમે તેટલી બુદ્ધિ હોય પણ
તું ગધેડાને વાંચતા ન શીખવી શકે.
જવાબમાં બીરબલ જરા પણ
મુંઝાયા વગર બોલ્યો જહાંપનાહ, આ કામ અશક્ય નથી. દશહજાર રૂપિયા અને એક મહીનાનો સમય
આપો તો હું ગધેડાને પણ વાંચતા શીખવી દઉં.’
બાદશાહે તો તરત દશ હજાર
રૂપિયા ખજાનચી પાસેથી અપાવી દીધા.
બરાબર એક મહીના પછી બીરબલ
એક ગધેડો લઈનેદરબારમાં હાજર થયો. એટલે બાદશાહે પૂછયું - શું ગધેડાને વાંચતા આવડી
ગયું?'
‘હાં જહાંપનાહ...' કહીને
બીરબલે એક જાડી પોથી ગધેડા સામે મુકી દીધી. ગધેડો પોતાની જીભથી પોથીના પાના પલટવા
લાગ્યો અને ત્રીસમાં પાના પર પહોંચીને જોર જોરથી બુકવા લાગ્યો.
બાદશાહ અને આખો દરબાર
સ્તબ્ધ થઈ ગયો. બાદશાહે પૂછયું- તે આ ચમત્કાર કઈ રીતે કર્યો ?'
બીરબલે ખુબ ધીરજથી
સમજાવ્યું - ‘જહાંપનાહ, પહેલા દિવસે મે મુઠ્ઠી ભર ઘાસ પોથીના પુંઠા અને પહેલા
પાનાની વચ્ચે મૂક્યું. બીજાદિવસે મેં ઘાસ બીજા પાના પર મૂકી પોથી બંધ કરી
દીધી.ગધેડાએ એનેખોલીને ઘાસ ખાઈ લીધું પછી હું રોજ આ રીતે આગલા પાનાઓ પર ઘાસ મુકતો
રહ્યો. આજ ત્રીસમો દિવસ હતો. જયારે ત્રીસ પાના પલટયા પછી પણ ત્યાં ઘાસ ન મળ્યું તો
ગધેડો ભૂંકવા લાગ્યો.
બીરબલની આ યુક્તિથી
બાદશાહ ખુશ થઈ ગયા.
READ (૨૫) વિચિત્ર સવાલ CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment