(૨૫) વિચિત્ર સવાલ
અકબર બાદશાહના દરબારમાં
બીરબલ મંત્રી ની પદવી પર હતા પરંતુ દરબારમાં બીરબલના વખાણ થાય એ મુલ્લા દો હાજાને
જરા પણ ન ગમતું. બીરબલને પછાડવા માટે તેઓ જાતજાતના કાવતરા ઘડ્યા કરતાં પણ બીરબલ
દરેક વખતે એમને ધૂળ ચટાડી દેતો. આથી મુલ્લાના ગુસ્સાનો પાર ન રહેતો.
એક વખત બીરબલ અને મુલ્લા
બન્ને ચર્ચાએ ચઢ્યા. ચર્ચા એવી ચાલી, એવી ચાલી કે બાદશાહ કંટાળીને બોલી ઉઠયા - હવેતમારામાંથી
કોણ વધુ બુદ્ધિશાળી છે, એ વાતનો ફેંસલો થઈ જ જવો જોઈએ....'
બધા ઉત્સુકતાથી બાદશાહ
સામે જોવા લાગ્યા,
બાદશાહે આગળ કહ્યું -
‘તમારે ચાર જીવધારી લાવવાના છે. એમનામાં આ જાતના ગુણ હોવા જોઈએ (૧) અહીં હોય પરંતુ
ત્યાં ન હોય. (૨) ત્યાં હોય પરંતુ અહીં ન હોય (૩) અહીં કે ત્યાં ક્યાંય પણ ન હોય.
(૪) અહીં અને ત્યાં બંને જગ્યાએ હોય. આ માટે બે દિવસનો સમય આપું છું. જે આ ગુણ
સંપન્ન જીવધારિયોને પહેલા લઈ આવશે અને બીજાથી બુદ્ધિમાન માની લેવાશે.....”
મુલ્લા દો પ્યાજાના ફરિતા
પણ ઉઘાડા પગે દોડવા લાગ્યા. શું કરવું એ એને સમજાતું ન હતું. જ્યારે બીરબલ તો
આરામથી રવાના થયો.
ત્રીજા દિવસે દરબારમાં
બીરબલ સૌથી પહેલા આવ્યો એટલે બાદશાહે પૂછ્યું - “બીરબલ, તું તારા હેતુમાં સફળ થયો
?”
તો બીરબલ બોલ્યો -
‘જહાંપનાહ, મુલ્લાજીને આવવા દો. જો એમણે ચારેય જીવધારી રજૂ કરી દીધા તો હું મારી
હાર માની લઈશ....'
મુલ્લા દો પ્યાલા ની રાહ
જોવાવા લાગી. થોડીવાર પછી મુલ્લા પડેલા મોંઢે દરબારમાં આવ્યા. બાદશાહને સલામ કરીને
એક તરફ ઉભા રહી ગયા.
બાદશાહે પૂછયું
“મુલ્લાજી, મેં કહ્યા હતા એવા ગુણવાળા ચાર જીવ તમે રજૂ કરો છો ?”
મુલ્લા બોલ્યા - “નામદાર,
મેં ગામોગામ શોધ કરી પણ નમળ્યા કદાચ....'
‘તમારી જગ્યાએ જઈને બેસી
જાવ, હમણા ફેંસલો થઈ જશે કે કોણ કેટલા પાણીમાં છે...' બાદશાહે મુલ્લા દો યાજાની
વાત કાપી નાખતા કહ્યું.
મુલ્લા પોતાની જગ્યાએ
બેસી ગયા. એટલે બાદશાહે બીરબલ સામે જોયું. બીરબલે તરત એક સ્ત્રીને હાજર કરતા
કહ્યું ‘જહાંપનાહ, આ એક વેશ્યા છે. અહીં તો છે જ પરંતુ એનું કાર્ય એટલું ઘણિત છે
કે આ જન્મમાં (મર્યા પછી) એ સ્વર્ગમાં ન જતા નર્કમાં રહેશે એટલે એ અહીં છે ત્યાં
(નર્કમાં) નથી.”
ત્યારબાદ બીરબલે એક
સાધુને રજૂ કર્યો. ‘જહાંપનાહ, આ સાધુ બીચારો રાત-દિવસ ઈશ્વર ભજનમાં લીન રહે છે.
કોઈએ ભોજન આપ્યું તો ખાઈ લીધું, ન મળ્યું તો ભુખ વેઠી લીધી એટલે એના માટે એ જ કહી
શકાય છે કે આ અહીં આ લોકમાં નથી પરંતુ મર્યા પછી અવય એને મોક્ષ પ્રાપ્ત થશે અને
ત્યાં સ્વર્ગમાં વાસ કરેશે એટલે કે એ અહીં નહિ પણ ત્યાં (સ્વર્ગ) હશે.”
ત્યારબાદ બીરબલ એક
ભીખારીને હાજર કરીને બોલ્યો - ‘આ દિવસભર દર દર ભટકીને ભીખ માગે છે. આને એવી આદત
પડી ગઈ છે કે જે કાંઈ લખુ - સુકું મળે છે એ ખાઈ લે છે પરં. આ રિત કાર્ય છે કે આને
ન તો અહીં સુખ છે અને ન ' '' બાપ્ત થશે. એટલે આ ભીખારી ન તો અહીં છે, ન તો ત્યા
છે....!
છેલ્લે બીરબલે એક દાનવીર
શેઠને બાદશાહ સામે ઉભો રાખતા કહ્યું - ‘જહાંપનાહ ! આ શેઠ પર ઈશ્વર તથા લક્ષ્મી
બંન્નેની વિશેષ કૃપા છે.એને અહીં પણ ધન-પુત્રાદિ ઈશ્વરે આપ્યા છે. આ પોતાના ધનનો
અપવ્યય નથી કરતો. બને છે ત્યાં સુધીધર્મ, દાન, પુણ્યમાં જ ખર્ચ કરે છે. એટલે ત્યાં
(સ્વર્ગમાં) પણ સુખ પ્રાપ્ત થશે તેથી એ અહીં અને ત્યાં બન્ને જગ્યાએ છે,
થયાં. બાદશાહ તથા દરબારીઓ
બીરબલની બુદ્ધિથી ઘણં પ્રસન્ન એ વાત નક્કી થઈ ગઈ કે મુલ્લા દો યાજાથી બીરબલ વધુ
બુદ્ધિશાળી છે. મુલ્લા દો યાજાનું મસ્તક શરમથી ઝુકી ગયું.
બીરબલ દ્વારા જે લોકોને
ત્યાં લવાયા હતા એમને યોગ્ય માન સાથે વિદાય કરી દેવાયા. સાથે જ બીરબલને એની બુદ્ધિ
માટે મોટું ઈનામ અપાયું.
READ (૨૪) રમજાન અને શેતાન CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment