header

(૨૪) રમજાન અને શેતાન, (24) Ramadan and the devil

 

(૨૪) રમજાન અને શેતાન

 


વૈશાખ - જેઠના તપતા દિવસોમાં રમજાનના આખા મહિનામાં આખા દિવસના રોજા સહન કરવાનું બધા માટે મુશ્કેલ બની ગયું.

 

એક દિવસ બાદશાહના શાહજાદાએ પોતાનું દિલ બહેલાવવા માટે મુલ્લા દો યાજાને સાથે લઈને બીરબલના ઘેર જવાનો વિચાર કર્યો. કારણ એ હતું કે જરા એની મીઠી મીઠી વાતોથી દિલ બહેલી જશે. અને મુલ્લા દો યાજા પર જે વ્યંગ થશે એ સાંભળવાની પણ મજા આવશે. તરત જ તેયારી થઈ, શાહજાદાની રાવારી બીરબલના મકાને પહોંચી ગઈ. એ વખતે બીરબલ પોતાના મકાનના ભોંયરામાં અંધારી અને ઠંડી કોટડીમાં આરામ કરી રહ્યો હતો.

 

શાહજાદાએ એની પાસે જઈને કહ્યું - ‘તમે સાત પદમાં શા માટે છુપાયા છો ?

 

મોકો મળતાં જ મુલ્લા દો યાજાએ તરત ઘા કર્યો. ‘શાહજાદા, ઈસ્લામ ધર્મ પ્રમાણે એ વાત નક્કી છે કે રમજાનના મહીનામાં શેતાનને કેદ કરી દેવાય છે.”

 

મુલ્લાએ બીરબલને શેતાન બનાવી દીધો હતો. શાહજાદાના હોઠ પર સ્મિત આવી ગયું. પણ બીરબલ ક્યાં ચુપ રહે એવો હતો. એ તરત બોલ્યો -

 

‘એટલા માટે તો શાહજાદા તમને પણ પકડીને અહીં લઈ આવ્યા છે....

 

આ સાંભળીને શાહજાદો હસી હસીને ઢગલો થઈ ગયો.


READ  (૨૩) સચ્ચાઈથી દૂર CLICK HERE


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ