header

(૨૩) સચ્ચાઈથી દૂર, (23) Away from the truth

 

(૨૩) સચ્ચાઈથી દૂર

 


એકવાર બાદશાહે બીરબલને કહ્યું - બીરબલ, આપણા આ મુલ્લા દો યાજાને ગપ્પા મારવાની બહુ ટેવ છે. પણ ગપ્પા મારતા બરાબર આવડતું નથી. તેથી બધા એની મજાક ઉડાવે છે, તું એને સમજાવ.'

 

ત્યારે બીરબલ બોલ્યો - “જહાંપનાહ, તમે કહો તો વાંદરાને છલાંગ મારવાનું ભુલાવી દઉં પણ મુલ્લાને સુધારવા મુશ્કેલ છે. છતાં તમે કહો છો તો પ્રયાસ કરીશ. મુલ્લાને વાતમાંથી વાત કાઢવાની કળા આવડે છે. અને ક્યારેક વાત વાતમાં એ ખ્યાલ પણ નથી રાખતા કે આને શું પરિણામ આવશે. ?

 

બીરબલ તો ગયો મુલ્લા દો યાજા પાસે અને કહ્યું ‘મુલ્લાજી, હું તમારો ઘણો આદર કરું છું. એટલે ચુપચાપ એ જણાવવા ઈચ્છું છું કે ક્યારેક ક્યારેક તમારી વાતને લોકો સચ્ચાઈથી દૂર સમજે છે. એટલે તમે જે કોઈ શબ્દ બોલો એ ઝોખી ગોખીને બોલો....'

 

મુલ્લા દો યાજાએ બીરબલનું પ્યારથી સ્વાગત કરતા કહ્યું‘તું દરબારમાં મારી સાથે જ હોય છે. બીરબલ ! જ્યાં તને એવું જ લાગે કે હું એવી વાત કરી કહ્યો છું, જેને સાંભળીને લોકો પાછળથી મારી મજાક ઉડાવશે તો તરત જ તારે ખોંખારો ખાવો, એટલે હું વાત સંભાળી લઈશ....”

 

બીરબલે આ વાત અકબરને પણ જણાવી.

 

એક દિવસ ભર્યા દરબારમાં મુલ્લાએ વાત માંડી – “મેં બંગાળમાં એક એવો બબ્બર સિંહ માર્યો હતો જેની પુંછડી બાર ગજ સુધી લાંબી હતી....” લોકો આ સાંભળીને ચોંક્યા. બીરબલે તરત ખકારો ખાધો. એટલે મુલ્લા વાત સંભાળી લેતા બોલ્યા - ‘ભાઈ, માપવાનો ગજ તો મારી પાસે હતો નહીં, શક્ય છે સિંહની પૂંછડી એનાથી થોડી ઓછી લાંબી હોય

 

બીરબલે ફરી ખોંખારો ખાધો એટલે મુલ્લા ફરી બોલ્યા - ‘વાત ઘણા દિવસ પહેલાની છે એટલે સરખી રીતે યાદ નથી. બાર ગજ સુખી લાંબી નહી હોય પરંતુ થોડાક માઈલ લાંબી તો હતી જ....' બીરબલે વિચાર્યું કે આ વાત પણ કોઈના ગળે નહી ઉતરે અને લોકો મુલ્લાની મજાક ઉડાવશે જ એણે તો ફરી ખોંખારો ખાધો તો મુલ્લા ભડકી ઉઠયા અને ત્રાડ પાડતા બોલ્યા - ‘તું આખો દિવસ ખોંખારા ખાતો રહે તો પણ હું સિંહના પુંછડાની લંબાઈ સો માઈલથી ઓછો તો કરવાનો જ નથી....

 

મુલ્લા દો પ્યાજાનિ આ વાતથી આખો દરબાર હસી પડ્યો,

READ  (૨૨) માથા ફરેલ મુખ CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ