header

(૨૨) માથા ફરેલ મુખ,(22) Head furrowed mouth,

 

(૨૨) માથા ફરેલ મુખ

 


એકવાર બાદશાહ અને બીરબલ વચ્ચે શરત લાગી. બાદશાહે કહ્યું કે મુલ્લા દો ખાજા મૂર્ખ છે. તો બીરબલ બોલ્યો કે ના એ માથા ફરેલ મૂર્ખ છે બાદશાહ કહે સાબિત કરી બતાવ, બીરબલે તો તરત મુલ્લાને એક ઘોડા પર બેસાડી એક અજાણ્યા ગામે મોકલ્યા. બીરબલ અને બાદશાહ એની પાછળ પાછળ આવ્યા.

 

મુલ્લાએ તો ત્યાં જઈને ગામ લોકોને પૂછયું - “ભાઈઓ મારી સવારીનો ઘોડો ખોવાઈ ગયો છે. તમે લોકોએ એને ક્યાંય જોયો છે ?

 

એ લોકો મુલ્લા દો યાજાને ઓળખતા ન હતા. તેથી એની ન વાત સાંભળીને એ લોકો હસવા લાગ્યા, બધા સમજી ગયા કે આ કોઈ મૂર્ખ છે. પોતાના ઘોડા પર બેઠો છે અને કહે છે કે મારો ઘોડો ખોવાઈ ગયો છે.

 

મુલ્લા દો યાજા એ જયારે ફરીવાર પૂછ્યું ત્યારે ભેગા થયેલા લોકોમાંથી એક માણસે માંડ પોતાનું હાસ્ય રોકીને કહ્યું - “મુલ્લાજી, તમે તો મુર્ખ લાગો છો. ઘોડા પર બેઠા છો અને કહો છો કે મારો ઘોડો ખોવાઈ ગયો છે ?'

 

મુલ્લા દો યાજા તરત જ ક્રોધમાં આવીને કહેવા લાગ્યા - ‘મૂર્ખ તો તમે બધા છો. અરે મૂર્ખાઓ ! બુદ્ધિશાળી એ ગણાય છે જે ચોમાસુ આવતા પહેલા જ છાપરૂ બાંધી લે છે. મારો ઘોડો સાચે જ ખોવાઈ ગયો છે? મારા પૂછવાનો અર્થ એવો હતો કે જો ક્યારેક મારો ઘોડો ખોવાઈ જાય તો તમને લોકોને એનો પત્તો જણાવવામાં કોઈ તકલીફ ન પડે.”

 

આ સાંભળીને બાદશાહને ખાત્રી થઈ ગઈ કે મુલ્લા ફક્ત મુર્ખ જ નથી, માથા ફરેલ મૂર્ખ છે.


READ  (૨૧) સૌથી મોટું પુણ્ય CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ