header

(૨૧) સૌથી મોટું પુણ્ય, (21) The greatest virtue

 

(૨૧) સૌથી મોટું પુણ્ય

 


એક દિવસ બાદશાહે બીરબલને કહ્યું - ‘બીરબલ મેં એવી વાત સાંભળી છે કે મુલ્લા દો ખાજા, ઘણા કંજુસ છે, કદી દાનપુય કરતા નથી.”

 

બીરબલ બોલ્યો - ‘હા નામદાર, વાત સાવ સાચી છે. મુલ્લા એવા કંજૂસ છે કે ચમડી છુટે પણ દમડી ન છૂટે. વળી ચાલાક પણ એવા છે કે કોઈ એમને છેતરી ન શકે. પીર - ફકીરને પણ એક ફુટી કોડી આપતા નથી.'

 

ત્યારે બાદશાહ બોલ્યા - ‘મારી સાથે શર્ત લગાવ, હું મુલ્લા દો ખાજાનું હૃદય પીગાળીને એની પાસેથી કંઈક મેળવી લઉં.” બીરબલે તો તરત દશ હજાર રૂપિયાની શર્ત મારી દીધી. બાદશાહ અને બીરબલ બંન્ને ચિંથરે હાલ ભીખારીનો વેપ ધારણ કરી મુલાના ઘેર આવ્યા ત્યારે મુલ્લા નમાઝ પઢીને માળા ફેરવી રહ્યા હતા. બાદશાહે ગળગળા અવાજે કહ્યું -

 

‘માઈ - બાપ, હું અને મારા નાના બાળકો આઠ આઠ દિવસથી ભુખ્યા છીએ અને અલ્લાહ કહે છે કે ભુખ્યાનું પેટ ભરવું એ સૌથી મોટું પુણ્ય છે. મને આશા છે કે તમે દાન કરીને પુણ્ય અવશ્ય પ્રાપ્ત કરશો.'

 

મુલ્લા તત્કાળ માળા ફેંકી દેતા બોલ્યા - ‘તું મને અપરાધી બનાવવા આવ્યો છે ?'

 

શું કહી રહ્યા છો. જરા વિચાર તો કરો, જ્યારે અલ્લાહ તને અને તારા પરિવારને ભુખ્યો રાખવા ઈચ્છે છે તો હું એની વિરૂદ્ધ શા માટે ચાલુ ? અને એનો તુચ્છ સેવક થઈને તારું પેટ ભરું ? ના. ના બાબા ના... આવું ઘોર પાપ મારાથી કદી ન થઈ શકે. હું તો એ પરમ પિતાની ઈચ્છાનુસાર તને ભુખ્યો રાખીને પુણ્ય કમાઈશ. સમજી ગયો ? આ મુલ્લા દો ખાજાનું ઘર છે, પાપીનું નથી. તને ભોજન કોઈ પાપી જ કરાવે, હું નહીં.” ન

 

બાદશાહ બાજી હારી ગયા. એમને ખાત્રી થઈ ગઈ કે મુલ્લા દો ખાજી જેટલા કંજુસ છે એટલા જ ચાલાક પણ છે.

READ  (૨૦) બીરબલનો ન્યાય CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ