header

IPC 1860 પ્રકરણ. 16 માનવશરીરને અસર કરતાં ગુના (જિંદગીને આરાર કરતા ગુના) (કલમ 299 થી 377) ,Chapter. 16 Crimes affecting the human body (crimes affecting life) (Sections 299 to 377)

 

્રકરણ. 16
માનવશરીરને અસર કરતાં ગુના (જિંદગીને આરાર કરતા ગુના)
 (કલમ 299 થી 377)
 

IPC  ARTICLE 299.

- સાપરાધ/ગુનાહિતમનુષ્યવધ [Culpable homicide):જે કોઈ વ્યક્તિ મૃત્યુનિપજાવવાનાઈરાદાથી અથવા જેનાથી મૃત્યુ થવાની સંભાવના હોય તેવી શારીરિક ઇજાપહોંચાડવાનાઇરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી મૃત્યુ નિપજશે તેવું સંભવ છે તેવી જાણકારી સાથે કોઈ કૃત્ય દ્વારા કોઈનું મૃત્યુ નિપજાવે તો તે સાપરાધ મનુષ્યવધ છે.

-અહીએકમનુષ્યદ્વારાબીજામનુષ્યનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હોય છે,

-Homocideશબ્દ લેટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ કંઈક આ પ્રમાણે છે.

Homo =મનુષ્ય

cide =કાપવું

- “દરેક ખૂન એ સાપરાધ મનુષ્યવધ છે, પરંતુ દરેક સાપરાધ મનુષ્યવધ ખૂન નથી.”

IPC  ARTICLE 300

-ૂન [Murder] : ખૂન એ સાપરાધ મનુષ્યવધનું સૌથી વિકરાળ સ્વરૂપ છે. તે સાપરાધ મનુષ્યવધની પ્રથમ ડિગ્રીનો ગુનો છે.

-ખૂન એટલે શું? જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાનાઇરાદાથી કર્યું હોય, કોઈ વ્યક્તિને શારીરિક હાનીપહોંચાડવાનાઇરાદાથી કર્યું હોય જેથી તે શારીરિક હાનીના કારણે તેનું મૃત્યુ થાય, ઇરાદાપૂર્વક એવી શારીરિક ઇજા કરવામાં આવી હોય જે કુદરતના સામાન્ય ક્રમ પ્રમાણે મૃત્યુ નિપજાવવા પૂરતી હોય, તેવું કૃત્ય કરતી વ્યક્તિ જાણતી હોય કે પોતાનું કૃત્ય એટલું તત્કાળ ભયજનક છે કે બધીસંભાવનાઓ અનુસાર મૃત્યુ નિપજશે.

-ખૂનનાઅપવાદો :

(1) જો વ્યક્તિએ મૃત્યુ એકાએક ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણીના લીધે નિપજાવ્યું હોય. (2) જો વ્યક્તિએ સ્વ-બચાવમાં મૃત્યુ નિપજાવેલ હોય.

 (3) જાહેર નોકરે પોતાનીફરજ બજાવતી વખતેકૃત્યમાં મૃત્યુ નિપજી જાય. દા.ત. ટોળા ઉપર ગોળીબારનો આદેશ કરવામાં આવ્યો ત્યારે થયેલ મનુષ્ય વધ,

(4) આકસ્મિક રીતે ગુસ્સામાં લડાઈ કરીને ઓચિંતી મારામારીમાં મૃત્યુ નિપજાવવું.

 (5) મરનાર વ્યક્તિ પોતાની ઇચ્છાથી/સંમતિથી મૃત્યુને સ્વીકારી લે તેવું મનુષ્યવધ,

-ખૂન કરવામાં ‘ઇરાદો’ આવશ્યક તત્ત્વ છે. --ભારત દેશમાં સાપરાધ મનુષ્યવધ અને ખૂનનીવ્યાખ્યાનીભેદરેખા સ્પષ્ટ કરતાં બે અગત્યના કેસ બની ગયા છે, જેનો આધાર રાખીને આ કલમોનું સ્પષ્ટીકરણ કરવામાં આવતું.

-સાપરાધ મનુષ્યવધ અને ખૂન બંનેમાંથી કયો ગુનો કરવામાં આવ્યો છે તેનો આધાર ગુનેગારનાઇરાદા અને જાણકારી (જ્ઞાન) ઉપર છે.

-ગુનાહિતમનુષ્યવધની ત્રણ ડિગ્રી છે. 1977ના ચુકાદા બાદ આ કન્સેપ્ટસ્વીકારવામાં આવ્યો છે.

(1) પ્રથમ ડિગ્રી : ખૂન 300 જેની સજા કલમ 302 પ્રમાણે છે.

(2) દ્વિતીય ડિગ્રી : જે કલમ 304(1)માં જણાવવામાં આવેલ છે.

 (3) તૃતીય ડિગ્રી : જે કલમ 304(2)માં જણાવવામાં આવેલ છે.

IPC ARTICLE 301.

-ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે કોઈ વ્યક્તિને મારી નાંખવા, કાયદાનું પાલન કરવા કરતા કરેલા કોઈ કૃત્યથી અથવા કોઈ રાજ્ય સેવક તરફથી પોતાની સત્તાઓ કાયદેસર રીતે વાપરતા તે ઉશ્કેરાટનું કારણ મળ્યું ન હોય, ખાનગી બચાવનો હક્ક કાયદેસર રીતે વાપરતા કરેલા કોઈ કૃત્યથી તે ઉશ્કેરાટનું કારણ મળ્યું ન હોય તો ઉશ્કેરાટનું કારણ આપનારનું મૃત્યુ નીપજાવે અથવા ભૂલથી કે અસ્માતથી બીજી કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજાવે તો ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી.

IPC ARTICLE 302.

-ખૂન માટે શિક્ષા

સજા:- મોત અથવા આજીવન

IPC ARTICLE  303.

-આજીવન કેદનાકેદીએ કરેલા ખૂન શિક્ષા

સજા:- મોતની શિક્ષા

IPC ARTICLE 304

-        ખૂનનગણાયએવાગુનાઈતમનુષ્યવધમાટેશિક્ષા

સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધી અને દંડઅથવાબંને

IPC ARTICLE 304-A.

-બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત.

સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

 

IPC  ARTICLE 304-B .

-સજા 7 વર્ષથી ઓછી નહીં તેવી કેદ, જે આજીવન કેદ સુધી થઈ શકે. (સ્ત્રીનું મૃત્યુ તેનાં લગ્નનાં 7 વર્ષની અંદર-અંદર જો કોઈ સામાન્ય ન હોય તેવા સંજોગોમાં થયું હોય તો તે “દહેજ અપમૃત્યુ” માનવામાં આવશે.

સજા:-સજા 7 વર્ષથી ઓછી નહીં તેવી કેદ, જે આજીવન કેદ સુધી થઈ શકે.

IPC ARTICLE 305.

- બાળક અથવા પાગલ વ્યક્તિને આપઘાત કરવાનું દુષ્મરણ કરવા અંગે

સજા:- આજીવન/મૃત્યુદંડ અથવા10 વર્ષકૉઈકેદઅનેદંડ

IPC  ARTICLE 306.

- અન્ય કોઈ વ્યક્તિને આપઘાત કરવા માટે દુષ્મરણ કરે.

સજા:-10 વર્ષસુધીનીકોઈ કેદ અને દંડ

IPC  ARTICLE 307.

 કોઈ વ્યક્તિ એવા ઈરાદાથી કે જાણકારી સાથે ખૂન કરવાની કોશિશ કરે તો તેને જો વ્યથા થાય તો

સજા:- 10 વર્ષસુધીનીકોઈ કેદ અને દંડ

-વ્યથાથાય તો આજીવનકેદ

IPC  ARTICLE 308.

-ગુનાઈત મનુષ્ય વધ કરવાની કોશિશ કરવા

-જો વ્યક્તિને વ્યથા થાય તો

સજા:-  3 વર્ષ કૉઈકેદઅથવા દંડઅથવા તેબંને

-વ્યથામાં 7 વર્ષની કેદ દંડ અથવા તે બંને

IPC  ARTICLE 309.

આપઘાત કરવાની કોશિશ માટે 1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. (આ કલમની કાર્યવાહી મુલતવી રાખવામાં આવે છે.)

IPC  ARTICLE 310.

ઠગ : જે કોઈ વ્યક્તિ આ અધિનિયમ પસાર થયા પછી કોઈ પણ સમયે ખૂન કરીને કે ખૂન સાથે લૂંટ કરવાના અથવા બાળચોરીના હેતુથી બીજી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની સાથે કાયમ તેની સાગરીત બનીને રહેતી હોય તે ઠગ છે.

IPC ARTICLE  311.

-ઠગની શિક્ષા

સજા:- આજીવનકેદઅનેદંડ

IPC ARTICLE  312.

-કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક કોઈ ગર્ભવતી સ્ત્રીનો ગર્ભપાત કરાવવા અંગે

- જો તે સ્ત્રીના ઉદરમાં બાળક ફરકતું થયું તો

સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદ  અથવા દંડતે બંને

-7 સુધીની કોઈકેદ

IPC  ARTICLE 313.

- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત.

સજા:- આજીવન કે 10 વર્ષ કેદ અને દંડ

IPC  ARTICLE 314.

-ગર્ભપાત કરાવવાના ઇરાદાથી કરેલાં કૃત્યથી ગર્ભવતી સ્ત્રીનું મૃત્યુ નીપજાવવા બાબત.

સજા:-10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 315.

- બાળક જીવતું ન જન્મે અથવા જમ્યા પછી તે મરી જાય એમ કરવાના ઈરાદાથી કોઈ કરેલું કૃત્ય

સજા:- 10 વર્ષ સુધીની કોઈકેદ અથવા દંડ અથવા તેબંને

IPC  ARTICLE 316.

-ુનાહિત મનુષ્ય વધ ગણાય એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયું હોય એવા અજાત બાળકનું મૃત્યુ નીપજાવવા બાબત.

સજા:-10 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 317.

-માતા કે પિતાએ અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિએ 12 વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવા અને ત્યજી દેવા બાબત.

સજા:-   7 વર્ષ સુધીની કોઈકેદ અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 318.

-મૃતદેહનોછૂપી રીતે નિકાલ કરીને જન્મ છુપાવવા બાબત.

સજા:-2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

 

વ્યથા-મહાવ્યથા

 

IPC  ARTICLE 319.

-વ્યથા : જેકોઈવ્યક્તિબીજીકોઈવ્યક્તિનેશારીરિકપીડા, રોગકેઅશક્તિઊપજાવેતેણેતેનેવ્યથાકરીકહેવાય.

IPC  ARTICLE 320.

-        મહાવ્યથા: પુરુષત્વનોનાશ, કોઈઆંખનોકાયમીજોવાનીશક્તિનોનાશ, કાનનીસાંભળવાનીશક્તિનોનાશ, કોઈઅવયવકેસાંધાનોનાશકેતેનીશક્તિનીકાયમીખોટ, મસ્તકઅથવાચહેરાની કાયમી વિકૃતિ, હાડકાં કે દાંતનું ભાંગી જવું કે ખરી જવું, જેનાથી જિંદગી જોખમમાં મુકાય કે ભોગવનારને 20 દિવસ સુધી સતત શારીરિક પીડા થાય અને રોજિંદું કામ કરવા અશક્તિમાન બને તે વ્યથા મહાવ્યથા છે.

IPC  ARTICLE 321.

-        જે કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઈરાદાથી કે તેમ ઠરવાનો સંભવ છે તેવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરે અને તેમ કરીને તેને વ્યથા કરે છે તેણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી કહેવાય.

IPC  ARTICLE 322.

-        જે કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઇરાદાથી કે તેમ કરવાનો સંભવ છે તેવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરે અને તેમ કરીને મહાવ્યથા કરે તેમ કરીને તેને વ્યથા કરે છે તેણે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરી કહેવાય.

IPC ARTICLE 323.

-સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.

સજા:-1 વર્ષસુધીનીકોઈકેદઅથવા ₹1000સુધીનોદંડ અથવા તે બંને.

IPC ARTICLE 324.

-ભયંકર હથિયાર કે સાધનો વડેસ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.

સજા:-  3 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બને

IPC ARTICLE 325.

-સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા માટે શિક્ષા.

સજા:-  7 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 326.

- ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત.

સજા:-  10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 326-A .

 એસિડ કે જ્વલનશીલ વસ્તુ વડે સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરે.

સજા:- 10 વર્ષથી આજીવન કેદઅનેદંડ (દંડનો ઉપયોગ  પીડિતનાસારવાર માટે કરવામાં આવશે.)

IPC ARTICLE 326-B

- સ્વૈચ્છિક રીતે એસિડ ફેંકવો કે પ્રયત્ન/હુમલો કરવો.

સજા:- 10 વર્ષથી આજીવન કેદઅનેદંડ

-5 વર્ષ સુધીની કેદ કે જે 7 વર્ષ સુધીની થઈ શકે અને દંડ

(દંડનો ઉપયોગ  પીડિતનાસારવાર માટે કરવામાં આવશે. )

IPC ARTICLE 327.

-બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 328.

 ગુનો કરવાના ઈરાદાથી ઝેર, બેહોશ કરનારું, નશો ચડાવનારું કોઈ દ્રવ્ય આપી વ્યથા કરે

સજા:-  10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 329.

-બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત,

સજા:-આજીવન કે 10 વર્ષની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 330.

બળજબરીથીકબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વકવ્યથા કરવા બાબત,

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅનેદંડ

IPC ARTICLE 331.

-બળજબરીથીબૂલાત કરાવવા અથવા મિલક્ત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત,

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅનેદંડ

IPC ARTICLE 332.

-રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.

સજા:- 3વર્ષ સુધીની કોઈ કેદઅથવાદંડઅથવા બંને

IPC ARTICLE 333.

-રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત.

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅથવાદંડઅથવા બંને

IPC ARTICLE 334.

-ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.

સજા:- 1મહિના સુધીની કોઈ કેદઅથવા₹500 સુધીનોદંડઅથવા બંને

IPC ARTICLE 335.

ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વકમહાવ્યથા કરવા બાબત.

સજા:-4વર્ષ સુધીની કોઈ કેદઅથવા₹2000 સુધીનોદંડઅથવા બંને

IPC ARTICLE 336.

બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે એવું કૃત્ય

સજા:- 3મહિના સુધીની કોઈ કેદઅથવા ₹250સુધીનોદંડઅથવા બંને

IPC ARTICLE 337.

બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવા કૃત્યથી વ્યથા કરવા બાબત.

સજા:- 6મહિના સુધીની કોઈ કેદઅથવા₹500 સુધીનોદંડઅથવા બંને

IPC ARTICLE 338.

બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવા કૃત્યથી મહાવ્યથા કરવા, બાબત

સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદઅથવા₹1000 સુધીનોદંડઅથવા બંને

 

ગેરકાયદે અવરોઘ અને ગેરકાયદે અટકાયત,

 

 

IPC  ARTICLE 339.

-ગેરકાયદે અવરોધ: જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને જે દિશામાં જવાનો હક્ક હોય તે દિશામાં તે જતી અટકે એ રીતે તેને સ્વેચ્છાપૂર્વક અડચણ કરે તેણે તે વ્યક્તિનો ગેરકાયદે અવરોધ કર્યો કહેવાય.

-ગેરકાયદેસર અવરોધમાંક્ત એક જ દિશા બંધ હોય છે. બાકી બધી દિશાઓ ખુલ્લી હોય છે.

IPC  ARTICLE 340.

-ગેરકાયદે અટકાયત : જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને નિશ્ચિત કરેલી હદની બહાર જઈ શકે નહીં એ રીતે તેનો ગેરકાયદે અવરોધ રે, તેને તે વ્યક્તિને ગેરકાયદે અટકાયત કહેવાય.

- ગેરકાયદેસર અટકાયત એ અવરોધ કરતાં વધુ ગંભીર ગુનો છે. અહીં વ્યક્તિનો અધિકાર હોય છે તેમ છતાં તેના માટે તમામ દિશામાં જતો રોકવામાં આવે છે અથવા અવરોધવામાં આવે છે.

IPC ARTICLE 341.

-ગેરકાયદે અવરોધ બદલ શિક્ષા,

સજા:-  1 મહિનાની સાદી કેદઅથવા 500 દંડઅથવા તે બંને

IPC ARTICLE 342.

- ગેરકાયદે અટકાયત બદલ શિક્ષા,

સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદઅથવા 1000 દંડઅથવા તે બંને

IPC ARTICLE 343.

- ૩ કે તેથી વધુ દિવસો સુધી ગેરકાયદે અટકાયત.

સજા:- 2 વર્ષ સુધીની કોઈ અથવા દંડ કે તેબંને

IPC ARTICLE 344.

- 10 કે તેથી વધુ દિવસો સુધી ગેરકાયદે અટકાયત.

જા:-  3 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC  ARTICLE 345.

- જેને છોડી મૂકવાની રિટ કાઢવામાં આવી હોય તે વ્યક્તિને ગેરકાયદે અટકાયત,

સજા:-  2 વર્ષ સુધીની કોઈકેદ

IPC ARTICLE 346.

-ગુપ્તસ્થાનમાં ગેરકાયદે અટકાયત કરવા માટે તેને એવી ગેરકાયદે અટકાયત માટે બીજી જે શિક્ષાને પાત્ર હોય તે ઉપરાંત (ગેરકાયદે અટકાયતની સજા + 2 વર્ષ ગણવું)

સજા:-  2 વર્ષ સુધીની કોઈકેદ

IPC ARTICLE 347.

 - બળજબરીથી કોઈ મિલક્તકઢાવી લેવા અથવા ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે ગેરકાયદેસર અટકાયત.

સજા:-3 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 348.

-બળજબરીથીબૂલાત કરાવવા અથવા મિલક્ત પરત કરવાની ફરજ પાડવા માટે ગેરકાયદેસર અટકાયત,

સજા:-   3 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

 

ગુનાઈત બળ અને હુમલો

 

 

IPC  ARTICLE 349.

-બળ : જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગતિમાન કરે, ગતિમાં ફેરફાર કરે કે તેની ગતિ બંધ કરે અથવા તેના શરીરના ભાગ કે પહેરેલી વસ્તુ સાથે કોઈ પદાર્થ સંસર્ગમાં આવે અથવા સ્પર્શેન્દ્રીયનેસંસર્ગમાં આવે એ રીતે તે પદાર્થને ગતિમાન કરવા માટે પોતાની શારીરિક શક્તિ, બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરે કે કોઈ પશુને ગતિમાન ઠરાવીનેગતિબંધ કરાવે તો તેને બીજી વ્યક્તિ પર બળ વાપર્યું કહેવાય.

IPC ARTICLE 350.

ગુનાઈત બળ : કોઈ વ્યક્તિને બળ વાપરીનેઇજા, ભય કે ત્રાસ પહોંચાડવાનાઇરાદાથી નુકસાન ભય કે ત્રાસ પહોંચાડે કે તેવું સંભવ થાય તે બળ ગુનાઇત બળ વાપર્યું કહેવાય.

IPC ARTICLE 351.

 હુમલો કોઇ વ્યક્તિ કોઈ ચેષ્ટા કે તૈયારી કરવાથી પોતે કોઈ હાજર વ્યક્તિ ઉપર ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છે એવી તે વ્યક્તિને દહેશત ઊભી થશે એવા ઈરાદાથી કે સંભવ હોવાનું જાણવા છતાં એવી ચેષ્ટા કે તૈયારી કરે તેન હુમલો કર્યો કહેવાય.

-હુમલો માત્ર શબ્દોથી થતો નથી. ભવિષ્યમાં ઇજાપહોંચાડવાની ધમકી હુમલો નથી. હુમલામાં ચેષ્ટા હોવી અતિ આવશ્યક છે, જેથી જે વ્યક્તિને મનમાં એવો ભય ઉત્પન્ન થાય કે તેની ઉપર તત્કાલિનગુનાહિતબળનો પ્રયોગ થશે,

-હુમલો ખાનગી તથા જાહેર એમ બંને જગ્યાએ થઈ શકે છે.

IPC ARTICLE 352.

- ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવા બદલ શિક્ષા

સજા:- ૩ મહિના સુધીની કોઈકેદ અથવા 500 દંડઅથવા તે બંને

IPC  ARTICLE 353.

-રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાઈત બળવાપરવાબાબત

સજા:-  2 વર્ષ સુધીની કોઈ કેદઅથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 354.

 કોઈ સ્ત્રીની આબરુલેવાનાઈરાદાથી તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવાબાબત.

સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ જે 5 વર્ષ સુધી થઈ શકે અથવા દંડઅથવાતે બંને

IPC  ARTICLE 354-A 

-જાતીય સતામણી કરવા બદલ

- અહીં જાતીય સતામણી એટલે...,

- સ્ત્રીને શારીરિક સ્પર્શ કરવો એવી કોઈ ચેષ્ટા કરવી, શારીરિક અડપલા કરવા.

-જાતીય સહવાસ અંગેનાપ્રસ્તાવો તથા માગણીઓ કરવી.

-તેણીની ઇચ્છા વિરુદ્ધ બિભત્સ ચિત્રો બતાવવા.

- જાતીય ટિકા-ટિપ્પણીઓ કરવી. (આમાં 1 વર્ષની સજા થાય છે)

સજા:- 1 વર્ષથી 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE  354-B

-સ્ત્રીને નિવસ્ત્ર કરવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળ વાપરવું.

સજા:- 3 વર્ષ સુધીની કેદ કે,જે7 વર્ષ સુધી થઈ શકે છે અથવા દંડ અથવા બંને

IPC ARTICLE 354-C

- લૈંગિક તૃપ્તિ માટે છૂપી રીતે કૃદ્રષ્ટિપાત કરવો (વોયરિઝમ).

સજા:- પ્રથમ વખત : 1 વર્ષનીકેદ, જે 3 વર્ષ સુધી બીજી વખત : 3 વર્ષનીકેદ, જે 7 વર્ષ સુધી અથવા દંડ અથવા બંને

IPC ARTICLE 354-D

-પીછો કરવો (સ્ટોકિંગ). સ્ત્રીનો તેની મરજીની વિરુદ્ધ જઈ પીછો કરવો તે આ કલમ અનુસાર ગુનો બને છે. સ્ત્રીને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તેના કોઈ પણ સોશિયલ એકાઉન્ટ કે ઇ-મેઇલ પર નજર રાખવી, પીછો કરવો વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે.

-કલમ 354(A)થી 354(D) વર્ષ-2013થી ઉમેરાયેલી છે.

-આ કલમોને “Vishakha” ગાઇડલાઇન્સ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે.

-2013ના ન્યૂ એન્ટિ-રેપ બિલને કારણે આ કલમો તથા મહિલાઓની સુરક્ષા માટે એક નવો અધિનિયમપ્રાપ્તથયોહતો - "Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013.

-આ બિલ તથા નવા કાયદા પાછળ વધતા જતા રેપ કેસો તથા “ભંવરી દેવી”, રાજસ્થાન કેસ જવાબદાર છે.

-આમાં પ્રથમ વખત આવા ગુનામાંપકડાય તો ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને અને જો બીજી વખત આવા ગુનામાંપકડાય તો 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

IPC ARTICLE 355.

-ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવા બાબત.

સજા:-  2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 356.

કોઈ વ્યક્તિ પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતાં હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવા બાબત.

સજા:-2 વર્ષ સુધીની કોઈ કેદઅથવા ડ અથવા તે બંને

IPC ARTICLE 357.

કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવા બાબત.

સજા:- 1 વર્ષ સુધીની કોઇ કેદ અથવા 1000 સુધીનો દંડ અથવા તે બંને.

IPC ARTICLE 358.

ગંભીર ઉશ્કેરાટને કારણે હુમલો કરવા અથવા ગુનાઈત બળ વાપરવા બાબત.

સજા:- 1 મહિના સુધીની કોઈકેદ અથવા 200 સુધીનોદંડઅથવાબંને

  અપહરણ, અપનયન, ગુલામી અને વેઠ

IPC ARTICLE 359.

- અપહરણ બે પ્રકારનાં છે : ભારતમાં અપહરણ અને કાયદેસરનાવાલીપણામાંથી અપહરણ.

IPC  ARTICLE 360.

-ભારતમાંથી અપહરણ : જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને તેની અથવા તેના વતી સંમતિ આપવા માટે અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિની સંમતિ લીધા વિના ભારતની બહાર લઈ જાય તેણે તે વ્યક્તિનું ભારતમાંથી અપહરણ કર્યું કહેવાય.

IPC ARTICLE 361.

-કાયદેસરનાવાલીપણામાંથી અપહરણ : પુરુષ હોય તો 16 વર્ષ અને સ્ત્રી હોય તો 18 વર્ષથી ઓછી વયની કોઈ સગીર વ્યક્તિને કે અસ્થિર મગજની વ્યક્તિને તેના કાયદેસરનાવાલીપણામાંથી એવા વાલીની સંમતિ વિના જે કોઈ વ્યક્તિ લઈ જાય કે ફોસલાવીને લઈ જાય તેણે તે વ્યક્તિનું કાયદેસરનાવાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાય,

IPC ARTICLE 362.

- અપનયન : જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને અમુક જગાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તેણે તે વ્યક્તિનું અપનયન કર્યું કહેવાય. (અહીં પુરુષ અને સ્ત્રી પુખ્ત વયના હોય છે, સગીર નહીં)

IPC ARTICLE 363.

-અપહરણ કરવા માટે શિક્ષા,

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 363-A

-ભીખ માગવા માટે કોઈ સગીરનું અપહરણ કરવા અથવા તેને અપંગ બનાવવા બાબત.

-જો તેને ભીખ માંગવાના કામે લગાડાયતોતેબાબત.

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

-આજીવન કેદ અને દંડ

IPC ARTICLE 364.

-ખૂન કરવા માટે અપહરણ કરવા અથવા અપનયન કરવા બાબત.

સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 364-A.

- જે કોઈ વ્યક્તિ કોઈનું અપહરણ કે અપનયન કર્યા બાદ તેને ઇજા ધમકી આપીને તે વ્યક્તિના હિત ધરાવતી વ્યક્તિ પાસેથી કે સરકાર પાસેથી ખંડણીની(મુક્તિદંડની) માગણી કરે.

સજા:- મૃત્યુદંડ અથવા આજીવન કેદ અને દંડ

IPC ARTICLE 365.

-કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદે અટકાયતમાં રાખવાનાઈરાદાથી અપહરણ અથવાઅપનયન કરવા બાબત.

સજા:-  7 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 366.

કોઈ સ્ત્રીને લગ્ન વગેરેનીફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા, અપનયન કરવા અથવા દબાણ કરવા બાબત

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 366-A.

-સગીરબાળા મેળવી આપવા બાબત. (18 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી)

સજા:-10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 366-B

- વિદેશમાંથી 21 વર્ષથી ઓછી વયની કોઈ બાળાને આયાત કરવા બાબત.

સજા:- 10 વર્ષ સુધીની કોઈકેદઅને દંડ

IPC ARTICLE 367.

- કોઈ વ્યક્તિને મહાવ્યથા કે ગુલામી વગેરેનો ભોગ બનાવવા માટે તેનું અપહરણ કે અપનનકરવા બાબત.

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 368.

-અપહરણ કરેલી કે અપનયન કરેલી વ્યક્તિને ગેરકાયદે છુપાવીને કે અટકાયતમાં રાખવા માટે તે વ્યક્તિનું અપહરણ કે અપનયન કર્યું હતું તેમ ગણી શિક્ષા કરવામાં આવશે.

IPC  ARTICLE 369.

-10 વર્ષથી ઓછી વયના બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુની ચોરી કરવા માટે તેનું અપહરણ કે અપનયન કરવા બાબત.

સજા:-7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 370.

-માનવતસ્કરી (Human Trafficking) : એટલે કે શોષણ કરવાના ઇરાદાથીમાનવીઓનેખરીદવા, તેમની હેરાફેરી કરવી તથા એક સ્થળેથી અન્ય સ્થળે તબદીલ કરવા. જો કોઈ વ્યક્તિ ધાક-ધમકીથી, બળ પૂર્વક, છેતરપિંડીથી, લાલચ કે પ્રયોજન આપીને, સત્તાનો દુરુપયોગ કરીને કોઈ પણ માનવીનું શોષણ કરવાના ઇરાદાથી તેને ખરીદે, પ્રાપ્ત કરે કે તબદીલ કરે છે તો તેણે માનવ તસ્કરીનો ગુનો કર્યોકહેવાશે.

-ભારતમાં ગુલામીપ્રથા નાબૂદ છે તથા અગાઉથી ગુલામીપ્રથાવિરુદ્ધનાકાયદાઓ ઉપલબ્ધ છે. છતાં પણ આ પ્રકારના ગુનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. વૈશ્વિક વાત કરીએ તો અમેરિકા, મેક્સિકો, ફિલિપિન્સ, ચાઇના, રશિયા, આફ્રિકા તથા ભારત જેવા દેશોમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતના પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં માનવ તસ્કરીનાકેસો સૌથી વધુ જોવા મળતા હોય છે.

-માનવ તસ્કરીના ગુના બદલ વ્યક્તિને 7 વર્ષથી ઓછી નહીં તેવી 10 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જો આવી માનવ તસ્કરી એક કરતા વધુ માનવીઓની કરવામાં આવે તો સજા 10 વર્ષથી આજીવન કેદ સુધી થશે. સગીર માનવીની તસ્કરી કરવામાં આવે તો પણ 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ સુધીની સજા થવાને પાત્ર છે અને જો કોઈ રાજ્યસેવક કે પોલીસ કર્મચારી આ પ્રકારના ગુનામાં ગુનેગાર સાબિત થાય તો તેને જીવે ત્યાં સુધીની આજીવન કેદ થશે.

 

IPC  ARTICLE 370-A.

-જ્યારે હેરાફેરી કરાયેલ કોઈ સગીર અથવા બાળકનું શોષણ કરવામાં આવતું હોય કે તેનો અનુચિત વેપારમાં ઉપયોગ થયો હોય તેવું માલૂમ પડે તો તેવું કરનાર વ્યક્તિને 5 વર્ષથી ઓછી નહીં તેવી 7 વર્ષ સુધીની કેદ અને દંડ કે બંને થઈ શકે અને જો જાતીય શોષણ કરવામાં આવતી વ્યક્તિ સગીર ન હોય તો આવું શોષણ કરનાર વ્યક્તિને 5 વર્ષથી ઓછી નહીં તેવી 5 વર્ષ સુધીની સજા થશે.

IPC ARTICLE 371.

-કાયમ ગુલામોનો વેપાર કરવા બાબત.

સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કોઇ કેદઅનેદંડ

IPC ARTICLE 372.

-વેશ્યાવૃત્તિવગેરેનાહેતુઓ માટે સગીર વ્યક્તિનું વેચાણ કરે, ભાડે આપે.

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 373.

-વેશ્યાવૃત્તિવગેરેનાહેતુઓ માટે સગીરનેખરીદવા બાબત.

સજા:- 10 વર્ષ સુધીની કોઇ કેદઅને દંડ

IPC ARTICLE 374.

-કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી કે વેઠ કરવા ફરજ પાડે.

સજા:- 1 વર્ષની કોઈ કેદ અથવાદંડ અથવા તે બંને

 

 

બળાત્કાર

 

IPC ARTICLE 375.

-બળાત્કાર - એક મહા અપરાધ: જ્યારે કોઈ પુરુષ, સ્ત્રી સાથે તેણીની ઇચ્છા વિરુદ્ધ જાતીય સંભોગ કરે કે તેણીને તેમ કરવા પ્રેરે તો તે પ્રવૃત્તિને બળાત્કાર કહેવામાં આવશે. વધતાગુનાના પ્રકાર તથા ગુનેગારોનીમાનસિકતાને ધ્યાનમાં રાખીને બળાત્કારની વ્યાખ્યાને વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે. સ્ત્રીની જનેન્દ્રીયમાં પુરુષ પોતાના શરીરનો કોઈ પણ ભાગ પ્રવેશ કરાવે, કોઈ પદાર્થ પ્રવેશ કરાવે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે તેમ કરવા પ્રેરે તો તે પણ બળાત્કાર છે.

-નીચેની બાબતોમાં સ્ત્રીની સંમતિને યોગ્ય સંમતિ ગણવામાં આવતી નથી :

-તેણીની ઇચ્છા વિરુદ્ધ

-તેણીની પરવાનગી વગર

-તેણીની જેમાં હિત ધરાવતી હોય તેવી વ્યક્તિને ઇજા કે મૃત્યુ પહોંચાડવાની ધમકી આપીને લેવામાં આવેલ સંમતિ

-તેણીનેકપટપૂર્વક પ્રતિપાદિત કરીને લેવાયેલી સંમતિ કે તે પુરુષ તેણીનો પતિ છે કે તેણીની તેનીપત્ની છે.

-તેણીની અસ્થિર મગજની હોય તેવી અવસ્થામાંમેળવેલ સંમતિ.

- તેણીનીનશાનીહાલતમાં હોય તેવી અવસ્થામાં લીધેલ સંમતિ.

-તેણી 18 વર્ષથી નાની વયની હોય અને સંમતિ આપે તેમ છતાં તેવી સંમતિ યોગ્ય સંમતિ નથી.

- તેણી સંમતિ આપવા માટે અસમર્થ હોય તેવી અવસ્થામાં લીધેલ સંમતિ.

બળાત્કારનાઅપવાદો :

-તબીબી કાર્યવાહી કે સર્જરી એ બળાત્કાર ગણાશે નહીં.

- 15 વર્ષથી વધુ ઉંમરની મુસ્લિમ પત્નીનો પોતાના મુસ્લિમ પતિ સાથે સંમતિથી થયેલો જાતીય સહવાસ બળાત્કાર નથી.

IPC ARTICLE 376.

-બળાત્કારની સજા (વર્ષ 2018માં Criminal Law Amendment Act પછી વધારવામાં આવી છે.)

-જ્યારે કોઈ ઉપરી સત્તાધિકારી અથવા પોતે જેની ઉપર અંકુશ ધરાવે છે તેવી કોઈ પણ વ્યક્તિ તેની અંકુશ હેઠળ આવતી સ્ત્રી સાથે બળાત્કાર કરે તો 10 વર્ષથી ઓછી નહીં તેવી કેદ, જે આજીવન કેદ સુધી થઈ શકે તેવી સખત કેદ અને દંડને પાત્ર થશે. દા.ત., જેલર કેદી સાથે, હોસ્પિટલના ડોક્ટર, નર્સ કે કોઈ દર્દી સાથે, શાળાના સત્તાધિકારી પોતાના તાબા હેઠળ આવતી સ્ત્રી સાથે, વગેરે.

-જો કોઈ વ્યક્તિ 16 વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે, તો તેને 10 વર્ષથી ઓછી નહીં તેવી જે આજીવન કેદ સુધીની (જીવે ત્યાં સુધી) સખત કેદની સજા તથા દંડ થશે.

સજા:- 10 વર્ષથી ઓછી નહીં તેવી જે આજીવન કેદ સુધી થઈ શકે તેવી સખત કેદની સજા અનેદંડ

IPC ARTICLE 376-A

- ભોગ બનનારપીડિતાનું મૃત્યુ થાય કે સમગ્ર જીવન નિરર્થક સ્થિતિમાં રહે તેવી સ્થિતિમાં આવી જાય તેવા બળાત્કારની સજા 20 વર્ષથી ઓછી નહીં તેવી જે જીવે ત્યાં સુધીની થઈ શકે તેવી સખત કેદ અને દંડ થશે.

સજા:- 20 વર્ષથી ઓછી નહીંજીવે ત્યાં સુધી સજા અનેદંડ

IPC ARTICLE 376-AB.

-12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરવા માટે (વર્ષ-2018થી POCSO Act ના અંતર્ગત ઉમેરા હેઠળ)

સજા:-મૃત્યુદંડ/20 વર્ષ સુધીજીવે ત્યાં સુધી સજા અને દંડ

સજા:-  376-B.

-પોતે જુદા રહેલા હોય (Divorce થાય ત્યાં સુધીનો separationનો સમયગાળા દરમિયાન) તેવા સમયમાં પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ બદલ

સજા:- 2 વર્ષ કરતાં ઓછી નહીં તેવી 7 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

IPC  ARTICLE 376-C.

- (Custodial Rape] સત્તા ધરાવતા અધિકારીએ પોતાના અંકુશ હેઠળ આવતી સ્ત્રી સાથે  કરેલ બળાત્કાર બદલ

સજા:- 5 વર્ષથી ઓછી નહીં 10વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE 376-D.

- સામૂહિક બળાત્કાર : જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ઇરાદો પાર પાડવા કોઈ 20 વર્ષથી ઓછી નહીં સ્ત્રી સાથે બળાત્કારનું કૃત્ય કરે અથવા તેમ કરવામાં મદદગારી કરે તો પણ તેઓએ સામૂહિક બળાત્કાર કરેલ છે એમ માનવામાં આવશે. તે બદલ

સજા:- 20 વર્ષથીઓછીનહીઆજીવન કેદ અને દંડ

IPC ARTICLE 376-DA.

- 16 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા બદલ

સજા:- આજીવન કેદ અને દંડ

IPC ARTICLE 376-DB.

- 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા બદલ

સજા:- આજીવન કેદ અથવામૃત્યુદંડ

IPC  ARTICLE 376-E.

-અગાઉ કલમ 376, 376(A), 376(AB), 376(D), 376(DA), 376(DB)ના ગુનામાં દોષિત હોય અને ફરીથી આ કલમો અનુસારનો ગુનો આચરે તો આવા વારંવાર ગુના કરવા બદલ

-કલમ 376(AB), 376(DA), 376(DB) એ 2018ના સુધારા થકી ઉમેરાયેલી છે.

-Criminal Law Amendment Act, 2018

-આ કલમો અનુસાર જે દંડ થાય છે તેનો ઉપયોગ પીડિતાનાજીવનનાપુનઃવસન માટે થવો જોઈએ,

- આ ઉપરાંતનો કોઈ પણ દંડ પીડિતાને આપવામાં આવશે.

સજા:-  જીવે ત્યાં સુધીની સખત કેદ અથવા મૃત્યુદંડ

 

સૃષ્ટિ વિરુદ્ધના ગુના

 

IPC  ARTICLE 377.

- જે કોઈ વ્યક્તિ કોઈ પુરુષ, કોઈ સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધ શરીર સંભોગ કરે (06/09/2018ના રોજ સુપ્રિમ કોર્ટનામુખ્યન્યાયમૂર્તિદિપકમીશ્રા અનેઅન્ય ન્યાયમૂર્તિ દ્વારા સુધારો કરેલ છે.)

સજા:- આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની કોઈ કેદઅનેદંડ 


READ CHAPTER 15 CLICK HERE


DOWNLOAD PDF


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ