પ્રકરણ 17.
મિલકત વિરુદ્ધના ગુના - ચોરી
(કલમ 378 થી 462)
IPC
ARTICLE 378.
-ચોરી : જે કોઈ વ્યક્તિ બીજી
કોઈ વ્યક્તિના કબજામાંથી તેની સંમતિ વિના કોઈ જંગમ મિલકત કોઈ બદદાનતથી લઈ
લેવાનાઈરાદાથી તે મિલકતને ખસેડે તેને ચોરી કરી કહેવાય.
IPC
ARTICLE 379.
- ચોરી માટે શિક્ષા.
સજા:- ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડઅથવાતેબંને.
IPC
ARTICLE 379-A.
-ચીલઝડપ/ઝૂંટવી લેવું (Chain
Snatching)
સજા:- 5થી 7 વર્ષ સુધીની કેદ અને ₹ 25000 સુધીનોદંડ
IPC ARTICLE 379-B.
-ઈજા પહોંચાડીને ઝૂંટવી લેવું.
સજા:- 10 વર્ષ સુધીની કેદ અને ₹25000 સુધીનો દંડ
IPC
ARTICLE 380.
-રહેણાકના ઘર વગેરેમાં ચોરી
કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC
ARTICLE 381.
-માલિકના કબજાની મિલકતની કારકુન
અથવા નોકર ચોરી કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC
ARTICLE 382.
- ચોરી કરાવવા માટે મૃત્યુ
નિપજાવવાની અથવા વ્યથા કરવાની અથવા અવરોધ કરવાનીતૈયારી કરીને ચોરી કરવા બાબત.
સજા:-10 વર્ષ સુધીની સખતકેદઅને દંડ
IPC
ARTICLE 383.
- જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક
બીજી વ્યક્તિની પાસેથી બળજબરીથી મિલકત અથવા કિંમતી જામીનગીરી મેળવે તે બળજબરીથીકઢાવી
લેવાનો ગુનો કરે છે.
IPC
ARTICLE 384.
-બળજબરીથીકઢાવી લેવા માટે
શિક્ષા,
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને.
IPC
ARTICLE 385.
-બળજબરીથીકઢાવી લેવા માટે કોઈ
વ્યક્તિને ઈજા કરવાના ભયમાં મૂકવા બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને.
IPC
ARTICLE 386.
-કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા
મહાવ્યથાના ભયમાં મૂકીને બળજબરીથીકઢાવી લેવા બાબત.
સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC
ARTICLE 387.
-બળજબરીથીકઢાવી લેવા માટે કોઈ
વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મૂકવાની કોશિશ કરે તેને 7 વર્ષ સુધીની કોઈ
કેદ અને દંડને પાત્ર થશે.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ
IPC
ARTICLE 388.
-મોતના અથવા આજીવન કેદ
વગેરેનીશિક્ષાને પાત્ર ગુનાઓ આરોપ મૂકવાની ધમકી આપીને બળજબરીથીકઢાવી લેવા બાબત.
-તે કલમ 377 મુજબનો ગુનો હોય તો
આજીવન કેદની શિક્ષા કરી શકાશે.
સજા:- 10 વર્ષ સુધીની કેદઅને દંડ
- આજીવન કેદ
IPC
ARTICLE 389.
-બળજબરીથીકઢાવી લેવાનો ગુનો
કરવા માટે કોઈ વ્યક્તિને ગુનાનાઆરોપના ભયમાં મૂકે.
-તે કલમ 377 જબનો ગુનો હોય તો
સજા:- 10 વર્ષ સુધીની કેદઅને દંડ
-આજીવનકેદ
લૂંટ અને ધાડ
IPC
ARTICLE 390.
-લૂંટ-દરેક લૂંટમાં કાં તો ચોરી
અથવા બળજબરીથીકઢાવીલેવાનું કૃત્ય હોય છે.
-ચોરી કરવામાં, બળજબરીથીકઢાવી
લેવામાં અથવા ચોરી કરીને મેળવેલ માલ ઉપાડીને જવામાં ગુનેગાર સ્વેચ્છાપૂર્વક કોઈ
વ્યક્તિનું મૃત્યુ નીપજાવે ત્યારે કે અવરોધ કરે છે તેમ કરવાની કોશિશ કરે તો ચોરી,
બળજબરીથીકઢાવી લેવું એ લૂંટ છે.
IPC
ARTICLE 391.
-ધાડ : પાંચ અથવા વધારે
વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે કે કોશિશ કરે કે લૂંટ કરવામાં મદદ કરે તેમાં મદદ
કરતી દરેક વ્યક્તિએ ધાડ પાડી કહેવાય.
IPC
ARTICLE 392.
-જે કોઈ વ્યક્તિ લૂંટ કરે તેને
શિક્ષા.
- જો લૂંટ રાજમાર્ગ ઉપર
સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે કરવામાં આવે તો.
સજા:- 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડ
-14 વર્ષ સુધીની કેદ
IPC
ARTICLE 393.
- લૂંટ કરવાની કોશિશ
સજા:- 7 વર્ષ સુધીની સખત
કેદ અને દંડ
IPC
ARTICLE 394.
-લૂંટ કરવામાં સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત .
સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખતકેદ અને દંડ
IPC
ARTICLE 395.
-ધાડ માટે શિક્ષા.
સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની
સખતકેદ અને દંડ
IPC
ARTICLE 396.
-ખૂન સાથે ધાડ
સજા:- મોતની અથવા આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીનીસખત કેદ અને દંડ
IPC
ARTICLE 397.
-મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ
અથવા ધાડ
સજા:- 7 વર્ષથી ઓછી નહીંતેવી કેદ
IPC
ARTICLE 398.
-પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની
કોશિશ કરવા બાબત .
સજા:- 7 વર્ષથી ઓછી નહીંતેવી કેદ
IPC
ARTICLE 399.
-કોઈ વ્યક્તિ ધાડ પાડવા માટે
કોઈ તૈયારી કરવા બાબત.
સજા:- 10 વર્ષ સુધીની સખતકેદ અને દંડ
IPC
ARTICLE 400.
-ધાડપાડુની ટોળીમાં સામેલ હોવા માટે.
સજા:-આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની સખતકેદ અને દંડ
IPC
ARTICLE 401.
-ચોરીની ટોળીમાં સામેલ હોય તેને શિક્ષા.
સજા:- 7 વર્ષ સુધીની સખત કેદઅને દંડ
IPC
ARTICLE 402.
ધાડ પાડવા માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ બાબત.
સજા:- 7 વર્ષ સુધીની સખત કેદઅને દંડ
મિલકતનો ગુનાઈતદુરવિનિયોગ
IPC
ARTICLE 403.
-બદદાનતથી મિલકતનો દુરવિનિયોગ કરે કે પોતાના ઉપયોગમાં લે
તેને
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 404.
-મૃત્યુ પામેલી વ્યક્તિ પાસે
તેનાં મૃત્યુ સમયે હોય તે મિલકતને બદદાનતથીદુરવિનિયોગ કરવા માટે
- જો તે વ્યક્તિનો કારકુને કે
નોકર હોય તો તેને
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
-7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
ગુનાઈત વિશ્વાસઘાત
IPC
ARTICLE 405.
-કોઈ વ્યક્તિને પોતાને કોઈ
મિલકતનો અધિકાર સોંપેલો હોય અને મિલકતનો દુરવિનિયોગ કરે કે ઉપયોગમાં લે ટ્રસ્ટનો
અમલ કરવાની રીત દર્શાવતા કાયદાનાઆદેશનો ભંગ કરે તે મિલકતનો બદદાનતથીદુરવિનિયોગ કરે
કે બીજી કોઈ વ્યક્તિને જાણી જોઈને કરવા દે તે ગુનાઈત વિશ્વાસઘાત કરે છે.
IPC
ARTICLE 406.
-ગુનાઈત વિશ્વાસઘાત માટે શિક્ષા.
સજા:-3 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC ARTICLE 407.
-ભારવાહક, ગોદીવાળા કે
વખારવાળાવગેરેએગુનાઈત વિશ્વાસઘાત કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવાતેબંને
IPC
ARTICLE 408.
કારકુન અથવા નોકર ગુનાઈત વિશ્વાસઘાત કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈકેદઅને દંડ
IPC ARTICLE 409.
-રાજ્યસેવક અથવા બેકર, વેપારી
અથવા એજન્ટ ગુનાઈત વિશ્વાસઘાત કરવા બાબત.
સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કોઈકેદઅને દંડ
ચોરીનો માલ રાખવા વિશે
IPC ARTICLE 410.
-જે માલનો કબજો ચોરીથી અથવા
બળજબરીથીકઢાવીલેવાથી કે લૂંટથી તબદીલ થયો હોય કે ગુનાઈતદુરવિનિયોગ થયો હોય કે
ગુનાહિતવિશ્વાસઘાતથી થયો હોય તેને ચોરીનો માલ કહેવાય છે.
IPC
ARTICLE 411.બદદાનતથીચોરીનો માલ લેવા બાબત.
સજા:- 3 વર્ષ સુધીની કોઈકેદઅથવાદંડઅથવાતે બંને
IPC
ARTICLE 412.
- ધાડ પાડીને ચોરેલો માલ
બદદાનતથી લેવા બાબત.
સજા:- આજીવન કેદની અથવા10 વર્ષ સુધીની સખતકેદ અને દંડ
IPC ARTICLE 413.
કાયમ ચોરીના માલનો ધંધો કરવા બાબત.
સજા:- આજીવન કેદની અથવા10 વર્ષ સુધીની કોઈકેદઅનેદંડ
IPC ARTICLE 414.
ચોરીનો માલ છુપાવવામાં મદદ કરવા બાબત.
સજા:- 3 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડઅથવા તે બંને
ઠગાઈ
IPC
ARTICLE 415.
- જે કોઈ વ્યક્તિ બીજી
વ્યક્તિને છેતરીને, મિલકત આપી દેવા કે કોઈની પાસે રહેવા દેવાની સંમતિ કપટપૂર્વક
અથવા બદદાનતથીલલચાવે અથવા તે બીજી વ્યક્તિ છેતરાઈ ન હોત અને જે ન કરત, ઈરાદાપૂર્વક
લલચાવે અને આ કૃત્યથી બીજી વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા કે મિલકતને નુકસાન અથવા
હાનિ થાય કે થવાનો સંભવ હોય તો તેણે ઠગાઈ કરી કહેવાય.
IPC
ARTICLE 416. કોઈ વ્યક્તિનું નામ ધારણ કરી ખોટા નામે ઠગાઈ કરે તો તેને ખોટા નામે ઠગાઈ કરી
કહેવાય.
IPC
ARTICLE 417.
-ઠગાઈ માટે શિક્ષા
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 418.
-જે વ્યક્તિનું હિત જાળવવા ગુનેગાર બંધાયેલો હોય તેને
ગેરકાયદે નુકસાન થશે એવી જાણકારી સાથે ઠગાઈ કરવા બાબત.
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 419.
-ખોટા નામે ઠગાઈ કરવા માટે શિક્ષા.
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદઅથવા તે બંને
IPC
ARTICLE 420
-ઠગાઈ કરવા અને બદદાનતાથી મિલકત
આપી દેવા માટે લલચાવવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
કપટપૂર્વક કરેલા ખત અને મિલકતની વ્યવસ્થા
IPC
ARTICLE 421.
-લેણદારો વચ્ચે વહેંચણી થતી
અટકાવવા માટે મિલકત બદદાનતથી અથવા કપટપૂર્વકખસેડવા અથવા છુપાવવા બાબત.
સજા:-2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંન
IPC
ARTICLE 422.
- દેવું બદદાનતથી અથવા કપટપૂર્વકલેણદારોને મળતું
અટકાવવા બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવા
તે બંને
IPC 423
-અવેજ વિશે ખોટા કથનવાળું તબદીલી ખત બદદાનતથી અથવા
કપટપૂર્વક કરી આપવા બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવાતે
બંને
IPC ARTICLE 424.
- મિલકતને બદદાનતથી અથવા કપટપૂર્વકખસેડવા અને છુપાવવા
બાબત.
સજા :- 2 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવા
તે બંને
બગાડ
IPC ARTICLE 425.
-બગાડ : જે વ્યક્તિ લોકોને અથવા કોઈ વ્યક્તિને
ગેરકાયદે નુકસાન અથવા હાનિ કરવાના ઈરાદાથી કે તેમ હોવાનો સંભવ હોઈ મિલકતનો નાશ કરે
અથવા તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરે કે જેથી તેની કિંમત અથવા ઉપયોગિતામાં ઘટાડો
થાય કે તે નાશ પામે અથવા નુકસાના કરે તે વ્યક્તિ બગાડ કરે છે.
IPC ARTICLE 426.
-બગાડ માટે શિક્ષા.
સજા:- ૩ મહિના સુધીની કોઈ કેદ કે દંડ
અથવા તે બંને
IPC ARTICLE 427.
-₹50 કે તેથી વધુ રકમનું
નુકસાન કરવા બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 428
-₹10 કિંમતના પશુને મારી નાખીને અથવા
અપંગ કરીને બગાડ કરવા બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 429.
-ગમે તે કિંમતનાં ઢોર વગેરેને અથવા ₹ 50 કિંમતના કોઈ પશુને મારી
નાખીને કે અપંગ કરીને બગાડ કરવા બાબત.
સજા:- 5 વર્ષ સુધીની કોઈ કેદ અથવા
દંડ અથવા તે બંને
IPC ARTICLE 430.
-જે સિંચાઈનાંકામોને નુકસાન પહોંચાડીને અથવા ગેરકાયદે
પાણીવાળીલાઈનનો બગાડ કરવા બાબત.
સજા:-5 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 431.
-જાહેરમાર્ગ, પુલ, નદી અથવા નહેરને હાનિ પહોંચાડીને
બગાડ કરવા બાબત.
સજા:- 5
વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC ARTICLE 432.
-નુકસાન થાય તેવી રીતે જાહેર
ગટરનેઊભરાવીને અથવા બંધ કરીને બગાડ કરવા બાબત.
સજા:- 5 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 433.
-દીવાદાંડી અથવા દરિયાઈ નિશાનીનો નાશ કરીને, તેને
હટાવીને અથવા ઓછું ઉપયોગી બનાવીને બગાડ કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 434.
- જાહેર સત્તાધિકારીએખોડેલી જમીનની નિશાનીનો નાશ કરીને
અથવા હટાવીને બગાડ કરવાબાબત .
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC ARTICLE 435.
₹100 અથવા (ખેતીની પેદાશની બાબતમાં) ₹ 10નું નુકસાન કરવાના
ઈરાદાથી આગ અથવા સ્ફોટક પદાર્થથી બગાડ કરવા બાબત.
સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅનેદંડ
IPC ARTICLE 436.
-ઘર વગેરેના નાશ કરવાના ઈરાદાથી આગ અથવા સ્ફોટક
પદાર્થથી બગાડ કરવા બાબત.
સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 437.
-તૂતકવાળા વહાણનો અથવા 20 ટન ભારવાળા વહાણનો નાશ
કરવાના અથવા તેને બિનસલામત બનાવવાના ઈરાદાથી બગાડ કરવા બાબત.
સજા:-10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 438.
-આગ અથવા સ્ફોટક પદાર્થથી કરેલ કલમ-437 માં વર્ણવેલા
બગાડ કરવા બાબત.
સજા:- આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કોઈ
કેદઅને દંડ
IPC ARTICLE 439.
-ચોરી વગેરે કરવાના ઈરાદાથી વહાણને ઈરાદાપૂર્વક ખરાબા
ઉપર અથવા કિનારા ઉપર ચઢાવીદેવા માટે શિક્ષા.
સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ
IPC ARTICLE 440.
- મૃત્યુ નિપજાવવાની અથવા
વ્યથા કરવાની તૈયારી કર્યા પછી બગાડ કરવા બાબત.
સજા:- 5 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
ગુનાઈતઅપપ્રવેશ
IPC ARTICLE 441.
-ગુનાઈતઅપપ્રવેશ: જે કોઈ વ્યક્તિ બીજાના કબજાની
મિલકતમાં કે તે મિલકતની ઉપર ગુનો કરવાના અથવા મિલકતની કબજેદાર વ્યક્તિને ધમકી
દેવાના, અપમાન કરવાના કે ત્રાસ આપવાના ઈરાદાથી પ્રવેશ કરે તેને ગુનાહિતઅપપ્રવેશ
કર્યો કહેવાય.
IPC ARTICLE 442.
-ગૃહ અપપ્રવેશ : જે કોઈ વ્યક્તિ માણસોનાં રહેઠાણ તરીકે
ઉપયોગમાં લેવાતાં મકાન, તંબુ) અથવા વહાણમાં ધર્મસ્થાનમાં કે માલસામાન રાખવાની
જગ્યામાં ગુનાઈતઅપપ્રવેશ કરે તેને ગૃહ અપ્રવેશ કર્યો કહેવાય.
IPC ARTICLE 443.
-ગુપ્ત ગૃહ અપપ્રવેશ: જે કોઈ વ્યક્તિ કોઈ મકાન, તંબુ,
વહાણ વગેરેમાં અપપ્રવેશઅટકાવવાનો કે તેમાંથી કાઢી મૂકવાનો હક હોય એવી
વ્યક્તિથીછાનોઅપગૃહપ્રવેશ કરે તેને ગુપ્ત ગૃહ અપપ્રવેશ કર્યો કહેવાય.
IPC ARTICLE 444.
- સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ગુપ્તગૃહઅપપ્રવેશ
કરે તેણે રાત્રે ગુપ્તગૃહઅપપ્રવેશ કર્યો કહેવાય.
IPC ARTICLE 445.
-ઘરફોડ: ગૃહ અપપ્રવેશ કરનારી વ્યક્તિ ગુનો કરવા માટે
ઘરમાં કે તેના કોઈ ભાગમાં ભરાઈ રહીને છટકી જાય તેણે ઘરફોડ કરી કહેવાય.
IPC ARTICLE 446.
-રાત્રે ઘરફોડ : જે કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને
સૂર્યોદય પહેલા ઘરફોડ કરે તેને રાત્રે ઘરફોડ કરી કહેવાય.
IPC ARTICLE 447.
-ગુનાહિતઅપપ્રવેશ માટે શિક્ષા.
સજા:- ૩
મહિના સુધીની કોઈ કેદ અથવા ₹50સુધીનોદંડ અથવાતે બંને
IPC ARTICLE 448.
-ગૃહઅપપ્રવેશ માટે શિક્ષા.
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા ₹ 1000 સુધીના દંડ અથવા તે
બંને.
IPC ARTICLE 449.
-મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ
કરે
સજા:- આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની
સખતકેદ અને દંડ
IPC ARTICLE 450.
-આજીવન કેદની શિક્ષાને પાત્ર
ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરે.
સજા:- 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ એક
પ્રકારની શિક્ષા
IPC ARTICLE 451
-જે કોઈ વ્યક્તિ કેદની
શિક્ષાને પાત્ર ગુનો કરવાને માટે ગૃહ અપપ્રવેશ કરે
-ચોરી કરવાનો ઈરાદો હોય તો
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
-7 વર્ષ સુધીની કેદ
IPC ARTICLE 452.
-વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી
કર્યા પછી ગૃહઅપપ્રવેશ કરે તેને
સજા:-7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 453.
-ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા
ઘરફોડ માટે શિક્ષા.
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 454.
-કેદની શિક્ષાને પાત્ર ગુનો
કરવા માટે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ કરે અને દંડ -ધારેલો ગુનો ચોરીનો હોય તો
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
-10 વર્ષ સુધીની કોઈ કેદ
IPC ARTICLE 455.
- વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી
કર્યા પછી ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ
સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 456.
-રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ કરવા માટે
શિક્ષા .
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 457.
-કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે રાત્રે ગુપ્ત
ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ કરે. -ધારેલો ગુનોચોરીનો હોય.
સજા:- 5 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
-14 વર્ષ સુધીનીકોઈકેદ
IPC ARTICLE 458.
-વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી
કર્યા પછી રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ કરે.
સજા:- 14
વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ
IPC ARTICLE 459.
-ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરતી વખતે અથવા ઘરફોડ કરતી વખતે
મહાવ્યથા કરે.
સજા:- આજીવન
અથવા 10 વર્ષકોઈકેદ કે દંડ
IPC ARTICLE 460.
-રાત્રે ગુપ્તગૃહઅપપ્રવેશ કરવા, અથવા રાત્રે ઘરફોડ
કરવામાં સામેલ હોય તેવી વ્યક્તિઓ પૈકી કોઈ એક વ્યક્તિએ મૃત્યુ કે મહાવ્યથાનીપજાવી
હોય તો તે તમામ વ્યક્તિઓ શિક્ષાને પાત્ર છે.
સજા:- આજીવન અથવા 10 વર્ષ કોઈકેદ કે દંડ
IPC ARTICLE 461.
- જે પાત્રમાં માલમત્તા હોય તેને બદદાનતથી ખોલી નાખવા
બાબત.
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદઅથવા દંડ અથવા તે બંને
IPC ARTICLE 462.
- જેને મિલકતનો હવાલો સોંપવામાં આવ્યો હોય તે વ્યક્તિ
આ ગુનો કરે તો તેને શિક્ષા.
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદઅથવા દંડ અથવા તે બંને
READ CHAPTER 16 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment