header

IPC 1860, પ્રકરણ 18 દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધી ગુના (કલમ 463 થી 489-E), Chapter 18 Offenses relating to documents and markings (Sections 463 to 489-E)

 

 

પ્રકરણ 18
દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધી ગુના
(કલમ 463 થી 489-E)



IPC ARTICLE 463.

-કોઈ વ્યક્તિ લોકોને નુકસાન કરવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા દાવા કે હક્કનો સમર્થન કરવાના અથવા કોઈ વ્યક્તિ કોઈ મિલકત આપી દે તેવું કરવાના અથવા તેની પાસે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કરાર કરાવવાના ઈરાદાથી કપટ કરવાના અથવા કપટ કરવામાં આવે તેવા ઈરાદાથી ખોટો દસ્તાવેજ અથવા કોઈ ભાગ બનાવે તો ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે.

IPC ARTICLE 464.

-કોઈ દસ્તાવેજ અથવા તેના ભાગ પર ખોટી સહી-સિક્કા, કપટપૂર્વક તેના મહત્ત્વના ભાગમાં ફેરફાર કરે તેનો ખોટો દસ્તાવેજ બનાવ્યો કહેવાય.

IPC ARTICLE 465.

-ખોટો દસ્તાવેજ બનાવવાના ગુના માટે શિક્ષા.

સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 466.

-ન્યાયાલયના રેકર્ડ અથવા જાહેર રજિસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાના ગુના માટે

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ

IPC ARTICLE 467.

-કિંમતી જામીનગીરી, વીલ વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો.

સજા:- આજીવનકેદનીઅથવા10વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ

IPC ARTICLE 468.

-જે કોઈ વ્યક્તિ બનાવટી દસ્તાવેજનો ઠગાઈ કરવાના હેતુથી બનાવવા બાબત.

સજા:- 7 વર્ષ સુધીની કેદઅને દંડ

IPC ARTICLE 469.

-પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવા બાબત.

સજા:- 3 વર્ષ સુધીની કેદઅને દંડ

IPC ARTICLE 470.

-બનાવટ કરીને તૈયાર કરેલા પૂરા કે અંશતઃ ખોટા દસ્તાવેજને બનાવટી દસ્તાવેજ કહ્યો છે.

IPC ARTICLE 471.

-બનાવટી દસ્તાવેજનો પોતે બદદાનતથી ખરા તરીકે ઉપયોગ કરે તેને દસ્તાવેજની ખોટી બનાવટનો ગુનો કર્યો હોય તેમ ગણી તે રીતે જ શિક્ષા કરવામાં આવશે.

IPC ARTICLE 472.

-કલમ-467 હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઈરાદાથી બનાવટી સીલ વગેરે બનાવવા અથવા કબજામાં રાખવા બાબત.

સજા:-  આજીવન કેદની અથવા 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 473.

- બીજી રીતે શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઇરાદાથી બનાવટી સીલવગેરે બનાવવા અથવા કબજામાં રાખવા બાબત.

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 474.

-કલમ-466 અથવા 467 માં વર્ણવેલા દસ્તાવેજ, તે બનાવટી છે એમ જાણવા છતાં અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ઈરાદાથી કબજામાં રાખવા બાબત.

સજા:- આજીવન કેદની અથવા 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 475.

-કલમ-467 માં વર્ણવેલાદસ્તાવેજોને અધિકૃત કરવા માટે વપરાતી મુદ્રા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટી નિશાનીવાળો પદાર્થ કબજામાં રાખવા બાબત.

સજા:- આજીવન કેદની અથવા 7 વર્ષ સુધીની કોઈ કેદઅનેદંડ

IPC ARTICLE 476.

-કલમ-467માં વર્ણવેલા સિવાયના દસ્તાવેજોને અધિકૃત કરવા માટે વપરાતું સાધન અથવા નિશાનીની ખોટી બનાવટ કરવા અથવા બનાવટી નિશાનીવાળો પદાર્થ કબજામાં રાખવા બાબત.

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 477.

-વીલ, દત્તક લેવાનો અધિકાર પત્ર અથવા કિમતી જામીનગીરી કપટપૂર્વક રદ કરવા અથવા. તેને નાશ કરવા અથવા બગાડ કરવા બાબત,

સજા:-  આજીવન કેદની અથવા 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC  ARTICLE 477-A

 ખોટા હિસાબ બનાવવા બાબત.

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ અથવા તે બંને

 

માલ-નિશાનીઓ અને અન્ય નિશાનીઓ

 

IPC ARTICLE  478.

- રદ કરી

IPC  ARTICLE 479.

- માલ-નિશાનીઓ : અમુક વ્યક્તિનો માલ છે એવો નિર્દેશ કરવા માટે ઉપયોગમાં લેવાતી નિશાનીને માલ નિશાની કહેવાય છે,

IPC  ARTICLE  480.

- રદ કરી

IPC  ARTICLE 481.

- કોઈ વ્યક્તિ કોઈ માલ-મિલકત પર એવી રીતે નિશાની કરે કે તે નિશાનીવાળા પાત્રમાં ભરેલી મિલકત કે માલ જે વ્યક્તિનો ન હોય તેનો છે એમ માનવાને વાજબી કારણ મળે તેણે ખોટી માલ નિશાનીનો ઉપયોગ કર્યો કહેવાય.

IPC  ARTICLE 482.

-ખોટી માલનિશાનીઓનો ઉપયોગ કરવા માટે શિક્ષા

સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 483.

- બીજા વાપરતા હોય એવી માલનિશાનીની ખોટી બનાવટ કરવા બાબત.

સજા:-  2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને.

IPC ARTICLE  484.

-રાજ્યસેવકવાપરતા હોય એવી નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત .

સજા:-  3 વર્ષ સુધીની કોઈકેદઅને દંડ

IPC  ARTICLE 485.

- ખોટી માલનિશાની બનાવવા માટેનો કોઈ સાધન બનાવવા અથવા કબજામાં રાખવા બાબત.

સજા:- 3 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવાતે બંને

IPC  ARTICLE 486.

- બનાવટી માલ નિશાનીવાળો માલ વેચવા બાબત.

સજા:- 1 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 487.

- માલ ભરેલા કોઈ પાત્ર ઉપર ખોટી નિશાની કરે અને તે કપટ કરવાના ઈરાદા વિના પોતે તેમ કર્યું છે એવું સાબિત ન કરે તો

સજા:- 3 વર્ષ સુધીની કોઈકેદઅથવા દંડ અથવાતે બંને

IPC ARTICLE 488.

-એવી કોઈક ખોટી નિશાનીઓનો ઉપયોગ કરે તો તેણે કલમ વિરુદ્ધનો ગુનો કર્યો છે એમાં ગણી શિક્ષા કરવામાં આવશે.

સજા:-  શિક્ષા

IPC  ARTICLE 489.

- નુકસાન કરવાના ઈરાદાથીમાલનિશાની સાથે ચેડાં કરવા બાબત.

સજા:- 1 વર્ષ સુધીનીકોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

 

 

ચલણી નોટો અને બેંક નોટો

 

IPC  ARTICLE 489-A.

-ખોટી ચલણી નોટ અથવા ખોટી બેંક નોટ બનાવવા બાબત.

સજા:- આજીવન કેદઅથવા 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 489-B.

-બનાવટી અથવા ખોટી ચલણી નોટો અથવા બેંક નોટોનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવા. બાબત,

સજા:- આજીવન કેદઅથવા 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

 

IPC ARTICLE 489-C

-બનાવટી અથવા ખોટી ચલણી નોટો અથવા બેંક નોટો કબજામાં રાખવા બાબત,

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને ,

IPC ARTICLE 489-D

-બનાવટી અથવા ખોટી ચલણી નોટો અથવા બેંક નોટો બનાવવા માટેનાં સાધન અથવા સામગ્રી બનાવવા અથવા કબજામાં રાખવા બાબત .

સજા:-  આજીવન કેદઅથવા10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 489-E.

-ચલણી નોટો અથવા બેંક નોટોને મળતા આવતા દસ્તાવેજો બનાવવા અથવા તેનો ઉપયોગકરવા બાબત,

સજા:-  100 સુધીના દંડ


READ CHAPTER 17 CLICK HERE


DOWNLOAD PDF




 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ