header

( ૮ ) બાદશાહનો બકરો, ( The king's goat)

 

( ૮ )   બાદશાહનો બકરો



ઈદના દિવસે એક માણસે બાદશાહને એક બકરો ભેટ આપેલો . બકરાને જોઈને બાદશાહે એકવાર દરબારમાં જાહેર કર્યું કે જે કોઈ માણસ આ બકરાને પેટ ભરાવીને ચરાવી લાવી તૃપ્ત કરશે તો પર્ણ પણે એને હજાર સોનામહોરનું ઈનામ મળશે પણશરત એટલી કે બકરો પૂર્ણ ધરાઈ જવો જોઈએ .

 પછી એની સામે ગમે તેટલું ઘાસ નાખીએ તો પણ એ ખાવો ન જોઈએ . જો બકરો ખાશે તો ઈનામના બદલે મોતની સજા મળશે . દરબારીઓ તો મુંઝાઈ ગયા . બકરાની જાત જ ખાઉધરી હોય છે , એ બધા જાણતા હતા .

એને ગમે તેટલું ખવડાવો તોય એ મોઢું માર્યા વગર ન રહે . આમાં તો હાથે કરીને જીવ ખોવા જેવું હતું . એટલે કોઈ તૈયાર ન થયું . છેલ્લે બાદશાહે બીરબલ સામે જોઈને કહ્યું - ‘ બીરબલ ઈનામ મેળવવાની ઈચ્છા છે ? '

 જહાંપનાહ .... ’ બીરબલ બોલ્યો - ' બકરાને ધરાઈને ખવડાવે એટલું ઘાસ લાવવાનો ખર્ચ જો તમે આપો તો અવશ્ય હું બકરાને પૂર્ણ તૃપ્ત કરી દઉ , લગભગ દશેક હજારનો ખર્ચ થાય .... બાદશાહે ખર્ચ આપ્યો અને ફરીવાર શરતની યાદ અપાવી .

 બીરબલે તો હસીને કહ્યું - ‘ બેફિકર રહો નામદાર , બકરાને એવો ધરાવીને લાવીશ કે ઘાસ સામે નજર નહીં કરે ..... બીરબલ તો બકરાને લઈને ઘેર ગયો . એના મિત્રો ચિંતા કરવા લાગ્યા કે હવે નક્કી બીરબલનું આવી બન્યું . બીરબલે અશક્ય કામ કરી બતાવવાનું બીડું ઝડપ્યું હતું .

બીરબલે બકરા સામે ઘાસ નાખ્યું અને જ્યાં બકરો ઘાસ ખાવા ગયો ત્યાં મોઢા પર જોરથી લાકડી ફટકારી . આમ બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો એટલીવાર લાકડીના ફટકા મોઢા પર પડયા . આખરે બકરાને લાગ્યું કે ઘાસમાં મુખ નાખીશ તો લાકડી પડશે .

પાંચમા દિવસે બીરબલ બકરાને લઈને બાદશાહ પાસે ગયો . એણે બકરાને ઘાસનું એક તણખલું પણ ખવડાવ્યું ન હતું છતાં એ બોલ્યો- ‘ બાદશાહ સલામત ! મેં આ બકરાને રૂપિયા દશ હજારનું ઘાસ ખવડાવી દીધું છે . હવે આ બકરો ધરાઈ ગયો છે .

 હવે એ ઘાસમાં મોઢું પણ નહીં નાખે . તમે તમારે ખાત્રી કરી ' લો . ’ ’ ‘ બાદશાહે બકરા સામે ઘાસનો ઢગલો કરાવ્યો પણ બકરાએ ઘાસ ખાવાની વાત તો દૂર રહી , ઘાસ સામે નજર પણ ન કરી .

એના મનમાં ઠસી ગયું હતું કે જો હું ઘાસ ખાવા જઈશ તો માર પડશે . ’ આમ બીરબલ પોતાની બુદ્ધિથી ઈનામ જીતી ગયો .

 

( સાર : - આપણું મન પણ આ બકરા જેવું છે , અહંતા અને મમતાથી ભરેલું છે . મન વિષયભોગ માગે ત્યારે મનને વિવેકરૂપી લાકડી મારશો તો જ એ વશ થશે . )

READ 

( ૭ ) બીરબલનો ચહેરો CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ