Evidence
Act,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)
(ભારતીય પુરાવાનો ધારો, 1872)
એવિડન્સ એક્ટ,1872
કુલ:- પ્રકરણ 11
કુલ:- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-1:- હકકતોનીપ્રસતુતતા
પ્રકરણ :- 1
પ્રારંભિક
(કલમ 1 થી 4)
Evidence Act:- (EA)
EA
ARTICEL :- 1
-આ અધિનિયમ ભારતીય પુરાવા
અધિનિયમ - 1872 કહેવાશે , જે સમગ્ર ભારતને લાગુ પડશે. (J&K
reorganization bill, 2019).
-ભૂમિદળ અધિનિયમ, નૌકાદળ શિસ્ત
અધિનિયમ અથવા ભારત નીકાદળ ( શિસ્ત) અધિનિયમ, 1934 અથવા હવાઈદ:: અધિનિયમ જેવા વિશિષ્ટ
હેતુઓ માટે ઘડાયેલાકાયદાઓ અનુસાર બોલાવેલી કોર્ટમાં આ લાગુ પડશે નહીં.
- તે સિવાયની લશ્કરી કોર્ટ (કોટ
માર્શલ) સહિતના કોઈ પણ વ્યાયાલયસમક્ષની ન્યાયિક પ્રક્રિયાને લાગુ પડશે.
-લવાદ સમક્ષ ચાલતી કાર્યવાહીને
લાગુ પડશે નહીં.
-ન્યાયાલય કે અધિકારી સમક્ષ રજૂ
કરેલા સોગંદનામાને લાગુ પડશે નહીં.
- ઘર-ઘરના ઝઘડા, ટ્રિબ્યુનલોનાવિવાદો
અને તેની કાર્યવાહીને લાગુ પડશે નહીં.
- આવકવેરા અધિકારી પણ આ કાયદાનું પાલન કરવા બંધાયેલનથી.
– મજૂર કાયદાઓ અને તેમના
ટ્રિબ્યુનલોને લાગુ પડશે નહીં.
EA
ARTICEL .2
-રદ કરી
EA ARTICEL 3
વ્યાખ્યાઓ :
-ન્યાયાલય : એ શબ્દોમાં તમામ ન્યાયાધીશોનો અને
મેજિસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવા લેવાનો અધિકાર એવી લવાદો સિવાયની તમામ
વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
-હકીકત : એટલે ઇન્દ્રિયગોચર
વસ્તુ, તેની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ અને કોઈ વ્યક્તિને જેનું ભાન હોય મનની
સ્થિતિ. હકીકતને એક બનાવ કે ઘટના પણ કહી શકાય છે.
દા.ત.
- વ્યક્તિના કોઈ અધિકાર ભંગનું કૃત્ય
- વ્યક્તિએ જોયેલી કે સાંભળેલી સ્થિતિ
- વ્યક્તિ કોઈ ચોક્કસ ઇરાદો ધરાવે છે.
- વ્યક્તિને એની પોતાની આબરૂ/પ્રતિષ્ઠા હોવાની સ્થિતિ
- વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી કે દુબુદ્ધિથીવર્તે છે તે
-વ્યક્તિ અમુક શબ્દો ઉચ્ચારે છે તે
-સુસંગત/પ્રસ્તુત હકીકત : કોઈ
રીતે એક હકીકત બીજી હકીકત સાથે સંકળાયેલી હોય ત્યારે તે હકીકત સદરહુ બીજી હકીકત
બાબતમાં પ્રસ્તુત કહેવાય, એક હકીકત બીજી સાથે કોઈક રીતે સંકળાયેલી છે, તેવી સ્થિતિ
સાથે જ બીજો પ્રશ્ન પુરાવા તરીકેની તેની યોગ્યતાનો થશે, એક હકીકતમાં જો અન્ય
હકીકતના અસ્તિત્વ અંગેનું અનુમાન કે સૂચન નીકળી શકતું હોય, તો એવો ગુણ કે તત્ત્વ
અનુમાનપ્રેરક ક્ષમતા છે.
-મુદ્દાની હકીકત/વાદગ્રસ્ત
હકીકત : એ શબ્દમાં બીજી કોઈ હકીકતનો તે હકીકતના સંબંધ ઉપરથી દાવા કે કાર્યવાહીમાં
કોઈ પ્રતિપાદિત કરેલા અથવા ઇનકારાયેલા હક્ક, જવાબદારી અથવા નિયેગ્યતાનું અસ્તિત્વ,
અનઅસ્તિત્વ, સ્વરૂપ કે પ્રમાણ અવશ્ય ફલિત થતું હોય તે હકીકત. મુદ્દાની ઘટનાને
મુખ્ય ઘટના પણ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિના અધિકાર ભંગની ઘટના કે બનાવ બને એટલે
તે કોર્ટમાં ફરિયાદ કરશે. આ અંગે સામા પક્ષકારને પણ સમન્સ દ્વારા જાણ કરવામાં આવે
છે, જો સામો પક્ષકાર (પ્રતિવાદી) કોર્ટમાં હાજર થાય અને ફરિયાદની બાબતો સ્વીકારી
લે છે, તો અહીં કોઈ જ વિવાદનો પ્રશ્ન જ નથી. પરંતુ જો તે એ બનાવ કે ઘટના અંગે
પોતાની કોઈ જ જવાબદારી નથી તેવો પ્રતિવાદ કરે છે ત્યારે આ બનાવ તકરારી/વિવાદી ઘટના
બને છે.
-દસ્તાવેજ : એટલે કોઈ પણ બાબતનો
લેખિત દાખલો રાખવા માટે વાપરવાનો ઇરાદો હોય કે, વાપરી શકાય તેવાં અંકો કે ચિહનો
વડે અથવા તેમાંથી એકથી વધુ સાધનો વડે કોઈ વસ્તુ ઉપર દશવિલી કે વર્ણવેલી બાબત, કોઈ
પણ લખાણ, મુદ્રિત, લિથોપત્ર, ફોટો પાડેલ શબ્દો, નકશો, પ્લાન , ધાતુપત્ર, શિલા પર
કોતરાયેલો લેખ, વ્યંગચિત્ર વગેરે દસ્તાવેજ છે. (આમાં ઈ. દસ્તાવેજનો પણ સમાવેશ થાય
છે.)
-પુરાવો : જેની તપાસ ચાલતી હોય
તે હકીકત સંબંધી ન્યાયાલયસાક્ષીઓને પોતાના સમક્ષ જે કથનો કરવાની પરવાનગી આપે અથવા
તેમ માવે તે તમામ કથનો, દસ્તાવેજો વગેરે પુરાવાઓકહેવાશે. (ઇલેક્ટ્રોનિકરેકર્ડનો પણ
સમાવેશ પુરાવામાં થાય છે.)
-સાબિત થયેલી : ન્યાયાલય કોઈ
હકીકતને અસ્તિત્વ છે એમ માને કે સંભવ છે એવું ગમે તે હકીકત સાબિત થયેલી કહેવાય.
કોઈ હકીકત પુરવાર થયેલી ત્યારે મનાય જ્યારે પોતાની સમક્ષ રજૂ થતી હકીકતમાં રહેલી
અનુમાનર્મરકક્ષમતાને આધારે કોર્ટ એમ માને કે ઉપસ્થિત સંજોગોમાં કોઈ સામાન્ય સમજ
ધરાવતો માનવી, એ હકીકત બની છે, એમ માનીને એને આધારે અમુક વર્તન કરવા પ્રેરાય એવું
અદાલત માને.
-નાસાબિત થયેલી : ન્યાયાલય કોઈ
હકીકતને અસ્તિત્વ નથી એમ માને કે સંભવ નથી એવું ગણે તે હકીકત નાસાબિત થયેલી
કહેવાય. કોઈ ઘટના બની છે, તેવું પુરવાર કરવા ફરિયાદી પુરાવા રજૂ કરે અને છતાં
અદાલત એમ માને કે એવી ઘટના નથી બની, અથવા રજૂ થયેલા પુરાવાનાસંજોગોને ધ્યાનમાં
લેતાં સામાન્ય બુદ્ધિક્ષમતાધરાવતો માણસ પણ સમજે કે તે ઘટના બની નથી અને તેના આધારે
અમુક વર્તન કરવા પ્રેરાય એમ કોર્ટ માને ત્યારે તે “નાસાબિત થયેલી” “પુરવાર નહીં થઈ
શકેલી” હકીકત/ઘટના કહેવાય.
-સાબિત ન થયેલી : કોઈ હકીકત સાબિત
કે નાસાબિત થયેલી ન હોય ત્યારે તે સાબિત ન થયેલી કહેવાય. “સાબિત થયેલી” અથવા
“નાસાબિત થયેલી” આ બંને પ્રકારની સ્થિતિ રજૂ થયેલા પુરાવામાંથી હકારાત્મક કે
નકારાત્મક સ્વરૂપ અનુમાનોનું પરિણામ છે. પરંતુ બંનેમાંથી એકેય સ્થિતિ અંગે અનુમાન
કરી શકાય તેમ ન હોય ત્યારે તે “સાબિત નહીં થયેલ” ગણાશે. તેમાં કોઈ પણ નિષ્કર્ષ
નીકળતો નથી આથી બંને પક્ષકારોની યથાસ્થિતિ જળવાય રહે છે.
-ભારત: ભારત એટલે ((J&K
reorganisation bill, 2019 બાદ) ભારતનું જળસીમા સહિતનું રાજ્યક્ષેત્ર
EA
ARTICLE 4.
-માની લઈ શકે : ન્યાયાલય કોઈ
હકીકત માની લઈ શકે એવી આ અધિનિયમમાં જોગવાઈ હોય ત્યારે તે નાસાબિત ન થાય ત્યાં
સુધી, ન્યાયાલય તે હકીકત સાબિત થયેલી છે એમ ગણી શકે અથવા તેની સાબિતી માંગી શકે.
- માની લેવું જોઈએ : ન્યાયાલયે
કોઈ હકીકત માની લેવી જોઈશે એવું આ અધિનિયમમાંફરમાવ્યું હોય ત્યારે તે નાસાબિત ન
થાય ત્યાં સુધી તે સાબિત થયેલી છે એમ ન્યાયાલયે ગણી લેવું જોઈશે.
-નિર્ણાયક સાબિતી : એક હકીકતની
નિર્ણાયક સાબિતી છે એવું આ અધિનિયમથી જાહેર કર્યું હોય, ત્યારે ન્યાયાલયે તે એક
હકીકતની સાબિતી ઉપરથી તે હકીકતને સાબિત થયેલી ગણવી જોઈએ અને તેને નાસાબિત કરવાના
માટે તે પુરાવો આપવા દેશે નહીં.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment