એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-2 સાબિતી વિશે
પ્રકરણ 5
દસ્તાવેજી પુરાવા વિશે
(કલમ 61 અને 90)
પુરાવાનાપ્રકારો
મૌખિક પુરાવા
-પોતે પ્રત્યક્ષ રીતે જોયેલું, સાંભળેલું કે
ઇન્દ્રિયો દ્વારા અનુભવેલીહકીકતોનું કથન એટલે મૌખિક પુરાવો
-હંમેશાં પ્રત્યક્ષ હોવો જોઈએ.
દસ્તાવેજી પુરાવા
-દસ્તાવેજી પુરાવાના (ક્લમ-61) બે પેટા ભાગો
પાડી શકાય.
(1) પ્રાથમિક પુરાવા : (કલમ-62)
(i) ગૌણ પુરાવા : ( કલમ-63)
અદાલતોના પુરાવાની ગ્રાહ્યતા સંબંધિત
ચુકાદાઓનાં રસપ્રદ તારણો :
કઈ બાબતો કે વસ્તુઓ પુરાવા તરીકે ગ્રાહ્ય છે ?
- મરણોન્મુખ નિવેદન
- નિયમિત લખાયેલાહિસાબો કે ખાતાવહીઓ
- કોઈ નિવેદનમાં કે રજિસ્ટરમાંજણાવેલતારીખો
- વંશાવલી
- 30 વર્ષ જુનાદસ્તાવેજો
– 5 વર્ષ જૂના જૂનાઈલેક્ટ્રોનિકદસ્તાવેજો - કુંડળી બનાવનારનો
પુરાવો વગેરે
કઈ બાબતો પુરાવા તરીકે ગ્રાહ્ય નથી ?
- પેરોલનો પુરાવો
- સાંભળેલાં (કર્ણોપકર્ણ) પુરાવા/કથનો
-પ્રથમ માહિતી અહેવાલ (FIR)
- એફિડેવિટ વગેરે
EA ARTICLE 61.
-દસ્તાવેજોનો મજકૂર પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી
સાબિત કરી શકાશે,
EA ARTICLE 62.
-પ્રાથમિકપુરાવો એટલે ન્યાયાલયના નિરીક્ષણમાટેરજુથયો
હોય, તે દસ્તાવેજ, જો કોઈ દસ્તાવેજજુદા-જુદા ભાગોમાંથયોહોય ત્યારે તેના દરેક ભાગ તે પ્રાથમિક
પુરાવો છે.
-એક જ સમાન પ્રક્રિયા દ્વારા ઘણા બધા દસ્તાવેજ
બનાવવામાં આવ્યા હોય, તો તે દરેક દસ્તાવેજ પ્રાથમિક પુરાવોગણાશે
દા.ત, એકસાથે છપાયેલ/મુદ્રિત થયેલ પુસ્તકો, પત્રિકાઓ, કંકોત્રીઓ વગેરે,
-પ્રાથમિક પુરાવો સૌપ્રથમ અને સૌથી વિશ્વાસપાત્ર
પુરાવો ગણાય છે.”
મુદ્રણ, લિથો-પ્રક્રિયા કે ફોટોગ્રાફી દ્વારા તૈયાર કરવામાં આવતાં તમામ
દસ્તાવેજો એકબીજા માટે પ્રાથમિક પુરાવો છે, પરંતુ તે
દસ્તાવેજી પૈકી કોઈની નકલો કઢાવવામાં આવે તો તે નકલો પ્રાથમિક પૂરાવા નથી.. ઉદા. : ફોટોગ્રાફી
દ્વારા એકસાથે 8 કોપી કઢાવવામાં આવી, આ આઠેય કોપી
એક્બીજાનો પ્રાથમિક પુરાવો છે. ભવિષ્યમાં જો આ
આઠ પૈકી કોઈ એક કોપી પરથી અન્ય નકલો કઢાવવામાં આવે, તો તે નકલો
પ્રાથમિક પુરાવો ગણાશે નહીં.
EA ARTICLE 63.
-ગૌણ પુરાવો - એટલે પ્રમાણિત
નક્શો અસલ ઉપરથી કરેલી નકલો, એવી નકલો સાથે
મેળવેલી નકલો, જેમણે તે કરી
ન આપ્યા હોય તે પક્ષકારો વિરુદ્ધ દસ્તાવેજોના સામા લેખો, દસ્તાવેજ જોનાર વ્યક્તિએ આપેલી મૌખિક વિગતો..
- યાંત્રિક પ્રક્રિયા દ્વારાકઢાવવામાં આવતી નકલોગૌણ
પુરાવો છે. ( ફોટોકોપી)
- પ્રાથમિક પુરાવાની પ્રમાણિત કરેલ નકલ ગૌણ
પુરાવો છે.
- કોઈ અસલ નકલ પરથી આબેહૂબ લખવામાં આવતી
સરખાવવામાં આવતી નકલ, ગૌણપુરાવોછે.
- દસ્તાવેજને પ્રત્યક્ષ રીતેનિહાળનાર વ્યક્તિની તે દસ્તાવેજ
સંબંધિત મૌખિક વિગતો ગૌણ પુરાવો છે.
EA ARTICLE 64.
- હવે પછી જણાવેલાદાખલાઓ સિવાય દસ્તાવેજો
પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા પડશે.
EA ARTICLE 65.
દસ્તાવેજ સંબંધી જ્યારે ગૌણ પુરાવો આપી શકાય
તેવા સંજોગો.
- જ્યારે અસલ દસ્તાવેજ પ્રતિપક્ષકાર (સામાપક્ષ)ના કબજામાં હોય.
- જ્યારેઅસલ દસ્તાવેજ નાશ પામ્યો હોય, ખોવાઈ ગયો હોય અથવા પોતાની ભૂલ કે બેદરકારીના પ્રસંગો સિવાય
કોઈ બીજા કારણસર તે વાજબી સમયમાં રજૂ ન કરી શકતો હોય.
-જ્યારે અસલ દસ્તાવેજ સહેલાઈથી ખસેડી શકાય નહીં
તેવા સ્વરૂપનો હોય. (દાત. કોઈ સ્મારક, ઇમારત, વગેરે.)
- જ્યારે તે આ કાયદાની કલમ-74 મુજબનો જાહેર
દસ્તાવેજ હોય.
- તે એવો દસ્તાવેજ હોય, જે આ કાયદાથી કે
ભારતના કોઈ અન્ય કાયદાથી તેની પ્રમાણિત નકલ આપવાની પરવાનગી હોય.
- આરોપી કે તેનો એજન્ટ અસલ દસ્તાવેજ હોવા અંગે
અને તેની વિગતોનો સ્વીકાર કરતો હોય.
EA ARTICLE 65-ક
-ઈલેક્ટ્રોનિકરેકર્ડને લગતા પુરાવા સંબંધી ખાસ
જોગવાઈઓ. ઈલેક્ટ્રોનિક્સરેકર્ડસનો મજકૂર કલમ-ખ ની જોગવાઈઓ અનુસાર સાબિત કરી શકાશે.
EA ARTICLE 65-ખ
-ઈલેક્ટ્રોનિકરેકર્ડનીગ્રાહતા. કમ્યુટર દ્વારા રજૂ કરેલ ઓપ્ટિક્લ અથવા મેગ્નેટિક માધ્યમ (કમ્યુટર આઉટપુટ)માં કાગળ ઉપર છાપેલ, સંગ્રહેલ, નોંધેલ અથવા નકલ કરેલ હોય તેવા ઇલેક્ટ્રોનિકરેકર્ડમાંની કોઈ પણ માહિતી દસ્તાવેજ તરીકે ગણાશે. આ કલમની પેટાકલમ(1)માં જણાવેલીશરતોનું, માહિતી અને કમ્યુટરના પ્રશ્ન સંબંધી પાલન કરવામાં આવ્યું હોવું જોઈએ અને જેનો પ્રત્યક્ષ પુરાવો ગ્રાહ્ય ગણી શકાય તેવા અસલ અથવા તેમાં જણાવેલ કોઈ હકીકતની કોઈ પણ વિગતોના પુરાવા તરીકે, અસલની વધુ સાબિતી અથવા રજૂઆત સિવાય, કોઈ પણ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાશે.
EA ARTICLE 66.
-ગૌણ પુરાવો આપી શકાય નહીં તેવા સંજોગોમાં જે
પક્ષકારના કબજા કે કાબૂમાં તે દસ્તાવેજ હોય તેને અથવા તેના એટન કે પ્લીડરને તે રજૂ
કરવાની કાયદાથી ઠરાવેલ નોટિસ આપી હોય કે, ઠરાવી હોય તે
કોર્ટ કેસના સંજોગો પ્રમાણે વાજબી ગમે તેવી નોટિસ અગાઉથી આપશે.
EA ARTICLE 67.
-કોઇ વ્યક્તિએ સહી કર્યાનું કે પૂરો કે અશંતઃલખ્યાનું
કહેવામાં આવે, તો તે સહી અથવા તેના હસ્તાક્ષરમાં લખેલો
કહેવામાં આવતું હોય તેટલા પૂરતો તે દસ્તાવેજ તે વ્યક્તિના હસ્તાક્ષરમાં છે, એમ સાબિત કરવું પડશે. તે સાબિત કરવા….
- જે વ્યક્તિની પ્રત્યક્ષ હાજરીમાં દસ્તાવેજ થયો
હોય, તેણે જોયેલ હોય તે વ્યક્તિને બોલાવીને
- જે વ્યક્તિ દસ્તાવેજમાં કરેલા હસ્તાક્ષર અને લખાણથી પરિચિત
હોય તેને બોલાવીને પુરવાર કરીને
- જે વ્યક્તિએ હસ્તાક્ષર કે લખાણ કર્યું હોય તેને
પ્રત્યક્ષમાં બોલાવીને
- હસ્તાક્ષરનાનિષ્ણાતના અભિપ્રાય વડે
- કલમ 73-ક માં ડિજિટલસહીં
પુરવાર કરવાની, જે રીત આપવામાં આવી છે તેમ પુરવાર કરીને
- સહી અથવા લખાણને સ્વીકારી લઈને
- જો દસ્તાવેજ લખનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો
તેણે કરેલું લખાણ કે સહી મૃત્યુ પામેલ વ્યક્તિનાં જ છે તેમ નિવેદન આપનાર
વ્યક્તિદ્વારા
- કોઈ તકરારી લખાણ કે સહી હોય, તો તેને સ્વીકૃત
સહી કે લખાણ દ્વારા સરખાવીને
- હસ્તાક્ષર (સહી)માં અંગૂઠાના નિશાનનો પણ સમાવેશ થાય છે.
EA ARTICLE 67-ક.
કોઈ સુનિશ્ચિત થયેલી ઈલેક્ટ્રોનિક સહી સિવાય, કોઈ પણ સહી કરનારની ઈલેક્ટ્રોનિક સહી, ઈલેક્ટ્રોનિક
રેકર્ડ ઉપર લગાડવામાં આવી હોવાનું કહેવાતું હોય, તેટલા પૂરતું આવી
ઈલેક્ટ્રોનિક સહી, સહી કરનાર વ્યક્તિની જ છે, તે હકીકત સાબિત
કરવી જોઈએ.
EA ARTICLE 68.
-જેના ઉપર શાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક હોય, તે દસ્તાવેજ થયાની હકીકત ઓછામાં ઓછી શાખ કરનાર એક સાક્ષી
બોલાવવામાં આવે નહીં, ત્યાં સુધી તે દસ્તાવેજનો પુરાવા તરીકે ઉપયોગ
કરી શકાશે નહીં.
EA ARTICLE 69.
-શાખ કરનાર : સાક્ષી ન મળી આવે
ત્યારે શાખ કરનાર અને તે દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિની સહી તેના હસ્તાક્ષરમાં છે, તેવું સાબિત કરવું પડશે.
EA ARTICLE 70.
શાખવાળા કોઈ દસ્તાવેજ પક્ષકાર પોતે તે કરી
આપ્યાનીહકીકતની સ્વીકૃતિ તે પક્ષકારની વિરુદ્ધ તે દસ્તાવેજ થયાનીહકીકતની પૂરતી
સાબિતી ગણાશે.
EA ARTICLE 71.
શાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાનીહકીકતનો ઇનકાર
કરે ત્યારે તે બીજા પુરાવાથી સાબિત કરી શકાશે.
EA ARTICLE 72.
જેના ઉપર કાયદાઓ મુજબ શાખ હોવાનું આવશ્યક ન હોય
તેવા દસ્તાવેજ શાખ વિનાનો હોય તે રીતે સાબિત કરી શકાશે.
EA ARTICLE 73.
સહી, લખાણ અથવા સીલની બીજી સ્વીકારાયેલી અથવા સાબિત થયેલી સહીઓ, લખાણો અથવા સીલ સાથે સરખામણી ન્યાયાલય કરાવી શકાશે.
EA ARTICLE 73-ક.
જેના
દ્વારા ડિજિટલ સહી કર્યાનું અભિપ્રેત હોય (ખાતરી કરવી) તે વ્યક્તિની
ડિજિટલ સહી છે કે કેમ તે નક્કી કરવા માટે અદાલત,
- તે વ્યક્તિને અથવા નિયંત્રકને કે પ્રમાણિત
કરનાર અધિકારીનેડિજિટલસહીનું પ્રમાણપત્ર રજૂ કરવા માટે આદેશ કરશે.
- તે પ્રમાણપત્રમાં જણાવેલી પબ્લિક કી (Public
Key) લાગુ પાડવા અને જે વ્યક્તિની તે ડિજિટલ સહી છે, એવું કહેવામાં આવતું હોય ત્યારે ખરાઈ કરવા કોઈ પણ બીજી
વ્યક્તિને આદેશ કરી શકાશે.
– અહીં “નિયંત્રક” એટલે IT Act-2000ની કલમ-17(i) મુજબ
જાહેર દસ્તાવેજો
EA ARTICLE 74.
- જાહેર દસ્તાવેજો : સાર્વભૌમ
સત્તાધિકારીનો, સરકારી સંસ્થાઓના અને ટ્રિબ્યુનલોના , ભારત અથવા કોમનવેલ્થના કોઈ ભાગના સરકારી
અધિકારીઓનાકાર્યરૂપે હોય તે દસ્તાવેજો કે ખાનગી દસ્તાવેજોનું કોઈ રાજ્યમાં
રાખવામાં આવેલો.
દા.ત. : મતદારયાદી, જન્મ-મરણ રજિસ્ટર, હુકમનામું, શાળા-કોલેજોનાં રજિસ્ટર, પોલીસનો અહેવાલ (ચાર્જશીટ), પ્રથમ માહિતી અહેવાલ (FIR), ઝડતી વોરન્ટ, મોટર વાહન
અધિનિયમ હેઠળનીપરમિટો, વગેરે,
EA ARTICLE 75.
- ખાનગી દસ્તાવેજ : જે દસ્તાવેજો
જાહેર દસ્તાવેજ નથી,તે તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે,
દા.ત. : પોલીસ ડાયરી, નકશો કે પ્લાન્ટ (અંગત મકાનનો), કોઈ પુરસ્કાર, વેચાણ પ્રમાણપત્ર કે ખત, સરકારી
તહેસીલદારનેલખાયેલ પત્ર
EA ARTICLE 76.
-જાહેર દસ્તાવેજોની પ્રમાણિત નકલો કાયદેસર કી લઈ
યથાપ્રસંગ તે દસ્તાવેજની કે તેના ભાગની નકલ તે ખરી નકલ છે, તે રીતે આપવી
જોઈશે.
EA ARTICLE 77.
-પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજોની સાબિતી
રજૂ કરી શકાશે.
EA ARTICLE 78.
-બિનસરકારીદસ્તાવેજોની સાબિતી કાયદામાં જેમને પ્રમાણિત
રેકર્ડ ગણવામાં આવે છે તેના પરથી થઈ શકશે.
દસ્તાવેજો વિશે માની લેવાની બાબતો.
EA ARTICLE 79.
કોઈ ખાસ હકીક્તના પુરાવા તરીકે ગ્રાહ્ય હોવાનું
જેને કાયદાથી જાહેર કર્યું હોય તેવા દસ્તાવેજની પ્રમાણિત નકલો ખરી હોવા વિશે માની
લેવામાં આવશે.
EA ARTICLE 80.
-પુરાવાના રેકર્ડ તરીકે રજૂ થયેલા દસ્તાવેજો
અધિકૃત કરેલા અધિકારીએ આપેલ હોઈ તો તેને ન્યાયાલયે માની લેવા જોઈશે.
EA ARTICLE 81.
-ગેઝેટો , વર્તમાનપત્રો, પાર્લમેન્ટના ખાનગી અધિનિયમો અને બીજા દસ્તાવેજો વિશે
ન્યાયાલયે માની લેવું જોઈશે.
EA ARTICLE 81-ક
ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ગેઝેટ સંબંધી માની
લેવું જોઈએ તેવું અનુમાન કરવું.
EA ARTICLE 82.
સીલ કે સહીની સાબિતી વિના ઈંગ્લેન્ડમાં ગ્રાહ્ય
હોય તેવા દસ્તાવેજોન્યાયાલયે માની લેવા જોઈશે.
EA ARTICLE 83.
સરકારના અધિકારથી કરેલા નકશા કે પ્લાન ભૂલ
વગરના છે એમ ન્યાયાલયે માની લેવું જોઈશે.
EA ARTICLE 84.
કાયદા અને નિર્ણયોનારિપોર્ટના સંગ્રહો ખરું
હોવાનું ન્યાયાલયે માની લેવું જોઈશે.
EA ARTICLE 85.
મુખત્યારનામું હોવાનું કોઈ નોટરી કે ન્યાયાલયના
ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ, ભારતના કોન્સલ કે
વાઇસ કોન્સલ સમક્ષ કરેલો હોવાનું કે તેમણે પ્રમાણિત કરેલ હોય તો તે ન્યાયાલયે માની
લેવું જોઈશે.
EA ARTICLE 85-ક
ઈલેક્ટ્રોનિકકબૂલાતો સંબંધી માની લેવા બાબત.
EA ARTICLE 85-ખ
-ઈલેક્ટ્રોનિક રેકર્ડ અને ડિજિટલ સહી સંબંધી માની લેવા બાબત
તે અંગે અનુમાન કરવું.
EA ARTICLE 85-ગ
-ડિજિટલ સહી પ્રમાણે પત્ર સંબંધી માની લેવા બાબત
તે માટેનું અનુમાન કરવું.
EA ARTICLE 86.
-વિદેશના ન્યાયિક રેકર્ડની પ્રામાણિક નકલો માટે
ન્યાયાલયે માની લેવું જોઈશે.
EA ARTICLE 87.
પુસ્તકો, નકશા અને ચાર્ટ
વિશે જે વ્યક્તિથી જે તે સ્થળે લખાયાનું અભિપ્રેત થાય તો ન્યાયાલયે માની લેવું
જોઈશે,
EA ARTICLE 88.
તારના સંદેશાઓ માટે ન્યાયાલયે માની લેવું જોઈશે.
EA ARTICLE 88-ક.
-ઈલેક્ટ્રોનિકસંદેશા સંબંધી માની લેવા બાબત તે અંગેનું
અનુમાન કરવું.
EA ARTICLE 89.
રજૂ ન કરેલા દસ્તાવેજો વિધિસર થયા હોવાની હકીકત
વગેરે માટે તેના પર શાખ હોય, સ્ટેપચોંટાડેલા
હોય, તો તે કરી આપ્યા છે, એમ ન્યાયાલયે
માની લેવું જોઈશે.
EA ARTICLE 90.
-30 વર્ષ જૂના
દસ્તાવેજોન્યાયાલયે માની લેવા જોઈશે. (પુરાતન દસ્તાવેજ
કહેવાય છે)
EA ARTICLE 90-ક .
-5 વર્ષ જૂના ઈલેક્ટ્રોનિકદસ્તાવેજોન્યાયાલયે માની લેવા જોઈશે.
READ EVIDENCE ACT CHAPTER 4 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment