header

Evidence Act ,1872 (ભારતીય પુરાવાનો ધારો, 1872), પ્રકરણ 2 હકીકતોનીપ્રસ્તુતતા,Chapter 2 Relevance of fact

 

વિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)




કુલ :-  પ્રકરણ 11
કુલ :-  કલમો  167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
 
ભાગ-1:-  હકકતોનીપ્રસતુતતા
 

પ્રકરણ 2
હકીકતોનીપ્રસ્તુતતા
(કલમ 5 થી 55)

EA  ARTICLE 5.

-વાદગ્રસ્ત હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે. વાદગ્રસ્ત હકીકતો અને પછી જેને પ્રસ્તુત હોવાનું જાહેર કરેલી છે તેવી બીજી હકીકતોના અસ્તિત્વ કે તેના અસ્તિત્વ વિરુદ્ધ પુરાવો આપી શકાશે નહીં.

દા.ત. : ખંડણી મેળવવાના દુષ્ટ ઇરાદાથી “A ” એ “B ”ના પુત્રનું દવા સુંઘાડીને અપહરણ કરી લે છે. અહીં “A ” ઉપર કાર્યવાહી ચાલે છે, જે પૈકી

- “A ”નો ખંડણી મેળવવાનો ઇરાદો

- “B ”ના દીકરાનું અપહરણ કરવું.

-કે “A ”દવા સુંઘાડવું આ તમામ વાદગ્રસ્ત હકીકતો છે,

EA ARTICLE 6 .

-એક જ બનાવના ભાગરૂપે હોય પછી તે ભલે એક જ સમયે અને સ્થળે બન્યું હોય કે જુદા જુદા સ્થળે અને સમયે બની હોય તેમ છતાં તે પ્રસ્તુત છે. ભલે કોઈ ઘટના એક જ સમયે અને સ્થળે બની હોય કે અલગ-અલગ સમયે અને સ્થળોએ બની હોય, પરંતુ જો તે ઘટનાઓ વાદગ્રસ્ત હકીકત સાથે એવી રીતે સંકળાયેલી હોય છે, જે એક જ બનાવના ભાગરૂપે બનતી હોય તો તે હકીકતો પ્રસ્તુત છે.

EA ARTICLE 7.

-વાદગ્રસ્ત હકીકતોના નિમિત્ત કારણ અથવા હકીકતો પ્રસ્તુત છે. જે હકીકતો પ્રસ્તુત હકીકતોનું કે વાદગ્રસ્ત હકીકતોનું પ્રત્યક્ષ રીતે અથવા બીજી રીતે નિમિત્ત, કારણ કે પરિણામ બનતી હોય અથવા જે પરિસ્થિતિઓમાં તે હકીકતો બની તે પરિસ્થિતિરૂપ હોય અને તેના થકી જ મૂળ ઘટનાને અવકાશ મળ્યો હોય, તો તે હકીકતો પ્રસ્તુત છે.

- આ ઉપરાંત આગળની નિશાન, ગળે ફાંસીનાંચિહ્નો, ખૂનનાપડેલાં નિશાનો, અમુક સમયે નાણાં ઉપાડ્યાં, નાણાં માગ્યાં, વ્યક્તિની ટેવ-કુટેવ, ઇજા તથા રોગ આ તમામ સંગત પુરાવા ગણાયા છે. .

EA ARTICLE 8.

-વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત માટેનો હેતુ દર્શાવતી હોય, કે તે માટેની તૈયારીરૂપે હોય તેવી હકીકત પ્રસ્તુત છે. વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીક્ત માટે હેતુ દર્શાવતી હોય તેવી કોઈ બાબત, તે ઘટનાની તૈયારીરૂપે હોય તેવી કોઈ બાબત કે વ્યક્તિનું આગળ કે પાછળનું વર્તન તે વાદગ્રસ્ત હકીકત સાથે પ્રસ્તુત ગણાશે.

 

દા.ત. :(i) “અવિનાશ”નેલૂંટી લીધા પછી“દુષ્યત” પોતાના મિત્રના ત્યાં જાય છે. ત્યાં તેના અન્ય 4-5 મિત્રો પણ બેઠા હોય છે. તેવામાં એક મિત્ર “રાહુલ” કહે છે કે, અવિનાશને જેને લૂંટ્યો છે તે માણસને શોધી કાઢવા પોલીસ આપણી સોસાયટીમાં આવે છે. ત્યાં તરત જ “દુષ્યત” નાસી જાય છે. આ નાસી જવાની ઘટના પ્રસ્તુત છે.

EA ARTICLE 9.

-વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકતનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે તે પક્ષકારો વચ્ચેનો સંબંધ દર્શાવતી હકીકતો, તેવા હેતુ માટે જરૂરી હોય તે પૂરતી પ્રસ્તુત છે. કોઈ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકતનો ખુલાસો કરવા અથવા તેને ટેકો આપવા અમુક ખુલાસાઓ જરૂરી છે. આને ઓળખ પરેડ કહેવામાં આવે છે. જ્યારે પ્રસ્તુત હકીકતનો ઉપરથી નીકળતાંઅનુમાનને ટેકો આપવા કે તેનું ખંડન કરવા અમુક વ્યક્તિની કે વસ્તુની ઓળખ સાબિત કરતી હોય તેવી હકીકતો પ્રસ્તુત છે.

- ઓળખ પરેડ માટે માનવીનું હાડપિંજર, તેનો ફોટોગ્રાફ, પહેરેલાં કપડાં, ટેટૂ, શરીરનાં ચિહનો, દાગીના, વાહનો વગેરે ગ્રાહ્ય છે.

- ઓળખ પરેડ મેજિસ્ટ્રેટ દ્વારા કરાવવામાં આવવી જોઈએ તથા મામલતદારની હાજરીમાં કરાવવી જોઈએ.

- ઓળખ પરેડ ઝાંખાપ્રકાશમાં માન્ય ગણાશે નહીં.

 - ઓળખ પરેડ અજાણી વ્યક્તિની, વાહનની, વસ્તુ, દાગીના, કપડાં વગેરેની ઓળખ માટે ઓળખપરેડ જરૂરી બની રહે છે,

EA ARTICLE 10.

-કોઈ ગુના અથવા દાવા યોગ્ય અપકૃત્યમાં બે અથવા વધારે વ્યક્તિઓ સમાન યોજના સંબંધમાં કાવતરું કરનારે કહેલી કે કરેલી બાબતો કોઈ વ્યક્તિ તેમાં પક્ષકાર હતી તે બતાવવાના હેતુ માટે પ્રસ્તુત હકીકત છે. કોઈ અપકૃત્ય અથવા ગુનો કરવા માટે બે અથવા તેથી વધારે વ્યક્તિઓએ કાવતરું કર્યું હોય તેવું માનવા માટે વાજબી કારણ હોય ત્યારે તેઓ પૈકી કોઈ વ્યક્તિએ પોતાના ઇરાદા વિશે કંઈક કર્યું હોય, કહ્યું હોય, કે લખ્યું હોય, તો તેઓના આ કાવતરાનાઅસ્તિત્વનેસાબિત કરવા તે પ્રસ્તુત છે.

EA ARTICLE 11.

જ હકીકતો કોઈ વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતથી અસંગત હોય, તે ખુદ અથવા બીજી હકીકતો સાથે વાદગ્રસ્ત અથવા તે પ્રસ્તુત હકીકતના અસ્તિત્વ કે અનઅસ્તિત્વને સંભવિત કે અસંભવિત બનાવતી હોય, તો તે પ્રસ્તુત છે, આ કલમ Alibi (Not at that place)નું ઉદાહરણ છે. કોઈ ગુનો બન્યો હોય અને વ્યક્તિ તે સ્થળે હાજર જ ન હોય અને અન્યત્ર હોય તે તેનું આ પ્રમાણ પ્રસ્તુત ગણાય છે.

 

EA ARTICLE 12.

-નુકસાનીનાદાવામાં જેના ઉપરથી ન્યાયાલય નુકસાનીની રકમ નક્કી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે.

દા.ત. કોઈ વ્યક્તિની ઘરવખરીનો અન્ય કોઈ વ્યક્તિએ બગાડ કર્યો છે. અહીં તે વ્યક્તિ દાવો માંડે છે. તે ઘરવખરીનું સમારકામ તથા તેને પુનઃ પહેલાં જેવી અવસ્થામાં લાવવા માટેનો ખર્ચનાઅંદાજો બજારમાંથી મેળવવામાં આવે છે. તે અંદાજી (Quatation) પ્રસ્તુત છે.

EA ARTICLE 13.

જેનાથી વાદગ્રસ્ત હક્ક અથવા રૂઢિ ઉત્પન્ન થઈ હોય, ફેરફાર થયો હોય, માન્ય રાખવામાં આવી હોય, પ્રતિપાદિત થઈ હોય અથવા તેનો ઇનકાર કરવામાં આવ્યો હોય કે તેના અસ્તિત્વ સાથે સુસંગત ન હોય તેવા કોઈ વ્યવહાર માટે તે હકીકત પ્રસ્તુત છે. અહીં હક્ક એટલે જાહેર તથા ખાનગી હક્ક બંનેનો સમાવેશ થાય છે. તથા રૂટિ એટલે કોઈ કૌટુંબિક કે સમુદાયના પ્રચલિત હોય તેવા નિયમ જેને કાનૂની માન્યતા પણ પ્રદાન થઈ હોય. વ્યવહારનો અર્થ થાય છે બે સંમતિતપક્ષકારો વચ્ચેની સ્વેચ્છાપૂર્વકની લેણદેણ.

EA ARTICLE 14.

માનસિક અથવા શારીરિક સ્થિતિનું અથવા શારીરિક સંવેદનનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો પ્રસ્તુત છે. ઇરાદો, જાણકારી, શુદ્ધબુદ્ધિ, અવિચારીપણું, બેકાળજી, બેદરકારી, અશિષ્ટાચાર, દુભવિ અને સદ્ભાવ જેવી માનસિક બાબતો અથવા શારીરિક કે શારીરિક સંવેદનની કોઈ સ્થિતિનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો પ્રસ્તુત છે.

EA ARTICLE 15

- કોઈ કૃત્ય આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક થયું હોવાના પ્રશ્નને લગતી હકીકત તેવા કૃત્યને તે પ્રકારના બનાવોનીશ્રેણીનો ભાગ બનતો હોય અને તે દરેક બનાવ સાથે સદરહુ કૃત્ય કરનાર વ્યક્તિ સંબંધ ધરાવતી હોય તો તે હકીકત પ્રસ્તુત છે.

EA ARTICLE 16.

-જે કૃત્ય દસ્તુર મુજબ સ્વાભાવિક રીતે થયું હોત તે દસ્તૂરનું અસ્તિત્વ પ્રસ્તુત હકીકત છે. -દા.ત. અમુક પત્રો રવાના કરવામાં આવ્યા છે કે નહીં, તેવો પ્રશ્ન છે. તે પત્રો અમુક સ્થળે મૂકેલા હોય અને ત્યાર પછી તેને ટપાલમાં લઈ જવાનો સામાન્ય દસ્તૂર (routine) હતો અને તે પત્રો તે સ્થળે મુકાઈ ગયા હતા તે બાબત પ્રસ્તુત છે.

 

સ્વીકૃતિઓ

 

EA ARTICLE 17.

-સ્વીકૃતિ - એટલે કોઈ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત પરત્વે કંઈ અનુમાન કરવાનું સૂચવે અને આમાં હવે પછી જણાવેલી વ્યક્તિઓ પૈકી કોઈ વ્યક્તિએ અને સંજોગોમાં કરેલું મૌખિક અથવા દસ્તાવેજી અથવા ઈલેક્ટ્રોનિકસ્વરૂપનીવિગતોનું કથન.

-દા.ત. : આપેલ જુબાની, પત્રો, લેખિત દસ્તાવેજ, શાખપત્ર,

 

સ્વીકૃતિ બે પ્રકાર છે :

 (i) ન્યાયિક (I) બાહ્ય

- કોર્ટમાં ન્યાયાધીશની સમક્ષ ચાલતી કાર્યવાહી દરમિયાન કરવામાં આવતી સ્વીકૃતિ ન્યાયિક સ્વીકૃતિ છે, જે કોર્ટમાં પ્રસ્તુત છે અને તેનાથી નિર્ણય લાવી શકાય છે.

 - અદાલતની બહાર કરવામાં આવતી સ્વીકૃતિઓ બાહ્ય સ્વીકૃતિઓ છે તેની નોંધ લેવાતી નથી.

EA ARTICLE 18.

-કાર્યવાહીનાપક્ષકારે અથવા તેના એજન્ટે કે પ્રતિનિધિઓની હેસિયતથી, વિષયમાં હિત ધરાવતી પક્ષકાર, જેની પાસેથી હિત પ્રાપ્ત થયું હોય, તે વ્યક્તિએ કરેલ કથનોસ્વીકૃતિઓ છે.

- “સ્વીકૃતિ’ અને ‘કબૂલાત” એ બંને વચ્ચે તફાવત છે. કબૂલાત એ આરોપીએ કરેલું એવું કથન છે, જે ઈન્સાફીકાર્યવાહીમાં પુરાવા તરીકે વાપરી શકાય છે. કબૂલાત જો સ્વેચ્છાએ ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય, તો તે નિર્ણાયક સાબિતીતરીકે ગ્રાહ્ય છે. જોકે કબૂલાતની વ્યાખ્યા આ કાયદામાં આપવામાં આવેલ નથી.

– અંગ્રેજી કાયદાઓમાં “કબૂલાત” શબ્દ એ ફોજદારી કેસોમાંવાપરવામાં આવતો જ્યારે “સ્વીકૃતિ” શબ્દ દીવાની કેસોમાંવાપરવામાં આવતો, પરંતુ હવે તે બંને કેસોમાં આ બાબત જોવા મળતી નથી. કેસોમાં સ્વીકૃતિ એ આખરી પુરાવો ગણાતો નથી.

EA ARTICLE 19.

જેમનો દરજ્જો દાવાનાપક્ષકારની વિરુદ્ધ સાબિત કરવાની જરૂર હોય, તે વ્યક્તિઓએ કરેલાં કથનોસ્વીકૃતિઓ છે..

EA ARTICLE 20.

જેમનોદાવાનાપક્ષકારે ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિઓએ કરેલાં કથનોસ્વીકૃતિઓ છે.

EA ARTICLE 21.

સ્વીકૃતિ કરનાર વ્યક્તિઓની વિરુદ્ધ અને તેમનાથી અથવા તેમના વતી સ્વીકૃતિની સાબિતી મેળવી શકાશે.

EA ARTICLE 22.

-દસ્તાવેજ સંબંધી મૌખિક સ્વીકૃતિ જ્યારે દસ્તાવેજનામજકૂરનો ગૌણ પુરાવો નિયમો હેઠળ આપવાનો પોતાને હક છે, એમ તે સ્વીકૃતિઓને સાબિત કરવા માગતો પક્ષકારદર્શાવે અથવા રજૂ કરેલા દસ્તાવેજનાખરાપણાનો પ્રશ્ન હોયત્યારે તે પ્રસ્તુત ગણાય.

EA ARTICLE 22-

-કોઈ પણ ઈલેક્ટ્રોનિકરેકર્ડના મજકૂર સંબંધી મૌખિક સ્વીકૃતિ પ્રસ્તુત નથી. સિવાય કે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિકરેકર્ડનાસાચા પણાનો પ્રશ્ન ઉપસ્થિતિ હોય.

EA ARTICLE 23.

-દીવાની દાવામાં પુરાવો આપવાનો નથી એ સ્પષ્ટ શરતે સ્વીકૃતિ કરવામાં આવી હોય, તે સંજોગો ઉપરથીન્યાયાલયો એવુંઅનુમાન કરી શકે કે, સદરહું સ્વીકૃતિનો પુરાવો આપવો નહીં એવો તે કામના પક્ષકારોએ સહમત થઈને ઠરાવ કર્યો છે , તો તે સ્વીકૃતિ દીવાની દાવામાં પ્રસ્તુત નથી.

સ્પષ્ટતા : કોઈ પણ પ્લીડર, બેરિસ્ટર, એટર્ની અથવા વકીલને કલમ-126 હેઠળ જે બાબતમાં પુરાવો આપવાની ફરજ પાડી શકાય તે બાબતનો પુરાવો આપવામાંથી તેમને આ કલમમાંથી મુક્તિ 23 મળે છે, એમ ગણવું નહીં.

EA ARTICLE 24.

-ફોજદારી કાર્યવાહીમાંપ્રલોભન, ધમકી અથવા વચન ઉપરથી કરેલી કબૂલાત આરોપીને ભૌતિક ફાયદો થશે કે કોઈ આફતનિવારાશે તેમ માનવાને વાજબી પૂરતાં કારણ હોય, તો તે કબૂલાત અપ્રસ્તુત છે. “કબૂલાત પર આધાર રખાય એ પહેલાં એ સ્પષ્ટ અને અસંદિગ્ધ છે, તેવી ખાતરી કોર્ટ કરી લેવી જોઈએ.”

EA ARTICLE 25.

પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત સાબિત કરી શકાશેનહીં.

EA ARTICLE 26.

-        આરોપી પોલીસકસ્ટડીમાંહોયત્યારેતેણેકરેલીમેજિસ્ટ્રેટનીપ્રત્યક્ષહાજરીમાંનહોયતેવીકબૂલાતતેનીવિરુદ્ધસાબિતકરીશકાશેનહીં, પોલીસકસ્ટડીમાંમેજિસ્ટ્રેટનીહાજરીમાંકરેલીકબૂલાતપ્રસ્તુતછે. પોલીસક્સ્ટડીમાંઆરોપી, “પોતેકોઈવસ્તુકોઇસ્થળેછુપાવીહોય' તેવુંનિવેદન આપે છે અને તે વસ્તુ તે જ સ્થળેથી પ્રાપ્ત થાય છે, તો આ નિવેદન પ્રસ્તુત છે,

EA ARTICLE 27.

-આરોપી પાસેથી મળેલી માહિતી ઉપરથી કોઈ હકીકત જુબાની રજૂ કરવામાં આવે ત્યારે તેની સાથે સ્પષ્ટ સંબંધ ધરાવતી હોય તેટલા પૂરતી જ તે માહિતી કબૂલાત હોય, કે ન હોય તો પણ તે સાબિત કરી શકાશે.

EA ARTICLE 28.

 પ્રલોભન , ધમકી અથવા વચનથી મન ઉપર પડેલી છાપ દૂર થઈ ગયા પછી કરેલી કબૂલાત પ્રસ્તુત છે.

EA ARTICLE 29.

જો એવી કબૂલાત બીજી રીતે પ્રસ્તુત હોય, તો માત્ર ગુપ્ત રાખવાના વચન ઉપરથી કરેલી હોવાના કારણથી, તે મેળવવાના હેતુથી આરોપી સામે કરેલ છેતરપિંડીના પરિણામે તે કરેલી હોવાના કારણથી, આરોપી નશાનીહાલતમાં હતો તે વખતે કરેલી હોવાના કારણથી , આરોપીની જે પ્રશ્નોના જવાબ આપવાની ફરજ ન હતી તે પ્રશ્નોના ઉત્તરોમાં કરેલી હોવાના કારણથી, એવી બૂલાત કરવા તે બંધાયેલ ન હતો અને તેની વિરુદ્ધ એવી કબૂલાત પુરાવા સ્વરૂપે આપી શકાશે એવી ચેતવણી આપ્યા સિવાયની બૂલાત અપ્રસ્તુત થતી નથી, ઊંઘમાં કરેલું નિવેદન ગ્રાહ્ય નથી.

EA ARTICLE 30.

કબૂલાત કરનાર વ્યક્તિને તેમજ જેમના ઉપર એક જ ગુના માટે સંયુક્ત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલતી હોય તેવી બીજી વ્યક્તિઓને અસર કરતી અને સાબિત થયેલી કબૂલાત ન્યાયાલયવિચારણામાં લઈ શકશે. "દિશા"નું ખૂન કરવા બદલ “સોનુ” અને “મનુ” પર સંયુક્ત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલે છે, “મનુ” અને મેં બંનેએ મળીને “દિશા"નું ખૂન કર્યું એમ સોનુ” એ કહ્યાનું સાબિત થાય છે, “મનુ" વિરુદ્ધ આ કબૂલાતની શી અસર થાય તેની વિચારણા ન્યાયાલય કરી શકશે.

EA ARTICLE 31.

સ્વીકૃતિ નિર્ણાયક સાબિત નથી પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે,

 

EA ARTICLE 32.

-મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યક્તિ વગેરેએ પ્રસ્તુત હકીકત વિશે કરેલું કથન છે તે મૃત્યુના કારણ સંબંધી હોય , દસ્તૂર મુજબ કરવામાં આવ્યું હોય, તેના હિત વિરુદ્ધ હોય, સાર્વજનિક હક અથવા રિવાજ અથવા સામાન્ય હિતની  બાબતો સંબંધી અભિપ્રાય આપતું હોય, સગપણના અસ્તિત્વ વિશે હોય, કૌટુંબિક બાબતોને લગતા વીલમાં અથવા ખતમાકરવામાં આવ્યો હોય, દસ્તાવેજમાં હોય, તેવાં કથનો પ્રસ્તુત છે.

દા.ત. : (I) “દીપક”નો જન્મ કઈ તારીખે થયો હતો તે પ્રશ્ન છે.

- જે સર્જન પાસે “દીપક”ની માતાનું પ્રસવ થયું હતું. કે જ્યાં “દીપક”નો જન્મ થયો હતો, તેસર્જનેપોતાનાદસ્તૂર મુજબ પોતાની રોજનીશીમાં નોંધકરી રાખેલ હતી. આ હકીકત પ્રસ્તુત છે.

 

(II) રવી” અને “અંજલિ”નાં લગ્ન થયાં હતાં કે નહીં તે પ્રશ્ન છે.

- “અંજલિ”નાપિતાએ પોતાની પુત્રીનું લગ્ન અમુક તારીખે થયાની એક નોંધપોથીમાં નોંધ અને તેની કંકોત્રી અહીંપ્રસ્તુત હકીકત છે.

(Ill) મરણોન્મુખ નિવેદન :

સાક્ષી સમક્ષ મરનારે કરેલું નિવેદન નજરે જોનારના પુરાવા સાથે અને દાકતરી  પુરાવા સાથે મળતું આવે ત્યારે તે મરણોન્મુખ નિવેદન છે.

 

- જે નિવેદન આપનાર જીવી જાય તો તે નિવેદનનો ઉપયોગ CrPC-164 અનુસાર પુષ્ટિ માટે અથવા વિરોધાભાસ  દર્શાવવા માટે થઈ શકશે.

- મરનાર વ્યક્તિએ પોલીસ અધિકારી સમક્ષ નિવેદન કર્યું અને અધિકારીએ તે નોંધ્યું, પછીથી તેને મરણોન્મુખ નિવેદન તરીકે ગણવામાં આવ્યું.

- મરનાર વ્યક્તિની પોતાની જ ભાષામાં રેકોર્ડ થયેલું મરણોન્મુખ નિવેદન વધુ વિશ્વસનીય અને સક્ષમ હોય છે

 - સગાં, સંબંધી, મિત્રો, ડોક્ટર વગેરે સમક્ષ કરેલ મરનારનું નિવેદન મરણોન્મુખ નિવેદન ગણાશે.

- મેજિસ્ટ્રેટની સમક્ષ કોઈ મરનાર વ્યક્તિ પોતાના મૃત્યુનું કારણ જણાવે છે, તે મરણોન્મુખ કથન છે તેની વિશ્વાસપાત્રતા વધુ છે, તેની વિરુદ્ધમાં પુરાવા ન આપી શકાય.

- દીવાની અને ફોજદારી બંને કેસોમાં મરણોન્મુખ નિવેદન ગ્રાહ્ય છે.

-મરણોન્મુખ નિવેદન એ કર્ણોપકર્ણ પુરાવા, જે ગ્રાહ્ય નથી તેનો એક અપવાદ છે.

- નિવેદન આપનારનું શારીરિક અને માનસિક સ્વાથ્ય તથા સભાનતાનું પ્રમાણ નિવેદન લેતાં પહેલાં જાણી લેવું આવશ્યક છે. જરૂરી હોય તો નિવેદન પર તેના હસ્તાક્ષર કે અંગૂઠાની છાપ લઈ લેવા જોઈએ.

- જો બોલવાને અસમર્થ હોય તો લખીને કે ઇશારા દ્વારા પણ આવું નિવેદન આપી શકાય.

- નિવેદન નોંધનારે તેણે પૂછેલ પ્રશ્નો, ઇશારા, જવાબ તે તમામની નોંધ કરવાની રહેશે.

- નિવેદનની ફેરતપાસ કે ઊલટતપાસ થઈ શકે નહીં, પરંતુ તે નોંધનાર વ્યક્તિની થઈ શકે છે.

 - શારીરિક રીતે અસમર્થ, બોલી ન શકે, માનસિક રીતે સભાન ન હોય તેનું નિવેદન નોંધવું નહીં.

- મરણોન્મુખ નિવેદનની થયેલ વીડિયોગ્રાફી પણ પુરાવામાં ગ્રાહ્ય ગણાય છે.

EA ARTICLE 33.

-અમુક પુરાવાની તેમાં જણાવેલ હકીકતો સાચી હોવાનું સાબિત કરવા માટે પછીની બીજી કાર્યવાહીમાં તે પ્રસ્તુત છે.

 

ખાસ સંજોગોમાં કરેલાં કથનો

 

EA  ARTICLE 34.

દસ્તૂર મુજબ નિયમિત રીતે રાખેલા હિસાબનાચોપડામાંની નોંધ પ્રસ્તુત છે. દા.ત. નિયમિત જાળવવામાં આવતી નોંધો પ્રસ્તુત છે, પદ્ધતિસરના હિસાબી ચોપડાઓ, બેંક સ્ટેટમેન્ટ, પરંતુ છૂટાં પાનાં અથવા કાગળની કતરણ જેને સરળતાથી છૂટાં કરી શકાય અને એકને બદલે બીજું પાનું મૂકી શકાય તેને યોગ્ય નોંધ, પુસ્તક કે ચોપડો કહેવાશે નહીં.

EA ARTICLE 35.

ફરજ બજાવતાં જાહેર રેકર્ડમાં કરેલી નોંધો પ્રસ્તુત છે. કોઈ જાહેર કે અન્ય સરકારી ચોપડાઓ, રજિસ્ટર કે રેકર્ડ અથવા ઇલેક્ટ્રોનિકરેકર્ડમાં પોતાના હોદ્દાની ફ્રજ અદા કરતી વખતે કરેલી નોંધ પ્રસ્તુત હકીકત છે.

EA ARTICLE 36.

-કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારે તૈયાર કરેલા નકશા, ચાર્ટ અને પ્લાનમાંનાંકથનો

પ્રસ્તુત છે.

EA ARTICLE 37.

-અમુક અધિનિયમોમાં અથવા જાહેરનામાંઓમાં હોય તે જાહેર પ્રકારની હકીકત વિશેનાંકથનો પ્રસ્તુત છે.

EA ARTICLE 38.

-કાયદાનાં પુસ્તકોમાં હોય તેવા કાયદા વિશેનાંકથનો પ્રસ્તુત છે.

 

કથનોનો કેટલો ભાગ સાબિત કરવો જોઈએ?

 

EA ARTICLE 39.

- કથન કોઈ વાતચીતનો, દસ્તાવેજનો, પુસ્તકનો અથવા પત્રોકે લેખોનીશ્રેણીનો ભાગ હોય, ત્યારે ન્યાયાલયને જરૂર હોય  તેટલા ભાગનો પુરાવો આપી શકાશે.

 

ન્યાય કોર્ટનાફેંસલા કયારે પ્રસ્તુત છે ?

 

EA ARTICLE  40.

-બીજી વખત દાવો અથવા ન્યાયી કાર્યવાહી અટકાવવા માટે અગાઉનાફેસલા પ્રસ્તુત છે. (CrPC-300 પ્રમાણે એક વખત કાર્યવાહી ચાલ્યા બાદ ફરીથી તે જ ગુના માટેકાર્યવાહી થઈ શકે નહીં.)

EA ARTICLE 41.

- પ્રોબેટ વગેરે સંબંધી હકૂમત વાપરતાં આપેલા અમુક ફેક્સલાઓ પ્રસ્તુત છે. કોઈ વ્યક્તિને કોઈ આપતો અને કોઈ હેસિયત છીનવી લેતો અથવા કોઈ વ્યક્તિને કોઈ નિર્દિષ્ટ વ્યક્તિ સમક્ષ નહીં, પરંતુ સમગ્ર રીતે કોઈ  કાયદેસરની હેસિયત ધરાવવાનો હક છે, (Judgement In rem) ચોક્સ વસ્તુ પરત્વે હક છે, એવું દશવિતો, ન્યાયાલયનોપ્રોબેટ, લગ્ન, એડમિરલ્ટી કે નાદારી વિષયક હુકમ કે ફેંસલો પ્રસ્તુત છે.

દા.ત, : કોઈ વ્યક્તિને કોઈ બેંકનાં નાણાં ન ચૂકવવા બદલ, નાદાર જાહેર કર્યો હોય, તો તેની સાથે ફક્ત કોઈ એક જ બેંક નહીં, પરંતુ સમગ્ર જગ્યાએ તે નાદાર ગણાશે તેની સાથે કોઈ નાણાકીય વ્યવહાર કોઈ બેંક કરશે નહીં કે કરવા  તૈયારથશે નહીં, તે બાબત પ્રસ્તુત છે.

EA ARTICLE 42.

-41માં જણાવેલ હોય, તે સિવાયના ફેંસલા, હુકમો કે હુકમનામાં પ્રસ્તુત છે, પરંતુ નિર્ણાયક સાબિતી નથી.

EA ARTICLE 43.

-કલમો - 40થી 42માં જણાવેલા હોય, તે સિવાયના ફેંસલા વગેરે વાદગ્રસ્ત હકીકત હોય અથવા બીજી કોઈ જોગવાઈ હેઠળ પ્રસ્તુત હકીકત હોય તો, તે પ્રસ્તુત ગણાય,

EA ARTICLE 44.

-ફેંસલો મેળવવામાં થયેલું કપટ કે છૂપી સંતલસ અથવા ન્યાયાલયની અક્ષમતા સાબિત કરી શકાશે.

 

ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયોને કયારે પ્રસ્તુત ગણાય ?

 

EA ARTICLE 45.

-વિદેશી કાયદાની, વિજ્ઞાનની કે કળાની કોઇ બાબત વિશે અથવા હસ્તાક્ષર કે આંગળાની છાપની ઓળખ વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય, ત્યારે તેવી ખાસ જાણકાર વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત છે.

-દા.ત. : એક દસ્તાવેજ “અનમોલે” લખેલો છે કે, નહીં તેવો પ્રશ્ન છે. એવો એક બીજો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો છે, જે “અનમોલે” જ લખેલો હોવાનું સાબિત થયું છે. અહીં, બંને દસ્તાવેજ “અનમોલે" જ લખ્યા છે કે, જુદી-જુદી વ્યક્તિઓએ લખ્યા છે ત્યાં અક્ષરના નિષ્ણાતનો અભિપ્રાય પ્રસ્તુત છે.

 

નિષ્ણાતોમાંઅક્ષરનાનિષ્ણાત, લિપિનાનિષ્ણાત, ફિંગરપ્રિન્ટ (આંગળાનીછાપ )નાનિષ્ણાત,વિજ્ઞાનમાં ક્ષેત્રોનાનિષ્ણાત, અસ્ત્રવિધાના નિષ્ણાત (AcalleyExpeat), વિદેશી કાયદાઓનાનિષ્ણાત, ડિજિટલ-સિગ્નેચરઅંગેનાનિષ્ણાત, વગેરેનો સમાવેશ થાય છે.

EA ARTICLE 45-A

કોઈ કાર્યવાહીમાંઅપાયેલી માહિતી કોઈ ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં હોય, તો તે વિશે જો અદાલતે કોઈ અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (IT Act-2000)ની કલમ-79(એ)માં જેનો સંદર્ભ આપેલો છે, તેવા પરીક્ષકનો અભિપ્રાય પ્રસ્તુત ગણાશે, તે નિષ્ણાતની પરિભાષામાં આવે છે.

EA ARTICLE 46.

નિષ્ણાતોનાઅભિપ્રાયોને પુષ્ટિ આપતી હોય, તેવી હકીક્ત અસંગત હોવા છતાં પ્રસ્તુતછે.

EA ARTICLE 47.

હસ્તાક્ષર વિશેનો અભિપ્રાય ન્યાયાલયેબાંધવાનો હોય, ત્યારે તે કોઈ વ્યક્તિએ લખ્યો કે સહી કર્યો છે તેવું દ્વરા અભિપ્રાય થાય તો તે પ્રસ્તુત હકીકત છે.

EA ARTICLE 47-A .

વ્યક્તિની ડિજિટલ સહી અંગે કોર્ટે જો અભિપ્રાય કરવાનો હોય, ત્યારે તે ડિજિટલસહીનું પ્રમાણપત્ર કાઢી આપવા  પ્રમાણિત કરનાર સત્તાધિકારીનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે.

EA ARTICLE 48.

કોઈ સામાન્ય રિવાજ કે હક્ક વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય, ત્યારે તે હક અથવા રિવાજના અસ્તિત્વ) વિશેની જાણકાર વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત છે. લોકોના બહોળા વર્ગમાં એવો રિવાજ કે હક્ક પ્રચલિત હોવો જોઈએ.

EA ARTICLE 49.

કુટુંબ કે સમુદાયનીપ્રથાઓ કે માન્યતાઓ વિશે કે અમુક જિલ્લામાં વપરાતાં હોય કે લોકોનો અમુક વર્ગ પ્રયોજતા, હોય તેવા શબ્દ અને તેના અર્થ વિશે, કોઈ ધાર્મિક અથવા સખાવતી સંસ્થાની સ્થાપના, રચના અને વહીવટ વિશે જ્યારે ન્યાયાલયે અભિપ્રાય કરવાનો હોય, ત્યારે જેની પાસે તે અંગે માહિતી ખાસ સાધનો હોય તે, વ્યક્તિઓના અભિપ્રાયો. પ્રસ્તુત હકીકતો છે.

EA ARTICLE 50.

 એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સગપણ વિશેનો અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે કુટુંબના સભ્ય કે તેના વિશે માહિતીનો ખાસ સાધનો હોય, તે વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકત છે. આ કલમની જોગવાઈ “ભારતીય છૂટાછેડા અધિનિયમ-1869” તથા “ભારતીય ફોજદારી ધારો-1860”ની કલમ 494, 495, 497 અથવા 498 હેઠળના ફોજદારી કેસોમાં લગ્ન સાબિત કરવા અપૂરતોગણાશે.

EA ARTICLE 51.

- કોઈ હયાત વ્યક્તિનો અભિપ્રાય પ્રસ્તુત હોય, ત્યારે તેનાં કારણો પણ પ્રસ્તુત છે.

 

 

ચારિત્ર્ય કયારે પ્રસ્તુત ગણાય ?

 

EA ARTICLE 52.

-દીવાની કેસોમાંઆરોપાયેલું વર્તન સાબિત કરવા માટે ચારિત્ર્ય અપ્રસ્તુત છે.

ચારિત્ર્યની વ્યાખ્યા : “નૈસર્ગિક રીતે અથવા વ્યક્તિની આદતોથી પ્રસ્થાપિત થતું એવું મિશ્રણ, જે તેને બધાયથી અલગ તારવે છે.”

EA ARTICLE 53.

- ફોજદારી કેસોમાં અગાઉનું સારું ચારિત્ર્ય પ્રસ્તુત છે. કાયદાએ ચારિત્ર્યના પુરાવાને એટલા અંશે મજબૂત નથી ગણ્યો કે જેથી વ્યક્તિને નિર્દોષ સાબિત કરી શકાય.

EA ARTICLE 53-A.

 ભારતીય દંડસંહિતાનીકલમ : 354, 354 A, 354 B, 354 C, 354 D , 376(1), 376(2), 376 A, 376 AB, 376 B, 376 C, 376 D, 376 DA, 376 DB અથવા 376 E અનુસારનો કોઈ ગુનો કે ગુનો કરવા કોશિશમાંસંમતિનો પ્રશ્ન વિવાદિત હોય, તો ભોગ બનનાર વ્યક્તિનું ચારિત્ર્ય અથવા આવી વ્યક્તિનો અન્ય કોઈ પણ વ્યક્તિ સાથેનો જાતીય અનુભવ, સંમતિનામુદ્દા અથવા પ્રકારને સુસંગત ગણી શકાશે નહીં.

EA ARTICLE 54.

-ઉત્તરરૂપે હોય તે સિવાય અગાઉનું ખરાબ ચારિત્ર્ય પ્રસ્તુત નથી, ફોજદારી કાર્યવાહીમાં આરોપી વ્યક્તિનું ચારિત્ર્ય ખરાબી છે, તે હકીકત અસંગત છે, સિવાય કે તેનું ચારિત્ર્ય સારું છે તેવો પુરાવો આપવામાં આવ્યો હોય, તેવા સંજોગોમાં ચારિત્ર્યો ખરાબ છે તે હકીકત પ્રસ્તુત છે.

EA ARTICLE 55.

નુકસાનીની રકમને અસર કરતું ચારિત્ર્ય તે પ્રસ્તુત છે. દીવાની કેસોમાં કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય તેને મળવી જોઈએ તેવી નુકસાનની રકમને અસર પહોંચાડે તેવું હોય તો તે પ્રસ્તુત છે.

સ્પષ્ટતા :-  કલમ-52, 53, 54 અને 55 પ્રમાણે “ચારિત્ર્ય” શબ્દમાં પ્રતિષ્ઠા અને પ્રકૃતિ બંનેનો સમાવેશથાય છે.


 READ  EVIDENCE ACT CHAPTER 1 CLICK HERE


                                     DOWNLOAD PDF


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ