(૨૭) સમસ્યાનો ઉકેલ
એકવાર બીરબલને એની જ જીભે
ફસાવી દીધો.બાદશાહ પાસે એણે ડીંગ મારી કે એને ખૂબ જ સરસ તીરંદાજી આવડે છે. બાદશાહે
તરત તીર-કમાન એના હાથમાં મુકતાં કહ્યું - “નિશાન સાથ.” બીરબલ તો મુશ્કેલીમાં મુકાઈ
ગયો કારણ કે એને ખાસ તીરંદાજી આવડતી ન હતી, છતાં એણે તીર છોડયું પણ એ નિશાનચુકી
ગયો. એટલે હસતા હસતા બોલ્યો - ‘આ પ્રકારની તીરંદાજી કાજીઓ કરે છે.'
બીજીવાર પણ એ નિશાન ચુકી
ગયો તો બોલ્યો - ‘આ હતી કોટવાળોની તીરંદાજી.”
ત્રીજીવાર સંયોગવશ તીર
નિશાન પર વાગ્યું એટલે છાતી કાઢીને બોલ્યો - ‘અને આ છે બીરબલની તીરંદાજી.”
READ (૨૬) ભણેલો ગધેડો CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment