(૨૮) સાચુ અને ખોટું
એકવાર બાદશાહ અને બીરબલ
ન્યાય વિષે ચર્ચા કરી રહ્યા હતા.બીરબલે કહ્યું - “કાયદો માણસને સુધારી નથી શકતો.
કોઈક એવું કામ કરવું જોઈએ કે જે એમની અંદરની સચ્ચાઈ સુધી પહોંચે.”
બાદશાહના ગળે આ વાત ન
ઉતરી. એમણે તો નક્કી કર્યું કે કાયદો માણસોને સાચા બનાવી શકે છે અને બનાવીને
દેખાડશે. દિલ્હીમાં પ્રવેશવા માટે યમુના નદી પર એક પુલ બનાવાયો હતો. બાદશાહે ત્યાં
ફાંસી લગાવવાનો બંદોબસ્ત કર્યો અને પુલના દ્વારની રક્ષા માટે એક સેનાપતિને થોડા
સૈનિકો સાથે બેસાડી દીધો. પછી ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં પ્રવેશનાર દરેક માણસને
પૂછપરછ કરવામાં આવશે. જે સાચું બોલશે એને અંદર જવા દેવામાં આવશે અને જે ખોટું
બોલશે એને ફાંસી પર ચઢાવી દેવાશે.
બીજા દિવસે બીલબલ પોતે જ
પુલ પર ગયો. એને પણ પૂછયું તો બીરબલે જવાબ દીધો - હું ફાંસી પર ચઢવા જઈ રહ્યો છું.
‘તું ખોટું બોલી રહ્યો
છે.
' સેનાપતી બોલ્યો.
‘ખોટું બોલી રહ્યો છું તો ફાંસીએ ચઢાવી દો.'
બીરબલ બોલ્યો.
પણ ફાંસી પર ચઢાવી દેવાય
તો તારી વાત સાચી બની જાય.'
‘એ તો છે જ હવે બોલો
સાચું શું છે ?' બાદશાહે એજ દિવસે ફાંસી અને પહેરો હટાવી લીધો.
READ (૨૭) સમસ્યાનો ઉકેલ CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment