(૩૩) ઘોડાની કિંમત
એકવાર બાદશાહ અને બીરબલ
એક ગામમાં ગયા. ત્યાં બાદશાહને બીરબલની મશ્કરી કરવાની ઈચ્છા થઈ. તેથી એક નોકરને
બીરબલનો ઘોડો છુપાવી દેવાની સુચના આપી. નોકરે તો ઘોડો છુપાવી દીધો. બીરબલે ઘોડો
ઘણો શોધ્યો પણ ક્યાંય ન મળ્યો. એટલે જાહેર કર્યું કે જો મારો ઘોડો મળી જાય તો હું
ફક્ત બે રૂપિયામાં જ વેચી દઈશ.
બાદશાહે તો તરત નોકરને
ઈશારો કર્યો. એટલે નોકર ઘોડો લઈ આવ્યો ત્યારે બાદશાહે કહ્યું - “હવે ઘોડો મળી ગયો.
બે રૂપિયામાં વેચી નાખ અને તારું વચન પાળી બતાવ.....” બીરબલે આમ તેમ નજર કરી તો
એની નજર એક મરેલી બીલાડી પર પડી. એણે તરત
બીલાડીને પકડીને ઘોડાની પૂંછડી સાથે બાંધી દીધી પછી બુમો પાડવા લાગ્યો “ભાઈઓ બે
રૂપિયામાં ઘોડો પણ બીલાડીના બે હજાર રૂપિયા અને બીલાડી તથા ઘોડો બને સાથે જ
વેચાશે...' આ યુક્તિથી બાદશાહ ખુશ થઈ ગયો.
read (૩૨) કેટલું અંતર ? click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment