(૩૪) હાજર જવાબ
એકરાતે બાદશાહ અને બીરબલ
વેશપલટો કરીને નગરચર્ચામાં જોવા નિકળ્યા.ફરતા ફરતા નગરની બહાર નીકળી ગયા. ત્યાંજ
પાછળથી ચાર માણસોએ બુમ પાડી. બન્ને સમજીગયા કે લુંટારા છે. પણ અત્યારે બંને
નિઃશસ્ત્ર હતા એટલે જીવ બચાવવા દોડયા. રસ્તામાં એક કબ્રસ્તાન આવ્યું. બાદશાહ તો એક
મોટી કબર પાછળ છુપાઈ ગયો પણ બીરબલનો પગ એક તાજી ખોદેલી કબરમાં પડયો . તેથી એ ત્યાં
જ લાંબો થઈ ગયો. ઉભો થઈને દોડે તો લુંટારા જોઈ જાય એટલે તાજી ખોદેલી કબરમાં જ આરામથી
સુઈ ગયો.
લુંટારા ત્યાં આવીને
પૂછવા લાગ્યા ‘તું કોણ છે અને અત્યારે અહીં શું કરી રહ્યો છે ?' -
બીરબલ બોલ્યો - “મને બે
દિવસ પહેલા જ અહીં દફનાવાયો છે. અંદર ઘણી ગરમી હતી, એટલે કબર ખોલી નાખી છે...! આ
સાંભળતાં જ લુંટારા મુઠ્ઠીઓ વાળીને નાઠા. મોટી કબર પાછળ છુપાયેલો અકબર બીરબલના
હાજર જવાબથી દંગ રહી ગયો.
read (૩૩) ઘોડાની કિંમત
0 ટિપ્પણીઓ
Please do not share links in comment