header

(૩૬) સૌથી મૂલ્યવાન, (36) The most valuable

 

(૩૬) સૌથી મૂલ્યવાન

 


એકવાર બાદશાહે બીરબલને પૂછયું કે દુનિયામાં સૌથી મુલ્યવાન ચીજ શું છે ?

 

બીરબલે જવાબ આપ્યો - “સલાહ.'

 

બાદશાહે ફરી પૂછયું -“અને સૌથી મુલ્યહીન ચીજ ?” બીરબલે ફરી જવાબ આપ્યો – “સલાહ'

 

આ સાંભળી બાદશાહ નવાઈ પામીને પૂછવા લાગ્યા - “એક

 

જ ચીજ સૌથી મુલ્યવાન અને સૌથી મુલ્યહીન કઈ રીતે હોઈ શકે!” બીરબલ પાસે તો જવાબ તૈયાર હતો - “સલાહ જ્યારે માની લેવાય છે ત્યારે એ સૌથી મુલ્યવાન ચીજ હોય છે પણ જ્યારે સલાહ કોઈ સાંભળતું પણ નથી ત્યારે સૌથી મુલ્યહીન હોય છે.


read (૩૫) કોણ પ્રિય



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ