એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-૩ પુરાવાની રજૂઆત અને અસર બાબત
પ્રકરણ 10 .
સાક્ષીઓતપાસવા વિશે
(કલમ 135 અને 166)
EA ARTICLE 135.
-સાક્ષીઓ રજૂ કરવાના અને તેમને તપાસવાનો ક્રમ
અનુક્રમે દીવાની અને ફોજદારી કાર્યવાહી સંબંધી સિરસ્તા મુજબ કે
ન્યાયાલયનીવિવેબુદ્ધિ અનુસાર કરવામાં આવશે.
EA ARTICLE 136.
પુરાવાની ગ્રાહ્યતા વિશે જો ન્યાયાધીશને
પ્રસ્તુત લાગે તો તે પુરાવો લેશે અને ન લાગે તો પુરાવો લેશે નહીં.
EA ARTICLE 137.
-સરતપાસ : કોઈ સાક્ષીને
જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તેની તપાસ કરે તે સરતપાસ કહેવાશે.
-ઊલટતપાસ : પ્રતિપક્ષી કોઈ
સાક્ષીની તપાસ કરે તે ઊલટતપાસ કહેવાય.
-ફેરતપાસ : કોઈ સાક્ષીને
જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તે સાક્ષીનીઊલટતપાસ થયા પછી તેની તપાસ કરે તે
ફેરતપાસકહેવાશે.
EA ARTICLE 138.
-સાક્ષીઓ પ્રથમ સરતપાસ , ઊલટતપાસ અને
ત્યારબાદ ફેરતપાસ કરવાનો ક્રમ રહેશે. સરતપાસ તથા
ઊલટતપાસમાં પ્રસ્તુત હકીકતો સંબંધિત જ
પ્રશ્નો પૂછી શકાશે. ઊલટતપાસ દરમિયાન ઉલ્લેખાયેલીબાબતોનું
સ્પષ્ટીકરણ કરવા ફેરતપાસ કરવામાં આવે છે. અને જે અદાલતની
પરવાનગીથી ફેરતપાસમાં નવી બાબત દાખલ કરવામાં આવી હોય, તો પ્રતિપક્ષ ફરી
તે બાબત ઉપર ઊલટતપાસ કરી શકે છે. આમ, ફેરતપાસ પછી તે જ સાક્ષીનીઊલટતપાસથઈ શકે છે.”
EA ARTICLE 139.
-દસ્તાવેજ રજૂ કરવા માટે બોલાવેલ વ્યક્તિ
દસ્તાવેજ રજૂ કર્યેથી સાક્ષી બની જતી નથી તેની ઊલટતપાસ કરી શકાય નહીં,
EA ARTICLE 140.
-ચારિત્ર્ય વિશે સાક્ષી આપનારાઓનીઊલટતપાસ અને
ફેરતપાસ કરી શકાશે.
EA ARTICLE 141.
સૂચક
પ્રશ્નો : પ્રશ્ન પૂછનાર પોતે મેળવવા ચાહતી હોય કે, જેની અપેક્ષા રાખતી હોય તેવો જવાબ સૂચવતા પ્રશ્નોને
સૂચક પ્રશ્નો કહેવાય.
EA ARTICLE 142.
-પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સરતપાસ કે
ફેરતપાસમાં કોર્ટની પરવાનગી વગર સૂચક પ્રશ્નો પૂછી શકાશે નહીં.
EA ARTICLE 143.
-ઊલટતપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાશે. સૂચક પ્રશ્નો કોર્ટની પરવાનગીથી, જો સાક્ષી ફરી
ગયો હોય ત્યારે (Hostine witness), સામો પક્ષ ઇનકાર ન કરે હકીકતો અંગે, કથનની વિશ્વસનીયતા નક્કી કરવી, યાદદાસ્ત તાજી
કરવા, પ્રશ્ન અન્ય પ્રશ્નની પ્રસ્તાવના સ્વરૂપે
પૂછવામાં આવેલ હોય ત્યારે પૂછી શકાય છે.
EA ARTICLE 144.
કોઈ પણ સાક્ષીને કોઈ પણ બાબતમાં દસ્તાવેજ થયાની
જાણમાં હોય, તો તે ન્યાયાલય સમક્ષ રજૂ કરવો જોઈશે અન્યથા તે
દસ્તાવેજનો ગૌણ પુરાવો આપવા હકદાર બનાવતી હકીકતો સાબિત કરવામાં આવે નહીં ત્યાં
સુધી પ્રતિપક્ષી આવો પુરાવો આપવા સામે વાંધો ઉઠાવી શકશે.
EA ARTICLE 145.
-લખીને અગાઉ કરેલાં કથનો વિશે ઊલટતપાસ કરી શકાશે.
EA ARTICLE 146.
-ઊલટતપાસમાં ખરાપણું ચકાસવાનો, તે કોણ છે અને તેની જીવનની પરિસ્થિતિ ચકાસવાનો વગેરે
પ્રશ્નો પૂછી શકાશે. જેના જવાબ ન આપવાથી. પ્રત્યક્ષ કે
પરોક્ષ રીતે ગુનામાંસંડોવાય જશે કે તેને સજા અથવા મિલકત જપ્ત થવાની શક્યતા ઊભી થાય
તેવા પ્રશ્નો. પરંતુ બળાત્કાર સંબંધિત કેસોમાં સ્ત્રીની
ઊલટતપાસ દરમિયાન તેને અનૈતિક ચારિત્ર્ય અંગેના પ્રશ્નો પૂછી શકાય નહીં.
EA ARTICLE 147.
- એવો કોઈ પ્રશ્ન દાવાને કે કાર્યવાહીને
પ્રસ્તુત બાબત સંબંધમાં હોય ત્યારે સાક્ષીને જવાબ આપવાની ફરજ પાડી શકાય.
EA ARTICLE 148.
- પ્રશ્નો કયારે પૂછી શકાય અને સાક્ષીને જવાબ
આપવાની ક્યારે ફરજ પાડી શકાય તેનો ન્યાયાલયે નિર્ણય કરવાનો રહેશે.
EA ARTICLE 149.
વાજબી
કારણો વિના આળ લાગે તેવા પ્રશ્નો પૂછી શકાશે નહીં.
EA ARTICLE 150 .
-વાજબી કારણ વિના પુછાયેલાપ્રશ્નોની બાબતમાં
ન્યાયાલય રિપોર્ટ કરી શકશે.
EA ARTICLE 151.
- અનિષ્ટ અને નિંદાયુક્ત પ્રશ્નો પૂછવાની કે
તેવી પૂછપરછ કરવાની ન્યાયાલય મનાઈ ફરમાવી શકશે.
EA ARTICLE 152.
- અપમાન કરવાના કે ત્રાસ
પહોંચવાનાઇરાદાથીપુછાયેલ પ્રશ્નો પૂછવાનીન્યાયાલય મનાઈ કરશે.
EA ARTICLE 153.
- ખરાપણું પારખવા માટે પુછાયેલા પ્રશ્નોના
જવાબનું ખંડન કરવા પુરાવો નહીં લઈ શકાય.
EA ARTICLE 154.
-સાક્ષીનેબોલાવનાર વ્યક્તિ
પ્રતિપક્ષીથીઊલટતપાસમાં પૂછી શકાય તેવો પ્રશ્નો સાક્ષીનેપૂછવાની કોર્ટ પોતાની
વિવેકબુદ્ધિ અનુસાર પરવાનગી આપી શકશે.
EA ARTICLE 155.
-સાક્ષીની વિશ્વાસપાત્રતા ઉપર કોઈ વ્યક્તિ
ભરોસાપાત્ર ન હોવાનું માને, લાંચ લીધી છે
એવું માને, કોઈ ખંડ પાત્ર ભાગ સાથે અસંગત એવા
અગાઉનાંકથનોની સાબિતી વગેરે જેવી બાબતોથી તેની વિશ્વાસપાત્રતા ઉપર આક્ષેપ મૂકી
શકાશે.
EA ARTICLE 156.
- જેનાથી પ્રસ્તુત હકીકતના પુરાવાનું સમર્થન થાય
તેવા પ્રશ્નો ગ્રાહ્ય છે.
EA ARTICLE 157.
-સાક્ષીઓનાઅગાઉનાંકથનો એ જ હકીકત વિશે તેની
પછીની સાહેદીનું સમર્થન કરવા સાબિત કરી શકાશે.
EA ARTICLE 158.
કલમ -32 અથવા 33 હેઠળ પ્રસ્તુત હોય, તેવા સાબિત થયેલા
કથનના સંબંધમાં તેનું સમર્થન કે ખંડન કરવા માટે તે કથન કરનારી વ્યક્તિની
વિશ્વાસપાત્રતા સામે આક્ષેપ કરવાની અથવા તેની પુષ્ટિ આપવા માટે સાબિત કરી શકાશે.
EA ARTICLE 159.
- યાદદાસ્તમાંતાજો હોવાનો સંભવ હતો એવા ટૂંકા
ગાળા પછી પોતે કરેલું લખાણ જોઈને પોતાની યાદદાસ્ત તાજી કરી શકાશે.
EA ARTICLE 160.
કલમ - 159માં જણાવેલા દસ્તાવેજમાં દર્શાવેલીહકીકતોનીસાહેદી આપી શકાશે.
EA ARTICLE 161.
-યાદદાસ્ત તાજી કરવા વપરાયેલાં લખાણ વિશે
પ્રતિપક્ષ પોતે ધારે તો સાક્ષીનીઊલટતપાસ કરી શકશે.
EA ARTICLE 162.
-દસ્તાવેજો રજૂ કરવા બાબતે કોઈ વાંધો હોય, તો પણ તે દસ્તાવેજ ન્યાયાલય સમક્ષ હાજર કરવો પડશે અને જરૂર
પડયે ભાષાંતર પણ મેળવશે અને તે ગુપ્ત રાખવા આદેશ કરી શકશે.
EA ARTICLE 163.
- નોટિસ આપીને મંગાવેલા અને રજૂ થયેલા
દસ્તાવેજનો પુરાવા તરીકે માગણી કરવામાં આવે તો તેમ કરવા તે બંધાયેલો છે.
EA ARTICLE 164.
- નોટિસ મળ્યા છતાં રજૂ કરવાનો ઇનકાર કરવામાં
આવ્યો હોય તેવા દસ્તાવેજનો પુરાવા તરીકે બીજા પક્ષકારની સંમતિ વિના ઉપયોગ કરી શકે
નહીં.
EA ARTICLE 165.
-પ્રસ્તુત હકીકતો બહાર લાવવા માટે ન્યાયાધીશ કોઈ
સાક્ષીનેપક્ષકારોને કોઈ પ્રસ્તુત કે અપ્રસ્તુત હકીકત વિશે ગમે તે પ્રશ્નો પૂછી
શકશે અને ન્યાયાલયની રજા સિવાય ઊલટતપાસ કરવા હકદાર થશે નહીં.
EA ARTICLE 166.
-જ્યુરી અથવા એસેસરોની મદદથી ચલાવતાકેસોમાં ન્યાયાધીશ ઉચિત ગણે તેવા પ્રશ્નો જ્યુરી અથવા એસેસરો પૂછી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment