એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-૩ પુરાવાની રજૂઆત અને અસર બાબત
પ્રકરણ 9
સાક્ષિઓ
(કલમ 118 અને 134)
EA ARTICLE 118.
- તમામ વ્યક્તિઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે, સિવાય કે કુમળી વય, અતિ વૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ કે બીજા કોઈ કારણે પ્રશ્ન સમજી
સમજપૂર્વક જવાબ આપી શકે તેમ ન હોય.
EA ARTICLE 119.
-બોલી શકતો ન હોય (મૂંગા સાક્ષી) તેવો સાક્ષી પોતાનો પુરાવો સમજાવી શકે તેવાં લખાણ ઇશારા
જેવી બીજી રીતે પુરાવો ખુલ્લા ન્યાયાલયમાં આપી શકશે. મૂંગાસાક્ષીઓ (Educaltor/દુભાષિયાની મદદ લેશે, આવા નિવેદન
વીડિયોગ્રાફીથીલેવાશે. “મૂંગાસાક્ષીનું લેખિત નિવેદન મૌખિક પુરાવો છે” (2013થી સુધારો)
EA ARTICLE 120.
-દીવાની દાવાનાપક્ષકારો કોઈ પક્ષકારના પતિ કે
પત્ની ક્ષમતા ધરાવતાં સાક્ષીઓગણાશે.
EA ARTICLE 121.
-ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો પોતે જેના તાબામાં
હોય તેવા ન્યાયાલયના ખાસ હુકમ સિવાય કોઈ બાબત વિશે કોઈ પ્રશ્નનો જવાબ આપવાની ફરજ પાડી શકાશે નહીં.
EA ARTICLE 122.
- પરિણીત કે પરિણીત રહી ચૂકેલી વ્યક્તિને, જેની સાથે પોતે પરિણીત હોય પરિણીત રહી ચૂકેલ હોય તે
વ્યક્તિને લગ્નજીવન દરમિયાન જણાવેલી બાબતો પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહીં.
EA ARTICLE 123.
-લાગતા-વળગતા ખાતાના વડા અધિકારીની પરવાનગી સિવાય કોઈ
પણ વ્યક્તિને રાજ્યનાં કામકાજ સંબંધી અપ્રકાશિત સરકારી રેકર્ડમાંથી મળેલા પુરાવો
આપવાની પરવાનગી આપી શકાશે નહીં.
EA ARTICLE 124.
- કોઈ સરકારી બાબતો જાહેર કરવાથી જાહેર હિતોને
નુકસાન થશે એમ પોતે માનતા હોય ત્યારે તે જાહેર કરવાની કોઈ અધિકારીને જ પાડી શકાશે
નહીં.
EA ARTICLE 125.
-કોઈ ગુનો થયાની માહિતી પોતે કયાંથી મેળવી તે
કહેવાની કોઈ મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીનેફરજ પાડી શકાશે નહીં.
EA ARTICLE 126.
-કોઈ અસીલની સ્પષ્ટ સંમતિ વિના કોઈ બેરિસ્ટર, પ્લીડર કે વકીલ વ્યવસાયી સેવા દરમિયાન અને તે હેતુ માટે
તેની જાણમાં આવેલ કોઈ દસ્તાવેજનો મજકૂર કે સ્થિતિ જણાવવાની પોતાના અસીલને આપેલી
કોઈ સલાહ પ્રગટ કરવાની પરવાનગી કોઈ સમયે આપીશકશે નહીં.
EA ARTICLE 127.
-ક્લમ - 126ની જોગવાઈઓ, દુભાષીઓને અને બેરિસ્ટરો કે વકીલોનાકારકુનો અથવા નોકરોને
લાગુ પડશે.
EA ARTICLE 128.
-સ્વેચ્છાએ પુરાવો આપવાથી વિશેષાધિકાર જતો
કરવામાં આવતો નથી.
EA ARTICLE 129.
-કોઈ વ્યક્તિ અને તેના કાયદાના વ્યવસાય સલાહકાર
વચ્ચેની ખાનગી બાબતો ન્યાયાલય સમક્ષ પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે તે વ્યક્તિ સાક્ષી તરીકે આવે.
EA ARTICLE 130.
- પક્ષકાર ન હોય એવા કોઈ સાક્ષીને કોઈ મિલકત
સંબંધી તેના હકપત્રો કે દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકાશે નહીં.
EA ARTICLE 131.
-બીજી વ્યક્તિના કબજામાં હોય અને જે રજૂ કરવાનો
તે ઇનકાર કરી શકે તેવા દસ્તાવેજો રજૂ કરવાની તે વ્યક્તિને જ પાડી શકાશે નહીં.
EA ARTICLE 132.
- કોઈ દાવામાં જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે
એ કારણે સાક્ષીનો જવાબ આપવામાંથી મુક્તિ મળે નહીં.
EA ARTICLE 133.
-કોઈ ગુના સાથી કોઈ અપરાધી વિરુદ્ધ સાક્ષી આપી
શકશે. તેને તાજનો સાક્ષી કે મળતિયો સાક્ષી પણ
કહેવામાં આવે છે.
EA ARTICLE 134.
-કોઈ હકીકતની સાબિતી માટે સાક્ષીઓની અમુક જ
સંખ્યા કોઈ કેસમાં આવશ્યક ગણાશે નહીં. ન્યાયાધીશ
બુદ્ધિગમ્ય રીતે સાક્ષીઓ તપાસી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment