header

Evidence Act ,1872 (ભારતીય પુરાવાનો ધારો, 1872),પ્રકરણ 8 પ્રતિબંધ,Chapter 8 Prohibition

 
એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)




કુલ :-  પ્રકરણ 11

કુલ :-  કલમો  167

અમલ :- 1 સપ્ટેમ્બર, 1872

ઘડાયો :- 15 માર્ચ, 1872

પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન

ભાગ-૩ પુરાવાની રજૂઆત અને અસર બાબત
પ્રકરણ 8
પ્રતિબંધ
(કલમ 115 અને
117)

EA ARTICLE 115 .

- પોતાના એકરાર, કૃત્ય કે કાર્યલોપથી એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એક વાત સાચી હોવાનું ઇરાદાપૂર્વક મનાવ્યું હોય, કે માનવા દીધું હોય ત્યારે તેની અને તે બીજી વ્યક્તિ કે તેના પ્રતિનિધિ વચ્ચેના કોઈ દાવા કે કાર્યવાહીમાં તેને કે તેના પ્રતિનિધિને તે હકીકત સાચી હોવાનો ઇનકાર કરવા દેવામાં આવશે નહીં.

EA ARTICLE 116.

-ભાડુઆત કે ક્બજેદાર વ્યક્તિના ભાડુત હક કે કબજા હક ચાલુ હોય, તે દરમિયાન ભાડુતનાઘરધણીનેભાડુત હક શરૂ થયો છે, તે સમયે સ્થાવર મિલકત પરત્વેનો હક હતો એ વાતનો ઇનકાર કરવા દેવામાં આવશે નહીં.

EA ARTICLE 117.

-વિનિમયપત્રના કોઈ સ્વીકારનારને તે લખી આપનારને લખવાનો કે તેના ઉપર શેરો કરવાનો અધિકાર હતો એ વાતનો ઇનકાર કરવા દેવામાં આવશે નહીં.


download pdf


read evidence act chapter 7 click here



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ