એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-૩ પુરાવાની રજૂઆત અને અસર બાબત
પ્રકરણ 7
સાબિતીનો બોજો
(કલમ 101 અને 114)
EA ARTICLE 101.
-કોઈ વ્યક્તિહકીકતનું અસ્તિત્વ સાબિત કરવા
બંધાયેલી હોય ત્યારે સાબિતીનો બોજો તે વ્યક્તિ ઉપર છે, તેમ કહેવાય
સાબિતીનો બોજો જેને અંગ્રેજીમાં Burden of Proof કહેવામાં આવે છે, આ શબ્દ મૂળ લેટિન
મેક્ઝિમ "Onus Probandi”માંથી ઊતરી આવ્યો
છે. કાયદાની ભાષામાં આવા શબ્દો Maxim કહેવાય છે.
- અમુક અપવાદોને બાદ કરતાં સામાન્ય સાબિતીનો બોજો
દાવો કરનાર પક્ષ (ફરિયાદી) પર હોય છે.
EA ARTICLE 102.
-બેમાંથી કોઈ પક્ષ તરફથી કશો પુરાવો આપવામાં ન
આવ્યો હોય, તે જે વ્યક્તિ નિષ્ફળ જાય તેમ હોય તેના ઉપર
દાવા અથવા કાર્યવાહીમાંસાબિતીનો બોજો છે. જે વ્યક્તિ કે
પક્ષકાર પોતાની વાતનો બોજ તેની ઉપર રહે છે અને તેણે હકીકતો સાબિત કર્યા બાદ, પોતાની બાબતો રજૂ કર્યા બાદ સામા પક્ષ પર “સાબિતીનું ભારણ” જાય છે. આમ “બોજો” સ્થિર છે, જ્યારે “ભારણ” ચલિત છે એવી
કાયદાની પરિભાષા છે.
EA ARTICLE 103.
- કોઈ ચોક્કસ હકીકતનું અસ્તિત્વ કોર્ટ માને એમ
જે વ્યક્તિ ઇચ્છતી હોય તેના પર સાબિતીનો બોજો છે.
EA ARTICLE 104.
પુરાવો
ગ્રાહ્ય બને તે માટે સાબિત કરવાની હકીકત સાબિત કરવાનો બોજો એવો બીજો પુરાવો આપવા
ઇચ્છતી વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 105.
-આરોપીનો કેસ ભારતના ફોજદારી અધિનિયમ-1860ના કોઈ અપવાદોમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો તે
વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 106.
-કોઈ હકીકત ખાસ કરીને કોઈ વ્યક્તિની જાણમાં હોય
ત્યારે તે સાબિત કરવાનો બોજો તેના ઉપર છે.
EA ARTICLE 107.
- 30 વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં
આવ્યું, હોય તે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સાબિત કરવાનો બોજો તે મૃત્યુ પામ્યું હોવાનું
પ્રતિજ્ઞાપૂર્વક કહેનારી વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 108.
-કોઈ વ્યક્તિ 7 વર્ષ સુધી જેનાં
ખબરઅંતર ન મળ્યા હોય તે વ્યક્તિ હયાત છે, એ વાત સાબિત
કરવાનો બોજો તેવુંપ્રતિજ્ઞાપૂર્વક કહેનારી વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 109.
-ભાગીદારોના, જમીનમાલિક અને
ગણોતિયાના મુખ્ય વ્યક્તિ અને એજન્ટનાદાખલાઓમાં તેમના સંબંધ વિશે સાબિતીનોબોજો
પ્રતિજ્ઞાપૂર્વક કહેનારી વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 110.
-કોઈ વસ્તુ કોઈ વ્યક્તિના કબજામાં હોવાનું
દર્શાવવામાં આવ્યું હોય, ત્યારે તે તેનો માલિક નથી એવું સાબિત કરવાનો
બોજો, તે માલિક નથી એમ પ્રતિજ્ઞાપૂર્વક કહેનારી
વ્યક્તિ ઉપર છે.
EA ARTICLE 111.
-એક પક્ષકાર બીજા પક્ષકારનો સક્રિય વિશ્વાસ
ધરાવતો હોય ત્યારે પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારમાં શુદ્ધબુદ્ધિ વિશે પ્રશ્નો હોય
ત્યારે તે વ્યવહારમાં સક્રિય શુદ્ધબુદ્ધિ સાબિત કરવાનો બોજો સક્રિય વિશ્વાસ ધરાવતા
પક્ષકાર ઉપર છે.
EA ARTICLE 111-ક.
-અમુક ગુનાઓ અંગે માની લેવા બાબત. જો કોઈ વ્યક્તિએ “અશાંત વિસ્તાર” તરીકે જાહેર કરેલ
વિસ્તારમાં અથવા જે વિસ્તારમાં એક માસથી પણ વધુ સમય સુધી જાહેર શાંતિને ખલેલ
પહોંચી છે તેવા વિસ્તારમાં સશસ્ત્ર દળો પર હુમલો કરવા, અટકાવવા, તેમની કાર્યવાહીમાં વિક્ષેપ પહોંચવાની કોશિશ કરી હોય અથવા
ત્યારે તે વ્યક્તિ ત્યાં હાજર હોય તો જ્યિાં સુધી તે વ્યક્તિ વિરુદ્ધમાં સાબિતી ન
આપે ત્યાં સુધી તેણે ગુનો કર્યો હોવાનું માની લેવામાં આવશે.
- આવા ગુનામાંIPC-1860 અનુસાર કલમ-121, કલમ-121(ક), કલમ-122 અથવા કલમ-12૩ હેઠળના ગુનાઓ અને તેનાં કાવતરાં તથા કોશિશનો સમાવેશ થાય
છે.
EA ARTICLE 112.
-લગ્નજીવન દરમિયાન કે લગ્નવિચ્છેદ પછી 280 દિવસની અંદર કોઈ
વ્યક્તિનો જન્મ થયો હોય તે વ્યક્તિ તે પુરુષનો ઔરસ પુત્ર હોવાની નિર્ણાયક સાબિતી
છે. સિવાય કે એમ દર્શાવી શકાય કે ગર્ભાધાન શક્ય
બન્યું હોય એવા કોઈ સમયે એકબીજાના સમાગમમાં આવ્યાં નહોતાં.
EA ARTICLE 113.
- બ્રિટિશ રાજ્યક્ષેત્રનો કોઈભાગ દેશી રાજ્ય , પ્રિન્સ અથવા રાજવીને સોંપી, દેવામાં આવ્યો
છે તેવું રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેલુંજાહેરનામુંતે રાજ્યક્ષેત્રનીજણાવેલી તારીખે
કાયદેસર સોંપણીથયાની નિર્ણાયક સાબિતી ગણાશે.
EA ARTICLE 113-ક.
પરિણીત
સ્ત્રીઓએ કરેલા આપઘાતમાંમદદગારી કરી હોવાનું માની લેવા બાબત, લગ્નજીવન શરૂ
થવાના 7 વર્ષની અંદર જો કોઈ પરિણીતાં આત્મહત્યા/આપઘાત કરે છે તો તે અંગેનું પ્રોત્સાહન કે ઉત્તેજન તેના પતિ
અને પતિનાંસગાંઓ દ્વારા આપવામાં આવ્યું હોવાનું માની લેવામાં આવશે. વધુમાં માની લેવામાં આવશે કે તેના પતિ અને પતિનાંસગાંઓએIPC-498(ક) પ્રમાણે તેણીની
ઉપર ક્રૂરતા આચરી હશે. અહીં તેની વિરુદ્ધ સાબિત કરવાનો બોજો પતિ અને
તેનાં સગાંઓ ઉપર રહેશે.
EA ARTICLE 113-ખ.
દહેજ મૃત્યુ અંગે અનુમાન. સ્ત્રીના મૃત્યુ
અગાઉ તેના પતિ તથા પતિનાંસગાંઓ દ્વારા દહેજની માંગણી થઈ હતી, તેણીની પર ક્રૂરતા થઈ હતી અથવા ત્રાસ આપવામાં આવ્યો
હતો તેવો પ્રશ્ન હોય તો અહીં અદાલત એવું અનુમાન કરી શકશે કે સ્ત્રીનું મૃત્યુ IPC-304(ખ) હેઠળ (Dowry Death) દહેજ અપમૃત્યુ જ છે. સિવાય કે પતિ અને
તેનાં સગાંઓ આ વિરૂધ્ધપુરાવા આપી સાબિત કરે.
EA ARTICLE 114.
- કેટલીક હકીકતો, કુદરતી બનાવો, માનુષી વર્તન અને જાહેર કે ખાનગી કામકાજના સ્વાભાવિક ક્રમને
ધ્યાનમાં લેતાં તે હકીકત બનેલ હોવાનું સંભવ છે તેમ ન્યાયાલય માની લઈ શકશે.
EA ARTICLE 114-ક.
બળાત્કાર માટે કેટલીક ફોજદારી કાર્યવાહીમાં સંમતિ ન હોવાનું માની લેવા બાબત.
read evidence act chapter 6 click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment