header

Evidence Act ,1872 (ભારતીય પુરાવાનો ધારો, 1872),પ્રકરણ 6 દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિકપુરાવો નહી લેવા વિશે (ક્લમ 91 થી 100),Chapter 6 About not taking oral evidence when there is documentary evidence (Clauses 91 to 100)

 
એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)




કુલ :-  પ્રકરણ 11

કુલ :-  કલમો  167

અમલ :- 1 સપ્ટેમ્બર, 1872

ઘડાયો :- 15 માર્ચ, 1872

પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન

ભાગ-2 સાબિતી વિશે
પ્રકરણ 6
દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિકપુરાવો નહી લેવા વિશે (ક્લમ 91 થી 100)

EA ARTICLE 91.

-કોઈ કરાર, ગ્રાન્ટ અથવા મિલકતની બીજી વ્યવસ્થાનવિગતોને દસ્તાવેજી સ્વરૂપ અપાયું હોય ત્યારે દસ્તાવેજ સિવાય ગૌણ પુરાવો ગ્રાહ્ય હોય એવા સંજોગોમાં બીજો કોઈ પુરાવો આપી શકાશે નહીં.

EA ARTICLE 92.

દસ્તાવેજના રૂપમાં લખી લેવાનું કાયદા મુજબ આવશ્યક હોય તેવી બાબતોને કોઈ મૌખિક કબૂલાત કે કથનનો કોઈ પુરાવો ગ્રાહ્ય થઈ શકશે નહીં.

EA ARTICLE 93.

-સંદિગ્ધ દસ્તાવેજોની સમજૂતી આપવા કે સુધારવા ખામીઓ દૂર કરતી હોય એવી હકીકતોનો પુરાવો આપી શકાશે નહીં.

EA ARTICLE 94.

વિધમાનહકીકતોને દસ્તાવેજ લાગુ પડતો હોય, ત્યાં વિરુદ્ધ પુરાવાઓ આપી શકાશે નહીં.

EA  ARTICLE 95.

દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સ્વયં સ્પષ્ટ હોય, પરંતુ હકીકતોના સંદર્ભમાં અર્થહીન હોય ત્યારે તે કોઈ ખાસ અર્થમાં વપરાય છે, તે દર્શાવવા પુરાવો આપી શકાશે.

EA  ARTICLE 96.

-કેટલીક વ્યક્તિઓ, પૈકી એક જ વ્યક્તિને કે અમુક વ્યક્તિને ભાષા લાગુ પાડવાનો ઇરાદો હોય તે દર્શાવતીહકીકતોનો પુરાવો આપી શકાશે.

ઉદા. સફેદ ઘોડો વેચવાનો છે, જો તેની પાસે બે સફેદ ઘોડા હોય, તો તેણે કયો ઘોડો વેચવાનો છે. તે વિશે જણાવવું પડશે.

EA ARTICLE 97.

હકીકતોના બે સેટમાંથી કોઈને પણ ખરી રીતે પૂરેપૂરી લાગુ પડતી ન હોય તેવી ભાષા બેમાંથી એક સેટને લાગુ પાડવા વિશે પુરાવો આપી શકાશે.

EA ARTICLE 98.

ઉકલી શકે નહીં તેવી લિપિ વગેરેના અર્થ વિશે પુરાવો આપી શકાશે.

EA  ARTICLE 99.

-દસ્તાવેજોનાપક્ષકારો ન હોય તે વ્યક્તિઓ અથવા તેમના હિત-પ્રતિનિધિઓ તે દસ્તાવેજની વિગતોમાં ફેરફાર કરતી કોઈ કબૂલાતદર્શાવતી હોય તેવી હકીકતનો પુરાવો આપી શકશે.

EA ARTICLE 100.

વીલના અર્થઘટન વિશેની ભારત વારસા હક અધિનિયમ 192s” કોઈ જોગવાઈને આ પ્રકરણમાંના કોઈ પણ મજકૂરથી અસર થાય છે તેમ ગણાશે નહીં.

 

download pdf


read evidence act chapter 5  click here



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ