header

(૪૧) ખાઉધરા કોણ ?, (41) Who is the glutton?

 

(૪૧) ખાઉધરા કોણ ?

 


એક દિવસ બાદશાહ પોતાની બેગમ સાથે બેઠા બેઠા કેરીઓ ખાઈ રહ્યા હતા. બાદશાહ કેરીઓ ચુસતા જતા તથા ગોટલા અને છાલ બેગમ પાસે ફેંકતા જતા. એકાદ બે ગોટલા પોતાની પાસે રાખતા જેથી ચાલાકી છુપાઈ જાય.

 

બેગમ બાદશાહની આ ચાલાકી સમજતી હતી પણ કંઈ બોલતી ન હતી.એટલામાં બીરબલ ત્યાં આવ્યો એટલે બાદશાહે કહ્યું - “અરે બીરબલ ! જોતો ખરો આ બેગમ કેટલી ખાઉધરી છે. હજુ મેં તો માંડ બે ચાર કેરી ખાધી છે ત્યાં એણે તો કેટલા ગોટલા અને છોલા ભેગા કરી દીધા.' બિચારી બેગમ તો શરમથી નીચું જોઈ ગઈ.

 

બીરબલને બોલવાનો મોકો મળી ગયો. તરત બોલ્યો - “જહાંપનાહ ! કેરી ના ગોટલા ભેગા કરવાથી જ તમે સાબત કરી દીધું કે બેગમ ખાઉધરી છે પણ તમે તો ગોટલાય નથી છોડતા. છાલ અને ગોટલાય ખાઈ ગયા મને તો એવું લાગે છે કે તમે બંને એક એકથી ચઢો એવા ખાઉધરા છો.”

 

આ સાંભળી બાદશાહ શરમથી નીચું જોઈ ગયા અને બેગમ આનંદમાં આવી ગઈ.


read (૪૦) ભોંઠપ



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ