header

(૪૪) કાંઇ ન બચે,(44) Nothing survives

 

(૪૪) કાંઇ ન બચે

 


એકવાર દરબાર ભરાયો હતો. બાદશાહ અને બધા દરબારી હાજર હતા. બાદશાહના દિમાગમાં એક સવાલ સળવળી રહ્યો- હતો. આખરે એમણે એક પછી એક દરબારીને પૂછવાનું શરૂ કરી દીધું - “સત્તાવીશમાંથી નવ ગયા તો બાકી શું રહે ?

 

બધાએ એક જ જવાબ આપ્યો - “અઢાર રહે.' પણ કોઈના જવાબથી બાદશાહને સંતોષ ન થયો. આખરે જ્યારે બીરબલ આવ્યો ત્યારે બાદશાહે બીરબલને પણ એ જ સવાલ પૂછયો. બીરબલે તરત જવાબ આપ્યો “કાંઈ ન બચે.’

 

બીરબલના આ જવાબથી બધા દરબારી ચકિત થઈ ગયા. એટલે બાદશાહ બોલ્યા- “તારો જવાબ સમજાયો નહીં બીરબલ.”

 

બીરબલે તત્કાળ એમને સમજાવતાં કહ્યું - ‘જહાંપનાહ, આખા વર્ષમાં સત્તાવીસ નક્ષત્ર આવે છે. એમાં નવ નક્ષત્ર વરસાદના છે. જો આ નવ નક્ષત્ર ચાલ્યા જાય તો બાકી કાંઈ ન બચે. કારણ કે આ નવ નક્ષત્રોમાં વરસાદ થાય છે. અન્ન-જળ પણ એમનાથી જ પ્રાપ્ત થાય છે. સંસાર માટે આજ નવ નક્ષત્ર ફળદાયક અને લાભ પ્રદ છે.


read (૪૩) અફસર



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ