(૪૬) દાઢી ખેંચવાની સજા
એક દિવસ એવું બન્યું કે
બાદશાહ જનાન - ખાનામાં પોતાની બેગમ સાથે વાત કરતા બેઠા હતા. એટલામાં પાંચ વર્ષનો
શાહજાદો સલીમ આવીને બાદશાહના ખોળામાં બેસી ગયો તો બાદશાહ એને હેતથી રમાડવા લાગ્યા.
રમતા રમતા શાહજાદાએ બન્ને
હાથથી બાદશાહની દાઢી પકડી લીધી. બાદશાહે માંડ માંડ દાઢી છોડાવી અને ત્યાંથી
દરબારમાં ગયા.
આસન પર બેસતાં જ બાદશાહે
પૂછ્યું - ‘જો કોઈ મારી દાઢી ખેંચે તો એને શું સજા આપવી ?'
કોઈએ કહ્યું કે દાઢી
ખેંચવા વાળાની ગરદન ઉડાવી દેવી જોઈએ. કોઈએ કહ્યું કે દાઢી ખેંચનારને કાળ કોટડીમાં
પુરી દેવો જોઈએ. કોઈએ કહ્યું, કોઈએ કાંઈ કહ્યું.જેટલા મોઢા હતા એટલા જવાબ મળ્યા
પરંતુ એક પણ જવાબથી બાદશાહને સંતોષ ન થયો. છેલ્લે બાદશાહે પ્રશ્નાર્થ નજરે બીરબલ
સામે જોયું તો બીરબલ બોલ્યો - “જહાંપનાહ, એને તો મિઠાઈ ખવડાવવી જઈએ.
બીરબલના જવાબથી બાદશાહ હસી પડતાં બોલ્યા- “જવાબ તો તે
સરસ આપ્યો પણ એને મિઠાઈ શા માટે ખવડાવવી જોઈએ?'
બીરબલે કહ્યું- બાદશાહ
સલામત તમારી દાઢી ખેંચવાવાળો શાહજાદો કે શાહજાદી સિવાય બીજું કોઈ હોઈ ન શકે !
બીરબલની બુદ્ધિ જોઈને બધા દંગ થઈ ગયા.
read (૪૫) આખરે હસાવ્યા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment