(૪૮) ઠંડી કેટલી ?
શિયાળાની ઋતુ હતી. હાડ
ગાળી નાખે એવી ઠંડી હતી. એવામાં બાદશાહે બીરબલને પૂછ્યું “બીરબલ ઠંડી કેટલી છે?”
બીરબલે જવાબ દીધો - “ગરીબ
પરવર બે મુઠ્ઠી જેટલી.”
આમ કહીને બીરબલે એ જ વખતે મહેલની નીચેથી પસાર તથા એક ગરીબ માણસને દેખાડયો જે પોતાના હાથની મુઠ્ઠી વાળી બગલમાં દબાવીને જઈ રહ્યો હતો. બાદશાહ આજવાબથી ખુશ થઈ ગયા.
Read (૪૭) ખરાબ સંસ્કૃતિ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment