header

(૪૯) સચ્ચાઈ અને જૂઠ(49) Truth and falsehood

 

(૪૯) સચ્ચાઈ અને જૂઠ

 


એક વખત બાદશાહ અને બીરબલ સિદ્ધાંતોની વાત કરી રહ્યા હતા. એવામાં બાદશાહે પૂછ્યું - “સચ્ચાઈ અને જૂઠમાં કેટલું અંતર ?'

 

બીરબલે જવાબ દીધો - “જહાંપનાહ, આ બંને વચ્ચે આંખ અને કાન જેટલું અંતર છે.'

 

બાદશાહને વાત ન સમજાઈ એટલે વિગતવાર સમજાવવા કહ્યું. તો બીરબલ બોલ્યો -“જહાંપનાહ સાંભળો, આંખોથી જોયેલી વાત મોટા ભાગે સાચી હોય છે અને કાને સાંભળેલી વાત મોટા ભાગે ખોટી હોય છે.'

 

બાદશાહ આ જવાબથી સંતુષ્ટ થઈ ગયા.


Read (૪૮) ઠંડી કેટલી ?





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ