(૫૦) જોડાના માર્યા
એક દિવસ બાદશાહ અને બીરબલ
શાહી રસાલા સાથે દિલ બહેલાવવા માટે શહેરની બહાર રાજબાગમાં ગયા. સાંજ સુધી મજા માણી
પાછા ફર્યા ત્યારે કોઈએ બાદશાહના જોડા છુપાવી દીધા.
બાદશાહ નોકરો સહિત જોડા
શોધવા લાગ્યા. આ દરમિયાન બીરબલ અને ફોજી રસ્તે ચાલતા થયા. રસ્તામાં ફૌજીએ પૂછયું -
‘બાદશાહ કોની રાહ જોઈ રહ્યા છે ?'
બીરબલે જવાબ દીધો -
“બિચારા બાદશાહ જોડાના માર્યા ઉભા છે.”
બીરબલની વાત ફૌજીન સમજાણી
કારણ કે બાદશાહના જોડા ચોરાઈ ગયાની એમને ખબર ન હતી. એમને લાગ્યું કે બીરબલ
બાદશાહની મશ્કરી કરી રહ્યો છે.
આ બાજુ બીરબલે ચાલાકી એવી
કરી હતી કે બાદશાહના જોડા બીરબલે ફૌજીના કપડામાં બાંધી દીધા હતા. જ્યારે બધી
જગ્યાએ શોધ થઈ ગઈ ત્યારે બધાના કપડા જોવામાં આવ્યા.
જ્યારે ફોજીના પોટલાને
ખોલવામાં આવ્યું ત્યારે બાદશાહના જોડા મળી ગયા. હવે તો બીરબલને ફોજીને બનાવવાનો
ખુબ મોકો મળી ગયો. ફૌજી બિચારા પરેશાન થઈ ગયા. રોજ તો એ હંમેશાં બીરબલને નીચે
પાડવાના જ પ્રયાસ કરતા પણ આજ એ પોતે એવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા કે મોંમાંથી એક
શબ્દ પણ નિકળતો ન હતો.
ફૌજીએ બાદશાહને બીરબલની
વિરુદ્ધ વાત કરતા કહ્યું કે તમે બીરબલને બહુ મોંઢે ચઢાવ્યો છે, જેના પરિણામે એ
તમારા વિરુદ્ધ મનમાં આવે એ બકી નાખે છે, બીચારા બાદશાહ જોડાના માર્યા ઉભા છે એમ
કહ્યું. 9
બાદશાહ તો આ અપમાનથી
સમસમી ગયા અને ખુબ નાખુશથયા. તરત બીરબલને બોલાવી એવું બોલવાનું કારણ પૂછયું.
બીરબલે નમ્રતા પૂર્વક જવાબ દીધો - “અલીજહાં, મેં કોઈ અપમાન જનક વાત તો નથી કહી.
ફીજીએ મને પૂછ્યું કે બાદશાહ કેમ નથી ચાલતા ? તો મેં જવાબ આપ્યો કે બીચારા બાદશાહ
જોડાના માર્યા ઉભા છે કારણ કે જોડા ખોવાઈ ગયા છે, તેથી ઉભા છે. જોડા ચોરવાવાળું
કોઈ હતુ, પરેશાન કોઈ બીજાએ કર્યા અને કોપનો ભોગ હું બની રહ્યો છું. જરા ન્યાયની
નજરે જૂવો મેં તો એવી વાત કહી હતી જેમાં છળ - છિદ્ર બિલકુલ ન હતું.
બીરબલની વાત સાંભળીને
બાદશાહ હસી પડયા.
Read (૪૯) સચ્ચાઈ અને જૂઠ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment