ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 6
(કલમ 61 થી90)
પ્રકરણ 6 (ક) હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમો( કલમ 61 થી 69)
CrPC
ARTICLE 61.
-આ અધિનિયમ હેઠળ કોર્ટે કાઢેલો
દરેક સમન્સ, લેખિત બે પ્રતોમાં હોવો જોઈશે. કોર્ટના પ્રમુખ અધિકારીની અથવા
હાઈકોર્ટ વખતોવખત હુકમ ફરમાવે તેવા બીજા અધિકારીની સહીવાળો હોવો જોઈશે અને તેના
ઉપર કોર્ટનો સિક્કો હશે.
CrPC
ARTICLE 62.
-સમન્સ બજાવવાની રીત :
-સમન્સ એ ન્યાયાલયનો એક લેખિત
આદેશ છે.
- સમન્સ પોલીસ અધિકારીએ અથવા ,
રાજ્ય સરકાર આ અંગે કરે તે નિયમોને આધીન રહીને, સમન્સ કાઢનાર અધિકારી અથવા અન્ય
રાજ્યસેવકબજવશે.
-સમન્સની બે પ્રત (નકલ/કોપી)
હશે અને એક પ્રત બોલાવેલ વ્યક્તિને આપીને સમન્સ બજાવવું જોઈશે.
- જેની ઉપર સમન્સ બજાવવામાં આવે
તે દરેક વ્યક્તિએ, સમન્સ બજાવનાર અધિકારી આદેશ કરે તો બીજી નકલની પાછલી બાજુએ
સમન્સ મળ્યા બદલ સહી કરવી જોઈએ. (The Gujarat Services of Summons
Rules, 2017 પ્રમાણે)
CrPC
ARTICLE 63.
-નોંધાયેલમંડળો (સંસ્થા, કંપની
વગેરે) કે સંસ્થાપિત મંડળો ઉપર સમન્સ બજાવવા અંગે
-કોઈ કોર્પોરેશન ઉપર સમન્સની
બજવણી તેના સ્થાનિક મેનેજર, મુખ્ય અધિકારી (Chair
person) કે સેક્રેટરી ઉપર
બજાવવું જોઈએ. અથવા આવું સમન્સ રજિસ્ટર ટપાલથી મોકલીને પણ બનાવી શકાશે. ટપાલના
સામાન્ય ક્રમ મુજબ તે પત્ર પહોંચે ત્યારે બજવણી થયેલી ગણાશે.
-અહીં “કોર્પોરેશન”માં મંડળી
નોંધણી અધિનિયમ, 1860 હેઠળ મંડળીઓનો સમાવેશ થશે.
CrPC
ARTICLE 64.
-જેના સમન્સ કાઢવામાં આવ્યા હોય
અને તે વ્યક્તિ ન મળી આવે ત્યારે બજવણીની રીત
-પૂરતા પ્રયત્નો અને ખંત
દાખવ્યા બાદ જો સમન્સ જેના ઉપર બનાવવાનું હોય તે વ્યક્તિ ન મળી આવે ત્યારે તેના
કુટુંબના પુખ્ત વયના કોઈ પુરુષને તેવા સમન્સ પાઠવી શકાશે. અને બીજી પ્રત પર સમન્સ
મળ્યા બદલ હસ્તાક્ષર લઈ લેવામાં આવશે,
નોંધ : “નોકર' એ કુટુંબની વ્યક્તિ કહેવાશે નહીં.
CrPC
ARTICLE 65.
- કલમ 62, 63 અને 64ની જોગવાઈઓ
અનુસાર જો સમન્સની બજવણી ન થઈ શકે ત્યારે જોગવાઈ
- ઉપરોક્ત જણાવેલક્લમોનીજોગવાઈઓ
અનુસાર જો સમન્સની બજવણી ન થાય તો, બજવણી કરનાર અધિકારી , સમન્સથીબોલાવેલ
વ્યક્તિના ઘરે અથવા સાધારણ નિવાસના રહેઠાણ પર સહેલાઈથી દેખાઈ આવે તેવા ભાગ ઉપર
સમન્સની એક નકલ ચોટાડશે, અને તેમ થયે અદાલત પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા બાદ
સમન્સ વિધિસર બજાવવામાં આવ્યું હોવાનું જાહેર કરી શકે છે અથવા પોતાને યોગ્ય લાગે
તો તેમા ફરીથી બજાવવાનો નવો હુકમ કરી શકે છે,
CrPC
ARTICLE66.
-સરકારી નોકર/સેવક પર સમન્સ
બજવણીની રીત :
- જ્યારે સરકારી સેવક/નોકર પર સમન્સ બજવણી તે વ્યક્તિ, જે સરકારી ઓક્સિ/કચેરીમાં
નોકરીમાં હોય તેના વડા ઉપર (ઉપરી અધિકારી પર) તે સમન્સની બે નકલો મોકલી આપવામાં
આવશે અને તેમણે ઉપરોક્ત કલમોમાં જણાવ્યા મુજબના શેરો સાથે પોતાના હસ્તાક્ષર કરીને
તે સમન્સ અદાલતને પરત મોકલવાનું રહેશે, એવા હસ્તાક્ષર સમન્સ બજવણીનો પુરાવો ગણાશે.
CrPC
ARTICLE67.
સ્થાનિક હદની બહાર સમન્સ બજવણીની રીત :
-કોઈ અદાલત પોતે કાઢેલું સમન્સ
પોતાની સ્થાનિક હકૂમતની બહાર કોઈ જગ્યાએ બજાવવા માટે મોકલવા ઇચ્છે , ત્યારે
સામાન્ય રીતે તે કોર્ટે જેની સ્થાનિક હકૂમતમાં બોલાવેલ વ્યક્તિ રહેતી હોય તે
મેજિસ્ટ્રેટનેસમન્સની બે નક્લો ત્યાં બજાવવા માટે મોકલી આપવાની રહેશે.
CrPC
ARTICLE 68.
-આ પ્રકારના કિસ્સામાં જ્યારે બજવણી કરનાર અધિકારી હાજર ન હોય ત્યારે બજવણીની
સાબિતી :
જ્યારે કોર્ટે કાઢેલું સમન્સ તેની હકૂમતની હદની બહાર બજાવવામાં આવ્યું હોય
ત્યારે અને સમન્સ બજાવનાર અધિકારી કેસની સુનાવણી વખતે હાજર ન હોય ત્યારે તે સમન્સ
બન્યું હોવાનું મતલબનું કોઈ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલું હોવાનું અભિપ્રેત હોય તેવું
એફિડેવિટ (સોગંદનામું) અને વ્યક્તિને સમન્સની બીજી નકલ આપી હોય કે આપવા ધારેલ હોય
કે જેની પાસે મૂકી આવવામાં આવેલ હોય તે વ્યક્તિએ જેમા હસ્તાક્ષર કરી શેરો કર્યાનુ
અભિપ્રેત હોય તેવી સમન્સની નકલ પુરાવામાં ગ્રાહ્ય ગણાશે અને તેમાં કરેલાં કથનો એથી
વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સિવાય અને ત્યાં સુધી ખરાં ગણાશે.
- આ કલમની જોગવાઈમાં જણાવેલું
સોગંદનામું ( એફિડેવિટ) સમન્સની બીજી નકલ (પ્રત) સાથે જોડીને અદાલતને પરત કરી
શકશે.
CrPC
ARTICLE69.
-ટપાલ દ્વારા સાક્ષીઓ ઉપર
સમન્સની બજવણી :
- આ પ્રકારની ક્લમોમાં ગમે તે મજકૂર હોય છતાં કોઈ સાક્ષી ઉપર સમન્સ કાઢનાર
કોર્ટ એવા સમન્સ કાઢવા ઉપરાંત અને સાથોસાથ, સાક્ષી જ્યાં સામાન્ય રીતે રહેઠાણ
ધરાવતો હોય કે વેપાર-ધંધો ચલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે
સમન્સની એક નકલ રજિસ્ટર પોસ્ટ દ્વારા બનાવવાનો આદેશ આપી શકશે.
-સાક્ષીએ સહી કરી હોવાનું
અભિપ્રેત હોય તેવી પહોંચ અથવા સાક્ષીએ સમન્સ સ્વીકારવાની ના પાડી હોવા બાબત ટપાલીએ
કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો કોઈ શેરો મળે ત્યારે, સમન્સ કાઢનાર કોર્ટ સમન્સ
યોગ્ય રીતે બજાવવામાં આવ્યો છે તેવું જાહેર કરી શકશે.
પ્રકરણ 6 (ખ)ધરપકડનું વોરંટ (કલમ 70 થી 81)
CrPC
ARTICLE 70.
-ધરપકડનાવોરંટનો નમૂનો અને તેની
મુદત :
-આ અધિનિયમ હેઠળ કોઈ અદાલતે કાઢેલાધરપકડના
વોરંટ પર અદાલતના પ્રમુખ અધિકારીની સહી તથા અદાલતનો સિક્કો મારેલોજોઈશે.
-આવું દરેક વોરંટ કાઢનાર અદાલત
જ્યાં સુધી તેને રદ ન કરે ત્યાં સુધી અથવા તે બજાવવામાં ન આવે ત્યાં સુધી તે
અમલમાં રહેશે.
CrPC
ARTICLE 71.
-જામીનગીરી લેવાનું ફરમાન કરવાની સત્તા:
-વોરંટ કાઢનારી કોર્ટ પોતાની વિવેકબુદ્ધિથી તે વોરંટ ઉપર એવો શેરો કરીને ફરમાવી
શકશે કે, જો તે વ્યક્તિ કે જેનું ધરપકડનું વોરંટ ક્ટાયું છે, તે નિર્દિષ્ટ સમયે
અથવા કોર્ટ જણાવેલ મુદત સુધીમાં પૂરતા જામીન સાથે મૂચરકો આપે તો જે અધિકારીને
વોરંટ બજાવવા આવ્યું હોય તે એવી જામીનગીરી લઈને તે વ્યક્તિને કસ્ટડીમાંથી મુક્ત
કરી શકશે.
-આ પ્રકારના શેરોમાં અમુક બાબતો
જણાવવાની રહેશે.
(A) જામીનોની સંખ્યા
(B) જામીનો અને જેની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યું હોય તે
વ્યક્તિ અનુક્રમે જે રકમ ભરવા માટે જવાબદાર થવાનો હોય તે રકમ.
(C) અદાલત સમક્ષ હાજર થવાનો સમય
-જ્યારે પણ આ કલમની જોગવાઈઓ
અનુસાર જામીનગીરી લેવામાં આવે ત્યારે, જે અધિકારીને વોરંટ બજાવવા આવ્યું હોય તેણે મુસદ્દો
કોર્ટને મોકલી આપવો જોઈશે.
CrPC
ARTICLE 72.
વોરંટ બજાવવા કોને આપવું તે બાબત :
-સામાન્ય રીતે ધરપકડનું વોરંટ
એક અથવા એકથી વધુ પોલીસ અધિકારીઓને બજાવવા આપી શકાય છે.પરંતુ જો એવું વોરંટ તુરંત
બજાવવાની જરૂર હોય અને તરત કોઈ પોલીસ અધિકારી મળી શકે તેમ ન હોય તો તે કાઢનાર
અદાલતા આવું વોરંટ અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને બજાવવા આપી શકશે.
-જ્યારે વોરંટ એકથી વધુ પોલીસ
અધિકારીઓને કે વ્યક્તિઓ બજાવવા આપ્યું હોય ત્યારે, તેઓ તમામ અથવા તેમાંનો કોઈ એક
કે વધુ અધિકારી કે વ્યક્તિ તે બજાવી શકે છે.
CrPC
ARTICLE 73.
-કોઈ પણ વ્યક્તિને વોરંટ બજાવવા
આપી શકાય છે.
-ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની
સ્થાનિક હકૂમતની અંદર આવેલ કોઈ વ્યક્તિને વોરંટ બજાવવા આપી શકશે.
-તે વ્યક્તિને પકડવામાં આવે ત્યારે તેને વોરંટ સાથે નજીકના પોલીસ અધિકારીને
સોંપી દેવો જોઈએ અને કલમ 71 હેઠળ જો જામીનગીરી લેવામાં ન આવે તો પોલીસ અધિકારીને
તે બાબતમાં હકૂમત ધરાવતાં મેજિસ્ટ્રેટ સમક્ષ તેને મોકલી આપવાજોઈશે.
CrPC
ARTICLE 74.
પોલીસ અધિકારીને બજાવવા આપેલું વોરંટ:
-કોઈ પોલીસ અધિકારીને બજાવવા
આપેલું વોરંટ જે અધિકારીને આપ્યું હોય અથવા જેના નામનો તેના ઉપર શેરો હોય, તે
અધિકારી તે વોરંટ પર અન્ય જે પોલીસ અધિકારીના નામના શેરો કરે તે અધિકારી પણ તેવા
વોરંટ બજાવી શકશે.
CrPC
ARTICLE 75.
-જેને પકડવાની હોય તે વ્યક્તિને વોરંટને સારાંશ જણાવવોજોઈશે અને તે માંગે તો
તેને બતાવવું જોઈશે.
CrPC
ARTICLE 76.
-ધરપકડનું વોરંટ બજાવનાર પોલીસ
અધિકારીએ અથવા અન્ય વ્યક્તિએ વિલંબ કર્યા વિના પકડાયેલ વ્યક્તિને કોર્ટની સમક્ષ
રજૂ કરવાની રહેશે. મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવા માટે પ્રવાસનો સમય બાદ કરતાં
24 કલાકથી વધુ હોવો જોઈએ નહીં.
CrPC
ARTICLE 77.
ધરપકડનું વોરંટ ભારતમાં કોઈ પણ સ્થળે બજાવી શકાશે.
CrPC
ARTICLE 78.
-વોરંટ કાઢનારી કોર્ટની સ્થાનિક હકૂમતની બહાર તે બજાવવાનું હોય ત્યારે તે
કોર્ટ, તે વોરંટ પોતાની હકૂમતની અંદરના કોઈ પોલીસ અધિકારીને બજાવવા આપવાને બદલે
જેની હકૂમતની સ્થાનિક હદની અંદર તે બજાવવું હોય તે એઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે
જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કે પોલીસ કમિશનરને તે ટપાલ મારફ્ત કે બીજી રીતે
મોકલી શકશે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ અથવા કમિશનરે
તેના ઉપર પોતાના નામનો શેરો કરવો જોઈશે અને જો શક્ય હોય, તો આ અધિનિયમમાં અગાઉ
જણાવેલી રીતે તે વોરંટની તેણે બજવણી કરાવવી જોઈશે.
CrPC
ARTICLE 79.
-હકૂમતની બહાર બજવણી કરવા માટે
પોલીસ અધિકારીને આપેલું વોરંટ :
-કોઇ પોલીસ અધિકારીને બજાવવા
આપેલું વોરંટ, કાઢનાર અદાલતની સ્થાનિક હકૂમતની બહાર બજાવવાનું હોય, ત્યારે તે
અધિકારીએ જે એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટની અથવા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી કરતાં
ઊતરતા દરજ્જાના ન હોય તેવા જે પોલીસ અધિકારીની સ્થાનિક હકૂમતમાં તે વોરંટ બજાવવું
હોય તેની પાસે શેરો થવા માટે તે વોરંટ લઈ જવૂ.
- કોઈ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ
અધિકારીની સ્થાનિક હકૂમતમાં વોરંટ બજાવવાનું હોય તેનો શેરો મેળવતાં ઢીલ અથવા વિલંબ
થવાના પરિણામે તેની બજવણી નહીં થઈ શકે તેમ માનવાને કારણ હોય તે સમયે જેને તે વોરંટ
બજાવવા હોય, તે પોલીસ અધિકારી એવો શેરો કરાવ્યા વિના, વોરંટ કાઢનાર ન્યાયાલયની
સ્થાનિક હકૂમતની બહાર કોઈ પણ સ્થળે તે વોરંટ બજાવી શકશે,
CrPC
ARTICLE 80.
-વોરંટ કઢાયું હોય તેવી
વ્યક્તિની ધરપકડ ક્યાં પછીની કાર્યવાહી :
--ઘરપકડનું વોરંટ જે જિલ્લામાં કાઢ્યું
હોય તેની બહાર બજાવ્યું હોય, ત્યારે વોરંટ કાઢનારી કોર્ટ ધરપકડનાસ્થળથી ૩૦ કિમી.ની
અંદર ન હોય, તો નજીકના મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનર સમક્ષ તે
વ્યક્તિને લઈ જવી જોઈએ.
CrPC
ARTICLE 81.
-પકડાયેલ વ્યક્તિઓને જેની સમક્ષ
લઈ જવામાં આવે તે મેજિસ્ટ્રેટ કરવાની કાર્યવાહી:
-પકડાયેલ વ્યક્તિ વોરંટ કાઢનારી
કોર્ટ પકડવા ધારેલ વ્યક્તિ છે, તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ
સુપરિન્ટેન્ડેન્ટ, કે પોલીસ કમિશનર વ્યક્તિને પહેરા નીચે તે કોર્ટ સમક્ષ લઈ જવા
ફરમાવી શકશે. પરંતુ ગુનો જો જમીની હોય અને તે વ્યક્તિ મેજિસ્ટ્રેટ, જિલ્લા
સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનરનેસંતોષકારક જામીન આપવા તૈયાર અને રાજી થાય અથવા કલમ 71
અનુસાર તે વોરંટ ઉપરના શેરોમાં કોઈ આદેશ આપ્યો હોય અને તે વ્યક્તિ તે આદેશ મુજબ
જોઈતી જામીનગીરી, આપવા તૈયાર અને રાજી હોય તો તે મેજિસ્ટ્રેટ, જિલ્લા
સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનરે યથાપ્રસંગ એવા જામીન કે જામીનગીરી લેવી જોઈશે અને
વોરંટ કાઢી આપનાર કોર્ટને તે મુચરકો મોકલી આપવો જોઈએ.
-ગુનો જો બિનજામીની હોય, તો કલમ
78 (2) માં જણાવેલી માહિતી અને દસ્તાવેજોની વિચારણા કરીને તે વ્યક્તિને જામીન ઉપર
છોડવાનું જે જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હોય તે જિલ્લામાં ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ માટે અથવા સેશન્સ ન્યાયાધીશ માટે કાયદેસર ગણાશે.
પ્રકરણ 6 (ગ) જાહેરનામું અને જાતી(કલમ 82 થી 86)
CrPC
ARTICLE 82.
-ફરારી માટેનું કે નાસી છૂટેલ
વ્યક્તિ માટેનું જાહેરનામું
: આને ફરારીનામું પણ કહેવામાં આવે છે.
1. જ્યારે કોઈ કોર્ટને એમ
માનવાને કારણ હોય કે, જેની ઉપર પોતે વોરંટ કાઢ્યું છે તે વ્યક્તિ વોરંટ ન બજાવી
શકાય તે માટે ફરાર થયેલ છે અથવા સંતાતીફરે છે, તો તે કોર્ટ તે વ્યક્તિને નિર્દિષ્ટ
સ્થળે અને તે જાહેરનામું પ્રસિદ્ધ થયાનીતારીખથી 30 દિવસથી વહેલા નહિ તેવા સમયે
હાજર રહેવા ફરમાવતું લેખિત જાહેરનામું પ્રસિદ્ધ કરી શકશે.
2. જાહેરનામું આ મુજબ પ્રસિદ્ધ કરવાનું રહેશે :
(i) (a) તે વ્યક્તિ સામાન્ય રીતે જે શહેર અથવા ગામમાં રહેતી હોય
તેના કોઈ પ્રખ્યાત સ્થળે કે જાહેરમાં વાંચી સંભળાવવુંજોઈશે;
(b) તે વ્યક્તિ જ્યાં રહેતી હોય તેવા ઘર કે રહેઠાણના કોઈ ભાગ
ઉપર ચોટાડવું કે જપ્તીથી સહેલાઈથી તે જોઈ શકાય અથવા તે શહેરની કે ગામની સહેલાઈથી
જોઈ શકાય તેવી જગ્યાએ તેને ચોંટાડવું.
(c) કોર્ટમાં કોઈ સહેલાઈથી દેખી
શકાય તેવા સ્થળે તેની એક નકલ ચોંટાડવી.
(ii) તે વ્યક્તિ જ્યાં રહેતી હોય તે સ્થળે લાવો ધરાવતાં દૈનિક
વર્તમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિદ્ધ કરાવવાનો આદેશ પણ આપી શકે. જ્યારે ભારતીય
દંડસંહિતાની કલમ - 302, 304, 364, 367, 382, 392, 393, 394, 395, 396, 397, 398,
399, 400, 402, 436, 449, 459 અથવા 460 હેઠળ શિક્ષાપાત્ર ગુનાના હેતુ માટે જે
વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હોય, તેની બાબતમાં જાહેરાત બહાર પાડશે અને જો આવી
વ્યક્તિ નિર્દિષ્ટ સ્થળે અને સમયે જે જાહેરાત દ્વારા જરૂરી બનાવ્યો હોય, હાજર
થવામાંનિળ જાય તો અદાલત તેમને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેમને દોષિત ગુનેગાર
જાહેર કરશે અને તે મતલબનું જાહેરનામું (ફરારીનામું) પ્રસિદ્ધ કરશે.
CrPC
ARTICLE 83.
(1)
કલમ 82 પ્રમાણેનું જાહેરનામું કાઢનારી કોઈ કારણોની લેખિત
નોંધ કરીને જાહેરનામું કાઢ્યા પછી કોઈ પણ સમયે ઘોષિત વ્યક્તિની માલિકીની જંગમ કે
સ્થાવર અથવા બંને પ્રકારની મિલકત જપ્તીમાં લેવાનો હુકમ કરી શકશે.
-
પરંતુજાહેરનામુંકાઢતીવખતે, કોર્ટનેસોગંદનામાથીકેબીજીરીતેખાતરીથાયકેજેનાસંબંધમાંજાહેરનામુંકાઢવાનુંછેતેવ્યક્તિનીચેમુજબકરવાનીતૈયારીમાંછેત્યારેતેજાહેરનામાનીસાથોસાથ જપ્તીનો આદેશ પણ કરી શકશે.
-
(A) પોતાની તમામ મિલકત કે તેના કોઈ ભાગનો નિકાલ કરવાની ,
-
(B) કોર્ટની સ્થાનિક હકૂમતમાંથી પોતાની તમામ મિલકત
(2) જેજિલ્લામાંહુકમકરવામાંઆવ્યોહોયતેનીઅંદરનીતેવ્યક્તિનીકોઈમિલકતનેજપ્તકરીશકાશે. જિલ્લાબહારઅન્ય જિલ્લામાં મિલકત હશે તો
ત્યાનાં મેજિસ્ટ્રેટ તે હુકમ પર શેરો કરે ત્યારે જ જપ્તીનો હક્ક પ્રાપ્ત થશે.
(૩) જે મિલકત જપ્તીમાં લેવાનો હુકમ થયો હોય તે કોઈ લેણું કે
બીજી જંગમ મિલકત હોય તો આ કલમ હેઠળનીજપ્તીમાંઆ મુજબ કરવામાં આવશે. (A) કબજો લઈને , અથવા
(B) રિસિવરનીમીને , અથવા
(C) દોષિત વ્યક્તિને તેના વતી કોઈ વ્યક્તિને તે મિલકત આપવાની
મનાઈ ફરમાવતો લેખિત હુકમ કરીને અથવા
(D) કોર્ટને યોગ્ય લાગે તે કોઈ પણ ઉપર જણાવેલ બે રીતે,
CrPC
ARTICLE 84.
જપ્તી અંગે દાવો અને વાંધા :
-ઘોષિત સિવાયની કોઈ વ્યક્તિ,
કલમ-83 અનુસાર જપ્ત કરેલ કોઈ મિલકતના સંબંધે પોતાને તે મિલકતમાં હિત છે અને તે
મિલકત કલમ-૪૩ હેઠળ જપ્તીને પાત્ર નથી એવા કારણસર જપ્તી કયનીતારીખથી 6 માસની અંદર
દાવો કરે કે વાંધો ઉઠાવે તો તે દાવા કે વાંધા અંગે તપાસ કરવી જોઈએ અને તે દાવો કે
વાંધો પૂર્ણ રીતે કે અંશતઃ માન્ય કે અમાન્ય રાખી શકાશે. અહીં જો દાવેદાર કે વાંધો
ઉઠાવનાર મૃત્યુ પામે તો તેનો કાયદેસરનો પ્રતિનિધિ દાવો ચાલુ રાખી શકશે.
CrPC
ARTICLE 85.
-જપ્ત થયેલ મિકલકત મુક્ત કરવા,
વેચવા અને પાછી આપવા અંગે :
1.ઘોષિત વ્યક્તિ જાહેરનામામાં
નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર થાય તો, અદાલત તે મિલકતમાંથી મુક્ત કરવાનોહુકમ
કરવો જોઈશે.
2. ઘોષિત વ્યક્તિ, જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર ન થાય, તો
જાતીહેઠળની મિલકતનો, રાજ્ય સરકાર પોતે ઇચ્છે તે રીતે નિકાલ કરી શકાશે; પરંતુ
જપ્તીનીતારીખથી છ માસ પૂરા ન થાય ત્યાં સુધી તે મિલકતને વેચે શકાશે નહીં, તેમ છતાં
જો તે મિલકત કુદરતી રીતે અને જલદી બગડી જાય એવી હોય અથવા કોર્ટને એમ લાગે કે તેને
વેચી નાખવી એ માલિકના હિતમાં થશે, તો આ બેમાંથી કોઈ પ્રસંગે કોર્ટને જ્યારે પણ
યોગ્ય લાગે ત્યારે તે મિલકત વેચાવી શકશે.
3.જે વ્યક્તિની મિલકત રાજ્યસેવક
હસ્તક હોય અને તે વ્યક્તિ જપ્તીનીતારીખથી 2 વર્ષની અંદર પોતાની મેળે હાજર થાય અથવા
તેને પકડી લાવવામાં આવે અને તે કોર્ટને ખાતરી થાય તે રીતે તે સાબિત કરે કે, પોતે
વોરંટનીબજવણીથીનાસતો ન હતો કે સંતાતો ન હતો, તો તેને મિલકતના વેચાણની ચોખ્ખી ઊપજ
અને મિલકતનો બાકી રહેલો ભાગ તેમાંથી જપ્તી અંગેનો ખર્ચ બાદ કરીને વ્યક્તિને સોંપી
દેવાશે.
CrPC
ARTICLE 86.
જપ્તીમાંલીધેલી મિલકત પાછી સોંપવા માટેની અરજી નામંજૂર કરતા તે ઉપલી કોર્ટમાં
અપીલ કરી શકાશે.
પ્રકરણ 6 (ઘ) કામગીરી હુકમસંબંધી બીજા નિયમો (કલમ 87 થી 90)
CrPC
ARTICLE 87.
સમન્સને બદલે કે તે ઉપરાંત વોરંટ કાઢવા અંગે :
-જ્યારે કોઈ વ્યક્તિની હાજરી
માટે અદાલતને આ અધિનિયમ દ્વારા સમન્સ કાઢવાની સત્તા હોય ત્યારે નીચે પ્રમાણેના
સંજોગોમાં કારણોની લેખિત નોંધ કરીને તે વ્યક્તિને પકડવા માટે તે વોરંટ કાઢી શકશે.
(A). સમન્સ કાઢતાં પહેલાં કે પછી
પરંતુ તે વ્યક્તિની હાજરી માટે નિયત થયેલા સમય પહેલાં – કોર્ટને એમ માનવાનેકારણ
હોય કે, તે વ્યક્તિ ફરાર થઈ જશે અથવા સમન્સનું પાલન નહી કરે અથવા
(B) તે સમયસર હાજર ન થાય અને હાજર નહીં થવાનું વાજબી કારણ ન બતાવવામાં
આવે તો.
CrPC
ARTICLE 88.
કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર થવા માટે જામીન સાથેનો કે જામીન વિનાનો મુચરકો
(ખત/બોન્ડ) અથવા ફરમાવી શકાશે.
CrPC
ARTICLE 89.
-આ અધિનિયમ હેઠળ લીધેલામુચરકાથી
કોઈ અદાલત સમક્ષ હાજર થવા બંધાયેલ વ્યક્તિ હાજર ન થાય તો તે કોર્ટના પ્રમુખ
અધિકારી તેને પકડીને પોતાની સમક્ષ હાજર કરવા માટે વોરંટ કાઢી શકશે.
CrPC
ARTICLE 90.
વોરંટ કે સમન્સ કાઢવી, બનાવવા અને
તેનો અમલ કરવા સંબંધી આ પ્રકરણની જોગવાઈઓ આ અધિનિયમ હેઠળ કાઢેલા દરેક સમન્સને અને
ઘરપકડનાવોરંટને શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment