ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 5
વ્યક્તિઓની ધરપકડ
(કલમ 41 થી 60)
CrPC
ARTICLE 41.
-પોલીસ અધિકારના ગુના સાથે સંકળાયેલ ગુના માટે પોલીસ વગર વોરંટ પકડી શકશે.
-પોલીસ અધિકારીને નીચે જણાવેલ સંજોગો દરમિયાન વગર વોરન્ટ અને મેજિસ્ટ્રેટના હુકમ વગર ધરપકડ કરવાની સત્તા છે :
[A] પોલીસ અધિકારીની હાજરીમાં કોઈ પોલીસ
અધિકારક્ષેત્રનો ગુનોકરવામાં આવે,
[B] જેની સામે એવી ખાતરીલાયક માહિતી મળી છે કે તેણે
પોલીસ અધિકારનો એવો ગુનો કર્યો છે જેની સજા સાતા વર્ષ સુધી લંબાવી શકાય તેવા
સ્વરૂપની કે તેથી વધુ હોય.
[C] આ અધિનિયમ હેઠળ
અથવા રાજ્ય સરકારના અન્ય કોઈ હુકમ દ્વારા જેને ગુનેગાર ઘોપિત કરેલ હોય.
[D] તે વ્યક્તિ પાસે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સંબંધિત
માલસામાન કે ચોરીનોમાલસામાન હોવાની શંકા હોય.
[E] પોલીસ અધિકારીને પોતાની ફરજ બજવવામાં અડચણરૂપ
થનાર અથવા જે પોલીસ અધિકારીની કસ્ટડીમાંથી છૂટીજાય કે તેની કોશિશ કરનાર,
[F] સૈન્ય દળોમાંથી નાસી આવેલાહોવાની જેના ઉપર
વાજબી શંકા હોય.
[G]. ભારત વિરુદ્ધ , ભારત બહાર કોઈ
ગુનો કરવામાં આવે તથા જેને પ્રત્યાર્પણ સંબંધી કોઈ કાયદા હેઠળ અથવા બીજીરીતે
ભારતમાં પકડવાને અને કસ્ટડીમાં રાખવાને પાત્ર હોય તે વ્યક્તિ.
(H) કલમ 356(5) નિયમોનો ભંગ
કરનાર સજા ભોગવીને છૂટેલો ગુનેગાર,
[I] કોઈ વ્યક્તિને
પકડવા માટે બીજા પોલીસ અધિકારી તરફથી મૌખિક કે લેખિત રીતે કહેવામાં આવ્યું હોય તથા
જેની પાસેથી એવો ઓર્ડર મળેલ હોય તે અધિકારી વગર વોરન્ટ કાયદેસર રીતે પકડી શકે તેમ
છે, એવું માલૂમ પડેલ હોય.
CrPC
ARTICLE41-A.
-પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેની નોટિસ,
[1] પોલીસ અધિકારી કલમ 41(1) હેઠળ જેની ધરપકડ
કરવાની નથી તેવા દરેક કિસ્સામાં આવી વ્યક્તિ કે જેની સામે વાજબી ફરિયાદ કરવામાં
આવી છે તેને અથવા જેની સામે ખાતરીલાયક માહિતી મળેલ છે અથવા તેની બાબતમાં તેને કલમ 41(1) હેઠળ એક નોટિસ આપીને એવી સૂચના આપશે કે તેણે એની સમક્ષ હાજર
થવું અથવા નોટિસમાં દર્શાવેલા અન્ય કોઈ સ્થળે હાજર થવા માટે આદેશ આપશે.
[2] જ્યારે આ પ્રકારની નોટિસ કોઈ વ્યક્તિ સામે
કાઢવામાં આવે ત્યારે એ નોટિસનો અમલ કરવાની તે વ્યક્તિનીફરજ છે.
[3] જ્યાં આવી વ્યક્તિ નોટિસનો અમલ કરે અને અમલીકરણ
ચાલુ રાખે ત્યાં એવી વ્યક્તિને નોટિસમાં દશવિલાગુના બાબતમાં કેદ કરાશે નહિ, સિવાય કે પોલીસ ઓફિસરના અભિપ્રાય મુજબ એવી વ્યક્તિને કેદ
કરવી જજોઈએ તેમ હોય અને જેના કારણો લેખિતમાંજણાવેલ હોય.
[4] જ્યાં આવી વ્યક્તિ નોટિસમાં જણાવેલીશરતોનું
પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે એવી વ્યક્તિને નોટિસમાં જણાવેલા ગુના માટે કેદ
કરવાનું પોલીસ અધિકારી માટે કાયદેસરનું બનશે અને આ બાબતમાં સક્ષમ અધિકારીએ જે
આદેશો કર્યા હોય તેને આધીન ગણાશે.
CrPC
ARTICLE 41- [B]
-દરેક પોલીસ અધિકારીએ ધરપકડ કરતી વખતે
(A).
-દરેક પોલીસ અધિકારીએ પોતાની સરળ ઓળખ માટે
પોતાના નામની ઓળખ ધારણ કરવી પડશે. (ગણવેશતથા પોતાની
ઓળખ થાય તેવી કોઈ નિશાની )
[B]
-તેમને ધરપકડ માટેનું એક વોરન્ટ તૈયાર કરવું
પડશે.
-જેમાં ધરપકડ કરાયેલી વ્યક્તિના કુટુંબમાંથી
ઓછામાં ઓછા એક સાક્ષીએ સહી કરવાની રહેશે અથવા તો ધરપકડ જ્યાં થઈ છે તે જગ્યાની કોઈ
પ્રતિષ્ઠાવાળી વ્યક્તિએ સાક્ષી તરીકે સહી કરવાની રહેશે.
-ધરપકડ કરાયેલી વ્યક્તિની પણ સામી સહી લેવાની
રહેશે. . .
[C]
-જો તે મેમોરેન્ડમમાં કોઈ કુટુંબની વ્યક્તિએ સહી
ન કરી હોય તો, ધરપકડ કરાયેલી વ્યક્તિને એમ જણાવશે કેએની
ધરપકડના સમાચાર તે એના કોઈ સગાંને કે મિત્રને પહોંચાડવા હક્કદાર છે.
CrPC ARTICLE 41-c.
-જિલ્લાઓ ખાતે કન્ટ્રોલ રૂમ :
[1] રાજ્ય સરકાર
(A) દરેક તાલુકામાં, અને
(B) રાજ્ય કક્ષાએ – પોલીસ
કન્ટ્રોલરૂમનીસ્થાપના કરશે.
[2] દરેક ડિસ્ટ્રિક્ટનાકન્ટ્રોલરૂમનીઓક્સિની બહાર રાજ્ય સરકાર
એક નોટિસ મૂકશે, જેમાં ધરપકડ કરાયેલી વ્યક્તિઓનાં નામ-સરનામાં અને જેણે ધરપકડ કરી છે તે પોલીસ ઓફિસરનું નામ-સરનામું જણાવશે.
[3] રાજ્ય સ્તરે પોલીસ હેડક્વાટર્સમાંનોકન્ટ્રોલ
રૂમ ધરપકડ કરાયેલી વ્યક્તિઓએ કરેલા ગુનાની વિગતો, તેઓની સામે જેનો
આરોપ છે, તે ગુનાનો પ્રકાર દશવિતી વિગતો સમયાંતરે
એકત્રિત કરશે તથા નિભાવ કરશે, આ જાહેર જનતા
માટે રહેશે.
CrPC ARTICLE 41- D
-પૂછપરછ દરમિયાન પોતાની પસંદગીનાએડવોકેટને મળવા
ધરપકડ થયેલી વ્યકિતનો હક્ક/અધિકાર :
-જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરાય અને પોલીસથી
તેની પૂછતાછ કરવામાં આવે તે દરમિયાન એ વ્યક્તિ પોતાની પસંદગીના ધારાશાસ્ત્રી (વકીલ)ને મળવાનો અધિકાર ધરાવે છે, પરંતુ સમગ્ર પૂછપરછ દરમિયાન આવો હક્ક મળતો નથી.
CrPC ARTICLE42.
-કોઈ પોલીસ અધિકારીની હાજરીમાં જેણે પોલીસ
અધિકાર બહારનો કોઈ ગુનો કર્યો હોય અથવા જેના ઉપર એવો ગુનો કરવાનો આરોપ મૂકવામાં
આવ્યો હોય તે વ્યક્તિ, એવા અધિકારી પૂછે ત્યારે પોતાનું નામઠામ (નામ-સરનામું) જણાવવાની ના પાડે
અથવા એવું નામઠામ આપે કે જે ખોટું હોય તો તે વ્યક્તિના ચોકકસનામઠામની માહિતી
પ્રાપ્ત કરવા માટે તે અધિકારી તેની ધરપકડ કરી શકે છે.
CrPC ARTICLE 43.
-કોઈ પણ ખાનગી વ્યક્તિ, પોતાની હાજરીમાં
બિનજામીની અને પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો કરનાર અથવા દોપિતા ગુનેગારને પકડી અથવા
પકડાવી શકશે અને આવી પકડાયેલ વ્યક્તિને ઢીલ કર્યા વિના તેને કોઈ પોલીસ અધિકારીને
સોંપી દેશે. જો કોઈ પોલીસ અધિકારી હાજર ન હોય તો તે
વ્યક્તિને નજીકના પોલીસ સ્ટેશને મોકલી દેશે.
CrPC ARTICLE 44.
-મેજિસ્ટ્રેટે ધરપકડ કરવા બાબત :
[1] કોઈ એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની
હાજરીમાં તેની સ્થાનિક હકુમતમાં કોઈ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે તે પોતે
ગુનેગારને પકડી શકશે અથવા તેને પકડવાનો કોઈ વ્યક્તિને હુકમ કરી શકશે અને તેમ થયે
જામીન લેવા અંગેની આ અધિનિયમનીજોગવાઈઓ અનુસાર કસ્ટડીમાં મોકલી દેશે.
[2] કોઈ એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને
કોઈ વ્યક્તિને પકડવાનુંવોરન્ટકાઢવાની સત્તા હોય ત્યારે પોતાની સ્થાનિક હકુમતમાં તે
વ્યક્તિને પોતે પકડવાનું ફરમાન કરી શકશે.
CrPC ARTICLE 45.
-આ અધિનિયમની કલમ 41થી 44 સુધીમાં ગમે તે મજકૂર હોય તે છતાં સંઘના સશસ્ત્ર દળોના કોઈ
સભ્યને (સૈનિકોને) પોતાની સરકારી
ફરજ બજાવતી વખતે તેણે કરેલ અથવા તેણે કરવું અભિપ્રેરિત હોય તેવા કોઈ કૃત્ય માટે
સરકારની (કેન્દ્ર સરકાર + રાજ્ય સરકાર) પરવાનગી વગર ધરપકડ કરી શકાશે નહીં. સાર : સૈનિકોને કલમ 41થી 44ની જોગવાઈઓ લાગુ પડશે નહીં.
CrPC ARTICLE 46.
-ધરપકડની રીત :
-ધરપકડ કરનાર અધિકારી કે અન્ય વ્યક્તિ પોતાના
શબ્દો કે ચેષ્ટાથી ધરપકડ કરવા કે તાબે ન થનારના શરીરને સ્પર્શીને તેને અટકાયતમાં
લઈ શકશે.
-મહિલાની ધરપકડ (વર્ષ 2008નો સુધારો, તા. 31-12-2009થી લાગુ) જ્યારે પણ
મહિલાની ધરપકડ કરવાની હોય ત્યારે એની ધરપકડની જાણ એને મૌખિક રીતે કરાય ત્યારે એ
હવાલાતમાં જવાને તાબે થયેલ છે એમ માનવામાં આવશે. આ ઉપરાંત સંજોગો
જો વિપરિતદશવિતા ન હોય અથવા પોલીસ અધિકારી મહિલા ન હોય તો તેણીની. ધરપકડ માટે પુરુષ પોલીસ અધિકારી એ મહિલાનેઅડકશે નહિ.
-જ્યારે વ્યક્તિ પોતાને
પકડવાનાપ્રયાસોનોબળપૂર્વક સામનો કરે અથવા ધરપકડમાં અવરોધ કરે તો પોલીસ અધિકારી કે
અન્ય વ્યક્તિ તેને પકડવા માટે જરૂરી એવા તમામ સાધનોનો ઉપયોગ કરી શકશે અને તેની
અટકાયત કરી શકશે. (હાથ-સાંકળ) હાથકડીનો ઉપયોગ)
-જે વ્યક્તિ ઉપર મોતની કે જનમટીપની સજાને પાત્ર
ગુનાનો આરોપ ન હોય તે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો હક્ક આ કલમની કોઈ પણ જોગવાઈથી
મળતો નથી.
-રાત્રે સ્ત્રીની ધરપક અંગે (2005નો સુધારો, 23-06-2006થી અમલી) અમુક અપવાદજનકસંજોગોને બાદ કરતા સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય
પહેલાં કોઈ સ્ત્રીને કેદ કરી શકાશે નહિ અને જ્યારે અપવાદજનક સંજોગો હોય ત્યારે
મહિલા પોલીસ અધિકારી લેખિત રિપોર્ટ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની (J.M.F.C.) અગાઉથી પરવાનગી મેળવશે. આ એવા
મેજિસ્ટ્રેટ હોવા જોઈએ કે જેની હકુમતની હદમાં આ ગુનો થયો હોય.
CrPC
ARTICLE 47.
-જગ્યાની ઝડતી :
-ધરપકડ કરવાનો અધિકાર ધરાવતા પોલીસ અધિકારી અથવા
ધરપકડનાવોરન્ટનો અમલ કરનાર વ્યક્તિ એમ માનવાને કારણ હોય કે જેની ધરપકડ કરવાની છે
તે વ્યક્તિ કોઈ જગ્યામાં છૂપાઈ કે પેસી ગઈ છે અથવા શંકા હોય કે તે કોઈ જગ્યામાં છે
તો તે જગ્યામાં રહેનાર અથવા તેનો કાયદેસરનો ચાર્જ ધરાવનાર વ્યક્તિએ
વોરન્ટબજવનારઅધિકારીનેતે જગ્યામાં અડચણ વગર આવવા દેવા જોઈએ અને તે જગ્યામાં ઝડતી
માટેની તમામ સુવિધા પૂરી પાડવાની રહેશે.
-ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે જો તે જગ્યાની અંદર ન
જઈ શકાય તો, વોરન્ટનો અમલ કરનાર વ્યક્તિ અથવા ધરપકડ કરવા
આવેલ પોલીસ અધિકારી પડવા ધારેલ વ્યક્તિના કે અન્ય કોઈ વ્યક્તિના કોઈ ઘર કે જગ્યાનું
બહારનું કે અંદરનું કોઈ બારણું અથવા બારી તોડીને ખોલી નાખે તો તે કાયદેસર ગણાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિના ધરપકડનુંવોરન્ટકઢાવીશકાતું હોય, પરંતુ જેની ધરપકડ કરવાની હોય તે વ્યક્તિને નાસી છુટવાની તક
મળે તે પહેલાં વોરન્ટ મેળવી શકાય તેમ ન હોય તો પોલીસ અધિકારી તે જગ્યામાં
પ્રવેશીને ઝડતી લે અને પોતાના અધિકાર તથા હેતુની જાણ કર્યા પછી પણ જો દાખલ થવાની
ના પાડવામાં આવે તો બહાર કે અંદરના બારી કે બારણાનેતોડીને પ્રવેશી શકશે.
-રિવાજ પ્રમાણે જાહેરમાં ન નીકળતી એવી કોઈ
સ્ત્રી કે જેને પકડવાની ન હોય તેને બહાર જવાની છૂટ છે એમ જણાવી તેને ત્યાંથી બહાર
જવાની વાજબી સગવડ આપવી જોઈએ, ત્યાર બાદ ખંડ
તોડીને તેમાં પ્રવેશી શકાશે,
-ધરપકડ કરવા માટે કાયદેસર રીતે દાખલ થયેલ પોલીસ
અધિકારી કે ધરપકડ કરવા સત્તા ધરાવનાર અન્ય વ્યક્તિને ત્યાં પૂરી દેવાય તો તેને
બહાર કાઢવા માટે બહારનું કે અંદરનું બારણું કે બારી તોડી નાખી શકશે
CrPC
ARTICLE48.
-પોલીસ અધિકારી જે વ્યક્તિને પકડવાનો અધિકાર
ધરાવતો હોય તેને વગર વોરંટેપકડવા માટે ભારતમાં કોઈ પણ જગ્યાએ તેનો પીછો પકડી શકશે,
CrPC
ARTICLE49.
-પકડાયેલ વ્યક્તિ નાસી ન જાય તે માટે જરૂરી હોય
તે કરતા વધુ નિયંત્રણ તેના ઉપર મૂકવા જોઈએ નહીં.
CrPC
ARTICLE 50.
-કોઈ પણ વ્યક્તિને વગર વોરન્ટપકડનાર દરેક પોલીસ
અધિકારી અન્ય વ્યક્તિએ, ધરપકડ કરેલ વ્યક્તિને તેની ધરપકડના તમામ
કારણોની સંપૂર્ણ વિગતો જણાવવાની રહેશે. જેના ઉપર બિન-જામીનીગુનાનો આરોપ ન હોય તે વ્યક્તિને પોલીસ અધિકારી વગર વોરન્ટ
પકડે ત્યારે તે જામીન ઉપર છૂટવા માટે હક્કદાર છે તે બાબતની અને તેના વતી જામીનની
વ્યવસ્થા પોતે કરી શકશે તે બાબતની જાણ કરવી જોઇશે.
-સાર: ધરપકડ થયેલ
વ્યક્તિને તેની ધરપકડના કારણો તથા તેને જામીન મળવાપાત્ર છે કે કેમ તેની જાણ કરવાની
રહેશે.
CrPC
ARTICLE 50-A.
-જ્યારે કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે
ત્યારે તેની અટકાયત કરનાર પોલીસ અધિકારીએ, તે વ્યક્તિના કોઈ
સગાં-સંબંધી, મિત્ર અથવા તેની
અન્ય કોઈ નજીકની વ્યક્તિને આવી અટકાયતની અને સ્થળ બાબતની તુરંત માહિતી આપવાની
રહેશે.
-જ્યારે પોલીસ અધિકારી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં
લાવે ત્યારે જ ઉપરોક્ત મળવાપાત્રહક્કની જાણ વ્યક્તિને કરશે.
- રાજ્ય સરકાર વતી નક્કી કરાયેલા નિયત ફોર્મમાં
અટક કરાયેલી વ્યક્તિની માહિતીની નોંધણી કરવાની રહેશે જેની અસર ચોપડા સ્વરૂપે પોલીસ
સ્ટેશનમાં પણ રાખવી જોઈશે.
-મેજિસ્ટ્રેટ સમક્ષ અટકાયત કરેલ વ્યક્તિને રજૂ
કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ પણ આ બાબતોની ચકાસણી કરશે.
CrPC
ARTICLE 51.
-જામીન લેવાની જોગવાઈ ન કરતા વોરન્ટ ઉપરથી કોઈ
પોલીસ અધિકારીએ જ્યારે પણ કોઈ વ્યક્તિને પડેલ હોય અથવા જામીન લેવાની જોગવાઈ કરતા
વોરન્ટ ઉપરથી પકડાયેલ વ્યક્તિ જ્યારે પણ જામીન આપી શકે નહીં ત્યારે તથા જ્યારે
કોઈની વગર વોરન્ટ ધરપકડ કરવામાં આવી હોય ત્યારે પોલીસ અધિકારી તે વ્યક્તિની ઝડતી
લઈ શકશે અને તેના શરીર ઉપર પહેરવાની જરૂર પૂરતાં કપડાં સિવાયની મળી આવેલ તમામ
વસ્તુઓને સલામત કસ્ટડીમાં રાખી શકશે. અને પકડાયેલ
વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ જપ્ત કરવામાં આવી હોય ત્યારે પોલીસ અધિકારીએ કબજામાં
લીધેલી વસ્તુઓ દર્શાવતી પહોંચે તે વ્યક્તિને આપવી જોઈશે.
- જ્યારે પણ કોઈ સ્ત્રીની ઝડતી લેવડાવવાની જરૂર
હોય, ત્યારે પૂરી સભ્યતા જાળવીને બીજી કોઈ સ્ત્રી
મારફ્ત ઝડતી લેવડાવવી જોઈએ.
CrPC
ARTICLE 52.
-આક્રમક શસ્સો જપ્ત કરવા :
-આ અધિનિયમ હેઠળ ધરપકડ કરનાર અધિકારી કે અન્ય
વ્યક્તિ, પકડાયેલ વ્યક્તિના અંગ ઉપરના આક્રમક શસ્ત્રો
તેની પાસેથી લઈ શકશે અને પકડાયેલ વ્યક્તિને આ અધિનિયમ મુજબ જે કોર્ટ અથવા અધિકારી
સમક્ષ રજૂ કરવાનું આવશ્યક હોય તેને આ રીતે લઈ લીધેલાં તમામ શસ્ત્રો સોંપી દેવાના
રહેશે.
CrPC
ARTICLE 53.
-
જ્યારેકોઈવ્યક્તિનીશારીરિકતપાસઉપરથીગુનોથવાસંબંધીપુરાવોમળીરહેશેએવુંમાનવાનેવાજબીકારણોહોયતો, ત્યારેસબ-ઈન્સ્પેક્ટરથીઊતરતાદરજ્જાનાનહોયતેવાપોલીસઅધિકારીનીવિનંતીથીકાર્યકરનારનોંધાયેલાતબીબીવ્યવસાયી તેવી પકડાયેલી વ્યક્તિની સદરહુ તપાસ કરવાનું
કાર્ય કરશે અને તેમાં કાયદેરારનું યોગ્ય બળ વાપરી શકશે,
-
જ્યારે પણ આ
અધિનિયમની આ કલમ હેઠળ કોઈ સ્ત્રીની તપાસ કરવાની હોય ત્યારે તે તપાસ નોંધાયેલી
સ્ત્રી તબીબી વ્યવસાયીએ જ અથવા તેની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ,
CrPC
ARTICLE 53-A.
-બળાત્કારી વ્યક્તિની તબીબી અધિકારી દ્વારા તપાસ
-
જ્યારેવ્યક્તિનીધરપકડબળાત્કારનાગુનામાંકેતેનોપ્રયત્નકરવાનાગુનામાંકરવામાંઆવીહોયઅનેએવુંમાનવામાટેવાજબીકારણોહોયકેઆવીવ્યક્તિનીતબીબીતપાસકરવાથીઆવોગુનોબન્યાઅંગેપુરાવોમળીશકશેત્યારેરાજ્યસરકારઅથવા સ્થાનિક સત્તા દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલમાં કામ કરતા
નોંધાયેલા તબીબી વ્યવસાયી માટે અને જ્યારે આવો ગુનો બન્યાનીજગ્યાથી 16 kmના ક્ષેત્રમાં આવી નોંધાયેલા તબીબી વ્યવસાયીની
ગેરહાજરીમાં બીજી કોઈ નોંધાયેલા તબીબી વ્યવસાયી દ્વારા પોલીસ સબ-ઇન્સપેક્ટર કરતાં નીચેના દરજ્જાની ન હોય તેવા અધિકારીની
વિનંતી પરથી આવી ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની તપાસ કરવાનું અને તે હેતુ માટે
વીજળી બળનો ઉપયોગ કરવાનું કાયદેસર ગણવામાં આવશે.
-આવી તપાસ કરી રહેલા નોંધાયેલા તબીબી વ્યવસાયી
જેઓ આવી તપાસ કરી રહ્યાં છે તેઓએ વિલંબ કર્યા વિના તપાસ અંગે નીચેની વિગતો
દર્શાવતો અહેવાલ આપવાનો રહેશે :
(1) આરોપીનું નામ અને સરનામું તથા આરોપીને લઈ આવનાર
વ્યક્તિનું નામ
(2) આરોપીની ઉંમર
(૩) આરોપીના શરીર પર જે કોઈ ઇજાની નિશાની હોય તો તે,
(4) DNAની રૂપરેખા માટે
આરોપીના શરીરમાંથી લેવામાં આવેલ તત્ત્વનુંવર્ણન (5) બીજી મહત્ત્વની
વિગતો
-અહેવાલમાં દરેક નિર્ણય માટે ટૂંકમાં કારણો
જણાવવા,
-અહેવાલમાં તપાસ શરૂ કયનિા અને તપાસ પૂરી
કર્યાનો ચોક્કસ સમય નોંધવો.
-નોંધાયેલા તબીબી વ્યવસાયી વિલંબ વગર પોતાનો આ
અહેવાલ તપાસ અધિકારીનેમોકલશે જેઓ તેને કલમ 173 (તહોમતનામું
ચાર્જશીટ)માં ઉલ્લેખ કર્યા મુજબ મેજિસ્ટ્રેટના દસ્તાવેજ
તરીકે ગણાશે.
CrPC
ARTICLE 54.
-જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે
તેમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની નોકરીમાં હોય તેવા તબીબી અધિકારી દ્વારા
તપાસ કરવામાં આવશે અને જો આવા તબીબી અધિકારી ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં અન્ય
નોંધાયેલા તબીબી વ્યવસાયી પાસેથી તેની તપાસ કરવામાં આવશે.
-ધરપકડ કરાયેલ વ્યક્તિ મહિલા હોય ત્યારે એની
તબીબી તપાસ માત્ર મહિલા તબીબી અધિકારી અથવા તેમની દેખરેખ હેઠળ કરાશે અને જો કોઈ
મહિલા તબીબી અધિકારી ઉપલબ્ધ ન હોય ત્યારે આવી તપાસ અન્ય નોંધાયેલા સ્ત્રી તબીબી
અધિકારી દ્વારા કરવામાં આવશે,
-ધરપકડ થયેલ વ્યક્તિને તપાસનાર તબીબી અધિકારી
અથવા અન્ય નોંધાયેલા તબીબી અધિકારી આવી તપાસનો રેકર્ડ બનાવશે અને તેમાં એના શરીર
પર થયેલી ઇજા અથવા તેની પર બળપ્રયોગ કે હિંસા કર્યાના કોઈ ચિહ્નો હશે તો તે જણાવશે
અને આવી ઇજાથયાનીનિશાનીઓ ક્યારે કરાઈ હશે તે બાબતનો સમય આશરે જણાવશે.
CrPC
ARTICLE 54-A.
-ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની ઓળખઃ (ઓળખ પરેડનો રિપોર્ટ)
-જ્યારે વ્યક્તિની કોઈ ગુનો કર્યાનાઆરોપસર ધરપકડ
કરવામાં આવે અને તેની અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા ઓળખ કરાવવી જરૂરી હોય
ત્યારે કોર્ટ કે જે હકુમત ધરાવતી હોય તે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીની
વિનંતી પર આવી ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને અદાલતને યોગ્ય લાગે તે રીતે કોઈ
વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા પોતાની ઓળખ કરાવશે.
-ઓળખ પરેડનો રિપોર્ટ (અહેવાલ) ન સ્વીકારવાથી કોર્ટમાં તેવા રિપોર્ટનાસ્વીકારને પુરાવામાં
અસ્વીકાર્ય જાણી શકાતો નથી.
- જો ધરપકડ કરાયેલ વ્યક્તિને ઓળખનાર વ્યક્તિ
માનસિક કે શારીરિક રીતે અસમર્થ હોય ત્યારે આવી ઓળખની. કાર્યવાહી
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવશે અને તેઓ તે અંગે યોગ્ય પગલાં
લઈને આવી ધરપકડ કરાયેલ વ્યક્તિને ઓળખનાર વ્યક્તિને સાનુકૂળ હોવા અંગેની ખાતરી કરશે. જો ધરપકડ કરાયેલ વ્યક્તિને ઓળખનાર વ્યક્તિ માનસિક અથવા
શારીરિક રીતે અસમર્થ હોય, તો ઓળખનીકાર્યવાહીનીવીડિયોગ્રાફી કરી શકાશે.
CrPC
ARTICLE 55.
-કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા
પ્રકરણ 12 હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી વગર વોરંટ
કાયદેસર રીતે પકડી શકાય. તે વ્યક્તિને પોતે હાજર ન હોય તેવા સંજોગોમાં
વગર વોરંટ પકડવા પોતાના તાબાના કોઈ અધિકારીનેમાવે ત્યારે તેણે તે અધિકારીને જેની
અટકાયત કે ધરપકડ કરવાની હોય તે વ્યક્તિને નિર્દિષ્ટ કરીને અને જેના માટે ધરપકડ
કરવાની હોય તે ગુના અથવા બીજું કારણ દર્શાવીને લેખિત રીતે હુકમ આપવો જોઇશે અને
આવું કરવાનું જેને ફરમાન હોય તે અધિકારીએ, ધરપકડ પહેલાં, પકડવાની વ્યક્તિને તે હુકમનો સારાંશ જણાવવોજોઈશે અને જો તે
વ્યક્તિ જોવા માગે તો તેને તે હુકમ બતાવવો જોઈએ.
- ઉપરોક્ત જોગવાઈથી કલમ 41 હેઠળ કોઈ
વ્યક્તિને પકડવા માટેની પોલીસ અધિકારીની સત્તાને બાધ આવશે નહીં.
CrPC
ARTICLE 55-A
-(2008ના સુધારા દ્વારા) (31/12/2009થી અમલી)
-આરોપીની સલામતી અને સ્વાથ્યની તકેદારી અંગેની
ફરજ આરોપીનો હવાલો ધરાવનાર વ્યક્તિ રહેશે.
CrPC
ARTICLE 56.
- વોરંટ વગર પકડનાર પોલીસ અધિકારીએપકડાયેલ
વ્યક્તિને, ઢીલ કર્યા વિના અને જામીન સંબંધી જોગવાઈઓને
આધીન રહીને, તે અંગે હકૂમત ધરાવતાં મેજિસ્ટ્રેટ સમક્ષ અથવા
કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ લઇ જવી જોઈએ અથવા મોકલવી જોઈએ.
CrPC
ARTICLE 57.
-વગર વોરંટેપકડાયેલ વ્યક્તિને કોઈ પોલીસ અધિકારી
24 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખી શકશે નહીં
અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડશે.
- 24 કલાકના સમયમાં, ધરપકડનાસ્થળેથીમેજિસ્ટ્રેટની
કોર્ટ સુધી પહોંચવા માટેનો પ્રવાસ સમય બાદ ગણાય છે.
CrPC
ARTICLE 58.
-પકડાયેલ તમામ વ્યક્તિઓની જાણ તેણે જિલ્લા
મેજિસ્ટ્રેટ અથવા ક્રમાવે તેવા પેટા વિભાગીયમેજિસ્ટ્રેટને કરવી જોઈશે . પછી ભલે તેણે જામીન લીધા હોય કે નહીં.
CrPC
ARTICLE 59.
-પોલીસ અધિકારીએપકડેલ વ્યક્તિને જામીન લીધા
સિવાય કે મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ સિવાય છોડી શકશે નહીં.
CrPC
ARTICLE 60.
-પોલીસ અધિકારીને કોઈ નાસી છૂટે તો તેનો પીછો
પકડીને ફરી પકડવાની સત્તા રહેશે.
CrPC
ARTICLE 60-A
-કડક રીતે સંહિતા મુજબ ધરપકડ કરવી : (2008નો સુધારો, 31/12/2009થી અમલી)
- આ અધિનિયમ અથવા ધરપકડ માટે જોગવાઈ કરતા સમયસર
અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદાની જોગવાઈ સિવાય કોઈ ધરપકડ કરવામાં આવશે નહીં.
download pdf click here
read CrPC chapter 4 click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment