header

(૫૫) ચિંતા અને ચિતા,Anxiety and Cheetah

 

(૫૫) ચિંતા અને ચિતા


 

ફારસનો બાદશાહ અકબરનો મિત્ર હતો. એકવાર એણે એક ઘેટું અકબરના દરબારમાં મોકલ્યું. સાથે સંદેશ પણ મોકલ્યો કે હું જે ઘેટું મોકલી રહ્યો છું એને સારામાં સારું ભોજન ખવડાવજો પણ એનું વજન એક રતી ભાર પર ન વધવું જોઈએ.બે મહીના પછી હું એ ઘેટું લેવા આવીશ અને જો ઘેટાનું વજન વધ્યું હશે તો તમારે એક લાખ સોનામહોર આપવી પડશે. જો વજન વધ્યું નહીં હોય તો હું એક લાખ સોનામહોર આપીશ.

 

બાદશાહ ચિંતામાં પડી ગયા. એક લાખ સોનામહોર આપવી પડે એ વાતનું દુઃખ ન હતું પણ રાજનું નાક જાય એ વાતની ચિંતા હતી. બાદશાહે તો આખા દરબારને આ સમસ્યા જણાવી અને કોઈ પણ હિસાબે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવાનું કહ્યું.જયારે તમામ દરબારી નીચું જોઈ ગયા ત્યારે બીરબલ ઉભો થયો.

 

“નામદાર, એક યુક્તિ છે. આનું વજન એક રતી ભાર પણ નહીં વધે, તમે ફક્ત એટલું કરો કે જ્યાં આ ઘેટાને બાંધીને રાખો

એની બંને તરફ બે વરુ બાંધી દો અને એટલા દૂર બાંધો કે એ ઘેટાને ખાઈ ન શકે.”

 

તત્કાળ બીરબલની વાતનો અમલ થયો. જ્યાં ઘેટાને સારામાં સારું ઘાસ ખાવા અપાતું.

 

બરાબર બે મહીના પછી ફારસનો બાદશાહ આવ્યો. ઘેટાનું વજન કરાવ્યું તો રતીભાર પણ વધ્યું ન હતું. ફારસના બાદશાહે ખુશ થઈને એક લાખ સોનામહોર આપી દીધી.

 

અકબરે બીરબલને ઘેટાનું વજન વધવાનું કારણ પૂછ્યું તો બીરબલ બોલ્યો - “નામદાર, ચિંતા ચિતા સમાન છે. સારામાં સારો ખોરાક મળવાથી ઘેટાનું લોહી બનતું હતું એ બધું એ વરુઓને જોતા જ ડરના કારણે બળી જતું હતું. તેથી ઘેટું એવું ને એવું રહ્યું.”

 

બીરબલની બુદ્ધિ પર ફિદા થઈ ગયેલા બાદશાહે લાખ સોનામહોર બીરબલને આપી દીધી.

Read (૫૪) બેગમોની મુસીબત,









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ