ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 10
જાહેર વ્યવસ્થા અને સુલેહ-શાંતિ જાળવવા
બાબત
(કલમ 129 થી 148)
પ્રકરણ 10 (ક)
ગેરકાયદેસર મંડળીઓ
(કલમ129 થી 132)
CrPC
ARTICLE 129.
મુલકી (નાગરિક) દળનો ઉપયોગ કરીને
મંડળી વિખેરવા બાબત :
(1) કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા કોઈ પોલીસ
સ્ટેશનના ઇનચાર્જ અધિકારી અથવા એવા ઇનચાર્જ અધિકારી ગેરહાજર હોય તો
સબઇન્સ્પેક્ટરથી ઊતરતા દરજ્જાના ન હોય તે પોલીસ અધિકારી કોઈ પણ ગેરકાયદેસર મંડળીને
અથવા જાહેર સુલેહ-શાંતિમાં ખલેલ વિક્ષેપ પહોંચાડે એવો સંભવ હોય
તેવી પાંચ કે તેથી વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો આદેશ આપી શકશે અને તે
અનુસાર તેઓએ વિખેરાઈ જવાનું રહેશે.
(2) અને જો આદેશ આપ્યા બાદ પણ જો ન વિખેરાય તો
ઉપરોક્ત જણાવેલ સત્તાધિકારી (1માં જણાવેલ) બળથી વિખેરી નાંખવા યોગ્ય પગલાં લેશે અને તે મંડળીને વિખેરી
નાંખવા માટે અથવા તેમને કાયદાનુસાર સજા કરવામાં આવે તે માટે તેમાં સામેલ
વ્યક્તિઓને પકડીને અટકાયતમાં રાખવા માટે સશસ્ત્ર દળના અધિકારી કે સભ્ય ન હોય તથા
તેવી હેસિયતથી કામ ન કરી રહેલા કોઈ પુરુષ વ્યક્તિની સહાય માંગી શકશે.
CrPC
ARTICLE 130.
મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ :
(1) જો આવી મંડળી અન્ય રીતે વિખેરાય તો તેને વિખેરી
નાંખવા માટે સૌથી ઊંચા દરજ્જાનાએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળો વડે તેને વિખેરી
નંખાવી શકે,
(2)એવા મેજિસ્ટ્રેટ સમગ્ર દળની કોઈ કમાન્ડિંગ ઓફિસરને પોતાના
હેઠળ આવતી સશસ્ત્ર દળની ટુકડી દ્વારા મંડળીનેવિખેરવા તથા મંડળીનાસભ્યોનેઅટકમાં
લેવાની સત્તા આપી શકે.
(3) સશસ્ત્ર દળના અધિકારી આ આદેશનો અમલ પોતાને
યોગ્ય લાગે તે મુજબ કરશે , પરંતુ મંડળીને
વિખેરવા તથા વ્યક્તિઓની અટકાયત કરવામાં ઓછામાં ઓછો બળનો પ્રયોગ કરશે તથા જાનમાલને
ઓછામાં ઓછું નુકસાન કરશે,
CrPC
ARTICLE 131.
જ્યારે કોઈ મંડળી જાહેર સલામતીને જોખમમાં મૂકતી
હોય તેમ જણાય અને કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટનો સંપર્ક સાધી શકાય તેમ ન હોય
ત્યારે સશસ્ત્ર દળમાં કમિશી ધરાવતા કોઈ અધિકારી અથવા સશસ્ત્ર દળના રાજ્યત્રિત
અધિકારી પોતાના નીચેના સશસ્ત્ર દળની મદદથી તે મંડળીને વિખેરી શકશે અને એવી
મંડળીમાં સામેલ વ્યક્તિઓની યોગ્ય બળ વાપરીને અટકાયત પણ કરી શકશે, પરંતુ તેઓ આ પગલાં લેતી વખતે કોઈ એઝિક્યુટિવમેજિસ્ટ્રેટનો સંપર્ક
સાધવો જરૂરી છે.
CrPC
ARTICLE 132.
-કલમ 129, 130 અને 111 પ્રમાણેનું કાર્ય કરનાર કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં યોગ્ય
મંજૂરી (રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની) વગર કોર્ટમાં ફરિયાદ કરી શકાશે નહીં. અર્થાત
ગેરકાયદેસર મંડળીને વિખેરવાનું કાર્ય કરનાર તમામ વ્યક્તિ (રાજ્યસેવક) શુદ્ધબુદ્ધિ તે કાર્ય કરી રહ્યા હોય તેવું ગણાશે.
પ્રકરણ 10 (ખ)
જાહેર ત્રાસદાયક બાબતો
(કલમ 133 થી 143)
CrPC
ARTICLE 133.
ત્રાસદાયક બાબતોને દૂર કરવાનો શરતી હુકમ :
-જો કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજ્ય સરકારે આ બાબતે જેને ખાસ
અધિકાર આપેલા હોય, તે બીજા કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને પોલીસ
અધિકારીનો રિપોર્ટ અથવા અન્ય માહિતી મળ્યા ઉપરથી એવું માનવાને કારણ હોય કે.....
-કોઈ નદી, તળાવ, રસ્તા, નાળા કે કોઈ
જાહેર જગ્યાએથી કોઈ ગેરકાયદેસર અડચણ અથવા ત્રાસદાયક બાબત છે,તો તે દૂર કરવાનો.
- જાહેર સમાજની તંદુરસ્તી માટે કે શારીરિક
સુખાકારી માટે જે બાબત નુકસાનકારક છે તેવા પ્રકારનો કોઈ માલસામાન .દૂર કરવાનો
-આગ લાગે કે ધડાકો થઈ શકે તેવું કોઈ બાંધકામ
અથવા પદાર્થનો નિકાલ થતો અટકાવવો.
-કોઈ મકાન, તંબુ કે ઇમારત
અથવા ઝાડ એવી સ્થિતિમાં છે કે તે પડી જવાથી આજુબાજુ રહેઠાણ-ધંધો ધરાવનારને
નુકસાન થઈ શકે તેમ હોય કે ઇજા થઈ શકે તેમ હોય તો તેનું બાંધકામ અટકાવવું, મરામત કરાવવી કે તેને દૂર કરવાનો.
-કોઈ ઝનૂની પ્રાણીનો નાશ કરવો, તેને પૂરી રાખવું, કે તેનો બીજી
રીતે નિકાલ કરવાનો હુકમ ફરમાવી શકે.
-આ હુકમની વિરુદ્ધમાં દીવાની અદાલતમાં વાંધો
ઉઠાવી શકાશે નહીં.
CrPC
ARTICLE 134.
હુકમની બજવણી કે જાહેરાત:
-શક્ય હોય તો જેની વિરુદ્ધમાં હુકમ કરવામાં
આવ્યો હોય, તે વ્યક્તિ ઉપર સમન્સ બજાવવાના રહેશે.
- જો તે હુકમ તે રીતે બજાવી ના શકાય , તો રાજ્ય સરકાર નિયમ કરીને આદેશ આપે તે રીતે પ્રસિદ્ધ
કરેલાં જાહેરનામાથી તે અંગેની જાહેરાત કરવી જોઈશે અને તે વ્યક્તિને તેની જાણ કરવા
માટે સૌથી યોગ્ય લાગે તેવા સ્થળ કે જગ્યાઓ પર તેની નકલ ચટાડવીજોઈશે.
CrPC
ARTICLE 135.
-જેની વિરુદ્ધ હુકમ કરવામાં આવે તેને નિર્દિષ્ટ શરતોનું
પાલન કરવું જોઈશે અન્યથા કારણ દર્શાવવું જોઈએ.
CrPC
ARTICLE 136.
જો તે વ્યક્તિ તેમ ન કરે તો તેનું પરિણામ :
-તે વ્યક્તિ તે પ્રમાણે ન કરે અથવા હાજર થઈને
કારણ ન દર્શાવે તો ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.
CrPC
ARTICLE 137.
સાર્વજનિક અધિકાર હોવાનો ઇનકાર કરવામાં આવે
ત્યારે અનુસરવાની થતી કાર્યરીતિ :
-જ્યારે કોઈ રસ્તો, નદી, નાળા અથવા જગ્યાનો ઉપયોગ કરતાં લોકોને થતી અડચણ, ત્રાસ કે જોખમ નિવારવા માટે કલમ-133 મુજબ હુકમ
કરવામાં આવે ત્યારે જેની વિરુદ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ, પોતાની સમક્ષ હાજર થયે મેજિસ્ટ્રેટે તેમને પૂછવું જોઈશે કે
તે માર્ગ નદી, નાળા કે જગ્યા અંગે કોઈ સાર્વજનિક અધિકાર
હોવાનો તે ઇનકાર કરે છે કે કેમ, અને જો તે ઇનકાર
કરે તો મેજિસ્ટ્રેટ કલમ-138 હેઠળ કાર્યવાહી કરતાં પહેલા તે બાબતમાં તપાસ
કરશે.
CrPC
ARTICLE 138.
તે વ્યક્તિ કારણ જણાવવા માટે હાજર થાય ત્યારેઅનુસરવાની
કાર્યવાહી :
- કલમ-13૩ હેઠળ જેની
વિરુદ્ધમાં આદેશ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ, હાજર થઈને તે
બાબતમાં સમન્સ કેસમાં લેવાય છે, તે મુજબ પુરાવો
લેવો જોઈશે.
- મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે મૂળ હુકમ અથવા
પોતે જરૂરી ગણે છે તેવા જરૂરી ફેરફારો સાથેનો આદેશ યોગ્ય અને વાજબી છે, તો ફેરફારો વિના ફેરફારો સહિત તે હુકમ કાયમ કરવામાં આવશે.
-મેજિસ્ટ્રેટને એવી ખાતરી ન થાય તો તે બાબતમાં
આગળ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
CrPC
ARTICLE 139.
કલમ-137 કે 138 માટે તપાસ કરવા
અને નિષ્ણાતની જુબાની લેવાનુંફરમાવવાનીમેજિસ્ટ્રેટની સત્તા રહેશે.
CrPC
ARTICLE 140.
ઉપર મુજબ લેખિતસૂચના અને માર્ગદર્શન આપવા
વગેરેનીમેજિસ્ટ્રેટની સત્તા રહેશે.
CrPC
ARTICLE 141.
-હુકમ કાયમ રહેતાં નોટિસમાંની સમયમર્યાદામાં તે
બાબત દૂર કરવાની રહેશે અન્યથા ઇ.પી.કો, ની કલમ -188માં ઠરાવેલ શિક્ષા અનુસાર કાર્યવાહી થશે.
CrPC
ARTICLE 142.
મેજિસ્ટ્રેટને એમ લાગે કે નુકસાન અટકાવવા માટે
તાત્કાલિક પગલાં લેવાં જોઈશે તો તે તપાસ દરમિયાન મનાઈ હુકમ આપી શકશે અને શુદ્ધ
બુદ્ધિથી કરેલાં કાર્યો માટે દાવો થઈ શકશે નહીં.
CrPC
ARTICLE 143.
-સ્થાનિક કાયદામાં આપેલી વ્યાખ્યા પ્રમાણે
મેજિસ્ટ્રેટ જાહેર ત્રાસદાયક બાબતનું પુનરાવર્તન કરવાની અને તે ચાલુરાખવાની મનાઈ
કરી શકશે.
પ્રકરણ 10 (ગ)
ત્રાસદાયક બાબતો અથવા ભયના અંદેશાનાતાકીદના
પ્રસંગો
(કલમ144)
CrPC
ARTICLE 144.
-
જિલ્લામેજિસ્ટ્રેટ (DM), પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ (SDM) અથવા આ બાબતે
રાજ્ય સરકારે ખાસ રીતે અધિકાર આપેલા બીજા કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટના અભિપ્રાય
મુજબ , કોઈ વ્યક્તિને અમુક કામ ન કરવાનો અથવા તેના
કલમની કે તેના વહીવટ નીચની કોઈક મિલકત સંબંધમાં કોઈક વ્યવસ્થા કરવાનો આદેશ આપવાથી
કાયદેસર કામ કરતી વ્યક્તિને થતી અસર, ત્રાસ કે નુકસાન
અથવા લોકોનાં મન , સ્વાથ્ય અને સલામતીને થતું જોખમ અથવા જાહેર
સુલેહશાંતિનો ભંગ કે કે બખેડો અટકાવી શકશે.
-
આ કલમ હેઠળનો હુકમ કોઈ ચોક્કસ વ્યક્તિને અથવા
કોઈ ચોક્કસ સ્થળ કે વિસ્તારમાં રહેનાર વ્યક્તિઓને, અથવા કોઈ ચોક્કસ
સ્થળ કે વિસ્તારમાં વારંવાર કે કોઈ અવરજવર કરતી વ્યક્તિ વ્યક્તિઓને ઉદ્દેશીને કરી
શકશે.
-
આ કલમ હેઠળનાહુકમની
મુદત તે કર્યા તારીખથી બે માસ કરતાં વધુ સમય સુધી અમલી રહેશે નહીં.
-
પરંતુજોમાનવીનાંજાન-માલ, સ્વાધ્યકેસલામતીનેથતુંજોખમઅટકાવવા માટે
રાજ્ય સરકારને તેવું કરવું જરૂરી લાગે, તો તે
જાહેરનામાથી તેની મુદત 6 માસથી વધુ ન હોય તેટલી કરી શકશે. સામાન્યતઃકટોકટીના સમયમાં આ પ્રકારના જાહેરનામાની મુદત 6 માસ થઈ શકે છે.
-
કોઈપણમેજિસ્ટ્રેટપોતાનીરીતેઅથવાઆપ્રકારનાહુકમથીનારાજથયેલીવ્યક્તિનીઅરજીપરથીઆવોહુકમપાછોખેંચીશકશેતથાતેમાંફેરફારકરીશકશે.
-
CrPC
ARTICLE 144-A
સામૂહિક કવાયત કે કોઈ સામૂહિક સરઘસ કાઢવા
હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ અંગે
- જિલ્લા મેજિસ્ટ્રેટને જ્યારે જાહેર શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવવાનું જરૂરી જણાય ત્યારે તેઓ જાહેર
નોટિસ કે હુકમ દ્વારા તેમની હકૂમતની સ્થાનિક હદમાં કોઈ વિસ્તારમાં કોઈ સરદાસ કે
કવાયતમાંહથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકી શકશે અથવા કોઈ સરઘસ આયોજિત કરવા કે તેમાં
ભાગ લેવા, જાહેર જગ્યામાં વિપુલ પ્રમાણમાં હથિયારો સાથે
તાલીમ આપવા પર પ્રતિબંધ મૂકી શકશે.
- આવી નોટિસ કે હુકમ કોઈ કોમ, સમાજ, પાકાર કે
રાસ્થાને લગતી ચોક્કસ વ્યક્તિ તે વ્યક્તિઓને ઉદ્દેશીને કરી શકાશે,
-આવી નોટિસ કે હુકમની મુદત તે કર્યા તારીખથી
ત્રણ માસ કરતાં વધારે સમય સુધી અમલમાં રહેશે નહીં.
-રાજ્ય સરકારને યોગ્ય કારણ જણાય તો આવી નોટિસ કે
હુકમની મુદત તે કાયા તારીખથી 6 માસ કરતાં વધુ
નહીં તેવી પણ કરી શકશે,
-રાજ્ય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્વારા
લાદવાનું હોય તેવું યોગ્ય આદેશો અને આવા અંકુશને આધીન રહીને પોતાની સત્તાઓ જિલ્લા
મેજિસ્ટ્રેટને સોંપી શકશે ,
પ્રકરણ 10 (ઘ)
સ્થાવર મિલકત અંગેની તકરારો
(કલમ145થી 148)
CrPC
ARTICLE 145.
જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવા
સંભવ હોય ત્યારે કાર્યરીતિ
- પોલીસ અધિકારીના રિપોર્ટ ઉપરથી અથવા બીજી
માહિતી પરથી, કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને ખાતરી થાય કે, પોતાની સ્થાનિક હકૂમતમાં કોઈ જમીન કે પાણી અથવા તેની હદ
અંગે કોઈ જાહેર સુલેહનો ભંગ થવાનું સંભવ છે, ત્યારે પોતાને
એવી ખાતરી થવાનાં કારણો જણાવી લેખિત હુકમ કરીને એવી તકરાર સાથે સંબંધ ધરાવતાં
પક્ષકારોને નિર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે જાતે કે વકીલ મારફ્ત પોતાની અદાલતમાં
હાજર થવા અને તકરારી મિલકત ખરેખર કોના કબજામાં છે તે હકીકત અંગે પોતાના હક-દાવાનાં લેખિત કથન રજૂ કરવા માટેનું ફરમાન કરી શકશે.
- આ કલમનાહેતુઓ માટે જમીન કે પાણી ' એ શબ્દોમાં મકાનો, બજારો, મત્સ્યક્ષેત્રો, પાક અથવા જમીનની
બીજી પેદાશઅને એવી કોઈ મિલકતનાંભાડાં તથા નફાઓનો સમાવેશ થશે.
-આ પ્રકારના હુકમની એક નકલ મેજિસ્ટ્રેટ જણાવે તે
વ્યક્તિ વ્યક્તિઓ ઉપર સમન્સ બજાવવા માટે આ કાયદામાં જણાવેલ રીતે બજાવવીજોઈશે. તેની એક નકલ મિલકત હોય તે સ્થળે નજીકમાં સહેલાઈથી સ્પષ્ટ
રીતે દેખાય તેવી જગ્યાએ ચોંટાડીને પ્રસિદ્ધ કરવાની રહેશે.
CrPC
ARTICLE 146.
તકરારી મિલકત જપ્તીમાં લેવા અને રિસિવરનીમવાની
સત્તા ;
-જો 145 પ્રમાણે
મેજિસ્ટ્રેટે હુકમ કર્યા પછી એમ લાગે કે, પરિસ્થિતિ
તાકીદની છે તો તે તકરારી મિલકતના યોગ્ય કબજા માટે હકૂમત ધરાવતી કોર્ટ, હકદાર વ્યક્તિના સંબંધમાં તેના પક્ષકારના હક નક્કી ન કરે
ત્યાં સુધી તે તકરારી મિલકતને જપ્તીમાં લઈ શકશે. મેજિસ્ટ્રેટને
યોગ્ય લાગે ત્યારે જપ્તીઉઠાવી શકશે.
-જ્યારે મેજિસ્ટ્રેટ તકરારી મિલકત જપ્તીમાં લે
ત્યારે કોઈ દીવાની અદાલતે રિસિવરનીમ્યો ન હોય તો તે મિલકતની સંભાળ રાખવા માટે પોતે
યોગ્ય લાગે તેવી વ્યવસ્થા કરી શકશે તથા પોતાને યોગ્ય લાગે તો રિસિવરનીમી શકશે અને
તે રિસિવરનેમેજિસ્ટ્રેટનાંનિયંત્રણોને આધીન CPC-1908 હેઠળના રિસિવરની તમામ સત્તા રહેશે.
CrPC
ARTICLE 147.
-જમીન કે પાણીના ઉપયોગના હક અંગે તપાસ કરી
મેજિસ્ટ્રેટ નિર્ણય કરશે અને એવી તપાસની બાબતમાં કલમ-145ની. જોગવાઈઓ લાગુ પાડી શકશે.
CrPC
ARTICLE 148.
મેજિસ્ટ્રેટ સ્થાનિક તપાસ કરી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment