header

CrPC, પ્રકરણ 9 પત્નીઓ, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેના હુકમ (કલમ 125 થી 128),Chapter 9 Orders for maintenance of wives, children and parents (Articles 125 to 128)

 
ોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 9
પત્નીઓ, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેના હુકમ
 (કલમ 125 થી 128)

 

CrPC ARTICLE 125.

પત્નિ, સંતાનો (બાળકો) અને માતાપિતાનાભરણપોષણનો હુકમ :

-પૂરતાં સાધનો હોવા છતાં, જો કોઈ વ્યક્તિ નીચે જણાવેલ કોઈ કુટુંબી વ્યક્તિનું ભરણપોષણ કરવામાં બેકાળજી કે બેદરકારી કરે અથવા તેમનું ભરણપોષણ કરવાની ના પાડે તો પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બેદરકારી કે ના પાડ્યાનું સાબિત થયે તેની પત્નીના કે તેના સંતાનના, માતાપિતાના ભરણપોષણ માટે, મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે એવા માસિક દરે દર મહિને ભરણપોષણની રકમ આપવાનો અને મેજિસ્ટ્રેટ વખતોવખત આદેશ આપે તે વ્યક્તિને તે ચૂકવી દેવાનો તે વ્યક્તિને હુકમ કરી શકશે.

(a) પોતાનું ભરણપોષણ ન કરી શકનાર પત્ની અથવા

(b) પોતાનું ભરણપોષણ ન કરી શકનાર, પરિણીત કે અપરિણીત રસ કે અનૌરસ સગીર સંતાન , અથવા

 (c) કોઈ શારીરિક કે માનસિક ખોડખાપણ કે ઈજાના લીધે પોતાનું ભરણપોષણ ન કરી શકનાર (પરિણીત પુત્રીસિવાયનું) પુખ્ત વયનું ઔરસ કે અનૌરસ સંતાન અથવા

(d) પોતાનું ભરણપોષણ ન કરી શકનાર તેના પિતા કે માતા,

-મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે (b) માં જણાવેલ પરિણીત સગીર સ્ત્રી-સંતાનનો પતિ પૂરતાં સાધનો ધરાવતો નથી તો તે પુખ્તવયનું ન થાય ત્યાં સુધી , તેના પિતાએ તે ભરણપોષણની રકમ આપવાની રહેશે તેવો હુકમ તેના પિતાને કરી શકશે.

-વધુમાં 2001ના 50 મા અધિનિયમથી જે સુધારા તે મુજબ (અમલ : 24-09-2001) ભરણપોષણ માટેનાં માસિક ભથ્થાં સંબંધી નિકાલ બાકી કાર્યવાહીં દરમિયાન, પોતાની પત્ની અથવા એવાં સંતાનો, પિતા અથવા માતાના વચગાળાના ભરણપોષણ માટે માસિક ભથ્થુ અને મેજિસ્ટ્રેટ વખતોવખત આદેશ કરે તેવી વ્યક્તિને તે આપવાનો આવી વ્યક્તિને હુકમ કરી શકશે, વચગાળાના ભરણપોષણ માટેનાં માસિક ભથ્થાં માટે અને કાર્યવાહીના ખર્ચ માટેની અરજીનો શક્ય હોય તેટલે સુધી આવી વ્યક્તિને અરજીની નોટિસ બજાવવાનીતારીખથી 60 દિવસની અંદર નિકાલ કરવો.

 

સ્પષ્ટીકરણ :

 

(A) સગીર : ભારત પુખ્તવય અધિનિયમ, 1875ની જોગવાઈઓ હેઠળ પોતે પુખ્તવયે પહોંચેલ ન ગણાય તે વ્યક્તિ.

 (B) પત્ની : જેને તેના પતિએ છૂટાછેડા આપ્યા હોય, અથવા જેણે તેની પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને ફરીથી લગ્ન ના કર્યું હોય તે સ્ત્રીનો સમાવેશ થાય છે.

-ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણની કોઈ પણ રકમ કે કાર્યવાહીના ખર્ચ માટે, હુકમની તારીખથી અથવા જો એવી રીતે હુકમ કરવામાં આવેલ હોય, તો ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને યથાપ્રસંગ કાર્યવાહીના ખર્ચ માટેની અરજી તારીખથીઆપવાપાત્ર થશે.

-જે વ્યક્તિને આ પ્રમાણેનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ પૂરતાં યોગ્ય કારણ વગર જો હુકમનું પાલન ન કરે તો તમામ લેણી થતી રકમ વસૂલ કરવા માટે મેજિસ્ટ્રેટ વોરંટ કાઢી શકશે અને વોરંટની બજવણી થઈ ગયા પછી દરેક મહિનાની ન ચૂકવાયેલ સમગ્ર રકમ કે તેના કોઈ ભાગ માટે એક મહિના સુધીની અથવા તે પહેલાં ભરણપોષણની રકમ ચૂકવી આપવામાં આવે તો, રકમ ન ચૂકવાયેલ હોય તો ત્યાં સુધીની તે વ્યક્તિને કેદની સજા કરી શકે છે.

-(1) કોઈ પત્ની વ્યભિચારિણી હોય  વ્યભિચારી જીવન જીવતી હોય અથવા

(2) કારણ વગર પતિની સાથે રહેવાની ના પાડે અથવા

 () પરસ્પર સંમતિથી તેઓ અલગ રહેતાં હોય, તો આ કલમ હેઠળ તેણીની તેના પતિ પાસેથી ભરણપોષણની અથવા વચગાળાનીભરણપોષણની રકમ અથવા કાર્યવાહીનો ખર્ચ મેળવવા માટે હકદાર રહેશે નહીં. અને જેના લાભમાં આ કલમ હેઠળ હુકમ કરવામાં આવેલ હોય તેવી પત્નીની વિરુદ્ધમાં ઉપરોક્ત બાબતો (1, 2, 3) સાબિત થાય, તો મેજિસ્ટ્રેટે આવો હુકમ રદ કરવો જોઈશે.

CrPC ARTICLE 126.

કાર્યરીતિ :

(1) કોઈ પણ વ્યક્તિ સામે કલમ-125 હેઠળની કાર્યવાહી નીચે જણાવેલ સ્થળ જ્યાં આવેલ હોય તે જિલ્લામાં થઈ શકે.

(a) તે જ્યાં હાજર હોય, અથવા

(b) જ્યાં તેનું કે પત્નીનું રહેવાનું નિવાસ સ્થળ હોય, અથવા

(C) તેની પત્ની સાથે કે તેના અનૌરસ સંતાનની માતા સાથે જ્યાં છેલ્લે રહેલ હોય તે સ્થળ.

(2) આ કાર્યવાહી અંગેના તમામ પુરાવા જેની સામે ભરણપોષણ ચૂકવવાનો હુકમ કરવા ધારેલ હોય તે વ્યક્તિની હાજરીમાં અથવા તેને હાજર રહેવામાંથી મુક્તિ આપી હોય, ત્યારે તેના વ્યક્તિની હાજરીમાં લેવો જોઈશે અને સમન્સ કેસો અંગે ઠરાવેલી રીતે લખીને નોંધવોજોઈશે. પરંતુ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે જેની સામે ભરણપોષણ ચૂકવવાનો હુકમ કરવાનો છે તે જાણી જોઈને સુનાવણી કે બજવણી ટાળે છે, ગેરહાજર રહે છે તો તેવા સંજોગોમાં મેજિસ્ટ્રેટ તે કેસની એકતરફી સુનાવણી કરીને તેનો નિર્ણય કરી શકશે અને એ રીતે કરેલો હુકમ સામા પક્ષકારને ખર્ચની ચુકવણી સહિતની મેજિસ્ટ્રેટ યોગ્ય, ન્યાયી અને વાજબી માગે તે શરતોને આધીન તેની તારીખથી ૩ માસ (90 દિવસ)ની અંદર અરજી કરીને યોગ્ય કારણ દર્શાવવામાં આવે તો રદ કરી શકશે.

(3) કલમ 125 ની હેઠળ અરજીઓ અંગે કાર્યવાહી કરતી વખતે ખર્ચ અપાવવા સંબંધી ન્યાયી હોય તો તેવો આદેશ કરવાની સત્તા અદાલતની રહેશે.

CrPC ARTICLE 127.

ભરણપોષણની રકમમાં ફેરફાર :

(1) કલમ 125 હેઠળ જે વ્યક્તિને માસિક ભરણપોષણ અથવા વચગાળાનીભરણપોષણની રકમ તેનાં પત્ની, સંતાનો , માતા કે પિતાને આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિના સંજોગો બદલાયા હોવાનું સાબિત થયે મેજિસ્ટ્રેટ, ભરણપોષણની રકમમાં અથવા વચગાળાનીભરણપોષણની રકમ પોતાને યોગ્ય લાગે પ્રમાણે ફેરફાર કરી શકશે.

-અહીં સંજોગો બદલાયા હોય એટલે તે વ્યક્તિની આવકમાં થતો વધારો-ઘટાડો, મોંઘવારી દર, ફુગાવો તથા સ્ત્રીની જીવનજરૂરિયાતની વસ્તુની કિંમતોમાં, દવાઓ વગેરેમાં થતો ફેરફાર. (આ બાબતો કોર્ટે ચુકાદો કે હુકમ આપવામાં અગાઉ ધ્યાનમાં લીધેલ હોવાનું જાણવા મળ્યું છે.)

-નીચેના સંજોગોમાં મેજિસ્ટ્રેટ 125 મુજબનો હુકમ રદ કરી શકશે .

જ્યારે મેજિસ્ટ્રેટને ખાતરી થાય ,

- છૂટાછેડાની તારીખ બાદ સ્ત્રીએ પુનઃલગ્ન કર્યા હોય,

-તે સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યા છે અને તેણીએ સદરહુ હુકમની તારીખ પહેલાં કે પછી પક્ષકારોને લાગુ પડતા કોઈ પણ રીતરિવાજ હેઠળ અથવા કોઈ અંગત કાયદા હેઠળ છૂટાછેડા સમયે આપવાપાત્ર સમગ્ર રકમ મેળવી લીધેલ હોય.

- તે સ્ત્રીએ સ્વેચ્છાએ જ ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણનો અધિકાર જપ્ત કર્યો હોય.

CrPC ARTICLE 128.

ભરણપોષણના હુકમનો અમલઃ

જેને ભરણપોષણ અથવા વચગાળાનો ભરણપોષણ અથવા કાર્યવાહીનો ખર્ચ ચૂકવવા હુકમ કરેલ હોય તે વ્યક્તિને તથા ભરણપોષણ અથવા વચગાળાનોભરણપોષણનો અથવા કાર્યવાહીનો ખર્ચ મેળવવાનો હોય તે વ્યક્તિ અથવા તેના વાલીને તે હુકમની નકલ વિનામૂલ્ય આપવાની રહેશે. અને આ જ પક્ષકારો વચ્ચે ભરણપોષણની રકમ ચૂકવાઈ નથી તો મેજિસ્ટ્રેટને ખાતરી થતાં તે વ્યક્તિ જ્યાં હશે ત્યાં હુકમનો અમલ કરાવી શકશે.

 

download pdf click here



read CrPC chapter 8



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ