header

CrPC,પ્રકરણ 8 સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી (કલમ 106 થી 124),Chapter 8 Guarantee for peace and good behavior (Articles 106 to 124)

 
ોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 8
સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી  (કલમ 106 થી 124)

 

CrPCARTICLE 106.

(1) સેશન્સ કોર્ટ (સત્ર અદાલત) કે પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની (J.M.E.C.) કોર્ટ, પેટા કલમ-2માં માટે અથવા એવા ગુનાનુંદુષ્મરણ કરવા માટે કોઈ વ્યક્તિને દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે, સુલેહ જાળવવા માટે તે વ્યક્તિ પાસેથી જામીનગીરી લેવાની જરૂર છે. ત્યારે કોર્ટ તે વ્યક્તિને સજા આપતી વખતે પોતાને યોગ્ય લાગે તેવી વધુમાં વધુ ૩ વર્ષ સુધીની મુદત દરમિયાન સુલેહ-શાંતિ જાળવવા માટે જામીન સાથેનો કે તે સિવાયનો મુચરકો (બોન્ડ) કરી આપવા માટે તે વ્યક્તિને હુકમ કરી શકશે.

(2) પેટાકલમ - (1) માં જણાવેલગુનાઓ

 (a) ઇન્ડિયન પિનલ કોડ - 1860ની કલમો - 153 (A) કે 153 (B), 154 હેઠળ શિક્ષાને પાત્ર ગુના સિવાયનો તેના પ્રકરણ-8 હેઠળના શિક્ષાપાત્ર કોઈ ગુના.

(b) હુમલો કરવાનો કે ગુનાહિત બળ વાપરવાનો કે બગાડ કરવાનો ગુનો અથવા તેમાંના કોઈ ગુનો જેનો સમાવેશ તેમાં થતો હોય.

(C)ગુનાહિત ધમકીનો કોઈ પણ ગુનો.

 (d) સુલેહનો ભંગ થયેલ હોય તેવો અથવા થાય તેવા ઇરાદાથી કરવામાં આવે તો અથવા થવાની સંભાવના હોવાનું જાણીને બીજો કોઈપણ ગુનો.

(3) અપીલમાં કે બીજી રીતે ગુના સાબિતીનો આદેશ રદ કરવામાં આવે તો એ રીતે આપેલો મુચરકો ફોક (Cancel) થશે.

(4) કોઈ અપીલ કોર્ટ અથવા ફેરતપાસનો અધિકાર વાપરતી અદાલત પણ આ કલમ હેઠળનો ગુનો કરી શકશે.

CrPC ARTICLE 107.

અન્ય બીજા કિસ્સાઓમાં સુલેહ-શાંતિ જાળવવા માટેની જામીનગીરી :

(1) કોઈ વ્યક્તિ સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહ-શાંતિ બાબતમાં ખલેલ પહોંચાડે તેવું ગેરકાયદેસરનું કૃત્ય કરે અથવા તેવું સંભવ હોવાની માહિતી કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને મળે અને પોતાનો અભિપ્રાય એવો થાય કે, કાર્યવાહી કરવાનું પૂરતું કારણ છે, તો તેને યોગ્ય લાગે તે વધુમાં વધુ 1વર્ષ સુધીની મુદત દરમિયાન સુલેહ-શાંતિ જાળવવા માટે જામીનસહિતકે વિનાનો મુચરકો કરી આપવાનો તેનો હુકમ શા માટે ન કરવો તેનું કારણ દર્શાવવા તે વ્યક્તિને ફરમાવી શકશે.

(2) જેની સ્થાનિક હકૂમતની અંદર સુલેહનો ભંગ અથવા અશાંતિ થવાની સંભાવના કે ભય હોય તેવું સ્થળ આવેલું હોય અથવા તે હદની બહાર સુલેહનો ભંગ કરે કે ખલેલ પહોંચાડે તેવું ગેરકાયદે કૃત્ય કરે એવો સંભવ હોય તેવી વ્યક્તિ જેની સ્થાનિક હકૂમતની અંદર હાજર હોય તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કલમની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી શકાશે,

CrPC ARTICLE 108.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થાનિક હકૂમતની અંદર રાજદ્રોહી બાબતનો પ્રચાર કરનાર વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકશે.

CrPC ARTICLE 109.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થાનિક હકૂમતની અંદર શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકશે.

CrPC ARTICLE 110.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થાનિક હકૂમતની અંદર રીઢાગુનેગારો પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકશે.

CrPC ARTICLE111.

કલમ-107, 108, 109, 110 હેઠળ કોઈ વ્યક્તિને જરૂર જણાયે પોતાને મળેલી માહિતીનો સારાંશ, મુચરકાની રકમ, મુદ્દતઅને જામીન લેવાની સંખ્યા અને પ્રકાર દર્શાવતો લેખિત હુકમ કરશે.

CrPC ARTICLE 112.

 જેને અંગે હુકમ કરવામાં આવ્યો હોય તેને કોર્ટમાં હાજર હોય તો તેનો સારાંશ વાંચી સંભળાવવામાં આવશે.

CrPC ARTICLE113.

તે વ્યક્તિ કોર્ટમાં હાજર ન હોય તો સમન્સ કે વોરંટ કાઢશે.

CrPC ARTICLE114.

કલમ 113 હેઠળ કાઢેલા વોરંટ સાથે હુકમની નકલ સામેલ રાખવી અને પકડવામાં આવે તે વ્યક્તિને તે આપવી.

CrPC ARTICLE115.

મેજિસ્ટ્રેટને પૂરતું કારણ જણાય તો સારા વર્તન માટે મુચરકો આપવા વકીલ મારફ્ત હાજર રહેવાની પરવાનગી આપી શકશે.

CrPC ARTICLE 116.

 વોરંટ કે સમન્સથી હાજર થયેલ વ્યક્તિ ઉપર પગલું ભરવામાં આવ્યું હોય તે ખરી હોવા વિશે મેજિસ્ટ્રેટ તપાસ અને જરૂરી વધુ પુરાવો લેવાની કાર્યવાહી કરશે.

CrPC ARTICLE 117.

તપાસ ઉપરથી મેજિસ્ટ્રેટને જરૂર જણાયે તે વ્યક્તિને જામીન સહિતનો કે વિનાનો મુચરકામાટેહુકમકરશે.

CrPC ARTICLE 118.

જે વ્યક્તિ વિરુદ્ધની માહિતી મળી હોય તેના માટે કલમ - 116 અનુસાર મુચરકો લેવાની જરૂર ન જણાયે મેજિસ્ટ્રેટ રેકર્ડ પર તેવી નોંધ કરીને કસ્ટડીમાંથી મુક્ત કરશે કે છોડી મૂકશે.

CrPC ARTICLE119.

જેમુદ્દત માટે જામીનગીરી લેવાની હોય તેનો આરંભ તે સજા પૂરી થયા પછી થશે.

CrPC ARTICLE120.

સારા વર્તનની જવાબદારીવાળામુચરકાની કેદની સજાને પાત્ર કોઈ ગુનો ગમે ત્યાં કરે કે દુષ્મરણ કરે તો તે મુચરકાનો  ભંગ થશે.

CrPC ARTICLE 121.

મેજિસ્ટ્રેટ યોગ્ય મુચરકાને અભાવે જામીનોનો અસ્વીકાર કરવાની સત્તા રહેશે.

CrPC ARTICLE122.

જામીનગીરી આપવામાં કસૂર થયે જામીનગીરી ન આપે ત્યાં સુધી જેલમાં ચાલુ રાખવામાં આવશે.

CrPC ARTICLE 123.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને બીજા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય થવાથી કોઈ વ્યક્તિને જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલા હોય તેને અન્ય કોઈ વ્યક્તિને ખતરામાંમૂકયા વિના છોડી મૂકી શકાય તેમ હોય તો તેવો હુકમ કરશે.

CrPC ARTICLE124.

મુચરકાની બાકી રહેલી મુદ્દત માટે નવી જામીનગીરી આપવાનો હુકમ કરી શકશે.

 

download pdf click here



read CrPC chapter 7



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ