header

CrPC, પ્રકરણ 7 વસ્તુઓ રજૂ કરવા ફરજ પાડવા માટેના કામગીરી હુકમો (કલમ 91 થી 105),Chapter 7 Operational orders to compel the presentation of items (Sections 91 to 105)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 7
વસ્તુઓ રજૂ કરવા ફરજ પાડવા માટેના કામગીરી હુકમો
 (કલમ 91 થી 105)

 
પ્રકરણ 7(ક)
રજૂ કરવા માટે સમન્સ
(કલમ 91 અને 92)

CrPC ARTICLE 91.

-દસ્તાવેજ કે અન્ય વસ્તુ રજૂ કરવા માટે સમન્સ :

 જ્યારે કોઈ કોર્ટને અથવા પોલીસ સ્ટેશનના ઇનચાર્જઅધિકારીને એમ લાગે કે પોતે ચલાવી રહ્યા છે તેવી કોઈ પણ પોલીસ તપાસ, તપાસ, ઇન્સાફી કાર્યવાહી કે અન્ય કાર્યવાહી માટે કોઈ દસ્તાવેજ કે બીજી કોઈ વસ્તુ રજૂ થવી જરૂરી કે ઇરછનીય છે, ત્યારે જેના કબજામાં કે સત્તામાં જેવો દસ્તાવેજ કે વસ્તુ હોય તે વ્યક્તિને સમન્સ કે લેખિત હુકમ કરીને તે રજૂ કરવાનું ફરમાન કરી શકે છે.

-જેને કોઈ દસ્તાવેજ કે બીજી વસ્તુ ફક્ત રજૂ કરવાનું ફરમાવવામાં આવ્યું હોય તે વ્યક્તિ, તે દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવામાટે જાતે હાજર થવાના બદલે તે રજૂ કરાવે તો તેણે હુકમનું પાલન કરેલ છે એમ ગણાશે.

CrPC ARTICLE 92.

-પત્રો અને તાર અંગે કાર્યવાહી :

કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેશન્સ કોર્ટ કે હાઇકોર્ટના અભિપ્રાય મુજબ ટપાલ અને તાર ખાતાના કબજામાંના કોઈ દસ્તાવેજ, પાર્સલ કે વસ્તુ આ અધિનિયમ હેઠળની કોઈ પોલીસ તપાસ, તપાસ, ઇન્સાફી કાર્યવાહી કે અન્ય કાર્યવાહી માટે જરૂરી હોય તો, તે મેજિસ્ટ્રેટ કે કોર્ટ આદેશ આપે તે વ્યક્તિને તેવો દસ્તાવેજ, પાર્સલ કે વસ્તુ સોંપી દેવા યથાપ્રસંગ, ટપાલ કે તાર ખાતાના અધિકારીઓને તે મેજિસ્ટ્રેટ કે કોર્ટ ફરમાવી શકશે.

-બીજા એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ એવો કોઈ દસ્તાવેજ, પાર્સલ કે વસ્તુ એવા હેતુ માટે જરૂરી હોય તો ટપાલ કે તાર ખાતાને તે દસ્તાવેજ, પાર્સલ કે વસ્તુની શોધ કરાવી તેને પેટા કલમ (1) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે કોર્ટનો હુકમ થતાં સુધી અટકાવી રાખવા ફરમાવી શકશે.

 

 

 
પ્રકરણ 7 (ખ)
જડતી વોરંટો
(કલા 93 થી 98 )


CrPC ARTICLE 93.

-ઝડતી વોરંટ ક્યારે કાઢી શકાય તે અંગે :

-નીચેના સંજોગોમાં ઝડતી વોરંટ કાઢી શકાય છે.

 (1) (a) અદાલતને એમ માનવાને કારણ હોય કે, કલમ-91 અનુસાર જેને સમન્સ કે હુકમ કરવામાં આવ્યો છે અથવાક્લમ-92ની પેટા કલમ (1) હેઠળ જેની પાસે માંગણી કરવામાં આવી છે, તેવી વ્યક્તિ જો સમન્સ કે માંગણીમાંફરમાવ્યામુજબનો દસ્તાવેજ કે વસ્તુ રજૂ નહીં કરે અથવા ન કરવાની સંભાવના છે.

(b). તે દસ્તાવેજ કે વસ્તુ કોઈ વ્યક્તિના કબજામાં હોવાનું તે અદાલતને જાણવામાં ન હોય,

(c) અદાલતને એમ લાગે કે, આ અધિનિયમ હેઠળની કોઈ તપાસ, ઇન્સાફી કાર્યવાહી કે બીજી કોઈ કાર્યવાહીનોહેતુ સામાન્ય રીતે ઝડતી લેવાથી અથવા તપાસ કરવાથી પૂર્ણ થશે, તો તે અદાલત ઝડતી વોરંટ કાઢી શકશે અને જેને વોરંટ બજવવા મોકલ્યું હોય; તે વ્યક્તિ, તે વોરંટ અનુસાર આ અધિનિયમમાં જણાવ્યા પ્રમાણે ઝડતીલઈ શકશે.

(2) અદાલતને જો યોગ્ય લાગે તો અમુક ચોક્કસ જગ્યાની કે ચોક્કસ ભાગની જ ઝડતી લેવાનુંવોરંટમાંદર્શાવી શકે છે.

 (૩) આ કલમની કોઈ પણ જોગવાઈથી ટપાલ કે તાર ખાતાના અધિકારીઓની કસ્ટડીમાંના કોઈ દસ્તાવેજ, કે બીજી વસ્તુમાટે ઝડતી લેવાનું વોરંટ આપવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના કોઈ મેજિસ્ટ્રેટને અધિકાર મળતો હોવાનું ગણાશે નહીં.

CrPC ARTICLE 94.

-જ્યાં ચોરીનોમાલસામાન, બનાવટી દસ્તાવેજ વગેરે હોવાની શંકા હોય તેવી જગ્યાની ઝડતી :

1. કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ, પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટને પોતાને યોગ્ય જણાય તેવી તપાસ કર્યા પછી એમ માનવાને કારણ હોય કે કોઈ જગ્યાનો ઉપયોગ ચોરીનોમાલસામાન રાખવા અથવા વાંધાજનક વસ્તુઓ રાખવી, વેચવા કે બનાવવા માટે કરવામાં આવે છે, તો કોસ્ટેબલથી ઉપરના દરજ્જાના કોઈ પોલીસ અધિકારીને પોતાના વોરંટથી તે નીચે મુજબના અધિકારો આપી શકશે.

- જોઈતી સહાય મેળવીને તે જગ્યામાં પ્રવેશ કરવા

- વોરંટ મુજબ તે જગ્યાની ઝડતી લેવા

- ત્યાંથી મળી આવેલ ચોરીનોમાલસામાન કે વાંધાજનક વસ્તુઓનો કબજો લેવા

- મિલકત કે વસ્તુ જે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા અથવા ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં ન આવે ત્યાં સુધી તેને પોતાના પહેરામાં રાખવી.

2. આ અધિનિયમ અનુસાર વાંધાજનક વસ્તુઓ એટલે ' ધાતુ ટોકન અધિનિયમ, 1889' અથવા જકાત અધિનિયમ, 1962'નું ઉલ્લંઘન કરીને બનાવેલા અથવા ભારતમાં લાવવામાં આવેલ ધાતુના ચકતાં, બનાવટી સિક્કા-ચલણી નોટો, બનાવટી સ્ટેમ્પ, બનાવટી દસ્તાવેજો , બનાવટી સીલ, અશ્લીલ સાહિત્યો કે વસ્તુઓ વગેરે.

CrPC ARTICLE 95.

-અમુક પ્રકાશનો જપ્ત થયેલાં જાહેર કરવાની અને તે માટે ઝડતી વોરંટ કાઢવાની સત્તા અંગે :

-રાજ્ય સરકારને એમ જણાય કે ગમે ત્યાં છપાયેલ કોઈ વર્તમાનપત્ર કે પુસ્તકમાં અથવા દસ્તાવેજમાં ભારતીય ફોજદારી ધારા-1860ની કલમ-124-A, 153-8, 292, 293, 195-A હેઠળનું જેનું પ્રકાશક સજાને પાત્ર હોય તેવી કોઈ બાબત સમાયેલ છે, ત્યારે રાજ્ય સરકાર પોતાના અભિપ્રાયના કારણે દશવિતાજાહેરનામાથી એવી બાબતવાળાવર્તમાનપત્રના અંકની દરેક નકલ અને એવાં પુસ્તક કે અન્ય દસ્તાવેજની દરેક નકલ સરકારે જપ્ત કરેલ હોવાનું જાહેર કરી શકશે અને ભારતમાં તે જ્યાં પણ મળી આવશે અથવા મળી આવવાની શંકા હોય ત્યાં સબ-ઇન્સ્પેક્ટરથી ઊતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ પોલીસ અધિકારીને તે જગ્યામાં પ્રવેશવા અને ઝડતી લેવા માટે કોઈ મેજિસ્ટ્રેટ વોરંટથી અધિકાર આપી શકશે.

CrPC ARTICLE 96.

-જપ્તી જાહેરાત રદ કરવા માટે હાઈકોર્ટને અરજી :

-કલમ-95 મુજબ વર્તમાનપત્ર, પુસ્તક કે અન્ય દસ્તાવેજની જપ્તીની જાહેરાત કરવામાં આવી હોય તેમાં હિત ધરાવનાર કોઈ વ્યક્તિ તે જાહેરાત રાજ્યપત્રમાં (ગેઝેટમાં) પ્રસિદ્ધ થવાનીતારીખથી 2 માસની અંદર જે વર્તમાનપત્ર અંક કે પુસ્તક કે અન્ય દસ્તાવેજ અંગે જાહેરાત કરવામાં આવી હતી તેમાં કલમ 95 (1) માં જણાવેલી કોઈ જ બાબતનો સમાવેશ નહોતો થતો એ કારણ રદ કરવા માટે હાઈકોર્ટને અરજી કરી શકશે. હાઈકોર્ટ આવી અરજી સ્પેશિયલ જજોનીબેન્ચ બનાવીને નિકાલ કરશે.

CrPC ARTICLE 97.

-ગેરકાયદે અટકાયતમાં રખાયેલ વ્યક્તિઓની ઝડતી :

-કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ, પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટનેમાનવાના કારણ હોય કે અમુક વ્યક્તિને વ્યક્તિઓની ગેરકાયદેસર અટકાયત કરી રાખવામાં આવેલ છે, તો તે અંગેનું ઝડતી વોરંટ કાઢી શકશે.

CrPC ARTICLE 98.

-અપનયન થયેલ સ્ત્રીઓને પાછી સોંપવાની ફરજ પાડવાની સત્તા અંગે :

-કોઈ સ્ત્રીની કે અઢાર વર્ષથી ઓછી વયનીબાળાનું કોઈ ગેરકાયદેસર હેતુ માટે અપનયન થયાની અથવા તેને ગેરકાયદેસર રીતે રોકી રાખવાની સોગંદ ઉપર ફરિયાદ મળે તો જિલ્લા મેજિસ્ટ્રેટ, પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ તેવી સ્ત્રીને તરત મુક્ત કરવાનો અથવા તે બાળાને તેના પતિ, માતાપિતા, વાલી કે તેનો કાયદેસર હવાલો ધરાવનાર અન્ય વ્યક્તિને તરત પાછી સોંપવાનો હુકમ કરી શકશે અને તેમાં જરૂરી બળનો પણ પ્રયોગ કરી શકે છે.

 

 
પ્રકરણ 7 (ગ)
જડતી સંબંધી સામાન્ય જોગવાઈઓ
(કલમ 99 થી101)


CrPC ARTICLE 99.

-ઝડતી વોરંટ કોને બજાવવા આપવું ?

-કલમ 38, 70, 72, 74, 77, 78 અને 79 ની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી કલમ 93, 94, 95 અથવા 97 હેઠળ કાઢેલ તમામ ઝડતી વોરંટને લાગુ પડશે.

CrPC ARTICLE 100.

-બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યક્તિઓએ ઝડતી લેવા દેવા બાબત :

- જેની ઝડતી લેવામાં આવે તે જગ્યાનો ભોગવટો કરનાર વ્યક્તિ અથવા તેના વતી કોઈ વ્યક્તિને ઝડતી દરમિયાન હાજર રહેવા દેવામાં આવશે અને સાક્ષીઓનીસહીવાળીયાદીની નકલ તેને આપવામાં આવશે,

- જે વ્યક્તિને સાક્ષી થવા માટે લેખિત હુકમથી બોલાવવામાં આવે અને તે વાજબી કારણ વગર હાજર ન રહે તો ઇન્ડિયન પિનલ કોડની ક્લમ 187 પ્રમાણે તેની ઉપર કાર્યવાહી થઈ શકશે,

-આ પ્રકરણ અનુસાર ઝડતી કે તપાસને પણ જગ્યા બંધ હોય ત્યારે તેમાં રહેનાર કે તેનો હવાલો ધરાવનાર વ્યક્તિએ, વોરંટનો અમલ કરતાં અધિકારીની માંગણી પરથી વોરંટ રજૂ કરવામાં આવે ત્યારે, તે જગ્યામાં વિના અડચણ કે અવરોધ આવવા દેવો જોઈશે અને તેની ઝડતી લેવા માટે તમામ સગવડ કરી આપવી જોઈએ.

-જો કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ પોતાના અંગ ઉપર છુપાવી રાખી હોય અથવા તેની આસપારા છુપાવી રાખી હોય તેવી શંકા હોય તો તેવી વ્યક્તિની ઝડતી લઈ શકાશે. જો તેવી વ્યક્તિ સ્ત્રી હોય તો કોઈ સ્ત્રી મારફ્ત તેની ઝડતી પૂર્ણ સભ્યતા જળવીને લેવી જોઈએ,

-ઝડતી લેવા જતા અધિકારીએ જ્યાં ઝડતી લેવાની હોય તે વિસ્તારના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને પ્રતિષ્ઠાવાનરહીશોને સાક્ષી થવા માટે અને સદરહુ વિસ્તારના રહીશો ન મળે તો અથવા સાક્ષી થવા રાજી ન થાય તો અન્ય નજીકના વિસ્તારના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને પ્રતિષ્ઠાવાનરહીશોને બોલાવી શકશે.

-ઝડતી તેવી વ્યક્તિઓની હાજરીમાં લેવી જોઈશે અને ઝડતી દરમિયાન કબજે લીધેલી તમામ વસ્તુઓની અને તે વસ્તુઓ જે જગ્યાએથી મળી આવી હોય તેની, તે અધિકારીએ અથવા અન્ય વ્યક્તિએ એક યાદી તૈયાર કરવાની જોઈશે અને તેના ઉપર સાક્ષીઓની સહી લેવી જોઈશે, આવા સાક્ષીઓને કોર્ટ સમન્સ કાઢીને બોલાવે નહીં ત્યાં સુધી તેમને કોર્ટમાં હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં'.

CrPC ARTICLE 101.

હકૂમતની બહાર ઝડતી લેતાં મળી આવેલી વસ્તુઓનો નિકાલ કરવા અંગે :

-ઝડતી લેતાં મળી આવેલ વસ્તુઓની યાદી સહિત વોરંટ કાઢનાર અદાલત સમક્ષ તુરંત લઈ જવી જોઈશે અથવા વિસ્તારમાં હકૂમત ધરાવતાં મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લઈ જવી જોઈશે.

 

 
પ્રકરણ 7 (ઘ)
પ્રકીર્ણ
(કલમ 102 થી 105)


CrPC ARTICLE 102.

અમુક માલસામાન કબજે લેવાની પોલીસની સત્તા :

-ચોરીનો માલ હોય અથવા તેવું કહેવાતો હોય અથવા ચોરીનો માલ હોવાની શંકા હોય તેવા સંજોગોમાં મળી આવેલો કોઈ માલસામાન પોલીસ અધિકારી કબજે લઈ શકશે.

-જો કબજે લેનાર અધિકારી પોલીસ ઇનચાર્જ અધિકારીની નીચે હોય તો, તેણે માલસામાન કબજે લીધાનો રિપોર્ટ પોતાના ઉપરી અધિકારીને આપવાનો રહેશે,

-પોલીસ અધિકારીએ હકૂમત ધરાવતાં મેજિસ્ટ્રેટને કબજે લીધાનો તુરંત રિપોર્ટ કરવાનો રહેશે.

- જો કબજે લીધેલ મિલકત સહેલાઈથી અદાલતમાં ખસેડી શકાય તેવા પ્રકારની ન હોય અથવા જ્યાં આવી મિલકતની કસ્ટડી સલામત યોગ્ય રીતે રાખવામાં આવેલી હોય ત્યાં અથવા મિલકતને સતત પોલીસના કબજામાં તપાસની દૃષ્ટિએ રાખવી આવશ્યક ન હોય ત્યારે તેનો હવાલો કોઈ પણ વ્યક્તિને, કે જે તેવી મિલકતને જરૂર પડે ત્યારે કોર્ટમાં રજૂ કરવાની બાંયધરી કે મુચરકો આપે તેને સોંપી શકાશે.

-આવી કબજે લીધેલ મિલક્ત ઝડપી અને કુદરતી નાશવંત હોય અને જે વ્યક્તિ આવી મિલકતનો કબજો મેળવવા હકદાર છે, તે જાણી શકાયું ન હોય તો હાજર ન હોય અને તેવી મિલકતની કિંમત જો 500 કરતાં ઓછી હોય ત્યારે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કલમ 457 અને 458 પ્રમાણે તેવી મિલકત જાહેર હરાજીથી શક્ય તેટલો વ્યવહારનો માર્ગ લઈ વેચી શકશે.

CrPC  ARTICLE 103.

 કોઈ જગ્યાની ઝડતી લેવા માટે ઝડતી વોરંટ કાઢવાની સત્તા ધરાવતાં મેજિસ્ટ્રેટ લેવડાવી શકશે, જગ્યાની ઝડતી પોતાની હાજરીમાંલેવડાવવીશકશે.

CrPC ARTICLE 104.

-કોઈ પણ અદાલતને યોગ્ય લાગે તો આ અધિનિયમ હેઠળ પોતાની સમક્ષ રજૂ થયેલો કોઈ દસ્તાવેજ કેવસ્તુ કબજે લઈશકશે.

CrPC ARTICLE 105.

કામગીરી હુકમો સંબંધી અરસપરસની વ્યવસ્થા :

-જેને આ અધિનિયમ લાગુ પડે છે તેવાં સદરહુ રાજ્યક્ષેત્રોમાંની કોર્ટને એમ લાગે કે પોતે કાઢેલ

(a) આરોપી ઉપરનો સમન્સ અથવા

(b) આરોપીનેપકડવાનું વોરંટ અથવા

 (C) કોઈ વ્યક્તિને દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો સમન્સ અથવા

 (D) ઝડતી વોરંટ સદરહુ રાજ્યક્ષેત્રની બહારના ભારતમાં કોઈ અન્ય રાજ્ય અથવા વિસ્તારની અદાલતની સ્થાનિક હકૂમતમાં કોઈ સ્થાને બનાવવામાં અથવા આગળ કરવામાં આવે તો ટપાલ અથવા અન્ય રીતે તે સમન્સ અથવા વોરંટ બે નકલમાં એવી અદાલતના પ્રમુખ અધિકારીને બજવણી અથવા અમલ માટે મોકલશે.

 

 

કેટલીક બાબતો તથા મિલકતાનીજપ્તીતથા ખાલસા કરવાની કાર્યરીતિ માટે પરસ્પરસહાયની વ્યવસ્થા.

 

CrPC ARTICLE 105-A

વ્યાખ્યાઓ અને સમજૂતી :

(ક) કરાર કરનાર રાજ્ય : ભારત બહારનો કોઈ દેશ અથવા સ્થળ કે જેની સાથે કેન્દ્ર સરકારે તે રાષ્ટ્રની સરકાર સાથેકરાર અથવા સમજૂતીની વ્યવસ્થા કરી હોય.

(ખ) ઓળખઃ ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલી અથવા તેમાંથી પ્રાપ્ત કરેલી મિલકતની સાબિતી સ્થાપિત કરવાનો સમાવેશથાય છે.

(ગ) ગુનાની ઊપજ: ગુનાહિત પ્રવૃત્તિ જેમાં ચલણની હેરાફેરીનાગુનાનો પણ સમાવેશ થાય છે. જેમાં પરિણામરૂપે કોઈ વ્યક્તિએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલી કે મેળવેલી કોઈ મિલકત અથવા તેની કિંમતનો સમાવેશ થાય છે,

(ઘ) મિલકત : તમામ વર્ણનની ભૌતિક કે અભૌતિક સ્થાવર કે જંગમ, મૂર્ત કે અમૂર્ત મિલકત તથા અક્યામત તથા ગુનાથી પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી આવી મિલકત કે અક્યામતની માલિકી કે તેમાં હિત ધરાવતું ખત અથવા લેખ અથવા ગુનાની ઉપર દ્વારા પ્રાપ્ત કરેલી મિલકતોનો સમાવેશ થાય છે.

(ચ) શોધવું : મિલકતનો પ્રકાર, પ્રાપ્તિ, સ્થાન , નિકાલ, હેરાફેરી, માલિકી હક્ક કે માલિકી અંગે નિર્ણય કરવો,

CrPC ARTICLE 105-B.

વ્યક્તિઓની અદલાબદલી પ્રાપ્ત કરવા સહાય અંગે :

(1) ભારતની કોઈ કોર્ટ ફોજદારી મુદ્દા અંગે એવું ઇચ્છે કે, કોઈ વ્યક્તિને હાજર થવા માટે ધરપકડનું અથવા કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા માટેનું તેણે કાટેલું વોરંટ કરાર દેશના કોઈ સ્થળે બજાવવામાં આવે તો કેન્દ્ર સરકાર આ સંબંધે, જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા ભંગ મારફ્ત આવું વોરંટ નિયત નમૂનામાં આવી અદાલત, ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટનેમોકલશે તથા તે અદાલત, ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ યથાપ્રસંગ તે વોરંટનો અમલ કરાવશે.

(2) આ અધિનિયમમાં ગમે તે પ્રબંધ હોય તેમ છતાં, જો કોઈ ગુનાની પોલીસ તપાસ અથવા ન્યાયિક તપાસ દરમિયાન તપાસનીશ અધિકારી દ્વારા અરજી કરવામાં આવે કે, આવી પોલીસ તપાસ કે ન્યાયિક તપાસ સંબંધમાં કરાર કરનારા રાજ્યના કોઈ સ્થળે હોય તેવી વ્યક્તિની આવશ્યકતા છે. તથા કોર્ટને સંતોષ થાય કે આ પ્રકારની આવશ્યક છે, તો આ અંગે કેન્દ્ર સરકાર જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા નમૂના મુજબ બે પ્રતમાં આવી વ્યક્તિ સામે સમન્સ અથવા વોરંટ આપી અદાલત, ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટને તેની બજવણી કે અપીલ કરવા માટે મોકલી આપશે.

(3) જ્યારે કરાર કરનાર કોઈ રાજ્યની કોઈ કોર્ટ, ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ દ્વારા તેની કોર્ટ અથવા તપાસ કરનાર માધ્યમ સમક્ષ કોઈ વ્યક્તિને હાજર થવા માટે ધરપકડનું અથવા હાજર થઈને કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનું વોરંટ, ભારતની કોઈ અદાલતને ફોજદારી બાબતના સંદર્ભમાં ભારત માંહેની કોઈ અદાલત દ્વારા તેની સ્થાનિક હકૂમતમાં અમલ કરવા માટે મોકલવામાં આવેલ હોય તેમ અમલ કરશે.

(4) જયારે ઉપરોક્ત મુદ્દા-3 મુજબ કોઈ વ્યક્તિને કરાર કરનાર રાજ્યમાં તબદીલ કરવામાં આવે તે ભારતમાં કેદી હોય ત્યારે ભારતમાંની અદાલત અથવા કેન્દ્ર સરકાર, તે અદાલત કે કેન્દ્ર સરકારને યોગ્ય જણાય તેવી શરતો લાદી શકશે.

 (5) જ્યારે મુદ્દા-1 અને 2 મુજબ ભારતમાં તબદીલ કરવામાં આવેલ કોઈ વ્યક્તિ કરાર કરનાર રાજ્યમાં કેદી હોય ત્યારે જે શરતો હેઠળ તે કેદીને ભારતમાં તબદીલ કરવામાં આવેલ હોય તેનું પાલન થયું છે તેની ખાતરી ભારતમાંની કોર્ટ રાખશે અને કેન્દ્ર સરકાર લેખિત નિર્દેશ આપે તેવી શરતોને આધીન તેને રાખવામાં આવશે.

CrPC ARTICLE 105-C.

મિલકતની જપ્તી અથવા ખાલસા કરવાના આદેશ અંગે સહાય બાબતે :

-જ્યારે ભારતની કોઈ અદાલત એવું માનવા માટે વાજબી કારણ હોય કે, કોઈ વ્યક્તિએ કોઈ મિલકત ગુનો થવા પામ્યો હોય તેમાંથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલ છે અથવા મેળવેલ છે તો કલમ 105 ઘ થી 105 ક ની જોગવાઈઓ હેઠળ જો યોગ્ય જણાય તો આવી મિલકત જપ્ત અથવા ખાલસા કરવાનો આદેશ તે અદાલત કરી શકશે.

CrPC ARTICLE 105-D.

ગેરકાનૂની રીતે પ્રાપ્ત કરેલી મિલકતની ઓળખ અંગે :

-        કલમ 105 ગનાઅન્વયેવિનંતીપત્રપ્રાપ્તથતાંકોર્ટ, પોલીસસબઇન્સ્પેક્ટરથીનીચેનાદરજ્જાનાનહિતેવાકોઈપણપોલીસઅધિકારીનેઆવીમિલકતનીશોધઅથવાઓળખમાટેઆવશ્યક એવા તમામ પગલાં લેવા માટે નિર્દેશ આપશે,

CrPC ARTICLE 105-E.

મિલક્તની જપ્તી અથવા જપ્ત કરવા અંગે:

- કલમ 105 ઘ હેઠળ તપાસ અથવા પોલીસ તપાસ અધિકારીને જ્યારે તેવું લાગે કે, આ મિલકત છુપાવવામાં અથવા તબદીલ કરી દેવામાં આવે અથવા નિકાલ થાય તેવો વ્યવહાર કરવામાં આવે તેમ છે, તો આવી મિલકત જપ્ત કરી શકશે,

CrPC ARTICLE  105-F.

આ પ્રકરણ અનુસાર જપ્ત કરવામાં આવેલ કે ખાલસા કરવામાં આવેલી મિલકતની વ્યવસ્થા

CrPC ARTICLE  105-G.

મિલક્ત ખાલસા કરવાની નોટિસ આપવા અંગે

CrPC  ARTICLE 105-H.

કેટલાક કિસ્સાઓમાં મિલક્ત ખાલસા કરવા અંગે

CrPC  ARTICLE 105-I.

 ખાલસા કરવાને બદલે દંડની જોગવાઈ કરવા અંગે

CrPC ARTICLE  105-J.

 કેટલીક તબદિલી રદબાતલ ગણાશે

CrPC  ARTICLE 105-K.

વિનંતીપત્ર સંબંધિત કાર્યરીતિ બાબતે

CrPC ARTICLE  105-L.

આ પ્રકરણ લાગુ પાડવા અંગે.

 

download pdf click here



read CrPC, chapter 6




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ