ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 17
તહોમતનામું
(કલમ 211 થી 224)
પ્રકરણ 17 –ક
તહોમતનામું
(કલમ 211 થી 217)
CrPC
ARTICLE 211.
દરેક તહોમતનામામાં આરોપી ઉપર જે ગુનાનું તહોમત
મૂકવામાં આવ્યું હોય તે ગુનો જણાવવો જોઈએ.
CrPC
ARTICLE 212.
તહોમતમાં સમય, સ્થળ અને વ્યક્તિ
વિશેની વિગતો જણાવવી જોઈએ.
CrPC
ARTICLE 213.
જ્યારે કલમ-211 અને 212માં જણાવેલીવિગતોથી પૂરતી રીતે ખબર ન પડે ત્યારે તે હેતુ
માટે કહેવાતો ગુનો જે રીતે કરવામાં આવ્યો હોય તેની વિગતો તહોમતનામામાં હોવી જોઈએ.
CrPC
ARTICLE214.
તહોમતનામાનાશબ્દોનો અર્થ જે કાયદા હેઠળ ગુનો
શિક્ષાને પાત્ર હોય તે કાયદા પ્રમાણે કરવું જોઈએ.
CrPC
ARTICLE215.
તહોમતનામામાં થયેલ ભૂલથી આરોપી ગેરરસ્તે
દોરવાયેલ હોય અને તેને લીધે અન્યાય થયેલ હોય તે સિવાય તે ભૂલ કે શરતચૂકકાર્યવાહીના
કોઈ પણ તબક્કે મહત્ત્વની ગણાશે નહીં.
CrPC
ARTICLE 216.
કોર્ટ તહોમતનામામાં ફેરફાર કરી શકશે.
CrPC
ARTICLE217.
તહોમતનામામાં સુધારો કરવામાં આવે ત્યારે
સાક્ષીઓને પાછા બોલાવી તેને અનુલક્ષીને તપાસવાની કોર્ટને સત્તા રહેશે.
પ્રકરણ 17 (ખ) તહોમતોનું જોડાણ
(કલમ 218 થી 224)
CrPC
ARTICLE 218.
કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા
દરેક જુદા ગુના માટે અલગ તહોમત હોવું જોઈએ અને તેની કાર્યવાહી અલગ કરવી જોઈએ ,
CrPC
ARTICLE219.
1 વર્ષમાં થયેલા એક જ પ્રકારના ત્રણ ગુનાઓનું
તહોમત એકસાથે મૂકી શકાશે.
CrPC
ARTICLE 220.
1થી વધુ ગુના માટે એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેવા દરેક
ગુનાનું તહોમત મૂકીને તેની સામે તેને માટે એક જ ન્યાયિક કાર્યવાહી કરી શકાશે.
CrPC
ARTICLE221.
કોઈ એક જ કૃત્ય કે શ્રેણીબદ્ધ કૃત્યમાં કયો
ગુનો બનશે તે વિશે શંકા હોય તો આરોપી ઉપર તે તમામ કે તેમાંનો કોઈ ગુનો કર્યાનું
તહોમત મૂકીને તેવા ગમે તેટલાં તહોમતોની કાર્યવાહી એકસાથે કરી શકાશે.
CrPC
ARTICLE 222.
અમુક બાબતો ભેગી થઈને કોઈ પૂરો નાનો ગુનો બનતો
હોય અને તેવી બાબતો ભેગી થયાનું સાબિત થાય અને બાકીની બાબતો સાબિત ન થાય ત્યારે તે
નાના ગુનાનું તહોમત તેની ઉપર ન મૂકેલું હોય તો પણ તેને તે નાના ગુના માટે દોષિત
ઠરાવી શકાશે.
CrPC
ARTICLE223.
એક જ બનાવ દરમિયાન કરેલા એક જ ગુનાનાઆરોપીઓ, દુષ્મરણ કરનારાઓ, એક બનાવ દરમિયાન
જુદા જુદાગુનાનાઆરોપીઓ વગેરે જેવી બાબતોમાં બધી વ્યક્તિઓ પર એક સાથે તહોમત મૂકી
શકશે.
CrPC
ARTICLE 224.
એકથી વધુ તહોમતો પૈકી એક તહોમત અંગે ગુનો સાબિત
થાય ત્યારે બાકીનાતહોમતો પાછા ખેંચી શકાશે.
download pdf click here
Read CrPC chapter 16
0 ટિપ્પણીઓ
Please do not share links in comment