ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 19.
વોરંટ
કેસોમાંમેજિસ્ટ્રેટોએ ન્યાયિક કાર્યવાહી વિશે
(કલમ 238 થી 250)
પ્રકરણ 19 (ક)
પોલીસ રિપોર્ટ ઉપર શરૂ કરવામાંઆવેલકેસો
(કલમ 238 થી 243)
CrPC
ARTICLE 238.
પોલીસ
રિપોર્ટ ઉપરથી શરૂ કરવામાં આવેલી વોરંટ કેસમાં આરોપી ન્યાયિક કાર્યવાહીની શરૂઆતમાં
મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય પછી પોતે ક્લમ-207ની જોગવાઈઓનું
પાલન કર્યું હોવા બાબત ખાતરી કરી લેવી જોઈએ.
CrPC
ARTICLE 239.
મેજિસ્ટ્રેટને જરૂરી જણાય તો આરોપીની જુબાની
લીધા પછી અને ફરિયાદ પક્ષ અને આરોપીને સુનાવણીની તક આપ્યા પછી ગુનાનું પૂરતું કારણ
ન હોય તો યોગ્ય થયે આરોપીને છોડી મૂકવો જોઈએ.
CrPC
ARTICLE 240.
મેજિસ્ટ્રેટને અભિપ્રાય થાય કે પોતાને ન્યાયિક
કાર્યવાહી કરવાની સત્તા છે અને ગુનો આરોપીએ કર્યો છે તો તેણે આરોપી વિરુદ્ધ લેખિત
તહોમતનામું તૈયાર કરવું જોઈએ.
CrPC
ARTICLE 241.
તહેમતદારનો સ્વીકાર થાય ત્યારે તેને
વિવેકબુદ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકાશે.
CrPC
ARTICLE 242.
આરોપી
ગુનો કબૂલ ન કરે અથવા કાંઈ ન કહે અને ન્યાયિક કાર્યવાહી માટે માગણી કરે તો
જજેસાક્ષીઓની જુબાની માટે તારીખ નક્કી કરવી જોઈએ.
CrPC
ARTICLE 243.
ત્યાર
પછી આરોપીને પોતાનો બચાવ શરૂ કરવામાં અને પુરાવો રજૂ કરવાનું ક્રમાવવુંજોઈશે અને
કોઈ લેખિત કથન રજૂ કરે તો મેજિસ્ટ્રેટે તેને રેકર્ડ સાથે સામેલ કરવું જોઈએ.
પ્રકરણ 19 (ખ)
પોલીસ રિપોર્ટ ઉપરથી હોય તે સિવાય શરૂ કરાયેલા
કેસો
(કલમ 244 થી 247)
CrPC
ARTICLE244.
પોલીસ રિપોર્ટ ઉપરથી હોય તે સિવાય શરૂ કરવામાં
આવેલ વોરંટ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય કે તેને રજૂ કરવામાં આવે
ત્યારે મેજિસ્ટ્રેટે ફરિયાદ પક્ષને સાંભળવોજોઈશે અને ફોજદારી કામના સમર્થનમાં આવે
તે તમામ પુરાવા લેવા જોઈશે.
CrPC
ARTICLE245.
કલમ-244માં તમામ પુરાવા
લીધા પછી મેજિસ્ટ્રેટને લાગે કે આરોપીની વિરુદ્ધ તેવા કોઈ કેસ સ્થાપિત થતો નથી
ત્યારે તેણે આરોપીને છોડી મૂકવો જોઈશે.
CrPC
ARTICLE 246.
મેજિસ્ટ્રેટને અભિપ્રાય થાય કે પોતાને ન્યાયિક
કાર્યવાહી કરવાની સત્તા છે અને એ ગુનો આરોપીએ કર્યો છે તો તેણે આરોપી વિરુદ્ધ
લેખિત તહોમતનામું તૈયાર કરવું જોઈએ. આરોપીને ગુનો
કબૂલ કરે છે તે પૂછવું જોઈએ તે ઉપરથી તેને દોષિત કે નિર્દોષ ઠરાવી શકાશે.
CrPC
ARTICLE 247.
બચાવપક્ષનો પુરાવો લેવો જોઈએ.
પ્રકરણ 19 (ગ) ન્યાયિક કાર્યવાહીની સમાપ્તિ
(કલમ 248 થી 250)
CrPC
ARTICLE248.
નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા કે દોષી ઠરાવી સજા
કરવી જોઈશે.
CrPC
ARTICLE 249.
પોલીસ અધિકારનો ગુનો ન હોય તો આ અધિનિયમથી ગમે
તે મજકૂર હોય છતાં તહોમતનામું તૈયાર કરવામાં આવે તે પહેલાં ફરિયાદીની ગેરહાજરીમાં
પોતાની વિવેકબુદ્ધિ અનુસાર મેજિસ્ટ્રેટ છોડી મૂકી શકશે.
CrPC
ARTICLE 250.
વાજબી કારણ સિવાયના આરોપ માટે વળતર માટે આદેશ
આપી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment