header

CrPC,પ્રકરણ 2 ફોજદારી કોર્ટો અને કચેરીઓની રચના (કલમ 6 થી 25),Chapter 2 Formation of Criminal Courts and Offices (Sections 6 to 25)

 

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ
કલમો 484
અમલ
1 એપ્રિલ, 1974


પ્રકરણ 2
ફોજદારી કોર્ટો અને કચેરીઓની રચના
(કલમ 6 થી 25)

CrPC ARTICLE 6.

ફોજદારી કોર્ટ સેશન્સ કોર્ટ, પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વગેરે વર્ગો રહેશે.

CrPC ARTICLE 7.

દરેક રાજ્ય એક અથવા એકથી વધુ સેશન્સ વિભાગોનું બનશે અને તેમાં એકથી વધુ જિલ્લાઓ રહેશે જે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિનિમય કરી તેમાં ફેરફાર કરશે.

CrPC ARTICLE 8.

મેટ્રોપોલિટનવિસ્તારો આ કાયદાની શરૂઆતથી મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇના દરેક પ્રેસિડન્સી શહેર અને અમદાવાદ શહેર મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર થયેલ ગણાશે. રાજ્ય સરકાર મેટ્રોપોલિટન વિસ્તારની હદ વધારી-ઘટાડી શકશે તથા જાહેરનામા દ્વારા જો તે વિસ્તારની વસ્તી 10 લાખથી ઓછી થાય તો જરૂરી ફેરફારો કરી શકશે. જે તે સમયે તે વિસ્તારમાં જે પ્રમાણેની કોર્ટ હશે, કેસ તેમાં જ ચાલશે. દા.ત., જો તે વિસ્તાર મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે બંધ થાય છતાં પણ તે પૂર્વેના તમામ કેસ મેટ્રોપોલિટન કોર્ટમાં જ ચલાવવાના રહેશે.

CrPC ARTICLE 9.

દરેક સેશન્સ કોર્ટના જજ તરીકે હાઈકોર્ટેનીમેલા જજ રહેશે. આ ઉપરાંત હાઈકોર્ટે વધારાના સેશન્સ જજ અથવા મદદનીશ સેશન્સ જજ પણ નીમી શકશે. હાઈકોર્ટનાજાહેરનામા મુજબ સેશન્સ કોર્ટોએ પોતાની બેઠકો રાખવાની હોય છે.

CrPC ARTICLE10.

મદદનીશ સેશન્સ જજ જે સેશન્સ જજની કોર્ટમાં હકૂમત ભોગવતા હોય તેની સત્તા નીચે રહેશે.

CrPC ARTICLE 11.

મેટ્રોપોલિટન વિસ્તાર ન હોય તેવા દરેક જિલ્લામાં રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે મસલત કરીને, જાહેરનામાથીજણાવે તેટલી અને તેવાં સ્થળોએ પ્રથમ વર્ગની કે બીજા વર્ગની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે સ્થાપશે. આ કોટના મુખ્ય અધિકારીઓની નિમણૂક હાઈકોર્ટ કરશે.

CrPC ARTICLE 12.

 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે હાઈકોર્ટ કોઈ પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનેનીમી શકશે અને વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરી શકશે.

CrPC ARTICLE13.

હાઈકોર્ટે સરકારની વિનંતીથી સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોનીમશે.

CrPC ARTICLE14.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની સ્થાનિક હકૂમત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હાઈકોર્ટના નિયંત્રણને આધીન રહીને મુકરર કરશે

CrPC ARTICLE 15.

 દરેક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજની સત્તા નીચે રહેશે અને બીજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા નીચે રહેશે,

CrPC ARTICLE16.

 રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિનિમય કરી જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ રથળોએમેટ્રોપોલિટનમેજિસ્ટ્રેટની કોર્ટ સ્થાપવામાં આવશે,

 આ કોટના પ્રમુખ અધિકારીઓની નિમણૂક હાઈકોર્ટ કરશે.

CrPC ARTICLE17.

 હાઈકોર્ટ કોઈ મેટ્રોપોલિટનમેજિસ્ટ્રેટને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નીમશે તથા વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે પણ નીમી શકશે.

CrPC ARTICLE 18.

હાઈકોર્ટે સરકારની વિનંતીથી સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નીમશે.

CrPC ARTICLE19.

ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને દરેક વધારાના ચીફ મેટ્રોપોલિટન, મેજિસ્ટ્રેટ સેશન્સ જજની સત્તા હેઠળ રહેશે. બીજા દરેક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ચીફ મેટ્રોપોલિટનમેજિસ્ટ્રેટની સત્તા હેઠળ રહેશે.

CrPC ARTICLE 20.

રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તેમાંથી એકને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમશે.

રાજ્ય સરકાર, કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે.

રાજ્ય સરકાર કોઈ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટને કોઈ પેટા-વિભાગનો ચાર્જ સોંપી શકશે અને જરૂર પડે ત્યારે તેને તે ચાર્જમાંથી મુક્ત પણ કરી શકશે. આ મેજિસ્ટ્રેટને પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ કહેવામાં આવશે.

CrPC ARTICLE 21.

રાજ્ય સરકાર, કોઈ ખાસ વિસ્તાર માટે અથવા પોતાને ખાસ લાગે તેવા કાર્યો માટે યોગ્ય મુદત સુધી એક્ઝિક્યુટિવામેજિસ્ટ્રેટને, સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે.

CrPC ARTICLE22.

એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત જિલ્લા મેજિસ્ટ્રેટ વખતો વખત નક્કી કરશે.

CrPC ARTICLE23.

તમામ એક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટો, જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા હેઠળ રહેશે અને દરેક પેટા-વિભાગીયએક્ઝિક્યુટિવમેજિસ્ટ્રેટો, પેટા-વિભાગીયમેજિસ્ટ્રેટની સત્તા હેઠળ રહેશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ, વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટને કામકાજ ફાળવવા સંબંધી હુકમ કરી શકશે.

CrPC ARTICLE24.

કેન્દ્ર કે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિનિમય કરી પબ્લિક પ્રોસિક્યુટર અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટરોનીમશે.

દરેક હાઈકોર્ટ યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વતી કોઈ ફોજદારી કામ, અપીલ કે બીજી કાર્યવાહી ચલાવવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે મસલત કરીને પબ્લિક પ્રોસિક્યુટર (લોકાભિયોજક અથવા સરકારી વકીલ) નીમશે અને એક અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટરો પણ નીમી શકશે.

કેન્દ્ર સરકાર, કોઈ પણ કેસ અથવા વર્ગોના કેસ ચલાવવાના ઉદ્દેશ માટે કોઈ પણ જિલ્લા અથવા સ્થાનિક વિસ્તારમાંએક કે તેથી વધુ વધારાના પબ્લિક પ્રોસિક્યુટર નીમી શકશે.

રાજ્ય સરકાર, દરેક જિલ્લા માટે એક કે વધુ પબ્લિક પ્રોસિક્યુટર નીમી શકશે.

એક જિલ્લા કે વિસ્તારના પબ્લિકપ્રોસિક્યુટર કે વધારાના પબ્લિક પ્રોસિક્યુટરને અન્ય જિલ્લા કે વિસ્તારનો વધારાનો ચાર્જ સંભાળવા આપી શકાશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ, સેશન્સ જજ સાથે મસલત કરીને, પોતાના અભિપ્રાય અનુસાર તે જિલ્લા માટે, પબ્લિક પ્રોસિક્યુટર કે વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવવા લાયક હોય તેવી વ્યક્તિઓની યાદી તૈયાર કરશે.

પબ્લિક પ્રોસિક્યુટર કે વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક પામવા ઓછામાં ઓછા સાત વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે.

કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કોઈ કેસ કે વર્ગોનાકેસો માટે, જેણે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલાત કરી હોય તેવા એડવોકેટને સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નીમી શકશે.

CrPC ARTICLE 25.

આ ઉપરાંત ફરિયાદી પક્ષને, પોતાને મદદ કરવા એની પસંદગીનો ધારાશાસ્ત્રી રોકવાની પરવાનગી અદાલત આપી શકે છે.

રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેજિસ્ટ્રેટની કોટમાં ફોજદારી કામ ચલાવવા માટે એક કે તેથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરોનીમી શકશે.

રાજ્ય સરકાર ફરિયાદ પક્ષના નિયામકની બનેલી ફરિયાદ પક્ષની કચેરીની સ્થાપના કરશે અને તેમાં તેમને યોગ્ય લાગે તેટલા ફોજદારી ગુના માટે કામ ચલાવનાર નિયામક અને નાયબ ફોજદારી ગુના માટે કામ ચલાવનાર નાયબ નિયામકો રાખી શકશે. જેમની નિમણૂક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સંમતિથી-સલાહથી કરવામાં આવશે જે માટેની લાયકાત 10 વર્ષનો વકીલાતનો અનુભવ છે. આ નિયામક રાજ્યના ગૃહ ખાતાના વડાના વહીવટી અંકુશ હેઠળ કાર્ય કરશે.

CrPC ARTICLE25-A

ફોજદારી કાર્યવાહી માટેના નિયામકનું કાર્યાલય અથવા મંડળની જોગવાઈ.

પ્રોસિક્યુટરના નિયામક તથા પોતાને યોગ્ય લાગે તેટલા નાયબ નિયામકનુંડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુટર રાજ્ય સરકાર દ્વારા સ્થપાશે. નિયામક કે નાયબ નિયામક માટે ઓછામાં ઓછો 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે.

પ્રોસિક્યુટરના નિયામક રાજ્યના ગૃહ વિભાગના વડાને આધીન કાર્ય કરશે.


read CrPC chapter 1



download pdf click here



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ