ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 21
સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી
(કલમ 260 થી 265)
CrPC ARTICLE 260.
-સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી
કરવાની સત્તા: (1) આ અધિનિયમ અનુસાર ...
(a) કોઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
(b) કોઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
(c) હાઈકોર્ટ આ માટે સત્તા આપેલ હોય તેવા કોઈ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ
-તેઓને યોગ્ય જણાય તો નીચે પૈકી
ગુનાખોની સંક્ષિપ્ત કાર્યવાહી કરી શકશે.
(1) મૃત્યુદંડની આજીવન કેદ કે બે વર્ષથી વધુ મુદતની કેદની સજાને પાત્ર ન હોય
તેવા ગુનાઓ
(2) જ્યાં ચોરીનામાલસામાનની કિંમત રૂ. 2000 થી વધુ ન હોય તેવો IPC-379,
380, 281 નો ગુનો
(3) જ્યાં ચોરીનામાલસામાનની કિંમત રૂ. 2000 થી વધુ ન હોય તેવો IPC-411
નો ગુનો
(4) જ્યાં ચોરીનામાલસામાનની કિંમત રૂ.
2000 થી વધુ ન હોય તેવો IPC-414 નો ગુનો
(5) IPC-454, 456 મુજબનો ગુનો
(6) IPC-504,
506 ના ગુનાઓ કે તેની
કોશિશ
(7). ઉપરોક્ત જણાવેલગુનાઓનાદુષ્મરણ ( મદદગારી) અંગેનો ગુનો
(8) ઉપરોક્ત જણાવેલગુનાઓનાકોશિશના
ગુના
(9) ‘ઢોર અપપ્રવેશ અધિનિયમ, 1871' ની
કલમ 20 હેઠળ જેના સંબંધમાં ફરિયાદ થઈ શકે તે કૃત્યથી થતો કોઈ ગુનો
CrPC
ARTICLE 261.
બીજા વર્ગના મેજિસ્ટ્રેટે સંક્ષિપ્ત કાર્યવાહી કરવા બાબત :
- હાઈકોર્ટ બીજા વર્ગના
મેજિસ્ટ્રેટની સત્તા ધરાવતા કોઈ મેજિસ્ટ્રેટને માત્ર દંડની અથવા 6 માસ સુધીની
કેદની શિક્ષાને પાત્ર ગુનાની તથા તેની કોશિશ અથવા દુષ્મરણનાગુનાની સંક્ષિપ્ત
કાર્યવાહી કરવા સત્તા આપી શકે.
CrPC
ARTICLE 262.
સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી માટેની કાર્યરીતિ:
-આ પ્રકરણ અનુસાર ગુનો સાબિત
થાય ૩ માસથી વધુ મુદતની કેદની સજા આપી શકાશે નહીં.
CrPC
ARTICLE 263.
સંક્ષિપ્ત ઇન્સાફીકાર્યવાહીમાં
રાખવાની નોંધ :
-મેજિસ્ટ્રેટ સંક્ષિપ્ત ઇન્સાફી
કાર્યવાહી વખતે રાજ્ય સરકાર જણાવેનમૂનામાં નીચેની નોંધ રાખવાની રહેશે.
(a) કેસનો અનુક્રમાંક નંબર
(b) ગુનાની તારીખ
(c) રિપોર્ટ કે ફરિયાદની તારીખ
(D)
ફરિયાદીનું નામ
(e) આરોપીનું નામ અને સરનામું
(f) આરોપીનો ગુનો સાબિત થાય, તો તેના પાસેના માલસામાનની કિંમત
(G) આરોપીનો જવાબ - જુબાની
(h) નિર્ણય
(i) સજા કે બીજા આખરી હુકમ
(j) કાર્યવાહી પૂર્ણ થયાની તારીખ
CrPC
ARTICLE 264.
સંક્ષિપ્ત રીતે થયેલા ઇન્સાફીકાર્યવાહીનાકેસોમાં
નિર્ણય | ફેંસલો :
-જેના આરોપી ગુનો કબૂલ ન કરે
તેવી સંક્ષિપ્ત રીતે કરાયેલ દરેક ઇન્સાફીકાર્યવાહીમાંમેજિસ્ટ્રેટે પુરાવાનો સારાંશ
નોંધવોજોઈશે અને નિર્ણય માટેનાં ટૂંકમાં કારણો જણાવતો ફેંસલો લખવાનો રહેશે.
CrPC
ARTICLE 265.
નોંધ તથા ફેંસલાની ભાષા :
-નોંધ અને ફેંસલો અદાલતની ભાષામાં લખવા જોઈશે તથા ફેંસલા પર
મેજિસ્ટ્રેટે હસ્તાક્ષર કરવાના રહેશે.
-સંક્ષિપ્ત કાર્યવાહીની અરજી
ફરિયાદી અથવા સરકાર કરે છે.
પ્રકરણ 21 (ક)
સોદાબાજીની રજૂઆત [Plea Bargaining] “લીબાર્ગેઇનિંગ’
(કલમ 265A થી 265.L)
CrPC
ARTICLE 265-A.
-પ્રકરણ લાગુ પાડવા અંગે
- આ પ્રકરણ વર્ષ 2005 – 06 થી
(તા. 05-07-2006 થી અમલી) ઉમેરવામાં આવ્યું હતું.
-આ પ્રકરણ 7 વર્ષથી ઓછી સજાનો
આરોપ હોય તેવી વ્યક્તિ પર લાગુ પડશ
-પ્લીબાર્ગેઇનિંગ એટલે પોતાના
ગુનાહિત કૃત્ય માટે અદાલતમાં લીધેલો બચાવ, ફોજદારી કેસોમાં આરોપી જ્યારે પોતાનો
યોગ્ય બચાવ કરનારને બદલે પોતે એને આપેલા એવા વચન સમક્ષ પોતે ગુનેગાર હોવાનું કબૂલ
કરે છે કે એને ઓછી સા કરી છોડી મૂકવામાં આવશે.
-જ્યાં અપરાધ દેશની
સામાજિક-આર્થિક પરિસ્થિતિને અસર કરતો હોય અથવા કોઈ સ્ત્રી અથવા 14 વર્ષથી નીચેની
ઉંમરનાબાળકની સામે કરવામાં આવ્યો હોય ત્યાં આ જોગવાઈ લાગુ પડશે નહીં.
CrPC
ARTICLE 265-B.
પ્લીબાર્ગેઇનિંગ માટે અરજી :
-જેની સમક્ષ અપરાધ કર્યાનો આરોપ
છે તેવી વ્યક્તિ, જે કોર્ટમાં તેના કેસની સમીક્ષા ચાલુ હોય ત્યાં પ્લીબાર્ગેઇનિંગ
માટે અરજી કરી શકશે.
CrPC
ARTICLE 265-C.
-પરસ્પર સંતોષજનક રીતે નિકાલ કે
ગોઠવણી માટે માર્ગદર્શન,
-પોલીસ રિપોર્ટના આધારે દાખલ કરાયેલા કેસમાં અદાલત પબ્લિક
પ્રોસિક્યુટરને કે જેણે આવા કેસમાં અજેપણે કામ કર્યું છે તે પોલીસ અધિકારીને ,
આરોપીને અને કેસનો ભોગ બનનાર વ્યક્તિને નોટિસ કાઢીને કેસની સંતોષજનક વ્યવસ્થા કરવા
માટેની મિટિંગમાં ભાગ લેવા માટે જણાવશે
CrPC
ARTICLE 265-D.
-પરસ્પર સંતોષજનક ગોઠવણીનો
અહેવાલ અદાલતને આપવો,
-કલમ 265 (C)
હેઠળની મિટિંગમાં
, કેસની સંતોષજનક ગોઠવણી નક્કી કરી લેવામાં આવી હોય ત્યાં કોર્ટ એ વિશેનો અહેવાલ
તૈયાર કરશે, જેમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હસ્તાક્ષર કરશે.
CrPC
ARTICLE 265-E.
કેસનો નિકાલ;
-કલમ 265 (D) મુજબ કેસની સંતોષજનક ગોઠવણ નક્કી કરવામાં આવી હોય
ત્યાં અદાલત કેસનો નિકાલ આ કલમની જોગવાઈઓ અનુસાર કરશે.
CrPC
ARTICLE 265-F.
કોર્ટનોચુકાદો :
- કલમ 265 (F)
મુજબ ખુલ્લી
અદાલતમાં ચુકાદો આપશે અને તેના પર અદાલતના અધ્યક્ષ જજની સહી કરવામાં આવશે.
CrPC
ARTICLE 265-G.
ચુકાદાની નિર્ણયાત્મકતા :
-આ કલમની જોગવાઈ અનુસાર કોર્ટનો
ચુકાદો નિર્ણયાત્મક તથા અંતિમ ગણાશે અને તેમાં લીવ પિટિશન અને રિટ અરજી સિવાયની
કોઈ પણ અપીલ આ ચુકાદાની સામે કરી શકાશે નહીં.
CrPC
ARTICLE 265- H.
સોદાબાજીની રજૂઆતમાં અદાલતની સત્તા :
-આ પ્રકરણ મુજબ તેનાં કાર્યો
કરવા માટે અદાલતને જામીન, ગુનાઓની સમીક્ષા અને કેસના આખરી નિકાલ માટે આ અધિનિયમ
હેઠળની જરૂરી તમામ સત્તાઓ રહેશે.
CrPC
ARTICLE 265-I.
આરોપીએ કેદમાં/અટકાયતમાં ગુજારેલો સમય તેને કરેલી કેદની સજા સામે મજરે આપવા
અંગે :
-આ પ્રકરણ મુજબ આરોપીને કરવામાં
આવેલી કેદની સજા સામે, તેણે અગાઉ અટકાયતમાં/જેલમાં જેટલો સમય વિતાવ્યો હશે તે તેને
મજરે આપવામાં આવશે.
CrPC
ARTICLE 265-J
અપવાદો :
- આ અધિનિયમની અન્ય જોગવાઈઓમાં આ પ્રકરણની જોગવાઈઓની વિરુદ્ધ
ગમે તે હોય, તો પણ આ પ્રકરણની જોગવાઈઓ અસરકારક બનાવવામાં આવશે.
CrPC
ARTICLE 265-K.
આરોપીનાનિવેદનોનો ઉપયોગ નહીં કરવા અંગે :
આરોપીએ કલમ 265 (B) હેઠળ કરેલી પ્લીબાર્ગેઇનિંગની અરજીમાં કરેલા નિવેદનો અને
જણાવેલ હકીકતો આ પ્રકરણના હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
CrPC
ARTICLE 265-L
પ્રકરણ લાગુ ન પાડવા અંગે :
જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2000 ની કલમ 2() માં
‘તરુણ' અથવા 'બાળક'ની જે વ્યાખ્યા આપી છે તેવા કોઈ પણ તરુણ કે બાળકને આ પ્રકરણની
જોગવાઈઓ લાગુ પડશે નહીં.
download pdf click here
Read CrPC chapter 20
0 ટિપ્પણીઓ
Please do not share links in comment