header

CrPC, પ્રકરણ 3 કોર્ટોની સત્તા (કલમ 26 થી 35),Chapter 3 Court powers (Articles 26 to 35)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974




પ્રકરણ 3
કોર્ટોની સત્તા
(કલમ 26 થી 35)


CrPC ARTICLE 26.

આ અધિનિયમની અન્ય જોગવાઈઓને આધીન રહીને

(A) ભારતના ફોજદારી અધિનિયમ હેઠળના ગુનાનીઇન્સાફી કાર્યવાહી નીચેની કોર્ટ કરી શકશે :

(i) હાઈકોર્ટ, અથવા

(i) સેશન્સ કોર્ટ, અથવા

(iii) પહેલી અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આવા ગુનાનીઇન્સાફી કાર્યવાહી કરી શકે એવી અન્ય કોર્ટ.

 (B) બીજા કોઈ કાયદા હેઠળ કોઈ ગુનાનીઇન્સાફી કાર્યવાહી કરવા માટે જ્યારે તે કાયદામાં કોઈ કોર્ટનો ઉલ્લેખ કર્યો હોય, તો તે કોર્ટ અને જ્યારે તે કાયદામાં કોઈ કોર્ટનો ઉલ્લેખ ન હોય ત્યારે નીચેની કોર્ટ કાર્યવાહી કરી શકશે :

(i) હાઈકોર્ટ, અથવા

(ii) પહેલી અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આવા ગુનાનીઇન્સાફી કાર્યવાહી કરી શકે એવી કોર્ટ.

 વધુમાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલ છે કે ભારતીય દંડસંહિતાની કલમ 376, 376(3), 376(A), 376(B), 376(C), 376(D), 376(E), 376(AB), 376(DA) અને 376(DB)માં જણાવેલગુનાઓની સમીક્ષા બને ત્યાં સુધી મહિલા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે.

CrPC ARTICLE27.

બાળ ગુનેગારોનાગુનાની ન્યાયિક કાર્યવાહી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ અથવા ખાસ કાયદા હેઠળ સત્તા ધરાવનાર કોર્ટ કરી શકશે.

CrPC ARTICLE 28.

 હાઈકોર્ટ કાયદા અનુસાર કોઈ પણ સજા ક્રમાવી શકશે. સેશન્સ જજ કોઈ પણ સજા ફરમાવી શકશે. મોતની સજા હાઈકોર્ટનીબહાલીથીફરમાવી શકશે. મદદનીશ સેશન્સ જજ મોતની, જનમટીપની કે દસ વર્ષ કરતાં વધુ મુદ્દતની કેદની સજાઓ સિવાય સજા ફરમાવી શકશે.

CrPC ARTICLE29.

 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોતની, જનમટીપની કે સાત વર્ષ કરતાં વધુ મુદતની કેદની સજાઓ સિવાય સજા ફરમાવી શકશે. પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની કેદ અને વધુમાં વધુ 10,000 સુધીના દંડની સજા અથવા બંને સજા ફરમાવી શકશે. બીજા વર્ગના મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 1 વર્ષ અને 5,000 સુધીની શિક્ષા કે બંને પ્રકારની શિક્ષા ફરમાવી શકશે.

CrPC ARTICLE 30.

 દંડ ભરવામાં ન આવે તો મેજિસ્ટ્રેટની કોર્ટ કાયદા અનુસારની મુદત સુધીની કેદની સજા ફરમાવી શકશે

CrPC  ARTICLE 31.

 એક જ ન્યાયિક કાર્યવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે જુદી જુદીશિક્ષાઓ કરશે અને કોર્ટે ફરમાવ્યું હોય તે ક્રમમાં તે કરવામાં આવશે.

CrPC  ARTICLE32.

 હાઈકોર્ટ અથવા રાજ્ય સરકાર કોઈ ખાસ હુકમ કરીને હોદ્દાની રૂએ અમુક વ્યક્તિઓને તેમના હોદ્દાનાનામથી સત્તા આપી શકશે.

CrPC  ARTICLE33 .

નિમાયેલ અધિકારીઓની સત્તા હાઈકોર્ટ કે રાજ્ય સરકાર તરફથી આદેશ આપવામાં આવે તે સત્તાઓવાપરશે.

CrPC  ARTICLE34.

 યથાપ્રસંગ હાઈકોર્ટ કે રાજ્ય સરકાર આપેલી સત્તા પાછી ખેંચી લઈ શકશે.

CrPC  ARTICLE35.

 જજ કે મેજિસ્ટ્રેટની સત્તા તેના અનુગામી હોદ્દેદારો વાપરી શકશે અને બજાવી શકશે.


download pdf click here


 read CrPC, chapter 2




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ