(૫૩) હાથીનો સોદો
એકવાર બાદશાહ અને બીરબલ
હાથી પર બેસીને ફરવા નિકળ્યા. રસ્તામાં એક શરાબી ઉભો હતો. જબરદસ્ત નશામાં
હતો.હાથીને આવતો જોતા જ એ મોટેથી બોલ્યો - “એ હાથીવાળા, હાથી વેચવો છે ?”
આ સાંભળીને બાદશાહને
ક્રોધ તો ઘણો આવ્યો પણ જાહેરમાં કશું બોલવાને બદલે ચુપ જ રહ્યા. બીજા દિવસે
બાદશાહે શરાબીને દરબારમાં બોલાવ્યો અને પૂછયું - “કેમ ભાઈ હાથી ખરીદવો છે?”
શરાબીએ બંને હાથ જોડીને
જવાબ આપ્યો - “જહાંપનાહ, વાંક ગુનો માફ હો. હાથી ખરીદવાવાળો સોદાગર તો કાલે જ
રવાના થઈ ગયો, હું તો દલાલ હતો....”
આ જવાબથી બાદશાહનો ક્રોધ
ઠંડો થઈ ગયો - ‘આ વાત તને કોણે જણાવી ?'
શરાબીએ કહ્યું, ‘જ્યારે
મારો નશો ઉતર્યો અને લોકોએ બધી વાત કરી ત્યારે મારા મોતિયા મરી ગયા. મને ખાત્રી થઈ
ગઈ કે હવે મારું મોત આવી ગયું. હું ઘરના બારણે ઉદાસ બેઠો હતો ત્યાં જ બીરબલ
ત્યાંથી પસાર થયો. મેં મારી ચિંતાનું કારણ જણાવ્યું તો બીરબલે તમને ખુશ કરવા મને આ
જવાબ શિખવ્યો.' આ સાંભળીને બાદશાહ અને દરબારી બીરબલની પ્રશંસા કરવા લાગ્યા.
Read (૫૨) થુંકવાની જગ્યા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment