(૫૨) થુંકવાની જગ્યા
બાદશાહ અકબરના દરબારમાં
બીરબલના શત્રુ પણ હતા. એમાંય અબ્દુલ કરીમ નામનો એક કાણીયો તો બીરબલની ઘણી જ ઈર્ષા
કરતો હતો અને બીરબલને સપડાવાનો એક પણ મોકો જવા ન દેતો.
આ બાજુ બીરબલને તમાકુ
ખાવાની ટેવ હતી.એ તમાકુ ખાઈને ઘણીવાર મન ફાવે ત્યાં થુંકી દેતો.
એકવાર દરબારમાં બીરબલે
તમાકુ ખાઈને સામેની દીવાલ પર જ થુંકી દીધું. અબ્દુલ કરીમે આ જોયું. એ તો આવો લાગ જ
શોધતો હતો. તરત એણે બાદશાહને ફરિયાદ કરી. બાદશાહે બીરબલને બોલાવીને કહ્યું -
‘અબ્દુલ કરીમે આજ તારી ફરિયાદ કરી છે. તું મન ફાવે ત્યાં થુંકે છે. આ સારું નથી.
બેકાર જગ્યા હોય . ત્યાં થુંક....”
જ બીરબલે કહ્યું - ‘સારૂં
નામદાર, હવે એમ જ કરીશ....” બીજા દિવસે બીરબલે તમાકુ ખાધી અને પટાક કરતો અબ્દુલ
કરીમની કાણી આંખમાં થુંક્યો.
અબ્દુલ ચીસ પાડતા બોલ્યો
- “જહાંપનાહ, જુવો બીરબલ મારી આંખમાં થુંક્યો. એને કાંઈક કહો....'
બાદશાહ ગુસ્સે થઈ ગયા -
બીરબલ, તું આની આંખમાં શા માટે થુંક્યો? જરા ભાન રાખ.....”
બીરબલે તરત જવાબ દીધો -
‘તમે જ કહ્યું હતું કે જે બેકાર જગ્યા હોય ત્યાં થુંક. તમે જ કહો આની કાણી આંખ શું
કામમાં આવે છે? મેં એમાં થુંકીને શું ગુનો કર્યો છે?' આ સાંભળતાં જ બધા દરબારી અને
બાદશાહ ખડખડાટ હસી પડયા.
Read (૫૧) જમીન છોડીને આસમાનમાં
0 ટિપ્પણીઓ
Please do not share links in comment