ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 23
તપાસ
અને ન્યાયિક કાર્યવાહીમાં પુરાવો
(કલમ 272 થી 299)
પ્રકરણ 23 (ક)
પુરાવો લેવાની અને નોંધવાની રીત
(કલમ 272થી 283)
CrPC
ARTICLE 272.
હાઈકોર્ટ સિવાયની રાજ્યમાંની દરેક કોર્ટની ભાષા
કઈ હોવી જોઈશે તે રાજ્ય સરકાર નક્કી કરી શકશે.
CrPC
ARTICLE 273.
સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યાં તમામ પુરાવા આરોપીની
હાજરીમાં કે તેના વકીલની હાજરીમાં લેવા જોઈએ.
CrPC
ARTICLE 274.
સમન્સ કેસો અને તપાસમાંમેજિસ્ટ્રેટે દરેક
સાક્ષીની જુબાની લેવાતી જાય તેમ તેના પુરાવાનો સારાંશ નોંધતા જવું જોઈએ.
CrPC
ARTICLE 275.
વોરંટ
કેસોમાં દરેક સાક્ષીનો પુરાવો તેની જુબાની લેવાતી જાય તેમ મેજિસ્ટ્રેટ જાતે લખી
લેવો જોઈએ અથવા ખુલ્લી કોર્ટમાં પોતે લખાવે તેમ લખી લેવડાવવો જોઈએ.
CrPC
ARTICLE 276.
સેશન્સ
કોર્ટ સમક્ષ ન્યાયિક કાર્યવાહીનું રેકર્ડ જજ જાતે કે ખુલ્લી કોર્ટમાં લખાવી લેવો
જોઈએ
CrPC
ARTICLE 277.
પુરાવો લખવા માટે સાક્ષી કોર્ટની ભાષામાં
પુરાવો આપે તો તે ભાષામાં લખી લેવો જોઈએ અન્યથા ખરું ભાષાંતર તૈયાર કરવું જોઈએ.
CrPC
ARTICL 278.
દરેક સાક્ષીની
જુબાની પૂરી થતી જાય તેમ આરોપી હાજર હોય તો તેની હાજરીમાં અથવા વકીલની હાજરીમાં તે
સાક્ષીને વાંચી સંભળાવવી જોઈએ અને સમજાવવી જોઈએ.
CrPC
ARTICLE 279.
આરોપીને અથવા તેના વકીલને ખુલ્લી કોર્ટમાં તેને
જુબાની તે સમજતો હોય તે ભાષામાં સમજાવવી જોઈએ .
CrPC
ARTICLE 280.
મેજિસ્ટ્રેટ કે જજ સાક્ષીની જુબાની લખી ત્યારે
તેના વર્તન અંગે પોતાને અગત્યની લાગે તેવી વિશેષ નોંધ પણ તેણે લખી લેવી જોઈએ.
CrPC
ARTICLE 281.
આરોપીનીજુબાનીની સારાંશ નોંધ કોર્ટની ભાષામાં
નોંધવી જોઈએ.
CrPC
ARTICLE 282.
કોઈ પણ
પુરાવો કે કથન માટે દુભાષિતાની જરૂર પડે ત્યારે તે એવો પુરાવો કે કથન સચ્ચાઈથી
સમજાવવા બંધાયેલ રહેશે.
CrPC
ARTICLE 283.
પોતાની સમક્ષ આવતાં કેસોમાંસાક્ષીઓનો કે
આરોપીનો પુરાવો કઈ રીતે લેવા તે હાઈકોર્ટ સામાન્ય નિયમ કરીને ઠરાવી શકશે.
પ્રકરણ 23 (ખ) સાક્ષીઓતપાસવા માટેનાં કમિશનો
(કલમ 284 થી 299)
CrPC
ARTICLE 284.
જ્યારે કોઈ મેજિસ્ટ્રેટને કોઈ
સાક્ષીનેતપાસવાનું જરૂરી હોય અને તે કેસના ગેરવાજબી વિલંબ, ખર્ચ કે અગવડ
વિના જુબાની લેવા માટે કે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે
કોઈ રાજ્યના રાજ્યપાલ વગેરેની સાક્ષી તરીકે તપાસવાનુંન્યાયા માટે જરૂરી હોય ત્યારે
તેમને તપાસવા માટે કમિશન કાઢવું જોઈએ.
CrPC
ARTICLE 285.
યથા પ્રસંગે જે ચીફ મેટ્રો, મેજિસ્ટ્રેટ કે ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની
સ્થાનિક હકૂમતમાં તે સાક્ષી રહેતો હોય તેને કમિશન મોકલવું જોઈએ.
CrPC
ARTICLE 286.
કમિશન મળે મેજિસ્ટ્રેટેસાક્ષીને પોતાની સમક્ષ
બોલાવવો કે તે જ્યાં હોય તે સ્થળે જવું જોઈએ.
CrPC
ARTICLE 287.
કમિશન કાઢનારી વ્યક્તિ પક્ષકારોસાક્ષીઓને તપાસી
શકશે.
CrPC
ARTICLE 288.
ક્લમ-284 હેઠળ
કાટેલાકમિશનની બજવણી થયા પછી સાક્ષીની જુબાની સાથે કમિશન કાઢનારી કોર્ટ કે
મેજિસ્ટ્રેટને તે પરત મોક્લવું જોઈએ.
CrPC
ARTICLE 289.
કમિશન બજીને પરત આવવા માટે વાજબી રીતે પૂરો થાય
એવા નિર્દિષ્ટ સમય સુધી તપાસ, ન્યાયિક
કાર્યવાહી કે બીજી કાર્યવાહી મોકૂફ રાખી શકાશે.
CrPC
ARTICLE 290.
વિદેશી કમિશનનોનીબજવણીમાં પણ ઉપરની જોગવાઈઓ
લાગુ પડશે.
CrPC
ARTICLE 291.
તબીબી સાક્ષીની
જુબાની સાક્ષી તરીકે બોલાવેલ ન હોય તો પણ પુરાવા તરીકે આપી શકશે.
CrPC
ARTICLE 291-A.
મેજિસ્ટ્રેટનો ઓળખ અંગેનો અહેવાલ,
CrPC
ARTICLE292.
ટંકશાળનાઅધિકારીઓનો પુરાવો પુરાવા તરીકે ઉપયોગ
કરી શકાશે .
CrPC
ARTICLE293.
કેટલાક
સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાતોના રિપોર્ટ પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.
CrPC
ARTICLE 294.
કેટલાક
દસ્તાવેજોની વિધિસર સાબિતી જો સરકાર ઠરાવે તેવી નમૂનામાં ન હોય તો કોર્ટ પોતાની
વિવેકબુદ્ધિ અનુસાર સાબિત કરવાનું ફરમાવી શકશે.
CrPC
ARTICLE295.
રાજ્ય સેવકના વર્તનની સાબિતીમાંસોગંદનામામાંથી
પુરાવો આપી શકાશે.
CrPC
ARTICLE 296.
જેનો
પુરાવો વિધિ પૂરતો જ હોય તે વ્યક્તિનો પુરાવો સોગંદનામાથી આપી શકાશે.
CrPC
ARTICLE297.
આ અધિનિયમ હેઠળ કોઈ ન્યાયાધીશ, જ્યુડિશિયલ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, હાઈકોર્ટ કે સેશન્સ કોર્ટના સોગંદ માટેના કમિશનર કે નોટરી
સોગંદનામા પોતાની સમક્ષ લઈ શકશે.
CrPC
ARTICLE 298.
અગાઉના ગુના. સાબિતી કે
નિર્દોષ છુટકારા માટે તે હુકમની નકલ હોવાનું પ્રમાણિત કરેલા ઉતારાથી સાબિત કરી
શકાશે,
CrPC
ARTICLE 299.
ફરિયાદવાળા ગુના માટે આરોપીની ગેરહાજરીમાં ખર્ચ
કે વિલંબ ન થાય તે માટે ન્યાયિક કાર્યવાહીમાંઆરોપીની ગેરહાજરીમાં પુરાવો લઈ શકાશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment