header

CrPC,પ્રકરણ 24. તપાસ અને ન્યાયિક કાર્યવાહી સંબંધમાં સામાન્ય જોગવાઈઓ (કલમ 300થી 327),Chapter 24. General provisions relating to investigations and judicial proceedings (Sections 300 to 327)

 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ 37
કુલ કલમો 484
અમલ  1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 24.
તપાસ અને ન્યાયિક કાર્યવાહી સંબંધમાં સામાન્ય જોગવાઈઓ
(કલમ 300થી 327)

 

CrPC ARTICLE 300.

એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકાયેલ વ્યક્તિ ઉપર તે જ ગુના માટે ન્યાયિક કાર્યવાહી કરી શકાશે નહીં.

CrPC ARTICLE301.

કેસ ચાર્જમાં હોય તે પબ્લિક પ્રોસિક્યુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરે તેવી કોઈ પણ કોર્ટ સમક્ષ લેખિત અધિકાર પત્ર વિના હાજર થઈ શકશે અને રજૂઆત કરી શકશે.

CrPC ARTICLE 302.

 કોઈ કેસની તપાસ કે ન્યાયિક કાર્યવાહી કરતાં મેજિસ્ટ્રેટ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી નીચલા દરજ્જાના પોલીસ અધિકારી સિવાયની કોઈ વ્યક્તિને ફોજદારી કામ ચલાવવા માટે પરવાનગી આપી શકશે. કોઈ પણ વ્યક્તિ જાતે કે વકીલ મારફ્ત ફોજદારી કામ ચલાવી શકશે.

CrPC ARTICLE 303.

જેની વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હોય તે વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો અધિકાર રહેશે,

CrPC ARTICLE 304.

સેશન્સ કોર્ટ સમક્ષનીકાર્યવાહીમાં આરોપી પોતાના વતી કોઈ વકીલને રોકેલ ન હોય અને કોર્ટને એમ જણાય કે આરોપી પાસે વકીલ રોકવા માટે પૂરતી સગવડ નથી તો કોર્ટે રાજ્યના ખર્ચે તેના બચાવ માટે વકીલ રોકવો જોઈએ.

CrPC ARTICLE 305.

જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલી મંડળી આરોપી હોય ત્યારે તપાસ માટે ન્યાયિક કાર્યવાહીના હેતુ માટે કોઈ પ્રતિનિધિ નીમી શકશે.

CrPC ARTICLE 306.

ન્યાયિક કાર્યવાહીમાં મેજિસ્ટ્રેટ તે ગુનાસંબંધી તેમજ તે ગુનો કરવામાં કે તેનું દુષ્મરણ કરવામાં મદદ કરી હોય તેવી વ્યક્તિને પૂરેપૂરી અને સાચી માહિતી આપવાની શરતે માફી આપી શકશે.

CrPC ARTICLE 307.

કોઈ ગુનામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હોવાનું માનવામાં આવતું હોય તે કોઇ વ્યક્તિનો પુરાવો ન્યાયિક કાર્યવાહી વખતે મેળવવા માટે એ વ્યક્તિને એ જ શકતે માફી આપી શકાશે,

CrPC ARTICLE  308.

માફીની શરતો ન પાળનાર માટે તેના પર ગુના માટે અને ખોટો પુરાવો આપવાના ગુના માટે તેની સામે ન્યાયિક કાર્યવાહી કરી શકાશે.

CrPC ARTICLE 309.

કોઈ ન્યાયિક કાર્યવાહીમાં કોર્ટ એક વખત સાક્ષીઓનેતપાસવાનું શરૂ કરે ત્યારથી તમામ સાક્ષીઓને તપાસી લેવાય ત્યાં સુધી રોજબરોજ તે ચાલુ રાખવી જોઈએ અને જરૂર જણાયે વાજબી લેખિત કારણોસર કાર્યવાહી મુલતવી કે મોકૂફ રાખવાની સત્તા કોર્ટને રહેશે,

CrPC ARTICLE 310.

મેજિસ્ટ્રેટ પક્ષકારોને યોગ્ય નોટિસ આપ્યા પછી જ્યાં ગુનો થયાનું કહેવાતું હોય તેવી જગ્યાને તપાસ કે પુરાવાને બરાબર સમજવા માટે પોતાના અભિપ્રાય મુજબ તે બીજી જગ્યા પોતાને જોવાનું જરૂરી જણાય તો ત્યાં જઈ તપાસણી કરી શકશે અનેતેની નોંધ પણ કરશે,

CrPC ARTICLE311 .

મહત્ત્વનાસાક્ષીઓનેબોલવવાની અથવા હાજર વ્યક્તિની જુબાની લેવાની સત્તા રહેશે.

CrPC ARTICLE 311-A .

નમૂનાની સહી કે હસ્તાક્ષર આપવાનો કોઈ વ્યક્તિને આદેશ કરવાની મેજિસ્ટ્રેટની સત્તા અંગે,

CrPC ARTICLE 312.

ન્યાયિક કાર્યવાહી કે બીજી કાર્યવાહીના હેતુ માટે રાજ્ય સરકારના નિયમોને આધીન કોર્ટ હાજર રહેનાર ફરિયાદી કે સાક્ષીનો વાજબી ખર્ચ સરકારે આપવાનો હુકમ કરી શકશે.

CrPC ARTICLE 313.

આરોપીની જુબાની લેવાની સત્તા કોર્ટની રહેશે અને પોતાને યોગ્ય લાગે તેવા પ્રશ્નો પૂછી શકશે.

CrPC ARTICLE 314.

 કાર્યવાહી દરમિયાન મૌખિક દલીલો અને દલીલોની યાદી નોંધી લઈ એક નકલ સામાપક્ષને પણ આપવી જોઈએ .

CrPC ARTICLE 315.

આરોપી સાક્ષી થઈ શકશે અને તહોમત ના સાબિત કરવા તે સોગંદ ઉપર જુબાની આપી શકાશે.

CrPC ARTICLE 316.

કલમ-306 અને 307માં જણાવેલ હોય તે સિવાય આરોપીને બીજી કોઈ બાબત જણાવવા વચન ધમકી આપીને દબાણ કરી શકાશે નહીં.

CrPC ARTICLE 317.

 કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ન્યાયિક કાર્યવાહી કરવા માટે કોર્ટ આદેશ આપી શકશે.

CrPC ARTICLE 318.

આરોપી કાર્યવાહી સમજતો ન હોય તેવા પ્રસંગે કોર્ટે ન્યાયિક કાર્યવાહી ચાલુ રાખી શકશે અને કેસનાસંજોગોના રિપોર્ટ હાઈકોર્ટને મોકલવા જોઈએ અને હાઈકોર્ટ પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરશે.

CrPC ARTICLE 319.

ગુના માટે અન્ય દોષિત જણાય તે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની કોર્ટની સત્તા રહેશે,

CrPC ARTICLE320.

 અમુક ગુનાની માંડવાળ કરી શકાશે અને સામાન્ય રીતે જેના પક્ષે સહન કરવાનું થયું હોય તે માંડવાળ કરી શકશે.

CrPC ARTICLE 321 .

કોર્ટની સંમતિથી ફેંસલો આવે તે પહેલા ફોજદારી કામ પાછુ ખેંચી શકાશે.

CrPC ARTICLE 322.

મેજિસ્ટ્રેટ જેનો નિકાલ ન કરી શકે તે કેસોમાં પોતે જેની સત્તા નીચે હોય તેવા ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કે તેઓ આદેશ કરે તેવા બીજા કોઈ મેજિસ્ટ્રેટનેકેસનાસ્વરૂપની સમજૂતી આપવા ટૂંકા રિપોર્ટ સાથે તે કેસ સાદર કરવો જોઈએ.

CrPC ARTICLE 323.

તપાસ કે ન્યાયિક કાર્યવાહી શરૂ થયા પછી મેજિસ્ટ્રેટને કેસ કમિટ કરવા જેવો લાગે ત્યારે આ અધિનિયમની જોગવાઈ હેઠળ તે કેસને તે કોર્ટને કમિટ કરવું જોઈએ.

CrPC ARTICLE 324.

ચલણી સિક્કા - સ્ટેમ્પ અંગેના કાયદા મિલકત વિરુદ્ધના ગુના માટે અગાઉ દોષિત ઠરેલી વ્યક્તિઓની ન્યાયિક કાર્યવાહી ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કે સેશન્સ કોર્ટને તે કેસ કમિટ કરવો જોઈએ.

CrPC ARTICLE  325.

 મેજિસ્ટ્રેટ જોઈએ તેટલી સખત સજા ન કરી શકે ત્યારે પોતે જેની સત્તા નીચે હોય તે ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટને પોતે કરેલી કાર્યવાહી સાદર કરી તેની સમક્ષ આરોપીને મોકલી શકશે,

CrPC ARTICLE326.

અંશતઃ એક મેજિસ્ટ્રેટ અને અશત: બીજા મેજિસ્ટ્રેટેલીધેલાપુરાવાઓ ઉપરથી દોષિત ઠરાવવા પ્રથમ મેજિસ્ટ્રેટ તે કેસ અંગે હકૂમત ધરાવતાં બંધ થયેલા હોવાનું અને તે બીજા મેજિસ્ટ્રેટ તેના અનુગામી હોવાનું ગણાશે નહીં અને સાક્ષીઓને ફરીથી બોલાવી જુબાની લેવી ન્યાયના હિતમાં હોય તો સમન્સથી બોલાવી શકશે.

CrPC ARTICLE327.

કોઈ ગુનાની તપાસ કે કાર્યવાહી માટે કોઈ ફોજદારી કોર્ટ જ્યાં કામ કરી રહેલ હોય તે સ્થળ ખુલ્લી કોર્ટ ગણાશે.

 

 download pdf click here



Read CrPC chapter 23





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ