ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ25
અસ્થિર મગજના આરોપીઓ સંબંધી જોગવાઈઓ
(કલમ 328 થી 339)
CrPC
ARTICLE 328.
આરોપી
પાગલ હોય ત્યારે મગજની અસ્થિરતા બાબત તપાસ કરવી જોઈએ અને તબીબી અધિકારીની સાક્ષી
તરીકે તપાસી જુબાની લેવી જોઈએ.
CrPC
ARTICLE 329.
કોર્ટ
સમક્ષની ન્યાયિક કાર્યવાહીમાં અસ્થિર મગજનાઆરોપીની બાબતમાં મગજની અસ્થિરતા તપાસ
કરી તે મતલબના કેસની ત્યારપછીની કાર્યવાહી મુલતવી રાખવી જોઈએ.
CrPC
ARTICLE 330.
તપાસ કે ન્યાયિક કાર્યવાહી દરમિયાન પાગલ
વ્યક્તિને તે પોતાની જાતને કે અન્ય કોઈ વ્યક્તિને નુકસાન કરી બેસે નહીં તેની
તકેદારી રાખવામાં આવશે અને પૂરતી જામીનગીરી આપી કોર્ટ તેને છોડી શકશે.
CrPC
ARTICLE 331.
કોઈ પણ
સમયે સંબંધિત આરોપી અસ્થિર મગજનોહોતો બંધ થાય તે પછી તે તપાસ કે ન્યાયિક કાર્યવાહી
ફરી શરૂ કરી શકાશે.
CrPC
ARTICLE 332.
મેજિસ્ટ્રેટ કે કોર્ટ સમક્ષ આરોપી હાજર થાય
ત્યારે તે પોતાનો બચાવ કરી શકે તેમ છે એમ મેજિસ્ટ્રેટ કે કોર્ટને લાગે તો તપાસ કે
ન્યાયિક કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.
CrPC
ARTICLE333.
આરોપી ઉપર આરોપિત કૃત્ય કરતી વખતે સ્થિર મગજની
હોવાનું જણાય ત્યારે મેજિસ્ટ્રેટે કેસ આગળ ચલાવવો જોઈએ અને આરોપીની ન્યાયિક
કાર્યવાહી સેશન્સ કોર્ટને કમિટ કરવાની રહેશે.
CrPC
ARTICLE 334.
મગજની અસ્થિરતાને કારણે નિર્દોષ ઠરાવી છોડી
મૂકવાનો ફેંસલો કોર્ટ આપશે અને આરોપીએ તે કૃત્ય કર્યું હતું કે નહીં તે હકીકત
નિર્ણયમાં સ્પષ્ટ રીતે જણાવવી પડશે.
CrPC
ARTICLE 335.
એવા કારણે નિર્દોષ ઠરાવાઈ છોડી મુકાયેલઆરોપીને
સલામત કસ્ટડીમાં રાખવો જોઈએ.
CrPC
ARTICLE 336.
ઇનચાર્જઅધિકારીને કાર્ય બજાવવાનો અધિકાર આપવાનો
રાજ્ય સરકારને અધિકાર રહેશે.
CrPC
ARTICLE 337.
પાગલ કેદી પોતાનો બચાવ કરવા સમર્થ છે તેવો
રિપોર્ટ મળે મેજિસ્ટ્રેટ કે કોર્ટ કલમ-332ની જોગવાઈઓ
અનુસાર કાર્યવાહી કરશે.
CrPC
ARTICLE 338.
અટકમાંરખાયેલી પાગલ વ્યક્તિને મુક્ત થવા માટે
કસ્ટડીમાં મોકલી આપેલ ન હોય તો તેને પાગલખાનામાં મોકલી દેવાનો હુકમ કરી શકાશે.
CrPC
ARTICLE 339.
પાગલ વ્યક્તિને તેના સગાં કે મિત્રને યોગ્ય
જામીનગીરી આયે સંભાળ માટે સોંપવા માટેનો રાજ્ય સરકાર હુકમ કરી શકશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment