ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 26
ન્યાય-વહીવટને અસરકતાં અમુક ગુના અંગે જોગવાઈઓ
(કલમ 340 થી 352)
CrPC
ARTICLE 340.
કલમ-195માં
જણાવેલાકેસોમાંકાર્યવાહીમાં રજૂ થયેલ પુરાવામાં અપાયેલ દસ્તાવેજ અંગે તપાસ કરવી
ન્યાયનાં હિતમાં છે તો પોતાને જરૂર લાગે તેવી તપાસ કરી તેની લેખિત ફરિયાદ કરી શકશે, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટને મોકલી શકશે વગેરે જેવી
કાર્યવાહી કરશે.
CrPC
ARTICLE341.
ઉપરના કેસની જરૂર જણાયે જેની સત્તા નીચે તે
કોર્ટ આવેલી હોય તેને અપીલ કરી શકાશે.
CrPC
ARTICLE 342.
કોઈ પણ કોર્ટને ન્યાયી લાગે તેવો ખર્ચ અપાવવા
સંબંધી હુકમ કરવાની સત્તા રહેશે.
CrPC
ARTICLE 343.
કલમ-340 કે 341 હેઠળ ન્યાયિક કાર્યવાહી શરૂ કરતાં મેજિસ્ટ્રેટે શક્ય હોય
ત્યાં સુધી પોલીસ રિપોર્ટ ઉપરથી શરૂ કરવામાં આવી હોય તેમ તે અંગે આગળ કાર્યવાહી
કરવી જોઈએ.
CrPC
ARTICLE 344.
ખોટ પુરાવો આપવા અંગે ન્યાયિક કાર્યવાહી
સંક્ષિપ્ત રીતે ચલાવી તેને ૩ મહિના સુધીની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની
સજા અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
CrPC
ARTICLE 345.
કોઈ
દીવાની, ફોજદારી કે મહેસૂલી કોર્ટની હાજરીમાં ગુનો
કરવામાં આવે તો તે તિરસ્કાર ગણી તે માટે ગુનેગારને વાજબી તક આપ્યા પછી દોષિત ઠર્યે₹ 200 સુધીના દંડની અને
દંડ ન ભરે તો એક મહિના સુધીની સાદી કેદની સજા કરી શકાશે.
CrPC
ARTICLE 346.
કેસની કાર્યવાહી કલમ-345 હેઠળ કરવી ન જોઈએ
એમ કોર્ટને લાગે ત્યારે આરોપીનાકથનની લેખિત નોંધ કરીને ગુનાની ન્યાયિક કાર્યવાહી
કરવાની હકૂમત ધરાવતાં મેજિસ્ટ્રેટને તે કેસ મોકલી શકશે.
CrPC
ARTICLE 347.
રજિસ્ટ્રાર કે સબ-રજિસ્ટ્રાર રાજ્ય
સરકાર એવો આદેશ આપે ત્યારે કલમ-345 અને 346ના અર્થમાં દીવાની કોર્ટ ગણાશે.
CrPC
ARTICLE 348.
ઉપરના ગુનાઓ માટે ગુનેગાર માફી માગે તો કોર્ટને
યોગ્ય જણાયે તેને મૂકી શકાશે.
CrPC
ARTICLE 349.
જવાબ
આપવાની, દસ્તાવેજ રજૂ કરવાની, ના પાડનાર
વ્યક્તિને કેદની શિક્ષા કરવા કે કસ્ટડીમાં રાખી શકાશે.
CrPC
ARTICLE 350.
સમન્સને અનુસરીને સાક્ષી હાજર ન રહે તો એ માટે
શિક્ષા કરવા માટે સંક્ષિપ્ત કાર્યવાહી કરી તેને ₹ 100 સુધીના દંડની
શિક્ષા કરી શકાશે.
CrPC
ARTICLE351.
કલમો-344 345 , 349, કે 350 હેઠળની ગુના સાબિતી ઉપર અપીલ કરી શકાશે.
CrPC
ARTICLE 352.
ફોજદારી કોર્ટના કોઈ જજ કે મેજિસ્ટ્રેટ કલમ-195માં ઉલ્લેખાયેલો કોઈ ગુનો પોતાની સમક્ષ કે પોતાના અધિકારનો
તિરસ્કાર થાય તે રીતે કરવામાં આવે કે તેના ધ્યાન ઉપર આવે ત્યારે તે ગુના માટે કોઈ
વ્યક્તિ સામે ન્યાયિક કાર્યવાહી કરી શકશે નહીં.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment