ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 28
મોતની સજાનાહુકમો બહાલી માટે સાદર કરવા બાબત
(કલમ 366 થી 371)
CrPC
ARTICLE 366.
સેશન્સ કોર્ટે મોતની સજાનો હુકમ કરે ત્યારે કાર્યવાહી હાઈકોર્ટને સાદર કરવી
જોઈએ અને તે તેને બહાલ ન રાખે તો સજાના હુકમનો અમલ કરી શકાશે નહીં.
CrPC
ARTICLE 367.
એવી કાર્યવાહી હાઈકોર્ટને સાદર કરવામાં આવે ત્યારે વધુ તપાસ કરવાની કે વધારાનો
પુરાવો લેવાનો આદેશ આપવાની સત્તા રહેશે,
CrPC
ARTICLE 368.
સજાનો હુકમ બહાલ રાખવાની અથવા ગુના સાબિતી રદ કરવાની હાઈકોર્ટની સત્તા રહેશે.
CrPC
ARTICLE369.
સાદર થયેલા દરેક કેસમાં જ્યારે હાઈકોર્ટ બે કે તેથી વધુ જજની બનેલી હોય ત્યારે
ઓછામાં ઓછા બે જજેસજાના હુકમને બહાલી આપવી કે નવી સજા ફરમાવી તેના ઉપર સહી કરવી
જોઈએ.
CrPC
ARTICLE 370.
કેસની સુનાવણી જજની કોઈ બેંચ સમક્ષ થાય અને બે જુદા જુદા અભિપ્રાય ધરાવનાર
જજની સંખ્યા સરખી હોય ત્યારે તે કેસનો નિર્ણય કલમ-392માં જણાવેલ રીતે કરવાનો
રહેશે.
CrPC
ARTICLE 371.
બહાલી માટે હાઈકોર્ટને સાદર કરેલા કેસોમાંહાઈકોર્ટના યોગ્ય અધિકારીએબહાલની
હુકમ કે બીજો હુકમની નકલ સિક્કો લગાડીને પોતાની સત્તાવાર સહીવાળી શાખ કરીને સેશન્સ
કોર્ટને વગર વિલંબેમોકલવી જોઈએ.
download pdf click here
Read CrPC chapter 27
0 ટિપ્પણીઓ
Please do not share links in comment